Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1102997 | ||
Scripture Name( English ): | Sthanang | Translated Scripture Name : | સ્થાનાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
स्थान-१० |
Translated Chapter : |
સ્થાન-૧૦ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 997 | Category : | Ang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] दसविधा तणवणस्सतिकाइया पन्नत्ता, तं० मूले, कंदे, खंधे, तया, साले, पवाले, पत्ते, पुप्फे, फले, बीये | ||
Sutra Meaning : | સૂત્ર– ૯૯૭. તૃણ વનસ્પતિકાયિક દશ ભેદે કહ્યા – મૂલ, કંદ યાવત્ પુષ્પ, ફળ, બીજ. સૂત્ર– ૯૯૮. બધી વિદ્યાધર શ્રેણીઓ દશ – દશ યોજન પહોળાઈથી કહી છે. બધી અભિયોગ શ્રેણી ૧૦ – ૧૦ યોજન પહોળાઈથી કહી છે. સૂત્ર– ૯૯૯. ગ્રૈવેયક વિમાનો ૧૦૦૦ યોજન ઉર્ધ્વ ઊંચાઈ વડે છે. સૂત્ર– ૧૦૦૦. દશ કારણે તેજોલેશ્યા સહ વર્તતા ભસ્મીભૂત કરે. તે આ પ્રમાણે – (૧) કોઈ તથારૂપ શ્રમણ, માહણની અતિ આશાતના કરે, તે અત્યાશાતિત સાધુ ક્રોધ પામીને ઉપસર્ગ કરનાર પર તેજ ફેંકે, પરિતાપ ઉપજાવે, પરિતાપ ઉપજાવીને તે જ તેજોલેશ્યા વડે (તેજોલેશ્યાયુક્ત અનાર્યને) બાળી નાંખે. (૨) કોઈ તેવા શ્રમણ, માહણની અતિ આશાતના કરે, અત્યાશાતિત સાધુનો પક્ષપાતી દેવ, ક્રોધ પામીને તેના પર તેજોલેશ્યા મૂકે, પીડા કરે, પીડા કરીને તે જ તેજોલેશ્યા વડે તેજોલેશ્યા યુક્તને બાળીને ભસ્મ કરે. (૩) કોઈ તથારૂપ શ્રમણ, માહણની અતિ આરાધના કરે, તે અતિ આશાતીત સાધુ અને તેનો પક્ષપાતી દેવ, ક્રોધ પામીને તે બંને પ્રતિજ્ઞા કરે કે આને હણવો. બંને તેના પર તેજોલેશ્યા મૂકે, પરિતાપ કરે, પરિતાપીને તેની જ તેજોલેશ્યા વડે તેને બાળીને ભસ્મ કરે. (૪) કોઈ તથારૂપ શ્રમણ, માહણની અતિ આશાતના કરે. અત્યાશાતિત તે સાધુ ક્રોધ પામી તેના ઉપર તેજો લેશ્યા મૂકે, તેના શરીરમાં ફોડા ઉપજાવે, ફોડા ફૂટે, ફોડા ફૂટ્યા પછી તેજોલેશ્યા સહિત એવા તેને બાળીને ભસ્મ કરે. (૫) કોઈ તથારૂપ શ્રમણ, માહણની અત્યાશાતના કરે, અત્યાશાતિત તે સાધુનો પક્ષપાતી દેવ ક્રોધ પામીને તે દુષ્ટાત્મા ઉપર તેજોલેશ્યા ફેંકે, તેથી તેના શરીરમાં ફોડા ઉત્પન્ન થાય, તે ફોડા ફૂટે, ફૂટ્યા પછી તે દેવ, તે તેજોલેશ્યા યુક્ત દુષ્ટને બાળીને ભસ્મ કરે. (૬) કોઈ તથારૂપ શ્રમણ, માહણની અત્યાશાતના કરે, અત્યાશાતિત તે સાધુ અને તેનો પક્ષપાતી દેવ કોપ પામે. તે બંને પેલા અધમને મારવા પ્રતિજ્ઞા કરે. તે દુષ્ટ ઉપર તેજોલેશ્યા મૂકે. તે દુષ્ટના શરીરમાં ફોડા થાય, તે ફોડા ફૂટે, પછી તેઓ તેજોલેશ્યાવાળા તેને બાળીને ભસ્મ કરે. (૭) કોઈ તથારૂપ શ્રમણ, માહણની અતિ આશાતના કરે, તે અતિ આશાતિત સાધુ ક્રોધ પામીને તે દુષ્ટ ઉપર તેજોલેશ્યા મૂકે તેથી તેના શરીરમાં ફોડા ઉત્પન્ન થાય, ફોડા ફૂટે પછી તેમાં નાની ફોડલીઓ થાય, તે ફોડલી ફૂટે પછી તે જ તેજોલેશ્યા યુક્ત અનાર્યને બાળીને ભસ્મ કરે. (૮ – ૯) એ રીતે પૂર્વવત્ દેવના અને બંનેના બે આલાપક કહેવા. (૧૦) કોઈ તથારૂપ શ્રમણ, માહણની અત્યાશાતના કરે, તેની ઉપર તેજોલેશ્યા મૂકે, તે તેજોલેશ્યા, સાધુને આક્રમણ ન કરે, વિશેષ પરાભવ ન કરે, પણ આમતેમ ઊંચી – નીચી થાય છે, પછી આદક્ષિણ પ્રદક્ષિણા કરે છે. કરીને ઊંચે આકાશમાં જાય છે. ત્યાંથી હણાઈને પાછી ફરે છે, પાછી ફરીને તે જ ઉપસર્ગ કરનારના શરીરને બાળતી, તેજોલેશ્યા યુક્ત એવા તેને ભસ્મસાત્ કરે છે. જેમ ગોશાલક મંખલિપુત્ર તેનાથી હણાયો. સૂત્ર સંદર્ભ– ૯૯૭–૧૦૦૦ | ||
Mool Sutra Transliteration : | [sutra] dasavidha tanavanassatikaiya pannatta, tam0 mule, kamde, khamdhe, taya, sale, pavale, patte, pupphe, phale, biye | ||
Sutra Meaning Transliteration : | Sutra– 997. Trina vanaspatikayika dasha bhede kahya – mula, kamda yavat pushpa, phala, bija. Sutra– 998. Badhi vidyadhara shrenio dasha – dasha yojana paholaithi kahi chhe. Badhi abhiyoga shreni 10 – 10 yojana paholaithi kahi chhe. Sutra– 999. Graiveyaka vimano 1000 yojana urdhva umchai vade chhe. Sutra– 1000. Dasha karane tejoleshya saha vartata bhasmibhuta kare. Te a pramane – (1) koi tatharupa shramana, mahanani ati ashatana kare, te atyashatita sadhu krodha pamine upasarga karanara para teja phemke, paritapa upajave, paritapa upajavine te ja tejoleshya vade (tejoleshyayukta anaryane) bali namkhe. (2) koi teva shramana, mahanani ati ashatana kare, atyashatita sadhuno pakshapati deva, krodha pamine tena para tejoleshya muke, pida kare, pida karine te ja tejoleshya vade tejoleshya yuktane baline bhasma kare. (3) koi tatharupa shramana, mahanani ati aradhana kare, te ati ashatita sadhu ane teno pakshapati deva, krodha pamine te bamne pratijnya kare ke ane hanavo. Bamne tena para tejoleshya muke, paritapa kare, paritapine teni ja tejoleshya vade tene baline bhasma kare. (4) koi tatharupa shramana, mahanani ati ashatana kare. Atyashatita te sadhu krodha pami tena upara tejo leshya muke, tena shariramam phoda upajave, phoda phute, phoda phutya pachhi tejoleshya sahita eva tene baline bhasma kare. (5) koi tatharupa shramana, mahanani atyashatana kare, atyashatita te sadhuno pakshapati deva krodha pamine te dushtatma upara tejoleshya phemke, tethi tena shariramam phoda utpanna thaya, te phoda phute, phutya pachhi te deva, te tejoleshya yukta dushtane baline bhasma kare. (6) koi tatharupa shramana, mahanani atyashatana kare, atyashatita te sadhu ane teno pakshapati deva kopa pame. Te bamne pela adhamane marava pratijnya kare. Te dushta upara tejoleshya muke. Te dushtana shariramam phoda thaya, te phoda phute, pachhi teo tejoleshyavala tene baline bhasma kare. (7) koi tatharupa shramana, mahanani ati ashatana kare, te ati ashatita sadhu krodha pamine te dushta upara tejoleshya muke tethi tena shariramam phoda utpanna thaya, phoda phute pachhi temam nani phodalio thaya, te phodali phute pachhi te ja tejoleshya yukta anaryane baline bhasma kare. (8 – 9) e rite purvavat devana ane bamnena be alapaka kaheva. (10) koi tatharupa shramana, mahanani atyashatana kare, teni upara tejoleshya muke, te tejoleshya, sadhune akramana na kare, vishesha parabhava na kare, pana amatema umchi – nichi thaya chhe, pachhi adakshina pradakshina kare chhe. Karine umche akashamam jaya chhe. Tyamthi hanaine pachhi phare chhe, pachhi pharine te ja upasarga karanarana sharirane balati, tejoleshya yukta eva tene bhasmasat kare chhe. Jema goshalaka mamkhaliputra tenathi hanayo. Sutra samdarbha– 997–1000 |