Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1103664
Scripture Name( English ): Bhagavati Translated Scripture Name : ભગવતી સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

शतक-३

Translated Chapter :

શતક-૩

Section : उद्देशक-१ चमर विकुर्वणा Translated Section : ઉદ્દેશક-૧ ચમર વિકુર્વણા
Sutra Number : 164 Category : Ang-05
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] सक्कस्स णं भंते! देविंदस्स देवरन्नो विमानेहिंतो ईसानस्स देविंदस्स देवरन्नो विमाना ईसिं उच्चतरा चेव ईसिं उन्नयतरा चेव? ईसानस्स वा देविंदस्स देवरन्नो विमानेहिंतो सक्कस्स देविंदस्स देवरन्नो विमाना ईसिं णीयतरा चेव ईसिं निन्नतरा चेव? हंता गोयमा! सक्कस्स तं चेव सव्वं नेयव्वं। से केणट्ठेणं भंते! एवं वुच्चइ– गोयमा! से जहानामए करयले सिया–देसे उच्चे, देसे उन्नए। देसे णीए, देसे निण्णे। से तेणट्ठेणं गोयमा! सक्कस्स देविंदस्स देवरन्नो जाव ईसिं निन्नतरा चेव।
Sutra Meaning : સૂત્ર– ૧૬૪. ભગવન્‌ ! દેવેન્દ્ર દેવરાજ શક્રના વિમાનો કરતા શું દેવેન્દ્ર દેવરાજ ઇશાનના વિમાનો કિંચિત્‌ ઉચ્ચતર, કિંચિત્‌ ઉન્નતતર છે ? શું ઇશાનેન્દ્રના વિમાનોથી શક્રેન્દ્રના વિમાનો કંઈક નીચા કે નિમ્નતર છે ? ગૌતમ ! હા, તે એમ જ છે. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! જેમ હથેળીનો કોઈ ભાગ ક્યાંક ઊંચો, ક્યાંક ઉન્નત હોય અને ક્યાંક નીચો, ક્યાંક નિમ્ન હોય, તેમ હે ગૌતમ ! શક્રેન્દ્રના અને ઇશાનેન્દ્રના વિમાનોના વિષયમાં જાણવું. સૂત્ર– ૧૬૫. ભગવન્‌ ! દેવેન્દ્ર દેવરાજ શક્ર, દેવેન્દ્ર દેવરાજ ઈશાન પાસે જવાને સમર્થ છે ? હા, છે. ભગવન્‌ ! તે તેમનો આદર કરતો આવે કે અનાદર કરતો ? ગૌતમ ! આદર કરતો આવે. અનાદર કરતો નહી ભગવન્‌ ! દેવેન્દ્ર દેવરાજ ઇશાન, દેવેન્દ્ર દેવરાજ શક્ર પાસે આવવા સમર્થ છે ? હા, છે. ભગવન્‌ ! તે તેનો આદર કરતો આવે કે અનાદર કરતો આવે ? ગૌતમ ! ઇશાનેન્દ્ર, શકેન્દ્રની પાસે આદર કરતો પણ જાય અને અનાદર કરતો પણ જાય. ભગવન્‌ ! ઇશાનેન્દ્રની સપક્ષ, સપ્રતિદિશ(બરાબર સામે એકીટશે) જોવાને શક્રેન્દ્ર સમર્થ છે ? ગૌતમ ! પાસે આવવા માફક અહીં પણ બે આલાવા છે. ભગવન્‌ ! શક્રેન્દ્ર, ઇશાનેન્દ્ર સાથે વાતચીત કરવાને સમર્થ છે ? હા, છે. પાસે આવવા સંબંધે કહ્યું તેમ અહીં પણ બે આલાવા કહેવા. ભગવન્‌ ! તે શક્રેન્દ્ર – ઇશાનેન્દ્ર વચ્ચે કોઈ કૃત્ય, કરણીય(કોઈ કાર્ય – પ્રયોજન) સમુત્પન્ન થાય ? હા, થાય. ત્યારે તે કેવો વ્યવહાર કરે ? ગૌતમ ! ત્યારે શક્રેન્દ્ર, ઇશાનેન્દ્ર પાસે જાય છે. ઇશાનેન્દ્ર, શક્રેન્દ્ર પાસે જાય છે, તેઓ પરસ્પર આ રીતે બોલાવે છે –. ઓ ! દક્ષિણાર્દ્ધ લોકાધિપતિ દેવરાજ દેવેન્દ્ર શક્ર ! અથવા ઓ ! ઉત્તરાર્દ્ધ લોકાધિપતિ દેવેન્દ્ર દેવરાજ ઇશાન ! એ રીતે પરસ્પર કૃત્ય, કરણીયને અનુભવતા વિચરે છે. સૂત્ર– ૧૬૬. ભગવન્‌ ! તે દેવેન્દ્ર દેવરાજ શક્ર – ઈશાન વચ્ચે પરસ્પર વિવાદ થાય છે ? હા, થાય છે. ત્યારે તેઓ શું કરે છે ? ગૌતમ ! ત્યારે તે શક્ર – ઇશાન, દેવેન્દ્ર દેવરાજ સનત્કુમારને યાદ કરે છે. ત્યારે તે સનત્કુમારેન્દ્ર, શક્ર – ઇશાનેન્દ્રએ યાદ કરતા જલદીથી તેઓની પાસે આવે છે. તે જે કહે તેને બંને ઇન્દ્રો માન્ય કરે છે. તે બંને ઇન્દ્રો તેમની આજ્ઞા – સેવા – વચન – નિર્દેશમાં રહે છે. સૂત્ર– ૧૬૭. ભગવન્‌ ! દેવેન્દ્ર દેવરાજ સનત્કુમાર ભવસિદ્ધિક છે કે અભવસિદ્ધિક ? સમ્યગ્‌દૃષ્ટિ છે કે મિથ્યાદૃષ્ટિ ? પરિત્તસંસારી છે કે અપરિત્તસંસારી? સુલભબોધિ છે કે દુર્લભબોધિ? આરાધક છે કે વિરાધક? ચરમ છે કે અચરમ ? ગૌતમ! સનત્‌કુમારેન્દ્ર ભવસિદ્ધિક છે, અભવસિદ્ધિક નથી. આ રીતે તે સમ્યગ્‌દૃષ્ટિ છે, પરિત્તસંસારી છે, સુલભબોધિ છે, આરાધક છે, ચરમ છે, અચરમ નથી. અર્થાત સર્વ પ્રશસ્તપદનું ગ્રહણ કરવું. મિથ્યાદૃષ્ટિ આદિ નહીં. ભગવન્‌ ! એમ કેમ કહ્યું ? ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ સનત્કુમાર, ઘણા સાધુ – સાધ્વી – શ્રાવક – શ્રાવિકાઓના હિતકામી, સુખકામી, પથ્યેચ્છુ છે, અનુકંપા કરનાર, નિઃશ્રેયસ – કલ્યાણકામી છે, હિત સુખ અને કલ્યાણના કામી છે. તેથી હે ગૌતમ ! એમ કહ્યું કે સનતકુમારેન્દ્ર ભાવસિદ્ધિક આદિ છે. ભગવન્‌ ! દેવેન્દ્ર દેવરાજ સનત્કુમારની સ્થિતિ કેટલા કાળની છે ? ગૌતમ ! સાત સાગરોપમ સ્થિતિ છે. ભગવન્‌ ! તે, તે દેવલોકથી આયુક્ષય થતા યાવત્‌ ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધ થશે યાવત્‌ સર્વ દુઃખોનો અંત કરશે. ભગવન્‌ ! તે એમ જ છે. એમ જ છે. સૂત્ર– ૧૬૮. તિષ્યક શ્રમણ છઠ્ઠ – છઠ્ઠનું તપ કરતા હતા. તેમણે એક માસનું અનશન કર્યું, તેમનો શ્રમણપર્યાય આઠ વર્ષ હતો. કુરુદત્ત શ્રમણ અઠ્ઠમ – અઠ્ઠમનું તપ કરતા હતા, તેઓએ અર્ધ માસનું અનશન કરેલું. તેમનો શ્રમણ પર્યાય છ માસ હતો. સૂત્ર– ૧૬૯. આ ઉદ્દેશામાં ઉપર કહેલ વિષય ઉપરાંત વિમાનોની ઊંચાઈ, પ્રાદુર્ભાવ, જોવું, સંલાપ(પરસ્પર) વાત કરવી, તેનું કાર્ય, વિવાદની ઉત્પત્તિ, તેનું સમાધાન, સનત્કુમારનું ભવ્યપણું વગેરે વિષયો કહ્યા. સૂત્ર સંદર્ભ– ૧૬૪–૧૬૯
Mool Sutra Transliteration : [sutra] sakkassa nam bhamte! Devimdassa devaranno vimanehimto isanassa devimdassa devaranno vimana isim uchchatara cheva isim unnayatara cheva? Isanassa va devimdassa devaranno vimanehimto sakkassa devimdassa devaranno vimana isim niyatara cheva isim ninnatara cheva? Hamta goyama! Sakkassa tam cheva savvam neyavvam. Se kenatthenam bhamte! Evam vuchchai– Goyama! Se jahanamae karayale siya–dese uchche, dese unnae. Dese nie, dese ninne. Se tenatthenam goyama! Sakkassa devimdassa devaranno java isim ninnatara cheva.
Sutra Meaning Transliteration : Sutra– 164. Bhagavan ! Devendra devaraja shakrana vimano karata shum devendra devaraja ishanana vimano kimchit uchchatara, kimchit unnatatara chhe\? Shum ishanendrana vimanothi shakrendrana vimano kamika nicha ke nimnatara chhe\? Gautama ! Ha, te ema ja chhe. Bhagavan ! Ema kema kahyum\? Gautama ! Jema hathelino koi bhaga kyamka umcho, kyamka unnata hoya ane kyamka nicho, kyamka nimna hoya, tema he gautama ! Shakrendrana ane ishanendrana vimanona vishayamam janavum. Sutra– 165. Bhagavan ! Devendra devaraja shakra, devendra devaraja ishana pase javane samartha chhe\? Ha, chhe. Bhagavan ! Te temano adara karato ave ke anadara karato\? Gautama ! Adara karato ave. Anadara karato nahi Bhagavan ! Devendra devaraja ishana, devendra devaraja shakra pase avava samartha chhe\? Ha, chhe. Bhagavan ! Te teno adara karato ave ke anadara karato ave\? Gautama ! Ishanendra, shakendrani pase adara karato pana jaya ane anadara karato pana jaya. Bhagavan ! Ishanendrani sapaksha, sapratidisha(barabara same ekitashe) jovane shakrendra samartha chhe\? Gautama ! Pase avava maphaka ahim pana be alava chhe. Bhagavan ! Shakrendra, ishanendra sathe vatachita karavane samartha chhe\? Ha, chhe. Pase avava sambamdhe kahyum tema ahim pana be alava kaheva. Bhagavan ! Te shakrendra – ishanendra vachche koi kritya, karaniya(koi karya – prayojana) samutpanna thaya\? Ha, thaya. Tyare te kevo vyavahara kare\? Gautama ! Tyare shakrendra, ishanendra pase jaya chhe. Ishanendra, shakrendra pase jaya chhe, teo paraspara a rite bolave chhe –. O ! Dakshinarddha lokadhipati devaraja devendra shakra ! Athava o ! Uttararddha lokadhipati devendra devaraja ishana ! E rite paraspara kritya, karaniyane anubhavata vichare chhe. Sutra– 166. Bhagavan ! Te devendra devaraja shakra – ishana vachche paraspara vivada thaya chhe\? Ha, thaya chhe. Tyare teo shum kare chhe\? Gautama ! Tyare te shakra – ishana, devendra devaraja sanatkumarane yada kare chhe. Tyare te sanatkumarendra, shakra – ishanendrae yada karata jaladithi teoni pase ave chhe. Te je kahe tene bamne indro manya kare chhe. Te bamne indro temani ajnya – seva – vachana – nirdeshamam rahe chhe. Sutra– 167. Bhagavan ! Devendra devaraja sanatkumara bhavasiddhika chhe ke abhavasiddhika\? Samyagdrishti chhe ke mithyadrishti\? Parittasamsari chhe ke aparittasamsari? Sulabhabodhi chhe ke durlabhabodhi? Aradhaka chhe ke viradhaka? Charama chhe ke acharama\? Gautama! Sanatkumarendra bhavasiddhika chhe, abhavasiddhika nathi. A rite te samyagdrishti chhe, parittasamsari chhe, sulabhabodhi chhe, aradhaka chhe, charama chhe, acharama nathi. Arthata sarva prashastapadanum grahana karavum. Mithyadrishti adi nahim. Bhagavan ! Ema kema kahyum\? Gautama ! Devendra devaraja sanatkumara, ghana sadhu – sadhvi – shravaka – shravikaona hitakami, sukhakami, pathyechchhu chhe, anukampa karanara, nihshreyasa – kalyanakami chhe, hita sukha ane kalyanana kami chhe. Tethi he gautama ! Ema kahyum ke sanatakumarendra bhavasiddhika adi chhe. Bhagavan ! Devendra devaraja sanatkumarani sthiti ketala kalani chhe\? Gautama ! Sata sagaropama sthiti chhe. Bhagavan ! Te, te devalokathi ayukshaya thata yavat kyam utpanna thashe\? Gautama ! Mahavideha kshetre siddha thashe yavat sarva duhkhono amta karashe. Bhagavan ! Te ema ja chhe. Ema ja chhe. Sutra– 168. Tishyaka shramana chhaththa – chhaththanum tapa karata hata. Temane eka masanum anashana karyum, temano shramanaparyaya atha varsha hato. Kurudatta shramana aththama – aththamanum tapa karata hata, teoe ardha masanum anashana karelum. Temano shramana paryaya chha masa hato. Sutra– 169. A uddeshamam upara kahela vishaya uparamta vimanoni umchai, pradurbhava, jovum, samlapa(paraspara) vata karavi, tenum karya, vivadani utpatti, tenum samadhana, sanatkumaranum bhavyapanum vagere vishayo kahya. Sutra samdarbha– 164–169