Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1104301 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-२० |
Translated Chapter : |
શતક-૨૦ |
Section : | उद्देशक-९ चारण | Translated Section : | ઉદ્દેશક-૯ ચારણ |
Sutra Number : | 801 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] कतिविहा णं भंते! चारणा पन्नत्ता? गोयमा! दुविहा चारणा पन्नत्ता, तं जहा–विज्जाचारणा य, जंघाचारणा य। से केणट्ठेणं भंते! एवं वुच्चइ–विज्जाचारणे-विज्जाचारणे? गोयमा! तस्स णं छट्ठंछट्ठेणं अनिक्खित्तेणं तवोकम्मेणं विज्जाए उत्तरगुणलद्धिं खममाणस्स विज्जाचारणलद्धी नामं लद्धी समुप्पज्जइ। से तेणट्ठेणं गोयमा! एवं वुच्चइ– विज्जाचारणे-विज्जाचारणे। विज्जाचारणस्स णं भंते! कहं सीहा गतो, कहं सीहे गतिविसए पन्नत्ते? गोयम! अयन्नं जंबुद्दीवे दीवे जाव किंचिविसेसाहिए परिक्खेवेणं। देवे णं महिड्ढीए जाव महेसक्खे जाव इणामेव-इणामेव त्ति कट्टु केवलकप्पं जंबुद्दीवं दीवं तिहिं अच्यरानिवाएहिं तिक्खुत्तो अनुपरियट्टित्ता णं हव्वमागच्छेज्जा, विज्जाचारणस्स णं गोयमा! तहा सीहा गती, तहा सीहे गतिविसए पन्नत्ते। विज्जाचारणस्स णं भंते! तिरियं केवतियं गतिविसए पन्नत्ते? गोयमा! से णं इओ एगेणं उप्पाएणं माणुसुत्तरे पव्वए समोसरणं करेति, करेत्ता तहिं चेइयाइं वंदति, वंदित्ता बितिएणं उप्पाएणं नंदीसरवरे दीवे समोसरणं करेति, करेत्ता तहिं चेइयाइं वंदति, वंदित्ता तओ पडिनियत्तति, पडिनियत्तित्ता इहमागच्छइ, आग-च्छित्ता इह चेइयाइं वंदति। विज्जाचारणस्स णं गोयमा! तिरियं एवतिए गतिविसए पन्नत्ते। विज्जाचारणस्स णं भंते! उड्ढं केवतिए गतिविसए पन्नत्ते? गोयमा! से णं इओ एगेणं उप्पाएणं नंदनवने समोसरणं करेति, करेत्ता तहिं चेइयाइं वंदति, वंदित्ता बितिएणं उप्पाएणं पंडगवने समोसरणं करेति, करेत्ता तहिं चेइयाइं वंदति, वंदित्ता तओ पडिनियत्तति, पडिनियत्तित्ता इहमागच्छइ, आगच्छित्ता इहं चेइयाइं वंदति। विज्जाचारणस्स णं गोयमा! उड्ढं एवतिए गतिविसए पन्नत्ते। से णं तस्स ठाणस्स अनालोइयपडिक्कंते कालं करेति नत्थि तस्स आराहणा। से णं तस्स ठाणस्स आलोइय-पडिक्कंते कालं करेति अत्थि तस्स आराहणा। | ||
Sutra Meaning : | સૂત્ર– ૮૦૧. ભગવન્ ! ચારણ કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદે છે. તે આ – વિદ્યાચારણ અને જંઘાચારણ. ભગવન્ ! તે વિદ્યાચારણને વિદ્યાચારણ કેમ કહે છે ? ગૌતમ ! તેમને અંતરરહિત છઠ્ઠ છઠ્ઠના તપશ્ચરણપૂર્વક વિદ્યા દ્વારા ઉત્તરગુણ લબ્ધિને પ્રાપ્ત મુનિને વિદ્યાચારણ લબ્ધિ નામે લબ્ધિ સમુત્પન્ન થઈ હોય છે. તે કારણથી યાવત્ વિદ્યાચારણ કહેવાય છે. ભગવન્ ! વિદ્યાચારણની શીઘ્રગતિ કેવી છે ? તેમની શીઘ્રગતિનો વિષય કેવો છે ? ગૌતમ ! આ જંબૂદ્વીપ યાવત્ કિંચિત વિશેષાધિક પરિક્ષેપથી છે. કોઈ મહર્દ્ધિક યાવત્ મહાસૌખ્ય દેવ યાવત્ એ પ્રમાણે વિચારીને સંપૂર્ણ જંબૂદ્વીપને ત્રણ ચપટી વગાડે તેટલા સમયમાં ત્રણ વખત ચક્કર લગાવીને શીઘ્ર પાછો આવે, એટલી શીઘ્રગીત હે ગૌતમ ! વિદ્યાચરણ ની છે, એટલો શીઘ્રગતિ વિષય છે. ભગવન્ ! વિદ્યાચરણની તીર્છી ગતિ કેટલી છે ? તીર્છી ગતિનો વિષય કેટલો છે ? ગૌતમ ! તે અહીંથી એક ઉત્પાત થી માનુષોત્તર પર્વતે સમવસરણ કરે છે, કરીને ત્યાં ચૈત્યોને વાંદીને, ત્યાંથી બીજા ઉત્પાત વડે નંદીશ્વર દ્વીપે સમોસરણ કરે છે. કરીને ત્યાં ચૈત્યોને વાંદે છે. ત્યાંથી એક ઉત્પાતમાં. પાછો ફરે છે, ફરીને અહીં આવે છે, અહીં ચૈત્યોને વાંદે છે. ગૌતમ ! વિદ્યાચારણની આટલી તીર્છી ગતિ છે, આટલો તીર્છી ગતિનો વિષય છે. ભગવન્ ! વિદ્યાચારણની ઉર્ધ્વગતિ કેટલી છે ? ઉર્ધ્વ ગતિનો વિષય કેટલો છે ? ગૌતમ ! તે અહીંથી એક ઉત્પાત વડે નંદનવનમાં સમવસરણ કરે છે, ત્યાં ચૈત્યોની વંદના કરે છે, ત્યાંથી બીજા ઉત્પાત વડે પંડકવનમાં જાય છે. જઈને પંડકવનમાં ચૈત્યોની વંદના કરે છે. ત્યાં પાછો ફરી એક ઉત્પાતમાં. અહીં આવે છે, અહીં આવીને અહીં ચૈત્યોની વંદના કરે છે. હે ગૌતમ ! વિદ્યાચારણની આટલી ઉર્ધ્વગતિ છે, આટલો ઉર્ધ્વગતિનો વિષય છે. તે તે સ્થાનોની આલોચના, પ્રતિક્રમણ કર્યા વિના કાળ કરે તો તેને આરાધના નથી, જો તે તે સ્થાનોની આલોચના પ્રતિક્રમણ કરીને કાળ કરે તો તેને આરાધના છે. સૂત્ર– ૮૦૨. ભગવન્ ! કયા કારણે જંઘાચારણ, જંઘાચારણ કહેવાય છે ? ગૌતમ ! તેને નિરંતર અઠ્ઠમ – અઠ્ઠમના તપોકર્મ વડે આત્માને ભાવિત કરતા જંઘાચારણલબ્ધિ નામે લબ્ધિ સમુત્પન્ન થાય છે, તે કારણથી. ભગવન્ ! જંઘાચારણની કેવી શીઘ્રગતિ છે ? કેવો શીઘ્ર ગતિવિષય છે ? ગૌતમ ! આ જંબૂદ્વીપમાં એ પ્રમાણે જેમ વિદ્યાચારણમાં કહ્યું તેમ જાણવુ. વિશેષ એ કે – તે ૨૧ વખત ચક્કર લગાવીને શીઘ્ર પાછો આવે છે. હે ગૌતમ ! જંઘાચારણની તેવી શીઘ્રગતિ છે, તેટલો શીઘ્રગતિવિષય છે. બાકી પૂર્વવત્. ભગવન્ ! જંઘાચારણની તીર્છી ગતિનો વિષય કેટલો છે ? ગૌતમ ! તે અહીંથી એક ઉત્પાદ વડે રૂચકવર દ્વીપે સમવસરણ કરે છે. કરીને ત્યાં ચૈત્યોની વંદના કરે છે. વાંદીને ત્યાંથી પાછો વળતા બીજા ઉત્પાત વડે નંદીશ્વર દ્વીપે સમવસરણ કરે છે. કરીને ત્યાં ચૈત્યોની વંદના કરે છે. વાંદીને એક ઉત્પાત વડે. શીઘ્ર અહીં પાછો ફરે છે. અહીં આવીને અહીંના ચૈત્યોની વંદના કરે છે. જંઘાચારણનો હે ગૌતમ ! આટલો તીર્છી ગતિનો વિષય છે. ભગવન્ ! જંઘાચારણનો ઉર્ધ્વગતિ વિષય કેટલો છે ? ગૌતમ ! તે અહીંથી એક ઉત્પાત વડે પંડકવનમાં સમોસરણ કરે છે. કરીને ત્યાં ચૈત્યોની વંદના કરે છે. વાંદીને ત્યાંથી પાછા આવતા બીજા ઉત્પાત વડે નંદનવને સમોસરણ કરે છે. કરીને નંદનવનમાં ત્યાં ચૈત્યોની વંદના કરે છે. કરીને ત્યાંથી એક ઉત્પાત વડે. અહીં આવે છે, અહીં આવીને અહીંના ચૈત્યોની વંદના કરે છે. હે ગૌતમ ! જંઘાચરણનો ઉર્ધ્વગતિ વિષય આટલો છે. તે તે સ્થાનની આલોચના પ્રતિક્રમણ કર્યા વિના કાળ કરે તો તેને આરાધના નથી, તે તે સ્થાનની આલોચના પ્રતિક્રમણ કરીને કાળ કરે તો તેને આરાધના છે. ભગવન્ ! તે એમ જ છે. તે એમ જ છે. યાવત્ વિચરે છે. સૂત્ર સંદર્ભ– ૮૦૧, ૮૦૨ | ||
Mool Sutra Transliteration : | [sutra] kativiha nam bhamte! Charana pannatta? Goyama! Duviha charana pannatta, tam jaha–vijjacharana ya, jamghacharana ya. Se kenatthenam bhamte! Evam vuchchai–vijjacharane-vijjacharane? Goyama! Tassa nam chhatthamchhatthenam anikkhittenam tavokammenam vijjae uttaragunaladdhim khamamanassa vijjacharanaladdhi namam laddhi samuppajjai. Se tenatthenam goyama! Evam vuchchai– vijjacharane-vijjacharane. Vijjacharanassa nam bhamte! Kaham siha gato, kaham sihe gativisae pannatte? Goyama! Ayannam jambuddive dive java kimchivisesahie parikkhevenam. Deve nam mahiddhie java mahesakkhe java inameva-inameva tti kattu kevalakappam jambuddivam divam tihim achyaranivaehim tikkhutto anupariyattitta nam havvamagachchhejja, vijjacharanassa nam goyama! Taha siha gati, taha sihe gativisae pannatte. Vijjacharanassa nam bhamte! Tiriyam kevatiyam gativisae pannatte? Goyama! Se nam io egenam uppaenam manusuttare pavvae samosaranam kareti, karetta tahim cheiyaim vamdati, vamditta bitienam uppaenam namdisaravare dive samosaranam kareti, karetta tahim cheiyaim vamdati, vamditta tao padiniyattati, padiniyattitta ihamagachchhai, aga-chchhitta iha cheiyaim vamdati. Vijjacharanassa nam goyama! Tiriyam evatie gativisae pannatte. Vijjacharanassa nam bhamte! Uddham kevatie gativisae pannatte? Goyama! Se nam io egenam uppaenam namdanavane samosaranam kareti, karetta tahim cheiyaim vamdati, vamditta bitienam uppaenam pamdagavane samosaranam kareti, karetta tahim cheiyaim vamdati, vamditta tao padiniyattati, padiniyattitta ihamagachchhai, agachchhitta iham cheiyaim vamdati. Vijjacharanassa nam goyama! Uddham evatie gativisae pannatte. Se nam tassa thanassa analoiyapadikkamte kalam kareti natthi tassa arahana. Se nam tassa thanassa aloiya-padikkamte kalam kareti atthi tassa arahana. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 801. Bhagavan ! Charana ketala bhede chhe\? Gautama ! Be bhede chhe. Te a – vidyacharana ane jamghacharana. Bhagavan ! Te vidyacharanane vidyacharana kema kahe chhe\? Gautama ! Temane amtararahita chhaththa chhaththana tapashcharanapurvaka vidya dvara uttaraguna labdhine prapta munine vidyacharana labdhi name labdhi samutpanna thai hoya chhe. Te karanathi yavat vidyacharana kahevaya chhe. Bhagavan ! Vidyacharanani shighragati kevi chhe\? Temani shighragatino vishaya kevo chhe\? Gautama ! A jambudvipa yavat kimchita visheshadhika parikshepathi chhe. Koi maharddhika yavat mahasaukhya deva yavat e pramane vicharine sampurna jambudvipane trana chapati vagade tetala samayamam trana vakhata chakkara lagavine shighra pachho ave, etali shighragita he gautama ! Vidyacharana ni chhe, etalo shighragati vishaya chhe. Bhagavan ! Vidyacharanani tirchhi gati ketali chhe\? Tirchhi gatino vishaya ketalo chhe\? Gautama ! Te ahimthi eka utpata thi manushottara parvate samavasarana kare chhe, karine tyam chaityone vamdine, tyamthi bija utpata vade namdishvara dvipe samosarana kare chhe. Karine tyam chaityone vamde chhe. Tyamthi eka utpatamam. Pachho phare chhe, pharine ahim ave chhe, ahim chaityone vamde chhe. Gautama ! Vidyacharanani atali tirchhi gati chhe, atalo tirchhi gatino vishaya chhe. Bhagavan ! Vidyacharanani urdhvagati ketali chhe\? Urdhva gatino vishaya ketalo chhe\? Gautama ! Te ahimthi eka utpata vade namdanavanamam samavasarana kare chhe, tyam chaityoni vamdana kare chhe, tyamthi bija utpata vade pamdakavanamam jaya chhe. Jaine pamdakavanamam chaityoni vamdana kare chhe. Tyam pachho phari eka utpatamam. Ahim ave chhe, ahim avine ahim chaityoni vamdana kare chhe. He gautama ! Vidyacharanani atali urdhvagati chhe, atalo urdhvagatino vishaya chhe. Te te sthanoni alochana, pratikramana karya vina kala kare to tene aradhana nathi, jo te te sthanoni alochana pratikramana karine kala kare to tene aradhana chhe. Sutra– 802. Bhagavan ! Kaya karane jamghacharana, jamghacharana kahevaya chhe\? Gautama ! Tene niramtara aththama – aththamana tapokarma vade atmane bhavita karata jamghacharanalabdhi name labdhi samutpanna thaya chhe, te karanathi. Bhagavan ! Jamghacharanani kevi shighragati chhe\? Kevo shighra gativishaya chhe\? Gautama ! A jambudvipamam e pramane jema vidyacharanamam kahyum tema janavu. Vishesha e ke – te 21 vakhata chakkara lagavine shighra pachho ave chhe. He gautama ! Jamghacharanani tevi shighragati chhe, tetalo shighragativishaya chhe. Baki purvavat. Bhagavan ! Jamghacharanani tirchhi gatino vishaya ketalo chhe\? Gautama ! Te ahimthi eka utpada vade ruchakavara dvipe samavasarana kare chhe. Karine tyam chaityoni vamdana kare chhe. Vamdine tyamthi pachho valata bija utpata vade namdishvara dvipe samavasarana kare chhe. Karine tyam chaityoni vamdana kare chhe. Vamdine eka utpata vade. Shighra ahim pachho phare chhe. Ahim avine ahimna chaityoni vamdana kare chhe. Jamghacharanano he gautama ! Atalo tirchhi gatino vishaya chhe. Bhagavan ! Jamghacharanano urdhvagati vishaya ketalo chhe\? Gautama ! Te ahimthi eka utpata vade pamdakavanamam samosarana kare chhe. Karine tyam chaityoni vamdana kare chhe. Vamdine tyamthi pachha avata bija utpata vade namdanavane samosarana kare chhe. Karine namdanavanamam tyam chaityoni vamdana kare chhe. Karine tyamthi eka utpata vade. Ahim ave chhe, ahim avine ahimna chaityoni vamdana kare chhe. He gautama ! Jamghacharanano urdhvagati vishaya atalo chhe. Te te sthanani alochana pratikramana karya vina kala kare to tene aradhana nathi, te te sthanani alochana pratikramana karine kala kare to tene aradhana chhe. Bhagavan ! Te ema ja chhe. Te ema ja chhe. Yavat vichare chhe. Sutra samdarbha– 801, 802 |