Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1102872
Scripture Name( English ): Sthanang Translated Scripture Name : સ્થાનાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

स्थान-९

Translated Chapter :

સ્થાન-૯

Section : Translated Section :
Sutra Number : 872 Category : Ang-03
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] एस णं अज्जो! सेणिए राया भिंभिसारे कालमासे कालं किच्चा इमीसे रयणप्पभाए पुढवीए सीमंतए नरए चउरासीतिवाससहस्सट्ठितीयंसि णिरयंसि नेरइयत्ताए उववज्जिहिति। से णं तत्थ नेरइए भविस्सति– काले कालोभासे गंभीरलोमहरिसे भीमे उत्तासणए परमकिण्हे वण्णेणं। से णं तत्थ वेयणं वेदिहिती उज्जलं तिउलं पगाढं कडुयं कक्कसं चंडं दुक्खं दुग्गं दिव्वं दुरहियासं। से णं ततो नरयाओ उव्वट्टेत्ता आगमेसाए उस्सप्पिणीए इहेव जंबुद्दीवे दीवे भरहे वासे वेयड्ढगिरिपायमूले पुंडेसु जनवएसु सतदुवारे णगरे संमुइस्स कुलकरस्स भद्दाए भारियाए कुच्छिंसि पुमत्ताए पच्चायाहिति। तए णं सा भद्दा भारिया नवण्हं मासाणं बहुपडिपुण्णाणं अद्धट्ठमाण य राइंदियाणं वोतिक्कंताणं सुकुमालपाणिपायं अहीन-पडिपुण्ण-पंचिंदियसरीरं लक्खण-वंजण-गुणोववेयं मानु- म्मान-प्पमाण-पडिपुण्ण-सुजाय-सव्वंगसुंदरंगं ससिसोमाकारं कंतं पियदंसणं सुरूवं दारगं पयाहिती जं रयणिं च णं से दारए पयाहिती, तं रयणिं च णं सतदुवारे नगरे सब्भंतरबाहिरए भारग्गसो य कुंभग्गसो य पउमवासे य रयणवासे य वासे वासिहिति। तए णं तस्स दारयस्स अम्मापियरो एक्कारसमे दिवसे वीइक्कंते निवत्ते असुइजायकम्मकरणे संपत्ते बारसाहे अयमेयारूवं गोण्णं गुणनिप्फणं नामधिज्जं काहिंति, जम्हा णं अम्हमिमंसि दारगंसि जातंसि समाणंसि सयदुवारे नगरे सब्भिंतरबाहिरए भारग्गसो य कुंभग्गसो य पउमवासे य रयणवासे य वासे वुट्ठे, तं होउ णमम्हमिमस्स दारगस्स नामधिज्जं महापउमे-महापउमे। तए णं तस्स दारगस्स अम्मापियरो नामधिज्जं काहिंति महापउमेत्ति। तए णं महापउमं दारगं अम्मापितरो सातिरेगं अट्ठवासजातगं जाणित्ता महता-महता रायाभिसेएणं अभिसिंचिहिंति। से णं तत्थ राया भविस्सति महता-हिमवंत-महंत-मलय-मंदर-महिंदसारे रायवण्णओ जाव रज्जं पसासेमाणे विहरिस्सति। तए णं तस्स महापउमस्स रन्नो अन्नदा कयाइ दो देवा महिड्ढिया महज्जुइया महानुभागा महायसा महाबला महासोक्खा सेनाकम्मं काहिंति, तं जहा–पुण्णभद्दे य माणिभद्दे य। तए णं सतदुवारे नगरे बहवे राईसर-तलवर-माडंबिय-कोडुंबिय-इब्भ-सेट्ठि-सेनावति-सत्थवाहप्पभितयो अन्नमन्नंसद्दावेहिंति, एवं वइस्संति–जम्हा णं देवाणुप्पिया! अम्हं महापउमस्स रन्नो दो देवा महिड्ढिया महज्जुइया महानुभागा महायसा महाबला महासोक्खा सेनाकम्मं करेति, तं जहा–पुण्णभद्दे य माणिभद्दे य। तं होउ णमम्हं देवाणुप्पिया! महापउमस्स रन्नो दोच्चेवि नामधेज्जे देवसेने-देवसेने। तते णं तस्स महापउमस्स रन्नो दोच्चेवि नामधेज्जे भविस्सइ देवसेनेति। तए णं तस्स देवसेनस्स रन्नो अन्नया कयाई सेय-संखतल-विमल-सन्निकासे चउदंते हत्थिरयणे समुप्पज्जिहिति। तए णं से देवसेने राया तं सेयं संखतल-विमल-सन्निकासं चउदंतं हत्थिरयणं दुरूढे समाने सतदुवारं नगरं मज्झं-मज्झेणं अभिक्खणं-अभिक्खणं ‘अतिज्जाहिति य निज्जाहिति’ य। तए णं सतदुवारे नगरे बहवे राईसर-तलवर-माडंबिय-कोडुंबिय-इब्भ-सेट्ठि-सेनावति-सत्थवाहप्पभितयो अन्नमन्नंसद्दावे-हिंति, एवं वइस्संति–जम्हा णं देवाणुप्पिया! अम्हं देवसेनस्स रन्नो सेते संखतल-विमल-सन्निकासे चउदंते हत्थिरयणे समुप्पन्ने तं होउ णमम्हं देवानुप्पिया! देवसेनस्स तच्चेवि नामधेज्जे विमलवाहने-विमलवाहने। तए णं तस्स देवसेनस्स रण्णो तच्चेवि नामधेज्जे भविस्सति विमलवाहनेति। तए णं से विमलवाहने राया तीसं वासाइं अगारवासमज्झे वसित्ता अम्मापितीहिं देवत्तं गतेहिं गुरुमहत्तरएहिं अब्भणुण्णाते समाने, उदुंमि सरए, संबुद्धे अनुत्तरे मोक्खमग्गे पुणरवि लोगंतिएहिं जीयकप्पिएहिं देवेहिं, ताहिं इट्ठाहिं कंताहिं पियाहिं मणुन्नाहिं मणामाहिं उरालाहिं कल्लाणाहिं सिवाहिं धन्नाहिं मंगलाहिं सस्सिरिआहिं वग्गूहिं अभिनंदिज्जमाने अभिथुव्वमाने य बहिया सुभूमिभागे उज्जाणे एगं दवदूसमादाय मुंडे भवित्ता अगाराओ अनगारियं पव्वयाहिति। तस्स णं भगवंतस्स साइरेगाइं दुवालस वासाइं निच्चं वोसट्ठकाए चियत्तदेहे जे केइ उवसग्गा उप्पज्जिहिंति तं दिव्वा वा मानुसा वा तिरिक्खजोणिया वा उप्पन्ने, ते सव्वे सम्मं सहिस्सइ खमिस्सइ तितिक्खिस्सइ अहियासिस्सइ । तए णं से भगवं अणगारे भविस्सइ इरियासमिए भासासमिए एसणासमिए आयाणभंडमत्त-निक्खेवणासमिए, उच्चार-पासवण-खेल-जल्ल-सिंघाण-पारिट्ठावाणियासमिए, मनगुत्ते, वयगुत्ते, कायगुत्ते गुत्तिंदिए गुत्तबंभयारी अममे अकिंचने छिन्नगंथे निरुपलेवे कंसापाईव मुक्कतोए जहा भावणाए जाव सुहुय हुयासणे तिव तेयसा जलंते ।
Sutra Meaning : સૂત્ર– ૮૭૨. હે આર્યો ! ભિંભિસાર શ્રેણિક રાજા કાળ માસે કાળ કરીને રત્નપ્રભા પૃથ્વીમાં સીમંતક નરકવાસમાં ૮૪,૦૦૦ વર્ષની સ્થિતિમાં નારકોને વિશે નૈરયિકપણે ઉત્પન્ન થશે. તે ત્યાં નૈરયિક થશે, સ્વરૂપથી કાળો, કાળો દેખાતો યાવત્‌ વર્ણથી પરમકૃષ્ણ થશે. તે ત્યાં એકાંત દુઃખમય યાવત્‌ વેદનાને ભોગવશે. તે નરકમાંથી નીકળીને આવતી ઉત્સર્પિણીમાં આ જ જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં વૈતાઢ્ય પર્વતના પાદમૂલે પુંડ્‌ જનપદમાં શતદ્વાર નગરમાં સમુદિત કુલકરની ભદ્રાભાર્યાની કુક્ષિમાં પુરુષપણે અવતરશે. પછી તે ભદ્રા નવ માસ પૂર્ણ અને સાડા સાત રાત્રિદિન વીતી ગયા બાદ જેના હાથ – પગ સુકુમાલ છે, અહીં – પ્રતિપૂર્ણ – પંચેન્દ્રિય શરીર છે જેનું એવા લક્ષણ, વ્યંજન યુક્ત યાવત્‌ સુરુપ બાળકને જન્મ આપશે. જે રાત્રિએ તે બાળક જન્મશે તે રાત્રિમાં શતદ્વાર નગરમાં બાહ્ય – અંદર ભારાગ્ર અને કુંભાગ્ર પદ્મવર્ષા અને રત્નવર્ષા થશે. પછી તે બાળકના માતાપિતા ૧૧મો દિવસ વીતતા યાવત્‌ બારમા દિવસે આવું ગૌણ અને ગુણનિષ્પન્ન નામ સ્થાપન કરશે. જ્યારે અમારે આ બાળકનો જન્મ થયો તે સમયે શતદ્વાર નગર બાહ્યાભ્યંતર ભારાગ્ર કુંભાગ્ર પદ્મ અને રત્નવર્ષા થઈ માટે અમારા બાળકનું ‘મહાપદ્મ’ એવું નામ થાઓ. પછી તે બાળકના માતાપિતા ‘મહાપદ્મ’ નામ કરશે. પછી મહાપદ્મ બાળક સાધિક આઠ વર્ષનો થયો જાણીને મહારાજ્યાભિષેકથી સિંચિત કરશે. તે ત્યાં મહાહિમવંત મહામલય, મેરુ સમાન રાજાના ગુણ વર્ણનવાળો રાજા થશે પછી તે મહાપદ્મ રાજાને અન્યદા ક્યારેક બે દેવો મહર્દ્ધિક યાવત્‌ મહાસૌખ્ય સેનાકર્મ કરશે. તે – પૂર્ણભદ્ર અને માણિભદ્ર. ત્યારે શતદ્વાર નગરમાં ઘણા રાઈસર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઇભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહ વગેરે એકમેકને બોલાવીને એમ કહેશે કે – જે કારણે હે દેવાનુપ્રિયો ! આપણા મહાપદ્મ રાજા બે મહર્દ્ધિક યાવત્‌ મહાસૌખ્ય દેવ સેનાકર્મ કરે છે – પૂર્ણભદ્ર અને માણિભદ્ર, તેથી હે દેવાનુપ્રિયો ! આપણા મહાપદ્મ રાજાનું બીજું નામ દેવસેન થાઓ. પછી તેમનું બીજું નામ દેવસેન થશે. પછી તે દેવસેન રાજાને અન્ય કોઈ દિવસે શ્વેત, શંખતલવત્‌, નિર્મલ અને ચતુર્દન્ત હસ્તિરત્ન ઉત્પન્ન થશે. ત્યારે તે દેવસેન રાજા કોઈ દિવસે શ્વેત – શંખતલ – વિમલરૂપ ચતુર્દન્ત હસ્તિરત્ન પર બેસીને શતદ્વાર નગરની વચ્ચોવચ્ચ થઈને વારંવાર આવશે – જશે. ત્યારે શતદ્વાર નગરના ઘણા રાજા, ઇશ્વર યાવત્‌ પરસ્પર બોલાવીને એમ કહેશે કે જેથી હે દેવાનુપ્રિયો ! આપણા દેવસેન રાજાને શ્વેત – શંખતલ – વિમલ એવો ચતુર્દન્ત હસ્તિરત્ન ઉત્પન્ન થયો છે, તેથી હે દેવાનુપ્રિયો ! આપણા દેવસેન રાજાનું વિમલવાહન એવું ત્રીજું નામ થાઓ, પછી તેમનું વિમલવાહન ત્રીજું નામ થશે. પછી તે વિમલવાહન રાજા ૩૦ વર્ષ ગૃહવાસમાં રહીને માતા – પિતા દેવગત થયા પછી વડીલ વર્ગની આજ્ઞા મેળવી શરદ ઋતુમાં અનુત્તર મોક્ષમાર્ગમાં તત્પર થશે. વળી લોકાંતિક દેવો જિતકલ્પ મુજબ તેવી ઇષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ, મણામ, ઉદાર, કલ્યાણકારી, ધન્ય, શિવ, મંગલ, સશ્રીક એવી વાણીથી અભિનંદાતા, અભિસ્તવાતા બહારના સુભૂમિ ભાગ ઉદ્યાનમાં એક દેવદૂષ્ય ગ્રહણ કરીને, મુંડ થઈને, ગૃહવાસ છોડીને અણગારિક પ્રવ્રજ્યા લેશે. તે ભગવંત સાતિરેક બાર વર્ષ હંમેશા કાયાને વોસિરાવીને દેહની સંભાળ ન કરતા જે કોઈ ઉપસર્ગો ઉત્પન્ન થશે. જેમ કે – દેવ, મનુષ્ય કે તિર્યંચયોનિકો વડે ઉત્પન્ન કરાયેલા તે સમ્યક્‌ રીતે સહન કરશે, ખમશે, તિતિક્ષા કરશે, અધ્યાસિત કરશે. ત્યારે તે ભગવંત ઇર્યાસમિત, ભાષાસમિત યાવત્‌ ગુપ્ત બ્રહ્મચારી, અમમત્વ, અકિંચન, છિન્નગ્રંથ, નિરુપલેપ, કાંસ્ય પાત્રવત્‌ મુક્તતોય યાવત્‌ જ્ઞાનરૂપ તેજ વડે દીપ્ત થશે, (તે સંગ્રહણી ગાથાઓ આ પ્રમાણે – ) સૂત્ર– ૮૭૩. કાંસ્ય, શંખ, જીવ, ગગન, વાયુ, શારદસલીલ, કમલપત્ર, કુર્મ, વિહગ, ખડ્‌ગ, ભારંડ. સૂત્ર– ૮૭૪. કુંજર, વૃષભ, સિંહ, પર્વતરાજ, અક્ષોભસાગર, ચંદ્ર, સૂર્ય, કનક, વસુંધરા, સુહુત અગ્નિ – એવા થશે. સૂત્ર– ૮૭૫. તે ભગવંતને ક્યાંય પ્રતિબંધ નહીં હોય, તે પ્રતિબંધ ચાર પ્રકારે કહ્યો છે – અંડજ, પોતજ, અવગ્રહિક, પ્રગ્રહિક. જે જે દિશામાં ઇચ્છશે તે તે દિશામાં અપ્રતિબદ્ધ શુચિભૂત લઘુભૂત અલ્પગ્રંથ થઈ સંયમ વડે આત્માને ભાવતા તે વિમલવાહન મુનિ વિચરશે. તે ભગવંતને અનુત્તરજ્ઞાન, અનુત્તર દર્શન, અનુત્તર ચારિત્ર વડે એ રીતે આલય – વિહાર વડે, આર્જવ, માર્દવ, લાઘવ, ક્ષમા, મુક્તિ, ગુપ્તિ, સત્ય, સંયમ, તપ – ગુણ – સુચરિત – સોવચિય – ફલ પરિનિર્વાણ માર્ગ વડે આત્માને ભાવતા ધ્યાનાંતરિકામાં વર્તતા અનંત, અનુત્તર, નિર્વ્યાઘાત યાવત્‌ ઉત્તમ કેવલજ્ઞાન – દર્શન ઉત્પન્ન થશે. ત્યારે તે ભગવંત અર્હત્‌ જિન થશે. કેવલી, સર્વજ્ઞ, સર્વદર્શી, દેવ સહિત મનુષ્ય અને અસુરલોકના પર્યાયોને જાણશે અને જોશે.સર્વ લોકને, સર્વે જીવોના આગતિ, ગતિ, સ્થિતિ, ચ્યવન, ઉપપાત, તર્ક, મનો માનસિક, ભુક્ત, કૃત, પરિસેવિત, પ્રગટકર્મ, ગુપ્ત કર્મ, તેને છાના નહીં રહે, રહસ્યના ભાગી નહીં થાય. તે તે કાળમાં મન, વચન, કાયાના યોગમાં વર્તતા સર્વલોકમાં સર્વ જીવોના સર્વભાવોને જાણતા અને જોતા વિચરશે. ત્યારે તે ભગવન્‌ તે અનુત્તર ઉત્તમ કેવલજ્ઞાન – દર્શનથી દેવ – મનુષ્ય – અસુરલોકને જાણીને શ્રમણ નિર્ગ્રન્થોને જે કોઈ ઉપસર્ગ ઉપજશે, કેમ કે – દેવ, મનુષ્ય કે તિર્યંચ સંબંધી ઉપજશે તેને સારી રીતે સહેશે, ખમશે, તિતિક્ષશે, અધ્યાસિત કરશે, ત્યારે તે ભગવન્‌ અણગાર થશે, ઇર્યાસમિત, ભાષાસમિત એ રીતે જેમ વર્ધમાનસ્વામીમાં કહ્યું તે બધું જ કહેવું યાવત્‌ અવ્યાપાર શાંત યોગયુક્ત, તે ભગવંતને એવા વિહારથી વિચરતા બાર વર્ષ અને તેર પક્ષ વીતતા તેરમાં વર્ષની મધ્યે વર્તતા અનુત્તર જ્ઞાન વડે યાવત્‌ ભાવના અધ્યયન મુજબ ઉત્તમ કેવલજ્ઞાન – દર્શન ઉત્પન્ન થશે સર્વજ્ઞ સર્વદર્શી થશે. ભાવના સહિત પાંચ મહાવ્રત અને છ જીવનિકાયની રક્ષાનો ધર્મ કહેતા વિચરશે. હે આર્યો ! – જે રીતે મેં શ્રમણ નિર્ગ્રન્થોને એક આરંભ સ્થાન કહેલ છે, તે રીતે મહાપદ્મ અર્હત્‌ પણ શ્રમણ નિર્ગ્રન્થોને એક આરંભ સ્થાનને કહેશે. જે રીતે મેં શ્રમણ નિર્ગ્રન્થોને બે બંધન – પ્રેમ બંધન અને દ્વેષ બંધન કહ્યા, તેમ મહાપદ્મ અર્હત્‌ શ્રમણ નિર્ગ્રન્થોને બે બંધન કહેશે – પ્રેમ અને દ્વેષ બંધન. જેમ મેં શ્રમણ નિર્ગ્રન્થોને ત્રણ દંડ કહ્યા – મનદંડ આદિ, તેમ મહાપદ્મ અર્હત્‌ શ્રમણ નિર્ગ્રન્થોને ત્રણ દંડ કહેશે. આ અભિલાપ વડે ક્રોધકષાય આદિ ચાર કષાયો, શબ્દાદિ પાંચ કામગુણો, પૃથ્વીકાય યાવત્‌ ત્રસકાય એ છ જીવનિકાયો જેમ મેં કહ્યા તેમ યાવત્‌ તે પણ કહેશે. આ અભિલાપ વડે સાત ભયસ્થાનો મેં કહ્યા, તેમ મહાપદ્મ અર્હત્‌ પણ શ્રમણ નિર્ગ્રન્થોને સાત ભયસ્થાનો કહેશે, એ રીતે આઠ મદસ્થાન, નવ બ્રહ્મચર્યગુપ્તિઓ, દશવિધ શ્રમણ ધર્મ, યાવત્‌ ૩૩ – આશાતનાઓ. જે રીતે હે આર્યો ! મેં શ્રમણ નિર્ગ્રન્થોને નગ્નભાવ, મુંડભાવ, અસ્નાન, અદંતધાવન, અછત્રત્વ, પગરખા રહિતતા, ભૂમિશય્યા, ફલકશય્યા, કાષ્ઠશય્યા, કેશલોચ, બ્રહ્મચર્યવાસ, પરગૃહપ્રવેશ યાવત્‌ લબ્ધ – અપલબ્ધ વૃત્તિ કહેલી છે, એ રીતે મહાપદ્મ અર્હત્‌ પણ શ્રમણ નિર્ગ્રન્થોને નગ્નભાવ યાવત્‌ લબ્ધ – અપલબ્ધ વૃત્તિ કહેશે. હે આર્યો ! જે રીતે મેં શ્રમણ – નિર્ગ્રન્થોને આધાકર્મી, ઔદ્દેશિક, મિશ્રજાત, અધ્યવપૂરક, પૂતિક, ક્રીત, પ્રામિત્ય, આચ્છેદ્ય, અનિસૃષ્ટ, અભ્યાહૃત, કાંતારભક્ત, દુર્ભિક્ષભક્ત, ગ્લાનભક્ત, વર્દલિકાભક્ત, પ્રાઘૂર્ણભક્ત, મૂલ – કંદ – ફલ – બીજ – હરિત – ભોજન નિષેધેલ છે, એ રીતે મહાપદ્મ અર્હત્‌ પણ આધાકર્મિક યાવત્‌ હરિતભોજન લેવાનો નિષેધ કરશે. હે આર્યો ! જે રીતે મેં શ્રમણ નિર્ગ્રન્થોને પાંચ મહાવ્રતિક, સુપ્રતિક્રમણ, અચેલક ધર્મ કહેલ છે, એ રીતે મહાપદ્મ અર્હત્‌ પણ શ્રમણ નિર્ગ્રન્થોને પંચમહાવ્રતિક યાવત્‌ અચેલક ધર્મને કહેશે. હે આર્યો ! જે રીતે મેં પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રત યુક્ત બાર પ્રકારનો શ્રાવકધર્મ કહ્યો છે, તે રીતે મહાપદ્મ અર્હત્‌ પણ કહેશે. હે આર્યો ! જે રીતે શ્રમણ નિર્ગ્રન્થોને મેં શય્યાતર અને રાજપીંડ નિષેધ્યો છે, તે રીતે મહાપદ્મ અર્હત્‌ પણ શ્રમણોને નિષેધ કરશે. હે આર્યો ! જે રીતે મને નવ ગણ અને અગિયાર ગણધરો છે, એ રીતે મહાપદ્મ અર્હત્‌ને પણ નવ ગણ, અગિયાર ગણધરો થશે. હે આર્યો ! જે રીતે હું ૩૦ વર્ષ ગૃહવાસ મધ્યે વસીને મુંડ થઈને યાવત્‌ દીક્ષિત થઈ બાર વર્ષ, તેર પક્ષ છદ્મસ્થ પર્યાય પાળીને તેર પક્ષ ન્યૂન ૩૦ વર્ષના કેવલી પર્યાયને પાળીને ૪૨ વર્ષ શ્રામણ્ય પર્યાયને પાળીને ૭૨ વર્ષ સર્વાયુ પાળીને સિદ્ધ થઈશ યાવત્‌ સર્વ દુઃખોનો અંત કરીશ, એ રીતે મહાપદ્મ અર્હત્‌ ૩૦ વર્ષ ગૃહવાસમાં રહીને યાવત્‌ ૭૨ વર્ષ સર્વાયુ પાળીને યાવત્‌ સર્વ દુઃખોનો અંત કરશે. સૂત્ર– ૮૭૬. જે શીલ સમાચાર અર્હત્‌ તીર્થંકર મહાવીરનો હતો તે શીલ સમાચાર મહાપદ્મ અર્હત્‌ના થશે. સૂત્ર સંદર્ભ– ૮૭૨–૮૭૬
Mool Sutra Transliteration : [sutra] esa nam ajjo! Senie raya bhimbhisare kalamase kalam kichcha imise rayanappabhae pudhavie simamtae narae chaurasitivasasahassatthitiyamsi nirayamsi neraiyattae uvavajjihiti. Se nam tattha neraie bhavissati– kale kalobhase gambhiralomaharise bhime uttasanae paramakinhe vannenam. Se nam tattha veyanam vedihiti ujjalam tiulam pagadham kaduyam kakkasam chamdam dukkham duggam divvam durahiyasam. Se nam tato narayao uvvattetta agamesae ussappinie iheva jambuddive dive bharahe vase veyaddhagiripayamule pumdesu janavaesu sataduvare nagare sammuissa kulakarassa bhaddae bhariyae kuchchhimsi pumattae pachchayahiti. Tae nam sa bhadda bhariya navanham masanam bahupadipunnanam addhatthamana ya raimdiyanam votikkamtanam sukumalapanipayam ahina-padipunna-pamchimdiyasariram lakkhana-vamjana-gunovaveyam manu- mmana-ppamana-padipunna-sujaya-savvamgasumdaramgam sasisomakaram kamtam piyadamsanam suruvam daragam payahiti Jam rayanim cha nam se darae payahiti, tam rayanim cha nam sataduvare nagare sabbhamtarabahirae bharaggaso ya kumbhaggaso ya paumavase ya rayanavase ya vase vasihiti. Tae nam tassa darayassa ammapiyaro ekkarasame divase viikkamte nivatte asuijayakammakarane sampatte barasahe ayameyaruvam gonnam gunanipphanam namadhijjam kahimti, jamha nam amhamimamsi daragamsi jatamsi samanamsi sayaduvare nagare sabbhimtarabahirae bharaggaso ya kumbhaggaso ya paumavase ya rayanavase ya vase vutthe, tam hou namamhamimassa daragassa namadhijjam mahapaume-mahapaume. Tae nam tassa daragassa ammapiyaro namadhijjam kahimti mahapaumetti. Tae nam mahapaumam daragam ammapitaro satiregam atthavasajatagam janitta mahata-mahata rayabhiseenam abhisimchihimti. Se nam tattha raya bhavissati mahata-himavamta-mahamta-malaya-mamdara-mahimdasare rayavannao java rajjam pasasemane viharissati. Tae nam tassa mahapaumassa ranno annada kayai do deva mahiddhiya mahajjuiya mahanubhaga mahayasa mahabala mahasokkha senakammam kahimti, tam jaha–punnabhadde ya manibhadde ya. Tae nam sataduvare nagare bahave raisara-talavara-madambiya-kodumbiya-ibbha-setthi-senavati-satthavahappabhitayo annamannamsaddavehimti, evam vaissamti–jamha nam devanuppiya! Amham mahapaumassa ranno do deva mahiddhiya mahajjuiya mahanubhaga mahayasa mahabala mahasokkha senakammam kareti, tam jaha–punnabhadde ya manibhadde ya. Tam hou namamham devanuppiya! Mahapaumassa ranno dochchevi namadhejje devasene-devasene. Tate nam tassa mahapaumassa ranno dochchevi namadhejje bhavissai devaseneti. Tae nam tassa devasenassa ranno annaya kayai seya-samkhatala-vimala-sannikase chaudamte hatthirayane samuppajjihiti. Tae nam se devasene raya tam seyam samkhatala-vimala-sannikasam chaudamtam hatthirayanam durudhe samane sataduvaram nagaram majjham-majjhenam abhikkhanam-abhikkhanam ‘atijjahiti ya nijjahiti’ ya. Tae nam sataduvare nagare bahave raisara-talavara-madambiya-kodumbiya-ibbha-setthi-senavati-satthavahappabhitayo annamannamsaddave-himti, evam vaissamti–jamha nam devanuppiya! Amham devasenassa ranno sete samkhatala-vimala-sannikase chaudamte hatthirayane samuppanne tam hou namamham devanuppiya! Devasenassa tachchevi namadhejje vimalavahane-vimalavahane. Tae nam tassa devasenassa ranno tachchevi namadhejje bhavissati vimalavahaneti. Tae nam se vimalavahane raya tisam vasaim agaravasamajjhe vasitta ammapitihim devattam gatehim gurumahattaraehim abbhanunnate samane, udummi sarae, sambuddhe anuttare mokkhamagge punaravi logamtiehim jiyakappiehim devehim, tahim itthahim kamtahim piyahim manunnahim manamahim uralahim kallanahim sivahim dhannahim mamgalahim sassiriahim vagguhim abhinamdijjamane abhithuvvamane ya bahiya subhumibhage ujjane egam davadusamadaya mumde bhavitta agarao anagariyam pavvayahiti. Tassa nam bhagavamtassa sairegaim duvalasa vasaim nichcham vosatthakae chiyattadehe je kei uvasagga uppajjihimti tam divva va manusa va tirikkhajoniya va uppanne, te savve sammam sahissai khamissai titikkhissai ahiyasissai. Tae nam se bhagavam anagare bhavissai iriyasamie bhasasamie esanasamie ayanabhamdamatta-nikkhevanasamie, uchchara-pasavana-khela-jalla-simghana-paritthavaniyasamie, managutte, vayagutte, kayagutte guttimdie guttabambhayari amame akimchane chhinnagamthe nirupaleve kamsapaiva mukkatoe jaha bhavanae java suhuya huyasane tiva teyasa jalamte.
Sutra Meaning Transliteration : Sutra– 872. He aryo ! Bhimbhisara shrenika raja kala mase kala karine ratnaprabha prithvimam simamtaka narakavasamam 84,000 varshani sthitimam narakone vishe nairayikapane utpanna thashe. Te tyam nairayika thashe, svarupathi kalo, kalo dekhato yavat varnathi paramakrishna thashe. Te tyam ekamta duhkhamaya yavat vedanane bhogavashe. Te narakamamthi nikaline avati utsarpinimam a ja jambudvipamam bharatakshetramam vaitadhya parvatana padamule pumd janapadamam shatadvara nagaramam samudita kulakarani bhadrabharyani kukshimam purushapane avatarashe. Pachhi te bhadra nava masa purna ane sada sata ratridina viti gaya bada jena hatha – paga sukumala chhe, ahim – pratipurna – pamchendriya sharira chhe jenum eva lakshana, vyamjana yukta yavat surupa balakane janma apashe. Je ratrie te balaka janmashe te ratrimam shatadvara nagaramam bahya – amdara bharagra ane kumbhagra padmavarsha ane ratnavarsha thashe. Pachhi te balakana matapita 11mo divasa vitata yavat barama divase avum gauna ane gunanishpanna nama sthapana karashe. Jyare amare a balakano janma thayo te samaye shatadvara nagara bahyabhyamtara bharagra kumbhagra padma ane ratnavarsha thai mate amara balakanum ‘mahapadma’ evum nama thao. Pachhi te balakana matapita ‘mahapadma’ nama karashe. Pachhi mahapadma balaka sadhika atha varshano thayo janine maharajyabhishekathi simchita karashe. Te tyam mahahimavamta mahamalaya, meru samana rajana guna varnanavalo raja thashe Pachhi te mahapadma rajane anyada kyareka be devo maharddhika yavat mahasaukhya senakarma karashe. Te – purnabhadra ane manibhadra. Tyare shatadvara nagaramam ghana raisara, talavara, madambika, kautumbika, ibhya, shreshthi, senapati, sarthavaha vagere ekamekane bolavine ema kaheshe ke – Je karane he devanupriyo ! Apana mahapadma raja be maharddhika yavat mahasaukhya deva senakarma kare chhe – purnabhadra ane manibhadra, tethi he devanupriyo ! Apana mahapadma rajanum bijum nama devasena thao. Pachhi temanum bijum nama devasena thashe. Pachhi te devasena rajane anya koi divase shveta, shamkhatalavat, nirmala ane chaturdanta hastiratna utpanna thashe. Tyare te devasena raja koi divase shveta – shamkhatala – vimalarupa chaturdanta hastiratna para besine shatadvara nagarani vachchovachcha thaine varamvara avashe – jashe. Tyare shatadvara nagarana ghana raja, ishvara yavat paraspara bolavine ema kaheshe ke jethi he devanupriyo ! Apana devasena rajane shveta – shamkhatala – vimala evo chaturdanta hastiratna utpanna thayo chhe, tethi he devanupriyo ! Apana devasena rajanum vimalavahana evum trijum nama thao, pachhi temanum vimalavahana trijum nama thashe. Pachhi te vimalavahana raja 30 varsha grihavasamam rahine mata – pita devagata thaya pachhi vadila vargani ajnya melavi sharada ritumam anuttara mokshamargamam tatpara thashe. Vali lokamtika devo jitakalpa mujaba tevi ishta, kamta, priya, manojnya, manama, udara, kalyanakari, dhanya, shiva, mamgala, sashrika evi vanithi abhinamdata, abhistavata baharana subhumi bhaga udyanamam eka devadushya grahana karine, mumda thaine, grihavasa chhodine anagarika pravrajya leshe. Te bhagavamta satireka bara varsha hammesha kayane vosiravine dehani sambhala na karata je koi upasargo utpanna thashe. Jema ke – deva, manushya ke tiryamchayoniko vade utpanna karayela te samyak rite sahana karashe, khamashe, titiksha karashe, adhyasita karashe. Tyare te bhagavamta iryasamita, bhashasamita yavat gupta brahmachari, amamatva, akimchana, chhinnagramtha, nirupalepa, kamsya patravat muktatoya yavat jnyanarupa teja vade dipta thashe, (te samgrahani gathao a pramane – ) Sutra– 873. Kamsya, shamkha, jiva, gagana, vayu, sharadasalila, kamalapatra, kurma, vihaga, khadga, bharamda. Sutra– 874. Kumjara, vrishabha, simha, parvataraja, akshobhasagara, chamdra, surya, kanaka, vasumdhara, suhuta agni – eva thashe. Sutra– 875. Te bhagavamtane kyamya pratibamdha nahim hoya, te pratibamdha chara prakare kahyo chhe – amdaja, potaja, avagrahika, pragrahika. Je je dishamam ichchhashe te te dishamam apratibaddha shuchibhuta laghubhuta alpagramtha thai samyama vade atmane bhavata te vimalavahana muni vicharashe. Te bhagavamtane anuttarajnyana, anuttara darshana, anuttara charitra vade e rite alaya – vihara vade, arjava, mardava, laghava, kshama, mukti, gupti, satya, samyama, tapa – guna – sucharita – sovachiya – phala parinirvana marga vade atmane bhavata dhyanamtarikamam vartata anamta, anuttara, nirvyaghata yavat uttama kevalajnyana – darshana utpanna thashe. Tyare te bhagavamta arhat jina thashe. Kevali, sarvajnya, sarvadarshi, deva sahita manushya ane asuralokana paryayone janashe ane joshE.Sarva lokane, sarve jivona agati, gati, sthiti, chyavana, upapata, tarka, mano manasika, bhukta, krita, parisevita, pragatakarma, gupta karma, tene chhana nahim rahe, rahasyana bhagi nahim thaya. Te te kalamam mana, vachana, kayana yogamam vartata sarvalokamam sarva jivona sarvabhavone janata ane jota vicharashe. Tyare te bhagavan te anuttara uttama kevalajnyana – darshanathi deva – manushya – asuralokane janine shramana nirgranthone je koi upasarga upajashe, kema ke – deva, manushya ke tiryamcha sambamdhi upajashe tene sari rite saheshe, khamashe, titikshashe, adhyasita karashe, Tyare te bhagavan anagara thashe, iryasamita, bhashasamita e rite jema vardhamanasvamimam kahyum te badhum ja kahevum yavat avyapara shamta yogayukta, te bhagavamtane eva viharathi vicharata bara varsha ane tera paksha vitata teramam varshani madhye vartata anuttara jnyana vade yavat bhavana adhyayana mujaba uttama kevalajnyana – darshana utpanna thashe sarvajnya sarvadarshi thashe. Bhavana sahita pamcha mahavrata ane chha jivanikayani rakshano dharma kaheta vicharashe. He aryo ! – Je rite mem shramana nirgranthone eka arambha sthana kahela chhe, te rite mahapadma arhat pana shramana nirgranthone eka arambha sthanane kaheshe. Je rite mem shramana nirgranthone be bamdhana – prema bamdhana ane dvesha bamdhana kahya, tema mahapadma arhat shramana nirgranthone be bamdhana kaheshe – prema ane dvesha bamdhana. Jema mem shramana nirgranthone trana damda kahya – manadamda adi, tema mahapadma arhat shramana nirgranthone trana damda kaheshe. A abhilapa vade krodhakashaya adi chara kashayo, shabdadi pamcha kamaguno, prithvikaya yavat trasakaya e chha jivanikayo jema mem kahya tema yavat te pana kaheshe. A abhilapa vade sata bhayasthano mem kahya, tema mahapadma arhat pana shramana nirgranthone sata bhayasthano kaheshe, e rite atha madasthana, nava brahmacharyaguptio, dashavidha shramana dharma, yavat 33 – ashatanao. Je rite he aryo ! Mem shramana nirgranthone nagnabhava, mumdabhava, asnana, adamtadhavana, achhatratva, pagarakha rahitata, bhumishayya, phalakashayya, kashthashayya, keshalocha, brahmacharyavasa, paragrihapravesha yavat labdha – apalabdha vritti kaheli chhe, e rite mahapadma arhat pana shramana nirgranthone nagnabhava yavat labdha – apalabdha vritti kaheshe. He aryo ! Je rite mem shramana – nirgranthone adhakarmi, auddeshika, mishrajata, adhyavapuraka, putika, krita, pramitya, achchhedya, anisrishta, abhyahrita, kamtarabhakta, durbhikshabhakta, glanabhakta, vardalikabhakta, praghurnabhakta, mula – kamda – phala – bija – harita – bhojana nishedhela chhe, e rite mahapadma arhat pana adhakarmika yavat haritabhojana levano nishedha karashe. He aryo ! Je rite mem shramana nirgranthone pamcha mahavratika, supratikramana, achelaka dharma kahela chhe, e rite mahapadma arhat pana shramana nirgranthone pamchamahavratika yavat achelaka dharmane kaheshe. He aryo ! Je rite mem pamcha anuvrata ane sata shikshavrata yukta bara prakarano shravakadharma kahyo chhe, te rite mahapadma arhat pana kaheshe. He aryo ! Je rite shramana nirgranthone mem shayyatara ane rajapimda nishedhyo chhe, te rite mahapadma arhat pana shramanone nishedha karashe. He aryo ! Je rite mane nava gana ane agiyara ganadharo chhe, e rite mahapadma arhatne pana nava gana, agiyara ganadharo thashe. He aryo ! Je rite hum 30 varsha grihavasa madhye vasine mumda thaine yavat dikshita thai bara varsha, tera paksha chhadmastha paryaya paline tera paksha nyuna 30 varshana kevali paryayane paline 42 varsha shramanya paryayane paline 72 varsha sarvayu paline siddha thaisha yavat sarva duhkhono amta karisha, e rite mahapadma arhat 30 varsha grihavasamam rahine yavat 72 varsha sarvayu paline yavat sarva duhkhono amta karashe. Sutra– 876. Je shila samachara arhat tirthamkara mahavirano hato te shila samachara mahapadma arhatna thashe. Sutra samdarbha– 872–876