Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1102790 | ||
Scripture Name( English ): | Sthanang | Translated Scripture Name : | સ્થાનાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
स्थान-८ |
Translated Chapter : |
સ્થાન-૮ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 790 | Category : | Ang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] समणस्स णं भगवतो महावीरस्स अट्ठ सया अनुत्तरोववाइयाणं गतिकल्लाणाणं ठितिकल्लाणाणं आगमेसिभद्दाणं उक्कोसिया अनुत्तरोववाइयसंपया हुत्था। | ||
Sutra Meaning : | સૂત્ર– ૭૯૦. શ્રમણ ભગવંત મહાવીરને અનુત્તરોપપાતિક, ગતિકલ્યાણક યાવત્ આગમેષિભદ્રક ૮૦૦ સાધુની ઉત્કૃષ્ટ અનુત્તરોપપાતિક સંપત થઈ. સૂત્ર– ૭૯૧. આઠ ભેદે વાણવ્યંતર દેવો કહ્યા છે – પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિંનર, કિંપુરિષ, મહોરગ, ગાંધર્વ. આ આઠ વાણવ્યંતર દેવોના આઠ ચૈત્યવૃક્ષો કહ્યા છે. તે આ – સૂત્ર– ૭૯૨. પિશાચોનું કલંબ, યક્ષોનું વડ, ભૂતોનું તુલસી, રાક્ષસોનું કંડક તથા. ... સૂત્ર– ૭૯૩. કિન્નરોનું અશોક, કિંપુરિષનું ચંપક, ભુજંગોનું નાગ અને ગંધર્વોનું તિંદુક (એ પ્રમાણે ચૈત્યવૃક્ષો છે.) સૂત્ર– ૭૯૪. આ રત્નપ્રભા પૃથ્વીના બહુસમ રમણીય ભૂમિભાગથી ૮૦૦ યોજન ઊંચા અંતરે સૂર્ય વિમાન ચાર ચરે છે. (ગતિ કરે છે). સૂત્ર– ૭૯૫. આઠ નક્ષત્રો ચંદ્રમા સાથે પ્રમર્દ લક્ષણ યોગને જોડે છે, તે આ પ્રમાણે – કૃતિકા, રોહિણી, પુનર્વસુ, મઘા, ચત્રા, વિશાખા, અનુરાધા, જ્યેષ્ઠા. સૂત્ર– ૭૯૬. જંબૂદ્વીપ દ્વીપના દ્વારો આઠ યોજન ઉર્ધ્વ ઊંચાઈથી છે. બધા દ્વીપ, સમુદ્રોના દ્વારો આઠ યોજન ઊર્ધ્વ ઉચ્ચત્વથી કહેલા છે. સૂત્ર– ૭૯૭. પુરુષવેદનીય કર્મની જઘન્યથી આઠ વર્ષની બંધસ્થિતિ છે. યશઃ કીર્તિ નામકર્મની જઘન્ય આઠ મુહૂર્ત્ત બંધસ્થિતિ છે. ઉચ્ચ ગોત્રકર્મની પણ એમજ છે. સૂત્ર– ૭૯૮. તેઇન્દ્રિયોની જાતિ કુલ કોટિ યોનિ પ્રમુખની સંખ્યા આઠ લાખ કહી છે. સૂત્ર– ૭૯૯. જીવો, આઠ સ્થાન નિવર્તિત પુદ્ગલોને પાપકર્મપણાએ ચયન કર્યું છે – કરે છે – કરશે. તે આ પ્રમાણે – પ્રથમ સમય નૈરયિક નિવર્તિત યાવત્ અપ્રથમ સમય દેવ નિવર્તિત. એ રીતે ચય, ઉપચય યાવત્ નિર્જરાને કરેલ છે – કરે છે – કરશે. આઠ પ્રદેશિક સ્કંધો અનંતા કહેલ છે, આઠ પ્રદેશ અવગાઢ પુદ્ગલો અનંતા કહ્યા છે યાવત્ આઠ ગુણરુક્ષ પુદ્ગલો અનંતા કહેલા છે. સૂત્ર સંદર્ભ– ૭૯૦–૭૯૯ | ||
Mool Sutra Transliteration : | [sutra] samanassa nam bhagavato mahavirassa attha saya anuttarovavaiyanam gatikallananam thitikallananam agamesibhaddanam ukkosiya anuttarovavaiyasampaya huttha. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 790. Shramana bhagavamta mahavirane anuttaropapatika, gatikalyanaka yavat agameshibhadraka 800 sadhuni utkrishta anuttaropapatika sampata thai. Sutra– 791. Atha bhede vanavyamtara devo kahya chhe – pishacha, bhuta, yaksha, rakshasa, kimnara, kimpurisha, mahoraga, gamdharva. A atha vanavyamtara devona atha chaityavriksho kahya chhe. Te a – Sutra– 792. Pishachonum kalamba, yakshonum vada, bhutonum tulasi, rakshasonum kamdaka tatha.\... Sutra– 793. Kinnaronum ashoka, kimpurishanum champaka, bhujamgonum naga ane gamdharvonum timduka (e pramane chaityavriksho chhe.) Sutra– 794. A ratnaprabha prithvina bahusama ramaniya bhumibhagathi 800 yojana umcha amtare surya vimana chara chare chhe. (gati kare chhe). Sutra– 795. Atha nakshatro chamdrama sathe pramarda lakshana yogane jode chhe, te a pramane – kritika, rohini, punarvasu, magha, chatra, vishakha, anuradha, jyeshtha. Sutra– 796. Jambudvipa dvipana dvaro atha yojana urdhva umchaithi chhe. Badha dvipa, samudrona dvaro atha yojana urdhva uchchatvathi kahela chhe. Sutra– 797. Purushavedaniya karmani jaghanyathi atha varshani bamdhasthiti chhe. Yashah kirti namakarmani jaghanya atha muhurtta bamdhasthiti chhe. Uchcha gotrakarmani pana emaja chhe. Sutra– 798. Teindriyoni jati kula koti yoni pramukhani samkhya atha lakha kahi chhe. Sutra– 799. Jivo, atha sthana nivartita pudgalone papakarmapanae chayana karyum chhe – kare chhe – karashe. Te a pramane – prathama samaya nairayika nivartita yavat aprathama samaya deva nivartita. E rite chaya, upachaya yavat nirjarane karela chhe – kare chhe – karashe. Atha pradeshika skamdho anamta kahela chhe, atha pradesha avagadha pudgalo anamta kahya chhe yavat atha gunaruksha pudgalo anamta kahela chhe. Sutra samdarbha– 790–799 |