Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1102815 | ||
Scripture Name( English ): | Sthanang | Translated Scripture Name : | સ્થાનાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
स्थान-९ |
Translated Chapter : |
સ્થાન-૯ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 815 | Category : | Ang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] एगमेगे णं महानिधी नव-नव जोयणाइं विक्खंभेणं पन्नत्ते। एगमेगस्स णं रन्नो चाउरंतचक्कवट्टिस्स नव महानिहिओ पन्नत्ता, तं जहा– | ||
Sutra Meaning : | સૂત્ર– ૮૧૫. પ્રત્યેક ચાતુરંતચક્રવર્તીને નવ મહાનિધિઓ છે, પ્રત્યેક મહાનિધિ નવ – નવ યોજન પહોળી છે, તે આ સૂત્ર– ૮૧૬. નૈસર્પ, પાંડુક, પિંગલ, સર્વરત્ન, મહાપદ્મ, કાલ, મહાકાલ, માણવક, શંખ – મહાનિધિ. સૂત્ર– ૮૧૭. નૈસર્પ મહાનિધિમાં નિવેશ, ગામ, આકર, નગર, પટ્ટણ, દ્રોણમુખ, મડંબ, સ્કંધાવાર અને ઘરની સ્થાપના છે – (નિર્માણ થાય). સૂત્ર– ૮૧૮. પાંડુક મહાનિધિમાં ગણિતનું, બીજનું, માન – ઉન્માનનું પ્રમાણ તથા ધાન્ય અને બીજોની ઉત્પત્તિ કહી છે. સૂત્ર– ૮૧૯. પિંગલ મહાનિધિમાં પુરુષો, સ્ત્રીઓ, ઘોડા, હાથીની સર્વ આભરણ વિધિ છે. સૂત્ર– ૮૨૦. સર્વરત્ન મહાનિધિમાં ચક્રવર્તીના શ્રેષ્ઠ ચૌદ રત્નોનો ઉપજવાનો વિધિ છે, તેમાં એકેન્દ્રિય અને પંચેન્દ્રિય રત્નો જાણવા. સૂત્ર– ૮૨૧. મહાપદ્મ મહાનિધિમાં સર્વ પ્રકારના વસ્ત્રોની ઉત્પત્તિ, નિષ્પત્તિ, રંગવાની અને ધોવાની વિધિ છે. સૂત્ર– ૮૨૨. કાલ મહાનિધિમાં – કાલ, તે ભૂત – વર્તમાન – ભાવિનું તથા ત્રણ વર્ષનું, સો શિલ્પ, કર્મ એ ત્રણેનું પ્રજાને હિતકર જ્ઞાન છે. સૂત્ર– ૮૨૩. મહાકાલ મહાનિધિમાં લોઢુ, ચાંદી, સોનુ, મણી, મોતી, સ્ફટિક શિલા અને પ્રવાલ તથા ખાણોની ઉત્પત્તિ છે. સૂત્ર– ૮૨૪. માણવક મહાનિધિમાં યોદ્ધા, શસ્ત્ર, બખ્તર, યુદ્ધનીતિ, દંડનીતિ હોય છે. સૂત્ર– ૮૨૫. શંખ મહાનિધિમાં નૃત્યવિધિ, નાટકવિધિ, ચાર પ્રકારના કાવ્યોની અને મૃદંગાદિ સર્વે વાદ્યોની ઉત્પત્તિ વિધિ છે. સૂત્ર– ૮૨૬. આઠ ચક્ર ઉપર રહેલ, આઠ યોજન ઊંચા, નવ યોજન પહોળા, બાર યોજન લાંબા પેટી આકારે છે, ગંગા નદીના મુખ પાસે સ્થિત છે. સૂત્ર– ૮૨૭. વૈડૂર્ય મણિમય, સુવર્ણના બનેલ, વિવિધ રત્નોથી પરિપૂર્ણ, ચંદ્ર – સૂર્ય – ચક્ર લક્ષણ અનુસમ યૂપ આકારે દ્વાર શાખવાળા છે. સૂત્ર– ૮૨૮. આ નિધિ સદૃશ નામવાળા, પલ્યોપમ સ્થિતિક દેવ તેમાં રહે છે. આ નિધાનો અક્રેય કે દેવોના આધિપત્ય વાળા છે. સૂત્ર– ૮૨૯. આ નવ નિધિઓ પ્રભૂત ધન – રત્નસંચયથી સમૃદ્ધ અને ચક્રવર્તીને વશવર્તી છે. સૂત્ર સંદર્ભ– ૮૧૫–૮૨૯ | ||
Mool Sutra Transliteration : | [sutra] egamege nam mahanidhi nava-nava joyanaim vikkhambhenam pannatte. Egamegassa nam ranno chauramtachakkavattissa nava mahanihio pannatta, tam jaha– | ||
Sutra Meaning Transliteration : | Sutra– 815. Pratyeka chaturamtachakravartine nava mahanidhio chhe, pratyeka mahanidhi nava – nava yojana paholi chhe, te a Sutra– 816. Naisarpa, pamduka, pimgala, sarvaratna, mahapadma, kala, mahakala, manavaka, shamkha – mahanidhi. Sutra– 817. Naisarpa mahanidhimam nivesha, gama, akara, nagara, pattana, dronamukha, madamba, skamdhavara ane gharani sthapana chhe – (nirmana thaya). Sutra– 818. Pamduka mahanidhimam ganitanum, bijanum, mana – unmananum pramana tatha dhanya ane bijoni utpatti kahi chhe. Sutra– 819. Pimgala mahanidhimam purusho, strio, ghoda, hathini sarva abharana vidhi chhe. Sutra– 820. Sarvaratna mahanidhimam chakravartina shreshtha chauda ratnono upajavano vidhi chhe, temam ekendriya ane pamchendriya ratno janava. Sutra– 821. Mahapadma mahanidhimam sarva prakarana vastroni utpatti, nishpatti, ramgavani ane dhovani vidhi chhe. Sutra– 822. Kala mahanidhimam – kala, te bhuta – vartamana – bhavinum tatha trana varshanum, so shilpa, karma e tranenum prajane hitakara jnyana chhe. Sutra– 823. Mahakala mahanidhimam lodhu, chamdi, sonu, mani, moti, sphatika shila ane pravala tatha khanoni utpatti chhe. Sutra– 824. Manavaka mahanidhimam yoddha, shastra, bakhtara, yuddhaniti, damdaniti hoya chhe. Sutra– 825. Shamkha mahanidhimam nrityavidhi, natakavidhi, chara prakarana kavyoni ane mridamgadi sarve vadyoni utpatti vidhi chhe. Sutra– 826. Atha chakra upara rahela, atha yojana umcha, nava yojana pahola, bara yojana lamba peti akare chhe, gamga nadina mukha pase sthita chhe. Sutra– 827. Vaidurya manimaya, suvarnana banela, vividha ratnothi paripurna, chamdra – surya – chakra lakshana anusama yupa akare dvara shakhavala chhe. Sutra– 828. A nidhi sadrisha namavala, palyopama sthitika deva temam rahe chhe. A nidhano akreya ke devona adhipatya vala chhe. Sutra– 829. A nava nidhio prabhuta dhana – ratnasamchayathi samriddha ane chakravartine vashavarti chhe. Sutra samdarbha– 815–829 |