Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1104293
Scripture Name( English ): Bhagavati Translated Scripture Name : ભગવતી સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

शतक-२०

Translated Chapter :

શતક-૨૦

Section : उद्देशक-८ भूमि Translated Section : ઉદ્દેશક-૮ ભૂમિ
Sutra Number : 793 Category : Ang-05
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] कति णं भंते! कम्मभूमीओ पन्नत्ताओ? गोयमा! पन्नरस कम्मभूमीओ पन्नत्ताओ, तं जहा–पंच भरहाइं, पंच एरवयाइं, पंच महा-विदेहाइं। कति णं भंते! अकम्मभूमीओ पन्नत्ताओ? गोयमा! तीसं अकम्मभूमीओ पन्नत्ताओ, तं जहा–पंच हेमवयाइं, पंच हेरण्णवयाइं, पंच हरिवासाइं, पंच रम्मगवासाइं, पंच देवकुराओ, पंच उत्तरकुराओ। एयासु णं भंते! तीसासु अकम्मभूमीसु अत्थि ओसप्पिणीति वा उस्सप्पिणीति वा? नो इणट्ठे समट्ठे।
Sutra Meaning : સૂત્ર– ૭૯૩. ભગવન્‌ ! કર્મભૂમિ કેટલી છે ? ગૌતમ ! પંદર છે. તે આ – પાંચ ભરત, પાંચ ઐરવત, પાંચ મહાવિદેહ. ભગવન્‌ ! અકર્મભૂમિ કેટલી છે ? ગૌતમ ! ત્રીશ છે. પાંચ હૈમવત, પાંચ હૈરણ્યવત, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યક્‌વાસ, પાંચ દેવકુરુ, પાંચ ઉત્તરકુરુ. ભગવન્‌ ! આ ત્રીશ અકર્મભૂમિમાં ઉત્સર્પિણી, અવસર્પિણી હોય છે ? તે અર્થ સમર્થ નથી. ભગવન્‌ ! આ પાંચ ભરત, ઐરવતમાં ઉત્સર્પિણી, અવસર્પિણી હોય છે ? હા, છે. ભગવન્‌ !આ પાંચ મહાવિદેહમાં ? ત્યાં ઉત્સર્પિણી નથી, અવસર્પિણી નથી. ત્યાં અવસ્થિત કાળ છે. સૂત્ર– ૭૯૪. ભગવન્‌ ! આ પાંચ મહાવિદેહમાં અરિહંત ભગવંત પંચમહાવ્રતિક સપ્રતિક્રમણ ધર્મ પ્રરૂપે છે ? તે અર્થ સમર્થ નથી. પરંતુ આ પાંચ ભરત, પાંચ ઐરવતમાં પહેલા અને છેલ્લા બંને અરિહંત ભગવંતો પંચ મહાવ્રતિક – પંચ અણુવ્રતિક સપ્રતિક્રમણ ધર્મ કહે છે, બાકીના અરિહંત ભગવંતો ચતુર્યામધર્મ પ્રરૂપે છે. આ પાંચ મહાવિદેહમાં અરિહંત ભગવંતો ચતુર્યામ ધર્મ પ્રરૂપે છે. ભગવન્‌ ! જંબૂદ્વીપ દ્વીપમાં ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં કેટલા તીર્થંકરો કહ્યા છે ? ગૌતમ ! ચોવીશ તીર્થંકરો કહ્યા છે. તે આ રીતે – ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, સુપ્રભ, સુપાર્શ્વ, શશિ, પુષ્પદંત, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કૂંથુ, અર, મલ્લિ, મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્શ્વ, વર્ધમાન. સૂત્ર– ૭૯૫. ભગવન્‌ ! આ ચોવીશ તીર્થંકરોના કેટલા જિનાંતર છે ? ગૌતમ ! ૨૩ – જિનાંતર છે. ભગવન્‌ ! આ ૨૩ – જિનાંતરોમાં કોઈને ક્યાંય કાલિક શ્રુતનો ઉચ્છેદ થયો છે ? ગૌતમ ! આ ૨૩ – જિનંતરોમાં પહેલા અને પછીના આઠ – આઠ જિનાંતરોમાં કાલિક શ્રુતનો વ્યવચ્છેદ થયો નથી. મધ્યના સાત જિનંતરોમાં કાલિક સૂત્રનો વ્યવચ્છેદ થયો છે. પરંતુ દૃષ્ટિવાદનો વિચ્છેદ સર્વે જિનંતરોમાં થયો છે. સૂત્ર– ૭૯૬. જંબૂદ્વીપ – દ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં હે ભગવન્‌ ! આપ દેવાનુપ્રિયનું પૂર્વશ્રુતગત કેટલો કાળ સ્થાયી રહેશે ? ગૌતમ ! મારું પૂર્વગત શ્રુત આ અવસર્પિણીમાં ૧૦૦૦ વર્ષ રહેશે. ભગવન્‌ ! જે રીતે જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં આપ દેવાનુપ્રિયનું પૂર્વગત શ્રુત ૧૦૦૦ વર્ષ રહેશે, તેમ હે ભગવન્‌ ! જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં બીજા તીર્થંકરોનું પૂર્વગત શ્રુત કેટલો કાળ રહેશે ? ગૌતમ ! કેટલાકનું સંખ્યાત કાળ, કેટલાકનું અસંખ્યાતકાળ. સૂત્ર– ૭૯૭. ભગવન્‌ ! જંબૂદ્વીપ દ્વીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણીમાં આપ દેવાનુપ્રિયનું તીર્થ કેટલો કાળ રહેશે ? ગૌતમ ! મારું તીર્થ ૨૧૦૦૦ વર્ષ સુધી રહેશે. સૂત્ર– ૭૯૮. ભગવન્‌ ! જેમ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં આપ દેવાનુપ્રિયનું તીર્થ ૨૧,૦૦૦ વર્ષ સુધી રહેશે. તેમ હે ભગવન્‌ ! જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં આગામી કાળે છેલ્લા તીર્થંકરનું તીર્થ કેટલો કાળ સ્થાયી રહેશે ? ગૌતમ ! અર્હન્‌ કૌશલિક ઋષભનો જિનપર્યાય છે, એટલા સંખ્યાત વર્ષ આગામીકાળે છેલ્લા તીર્થંકરનું તીર્થ રહેશે. સૂત્ર– ૭૯૯. ભગવન્‌ ! તીર્થને તીર્થ કહેવાય કે તીર્થંકરને તીર્થ કહેવાય ? ગૌતમ ! અરહંતો તો નિયમા તીર્થંકર છે, પણ તીર્થ ચાતુર્વર્ણ શ્રમણસંઘ છે – તે આ – શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકા. સૂત્ર– ૮૦૦. ભગવન્‌ ! પ્રવચન એ પ્રવચન છે કે પ્રાવચની એ પ્રવચન છે ? ગૌતમ ! અરહંત તો નિયમા પ્રાવચની છે, પરંતુ દ્વાદશાંગી ગણિપિટક પ્રવચન છે. તે આ – આચાર યાવત્‌ દૃષ્ટિવાદ. ભગવન્‌ ! જે આ ઉગ્ર, ભોગ, રાજન્ય, ઇક્ષ્વાકુ, જ્ઞાત, કૌરવ્ય છે, તે આ ધર્મમાં અવગાહીને, આઠ પ્રકારની કર્મરજ મલને ધૂએ છે, ધોઈને પછી સિદ્ધ થઈ યાવત્‌ દુઃખનો અંત કરે છે ? હા, ગૌતમ ! જે આ ઉગ્ર, ભોગ, તે પ્રમાણે જ યાવત્‌ અંત કરે છે, કેટલાક કોઈ એક દેવલોકમાં, દેવપણે ઉત્પન્ન થાય છે. ભગવન્‌ ! દેવલોક કેટલા ભેદે છે ? ગૌતમ ! ચાર ભેદે દેવલોક છે – ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક. ભગવન્‌ ! તે એમ જ છે, એમ જ છે. સૂત્ર સંદર્ભ– ૭૯૩–૮૦૦
Mool Sutra Transliteration : [sutra] kati nam bhamte! Kammabhumio pannattao? Goyama! Pannarasa kammabhumio pannattao, tam jaha–pamcha bharahaim, pamcha eravayaim, pamcha maha-videhaim. Kati nam bhamte! Akammabhumio pannattao? Goyama! Tisam akammabhumio pannattao, tam jaha–pamcha hemavayaim, pamcha herannavayaim, pamcha harivasaim, pamcha rammagavasaim, pamcha devakurao, pamcha uttarakurao. Eyasu nam bhamte! Tisasu akammabhumisu atthi osappiniti va ussappiniti va? No inatthe samatthe.
Sutra Meaning Transliteration : Sutra– 793. Bhagavan ! Karmabhumi ketali chhe\? Gautama ! Pamdara chhe. Te a – pamcha bharata, pamcha airavata, pamcha mahavideha. Bhagavan ! Akarmabhumi ketali chhe\? Gautama ! Trisha chhe. Pamcha haimavata, pamcha hairanyavata, pamcha harivarsha, pamcha ramyakvasa, pamcha devakuru, pamcha uttarakuru. Bhagavan ! A trisha akarmabhumimam utsarpini, avasarpini hoya chhe\? Te artha samartha nathi. Bhagavan ! A pamcha bharata, airavatamam utsarpini, avasarpini hoya chhe\? Ha, chhe. Bhagavan !A pamcha mahavidehamam\? Tyam utsarpini nathi, avasarpini nathi. Tyam avasthita kala chhe. Sutra– 794. Bhagavan ! A pamcha mahavidehamam arihamta bhagavamta pamchamahavratika sapratikramana dharma prarupe chhe\? Te artha samartha nathi. Paramtu a pamcha bharata, pamcha airavatamam pahela ane chhella bamne arihamta bhagavamto pamcha mahavratika – pamcha anuvratika sapratikramana dharma kahe chhe, bakina arihamta bhagavamto chaturyamadharma prarupe chhe. A pamcha mahavidehamam arihamta bhagavamto chaturyama dharma prarupe chhe. Bhagavan ! Jambudvipa dvipamam bharatakshetramam a avasarpinimam ketala tirthamkaro kahya chhe\? Gautama ! Chovisha tirthamkaro kahya chhe. Te a rite – rishabha, ajita, sambhava, abhinamdana, sumati, suprabha, suparshva, shashi, pushpadamta, shreyamsa, vasupujya, vimala, anamta, dharma, shamti, kumthu, ara, malli, munisuvrata, nami, nemi, parshva, vardhamana. Sutra– 795. Bhagavan ! A chovisha tirthamkarona ketala jinamtara chhe\? Gautama ! 23 – jinamtara chhe. Bhagavan ! A 23 – jinamtaromam koine kyamya kalika shrutano uchchheda thayo chhe\? Gautama ! A 23 – jinamtaromam pahela ane pachhina atha – atha jinamtaromam kalika shrutano vyavachchheda thayo nathi. Madhyana sata jinamtaromam kalika sutrano vyavachchheda thayo chhe. Paramtu drishtivadano vichchheda sarve jinamtaromam thayo chhe. Sutra– 796. Jambudvipa – dvipana bharatakshetramam a avasarpinimam he bhagavan ! Apa devanupriyanum purvashrutagata ketalo kala sthayi raheshe\? Gautama ! Marum purvagata shruta a avasarpinimam 1000 varsha raheshe. Bhagavan ! Je rite jambudvipana bharatakshetramam a avasarpinimam apa devanupriyanum purvagata shruta 1000 varsha raheshe, tema he bhagavan ! Jambudvipana bharatakshetramam a avasarpinimam bija tirthamkaronum purvagata shruta ketalo kala raheshe\? Gautama ! Ketalakanum samkhyata kala, ketalakanum asamkhyatakala. Sutra– 797. Bhagavan ! Jambudvipa dvipana bharata kshetramam a avasarpinimam apa devanupriyanum tirtha ketalo kala raheshe\? Gautama ! Marum tirtha 21000 varsha sudhi raheshe. Sutra– 798. Bhagavan ! Jema jambudvipana bharatakshetramam a avasarpinimam apa devanupriyanum tirtha 21,000 varsha sudhi raheshe. Tema he bhagavan ! Jambudvipamam bharatakshetramam agami kale chhella tirthamkaranum tirtha ketalo kala sthayi raheshe\? Gautama ! Arhan kaushalika rishabhano jinaparyaya chhe, etala samkhyata varsha agamikale chhella tirthamkaranum tirtha raheshe. Sutra– 799. Bhagavan ! Tirthane tirtha kahevaya ke tirthamkarane tirtha kahevaya\? Gautama ! Arahamto to niyama tirthamkara chhe, pana tirtha chaturvarna shramanasamgha chhe – te a – shramana, shramani, shravaka, shravika. Sutra– 800. Bhagavan ! Pravachana e pravachana chhe ke pravachani e pravachana chhe\? Gautama ! Arahamta to niyama pravachani chhe, paramtu dvadashamgi ganipitaka pravachana chhe. Te a – achara yavat drishtivada. Bhagavan ! Je a ugra, bhoga, rajanya, ikshvaku, jnyata, kauravya chhe, te a dharmamam avagahine, atha prakarani karmaraja malane dhue chhe, dhoine pachhi siddha thai yavat duhkhano amta kare chhe\? Ha, gautama ! Je a ugra, bhoga, te pramane ja yavat amta kare chhe, ketalaka koi eka devalokamam, devapane utpanna thaya chhe. Bhagavan ! Devaloka ketala bhede chhe\? Gautama ! Chara bhede devaloka chhe – bhavanavasi, vyamtara, jyotishka, vaimanika. Bhagavan ! Te ema ja chhe, ema ja chhe. Sutra samdarbha– 793–800