Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1103855 | ||
Scripture Name( English ): | Bhagavati | Translated Scripture Name : | ભગવતી સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
शतक-७ |
Translated Chapter : |
શતક-૭ |
Section : | उद्देशक-६ आयु | Translated Section : | ઉદ્દેશક-૬ આયુ |
Sutra Number : | 355 | Category : | Ang-05 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] रायगिहे जाव एवं वयासी–जीवे णं भंते! जे भविए नेरइएसु उववज्जित्तए, से णं भंते! किं इहगए नेरइयाउयं पकरेइ? उववज्जमाणे नेरइयाउयं पकरेइ? उववन्ने नेरइयाउयं पकरेइ? गोयमा! इहगए नेरइयाउयं पकरेइ, नो उववज्जमाणे नेरइयाउयं पकरेइ, नो उववन्ने नेरइयाउयं पकरेइ। एवं असुरकुमारेसु वि, एवं जाव वेमाणिएसु। जीवे णं भंते! जे भविए नेरइएसु उववज्जित्तए, से णं भंते! किं इहगए नेरइयाउयं पडिसंवेदेइ? उववज्जमाणे नेरइयाउयं पडिसंवेदेइ? उववन्ने नेरइयाउयं पडिसंवेदेइ? गोयमा! नो इहगए नेरइयाउयं पडिसंवेदेइ, उववज्जमाणे नेरइयाउयं पडिसंवेदेइ, उववन्ने वि नेरइयाउयं पडिसंवेदेइ। एवं जाव वेमाणिएसु। जीवे णं भंते! जे भविए नेरइएसु उववज्जित्तए, से णं भंते! किं इहगए महावेदने? उववज्जमाणे महावेदने? उववन्ने महावेदने? गोयमा! इहगए सिय महावेदने सिय अप्पवेदने, उववज्जमाणे सिय महावेदने सिय अप्पवेदने, अहे णं उववन्ने भवइ तओ पच्छा एगंतदुक्खं वेदनं वेदेंति, आहच्च सायं। जीवे णं भंते! जे भविए असुरकुमारेसु उववज्जित्तए, पुच्छा। गोयमा! इहगए सिय महावेदने सिय अप्पवेदने, उववज्जमाणे सिय महावेदने सिय अप्पवेदने, अहे णं उववन्ने भवइ तओ पच्छा एगंतसातं वेदनं वेदेति, आहच्च असायं। एवं जाव थणियकुमारेसु। जीवे णं भंते! जे भविए पुढविक्काइएसु उववज्जित्तए, पुच्छा। गोयमा! इहगए सिय महावेदने सिय अप्पवेदने, एवं उववज्जमाणे वि, अहे णं उववन्ने भवइ तओ पच्छा वेमायाए वेदनं वेदेंति। एवं जाव मनुस्सेसु। वाणमंतर-जोइसिय-वेमाणिएसु जहा असुरकुमारेसु। | ||
Sutra Meaning : | સૂત્ર– ૩૫૫. રાજગૃહિમાં ગૌતમસ્વામીએ પૂછ્યું કે – ભગવન્ !જે જીવ નરકમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય, તે આ ભવમાં રહીને નૈરયિકાયુ બાંધે કે નરકમાં ઉત્પન્ન થતો નૈરયિકાયુ બાંધે કે ત્યાં ઉત્પન્ન થઈને પછી નૈરયિકાયુ બાંધે? ગૌતમ ! તે આ ભવમાં રહીને નૈરયિકાયુ બાંધે,, ત્યાં ઉત્પન્ન થતો કે ઉત્પન્ન થઈને નૈરયિકાયુ ન બાંધે. આ પ્રમાણે અસુર કુમારોનાં આયુના બંધમાં પણ કહેવું – યાવત્ – વૈમાનિક સુધી જાણવું. ભગવન્ ! જે જીવ નારકોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે, તે અહીં રહીને નૈરયિકાયુ વેદે કે ત્યાં ઉત્પન્ન થતો નૈરયિકાયુ વેદે કે ત્યાં ઉત્પન્ન થયા પછી નારકનું આયુ વેદે છે ? ગૌતમ ! તે અહીં રહીને નૈરયિકાયુ ન વેદે. પણ ત્યાં ઉત્પન્ન થતો કે ઉત્પન્ન થઈને પછી નૈરયિકાયુનું વેદન કરે છે. આ પ્રમાણે વૈમાનિક સુધી કહેવુ. ભગવન્ ! નરકમાં ઉત્પન્ન થવા યોગ્ય જીવને અહીં રહીને મહાવેદના હોય કે નરકમાં ઉત્પન્ન થતા મહાવેદના હોય કે નરકમાં ઉત્પન્નન થયા પછી મહાવેદના હોય ? ગૌતમ ! તેને અહીં રહીને કદાચ મહાવેદના, કદાચ અલ્પવેદના હોય. નરકમાં ઉત્પન્ન થવા જતા પણ તેમજ હોય, પણ નરકમાં ઉત્પન્ન થયા પછી એકાંત દુઃખરૂપ વેદના હોય છે, અને ક્યારેક સાતા વેદનાનું વેદન કરે છે. ભગવન્ ! અસુરકુમારમાં ઉત્પન્ન થવા યોગ્ય જીવો વિશે વેદનાના વિષયમાં પ્રશ્ન – ગૌતમ ! અસુરકુમારમાં ઉત્પન્ન થવા યોગ્ય જીવોમાંથી કોઈને આ ભવમાં કદાચ મહાવેદના કે કદાચ અલ્પવેદના હોય. ઉત્પન્ન થતો હોય ત્યારે પણ કદાચ મહાવેદના કે કદાચ અલ્પવેદના હોય. પણ ઉત્પન્ન થયા પછી એકાંત સાતા વેદના હોય, ક્યારેક અશાતા વેદના હોય. એ પ્રમાણે સ્તનિતકુમારો સુધી જાણવું. ભગવન્ ! જે જીવ પૃથ્વીકાયમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તેનો વેદના સંબંધી પ્રશ્ન. ગૌતમ ! પૃથ્વીકાયમાં ઉત્પન્ન થવા યોગ્ય જીવોમાંથી કોઈને મહાવેદના અને કોઈને અલ્પવેદના હોય.પૃથ્વીકાયમાં ઉત્પન્ન થતો હોય ત્યારે પણ તેમજ હોય. ઉત્પન્ન થયા પછી વિવિધ પ્રકારે વેદના થાય છે. એ રીતે યાવત્ મનુષ્યમાં જાણવું. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકમાં અસુરકુમારની જેમ કથન કરવું. સૂત્ર– ૩૫૬. ભગવન્ ! જીવો આભોગ(જાણીને) નિર્વર્તિતાયુ છે કે અનાભોગ(અજાણતા) નિર્વર્તિતાયુ ? ગૌતમ ! જીવ જાણીને આયુનો બંધ કરનાર નથી,પણ અજાણતા આયુનો બંધ કરનારા છે. એ પ્રમાણે નૈરયિકો યાવત્ વૈમાનિક સુધી જાણવું. સૂત્ર– ૩૫૭. ભગવન્ ! શું જીવો કર્કશવેદનીય(અતિ દુઃખથી ભોગવાય તેવા કર્મો કરે છે ? હા, ગૌતમ ! તેવા કર્મો કરે છે. ભગવન્ ! જીવો કર્કશ વેદનીય કર્મ કઈ રીતે બાંધે ? ગૌતમ ! પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્યથી બાંધે. ભગવન્ ! નૈરયિકો કર્કશ વેદનીય કર્મ બાંધે ? હા, પૂર્વવત્. એ રીતે વૈમાનિક સુધી જાણવું. ભગવન્ ! જીવો અકર્કશ વેદનીય(સુખે ભોગવાય તેવા) કર્મ બાંધે? હા, ગૌતમ ! બાંધે. ભગવન્ ! જીવો અકર્કશ વેદનીય કર્મ કઈ રીતે બાંધે ? ગૌતમ ! પ્રાણાતિપાત વિરમણ યાવત્ પરિગ્રહ વિરમણ, ક્રોધ વિવેક યાવત્ મિથ્યાદર્શન શલ્ય વિવેકથી જીવો અકર્કશ વેદનીય કર્મો બાંધે. ભગવન્ ! નૈરયિકો, અકર્કશ વેદનીય કર્મ બાંધે ? ગૌતમ ! તે અર્થ યોગ્ય નથી. એ રીતે વૈમાનિક સુધી જાણવું. વિશેષ એ કે – મનુષ્યોને જીવની જેમ જાણવા. સૂત્ર– ૩૫૮. ભગવન્ ! જીવો સાતા વેદનીય કર્મ બાંધે ? હા, બાંધે. ભગવન્ ! જીવો સાતા વેદનીય કર્મ કઈ રીતે બાંધે ? ગૌતમ ! પ્રાણ – ભૂત – જીવ – સત્વોની અનુકંપાથી, તથા ઘણા પ્રાણ યાવત્ સત્વોને દુઃખ – શોક – જૂરણ – તિપ્પણ – પિટ્ટણ – પરિતાપન ન આપીને, એ રીતે સાતા વેદનીય કર્મ બાંધે. એ પ્રમાણે નૈરયિકોને યાવત્ વૈમાનિકો સુધી કથન કરવું. ભગવન્ ! જીવો અસાતા વેદનીય કર્મ બાંધે ? હા, બાંધે. ભગવન્ ! જીવો અસાતા વેદનીય કર્મ કઈ રીતે બાંધે ? ગૌતમ ! બીજા જીવોને દુઃખ – શોક – જૂરણ – તિપ્પણ – પિટ્ટણ – પરિતાપ આપીને, ઘણા પ્રાણ યાવત્ સત્વોને દુઃખ આપીને યાવત્ પરિતાપ ઉપજાવીને અસાતા વેદનીય કર્મ બાંધે. એ પ્રમાણે નૈરયિકો યાવત્ વૈમાનિક સુધી જાણવું. સૂત્ર સંદર્ભ– ૩૫૫–૩૫૮ | ||
Mool Sutra Transliteration : | [sutra] rayagihe java evam vayasi–jive nam bhamte! Je bhavie neraiesu uvavajjittae, se nam bhamte! Kim ihagae neraiyauyam pakarei? Uvavajjamane neraiyauyam pakarei? Uvavanne neraiyauyam pakarei? Goyama! Ihagae neraiyauyam pakarei, no uvavajjamane neraiyauyam pakarei, no uvavanne neraiyauyam pakarei. Evam asurakumaresu vi, evam java vemaniesu. Jive nam bhamte! Je bhavie neraiesu uvavajjittae, se nam bhamte! Kim ihagae neraiyauyam padisamvedei? Uvavajjamane neraiyauyam padisamvedei? Uvavanne neraiyauyam padisamvedei? Goyama! No ihagae neraiyauyam padisamvedei, uvavajjamane neraiyauyam padisamvedei, uvavanne vi neraiyauyam padisamvedei. Evam java vemaniesu. Jive nam bhamte! Je bhavie neraiesu uvavajjittae, se nam bhamte! Kim ihagae mahavedane? Uvavajjamane mahavedane? Uvavanne mahavedane? Goyama! Ihagae siya mahavedane siya appavedane, uvavajjamane siya mahavedane siya appavedane, ahe nam uvavanne bhavai tao pachchha egamtadukkham vedanam vedemti, ahachcha sayam. Jive nam bhamte! Je bhavie asurakumaresu uvavajjittae, puchchha. Goyama! Ihagae siya mahavedane siya appavedane, uvavajjamane siya mahavedane siya appavedane, ahe nam uvavanne bhavai tao pachchha egamtasatam vedanam vedeti, ahachcha asayam. Evam java thaniyakumaresu. Jive nam bhamte! Je bhavie pudhavikkaiesu uvavajjittae, puchchha. Goyama! Ihagae siya mahavedane siya appavedane, evam uvavajjamane vi, ahe nam uvavanne bhavai tao pachchha vemayae vedanam vedemti. Evam java manussesu. Vanamamtara-joisiya-vemaniesu jaha asurakumaresu. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 355. Rajagrihimam gautamasvamie puchhyum ke – bhagavan !Je jiva narakamam utpanna thavane yogya hoya, te a bhavamam rahine nairayikayu bamdhe ke narakamam utpanna thato nairayikayu bamdhe ke tyam utpanna thaine pachhi nairayikayu bamdhe? Gautama ! Te a bhavamam rahine nairayikayu bamdhe,, tyam utpanna thato ke utpanna thaine nairayikayu na bamdhe. A pramane asura kumaronam ayuna bamdhamam pana kahevum – yavat – vaimanika sudhi janavum. Bhagavan ! Je jiva narakomam utpanna thava yogya chhe, te ahim rahine nairayikayu vede ke tyam utpanna thato nairayikayu vede ke tyam utpanna thaya pachhi narakanum ayu vede chhe\? Gautama ! Te ahim rahine nairayikayu na vede. Pana tyam utpanna thato ke utpanna thaine pachhi nairayikayunum vedana kare chhe. A pramane vaimanika sudhi kahevu. Bhagavan ! Narakamam utpanna thava yogya jivane ahim rahine mahavedana hoya ke narakamam utpanna thata mahavedana hoya ke narakamam utpannana thaya pachhi mahavedana hoya\? Gautama ! Tene ahim rahine kadacha mahavedana, kadacha alpavedana hoya. Narakamam utpanna thava jata pana temaja hoya, pana narakamam utpanna thaya pachhi ekamta duhkharupa vedana hoya chhe, ane kyareka sata vedananum vedana kare chhe. Bhagavan ! Asurakumaramam utpanna thava yogya jivo vishe vedanana vishayamam prashna – gautama ! Asurakumaramam utpanna thava yogya jivomamthi koine a bhavamam kadacha mahavedana ke kadacha alpavedana hoya. Utpanna thato hoya tyare pana kadacha mahavedana ke kadacha alpavedana hoya. Pana utpanna thaya pachhi ekamta sata vedana hoya, kyareka ashata vedana hoya. E pramane stanitakumaro sudhi janavum. Bhagavan ! Je jiva prithvikayamam utpanna thava yogya hoya teno vedana sambamdhi prashna. Gautama ! Prithvikayamam utpanna thava yogya jivomamthi koine mahavedana ane koine alpavedana hoyA.Prithvikayamam utpanna thato hoya tyare pana temaja hoya. Utpanna thaya pachhi vividha prakare vedana thaya chhe. E rite yavat manushyamam janavum. Vyamtara, jyotishka, vaimanikamam asurakumarani jema kathana karavum. Sutra– 356. Bhagavan ! Jivo abhoga(janine) nirvartitayu chhe ke anabhoga(ajanata) nirvartitayu\? Gautama ! Jiva janine ayuno bamdha karanara nathi,pana ajanata ayuno bamdha karanara chhe. E pramane nairayiko yavat vaimanika sudhi janavum. Sutra– 357. Bhagavan ! Shum jivo karkashavedaniya(ati duhkhathi bhogavaya teva karmo kare chhe\? Ha, gautama ! Teva karmo kare chhe. Bhagavan ! Jivo karkasha vedaniya karma kai rite bamdhe\? Gautama ! Pranatipata yavat mithyadarshana shalyathi bamdhe. Bhagavan ! Nairayiko karkasha vedaniya karma bamdhe\? Ha, purvavat. E rite vaimanika sudhi janavum. Bhagavan ! Jivo akarkasha vedaniya(sukhe bhogavaya teva) karma bamdhe? Ha, gautama ! Bamdhe. Bhagavan ! Jivo akarkasha vedaniya karma kai rite bamdhe\? Gautama ! Pranatipata viramana yavat parigraha viramana, krodha viveka yavat mithyadarshana shalya vivekathi jivo akarkasha vedaniya karmo bamdhe. Bhagavan ! Nairayiko, akarkasha vedaniya karma bamdhe\? Gautama ! Te artha yogya nathi. E rite vaimanika sudhi janavum. Vishesha e ke – manushyone jivani jema janava. Sutra– 358. Bhagavan ! Jivo sata vedaniya karma bamdhe\? Ha, bamdhe. Bhagavan ! Jivo sata vedaniya karma kai rite bamdhe\? Gautama ! Prana – bhuta – jiva – satvoni anukampathi, tatha ghana prana yavat satvone duhkha – shoka – jurana – tippana – pittana – paritapana na apine, e rite sata vedaniya karma bamdhe. E pramane nairayikone yavat vaimaniko sudhi kathana karavum. Bhagavan ! Jivo asata vedaniya karma bamdhe\? Ha, bamdhe. Bhagavan ! Jivo asata vedaniya karma kai rite bamdhe\? Gautama ! Bija jivone duhkha – shoka – jurana – tippana – pittana – paritapa apine, ghana prana yavat satvone duhkha apine yavat paritapa upajavine asata vedaniya karma bamdhe. E pramane nairayiko yavat vaimanika sudhi janavum. Sutra samdarbha– 355–358 |