Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1102604
Scripture Name( English ): Sthanang Translated Scripture Name : સ્થાનાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

स्थान-७

Translated Chapter :

સ્થાન-૭

Section : Translated Section :
Sutra Number : 604 Category : Ang-03
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] सत्त सरा पन्नत्ता, तं जहा–
Sutra Meaning : સૂત્ર– ૬૦૪. સાત સ્વરો કહ્યા છે – તે આ પ્રમાણે – સૂત્ર– ૬૦૫. ષડ્‌જ, ઋષભ, ગંધાર, મધ્યમ, પંચમ, ધૈવત, નિષાદ. સૂત્ર– ૬૦૬. આ સાત સ્વરોના સાત સ્વરસ્થાન કહ્યા છે – તે આ પ્રમાણે – સૂત્ર– ૬૦૭. ષડ્‌જ જિભના અગ્રભાગે, ઋષભ સ્વર હૃદયથી, ગાંધાર કંઠ વડે, જીભના મધ્ય ભાગે મધ્યમ, સૂત્ર– ૬૦૮. નાસા વડે પંચમ, ધૈવત દંતોષ્ઠ વડે, મસ્તક વડે નિષાદ. આ સાત સ્વરસ્થાનો કહ્યા. સૂત્ર– ૬૦૯. સાત સ્વરો જીવનિશ્રિતા ક્યા છે – તે આ પ્રમાણે – સૂત્ર– ૬૧૦. ષડ્‌જ – મયુરનો સ્વર, ઋષભ – કૂકડાનો સ્વર, ગંધાર – હંસનો સ્વર, મધ્યમ – ગવેલકનો સ્વર. સૂત્ર– ૬૧૧. પંચમ – વસંત માસમાં કોયલનો સ્વર, ધૈવત – સારસ અને ક્રૌંચનો સ્વર, નિષાદ – હાથીનો સ્વર. સૂત્ર– ૬૧૨. સાત સ્વરો અજીવનિશ્રિતા કહ્યા – તે આ પ્રમાણે – સૂત્ર– ૬૧૩. ષડ્‌જ – મૃદંગનો સ્વર, ઋષભ – ગોમુખીનો સ્વર, ગંધાર – શંખનાદ, મધ્યમ – ઝલ્લરીનો. સૂત્ર– ૬૧૪. પંચમ – ચાર ચરણોથી સ્થિ. ગોધિકા, ધૈવત – ઢોલનો, નિષાદ – મહાભેરીનો સ્વર. સૂત્ર– ૬૧૫. આ સાત સ્વરના સાત લક્ષણો છે. તે આ પ્રમાણે – સૂત્ર– ૬૧૬. ષડ્‌જથી વૃત્તિ પામે અને કરેલ કાર્ય નાશ ન પામે વળી ગાય, મિત્ર, પુત્રોની પ્રાપ્તિ થાય છે તથા સ્ત્રીઓને વલ્લભ થાય છે. સૂત્ર– ૬૧૭. ઋષભથી ઐશ્વર્ય, સેનાપત્ય, ધન, વસ્ત્ર, ગંધ, અલંકાર, સ્ત્રી અને શયન. સૂત્ર– ૬૧૮. ગંધારથી ગીત – યુક્તિજ્ઞ, વજ્રવૃત્તિ, કલાની અધિકતા, કાવ્યપ્રજ્ઞા, અન્ય શાસ્ત્રોમાં પારંગતતા. સૂત્ર– ૬૧૯. મધ્યમ સ્વર સંપન્ન સુખે જીવનાર, ખાતો, પીતો, દાન દેતો અને મધ્યમ સ્વર આશ્રિત થાય છે. સૂત્ર– ૬૨૦. પંચમ સ્વર સંપન્ન રાજા, શૂર, સંગ્રહકર્તા, અનેક ગણનો નાયક થાય. સૂત્ર– ૬૨૧. રેવત (ધૈવત) સ્વર સંપન્ન કલહપ્રિય, શાકુનિક, વાગુરિક, શૌકરિક, મચ્છીમાર થાય છે. સૂત્ર– ૬૨૨. નિષાદ સ્વરવાલા ચાંડાલ, મલ્લ, સેકા, અન્ય પાપકર્મી, ગોઘાતક, ચોર થાય છે. સૂત્ર– ૬૨૩. આ સાત સ્વરોના ત્રણ ગ્રામ કહ્યા છે – ષડ્‌જ ગ્રામ, મધ્યમ ગ્રામ, ગંધાર ગ્રામ. ષડ્‌જ ગ્રામની સાત મૂર્છના કહી છે.તે આ પ્રમાણે – સૂત્ર– ૬૨૪. મંગી, કૌરવીય, હરી, રજની, સારકાંતા, સારસી, શુદ્ધ ષડ્જા. સૂત્ર– ૬૨૫. મધ્યમ ગ્રામની સાત મૂર્છનાઓ કહી છે તે આ પ્રમાણે – સૂત્ર– ૬૨૬. ઉત્તરમંદા, રજની, ઉતરા, ઉત્તરાસમા, અશ્વકંતા, સૌવીરા, અભીરુ. સૂત્ર– ૬૨૭. ગંધાર ગ્રામની સાત મૂર્છના કહી છે. તે આ પ્રમાણે – સૂત્ર– ૬૨૮. નંદી, ક્ષુદ્રિમા, પૂરિમા, શુદ્ધગંધારા, ઉત્તરગંધારા, મૂર્છા. સૂત્ર– ૬૨૯. સુષ્ઠુતર આયામા નિયમથી છઠ્ઠી જાણવી. ઉતરાયતા કે કોડીમાતસા સાતમી મૂર્છા છે. સૂત્ર– ૬૩૦. સાત સ્વરો ક્યાંથી ઉત્પન્ન થાય છે ? ગેયની કઈ યોનિ હોય છે ? ઉચ્છ્‌વાસ કાલ કેટલા સમયનો છે ? ગેયના કેટલા આકારો છે ? સૂત્ર– ૬૩૧. સાત સ્વર નાભિથી ઉત્પન્ન થાય છે, ગીતની રુદિત યોનિ છે, પાદ સમાન ઉચ્છ્‌વાસો છે, ગેયના ત્રણ આકારો છે. સૂત્ર– ૬૩૨. ગેયના આકાર ત્રણ છે – મંદ સ્વરથી આરંભ કરે, મધ્યમાં સ્વરની વૃદ્ધિ કરે અને અંતમાં સ્વરને ક્રમશઃ હીન કરે. સૂત્ર– ૬૩૩. ગેયના છ દોષ, આઠ ગુણ, ત્રણ વૃત્તો, બે ભણિતી, જે જાણશે તે સુશિક્ષિત રંગમંડપ મધ્યે સારી રીતે ગાઈ શકશે. સૂત્ર– ૬૩૪. ગેયના છ દોષો – ભીત, દ્રુત, લઘુસ્વર, તાલરહિત, કાકસ્વર અને નાસિક્ય, એ રીતે ગીત ન ગાવું. સૂત્ર– ૬૩૫. ગેયના આઠ ગુણ – પૂર્ણ, રક્ત, અલંકૃત, વ્યક્ત, અવિસ્વર, મધુર, સમ, સુકુમાર. સૂત્ર– ૬૩૬. ગેયના બીજા ગુણ – ઉર, કંઠ – શિર દ્વારા પ્રશસ્ત, મૃદુ – રિભિત – પદબદ્ધ ગવાય, સમતાલના પ્રક્ષેપવાળુ અને સાત સ્વરોથી સમ ગવાય. સૂત્ર– ૬૩૭. ગેયના બીજા ગુણ – નિર્દોષ, સારયુક્ત, હેતુયુક્ત, અલંકૃત, ઉપનીત, સોપચાર, મિત્ત અને મધુર. સૂત્ર– ૬૩૮. ગેયના ત્રણ વૃત્ત – સમ, અર્ધસમ, સર્વત્ર વિષમ. આ સિવાય ચોથો ભેદ નથી. સૂત્ર– ૬૩૯. બે ભણિતિયા – સંસ્કૃત અને પ્રાકૃત, ઋષિઓએ બેને પ્રશસ્ત કહી, તેમાં ગાવું. સૂત્ર– ૬૪૦. કેવી સ્ત્રી મધુર ગાય છે ? ખર અને રૂક્ષ સ્વરે કોણ ગાય છે ? કેવી સ્ત્રી ચતુર ગાય છે ? કોણ મંદ સ્વરે ગાય છે ? કોણ શીઘ્ર ગાય છે ? સૂત્ર– ૬૪૧. કેવી સ્ત્રી વિસ્વરથી ગાય છે ? શ્યામા મધુર ગાય છે, કાળી સ્ત્રી ખર અને રૂક્ષ ગાય છે, ગોરી સ્ત્રી ચતુર ગાય છે, કાણી મંદ અને આંધળી શીઘ્ર ગાય છે. સૂત્ર– ૬૪૨. પીંગળા સ્ત્રી વિસ્વર ગાય છે. સાત સ્વરો સમ છે – તંત્રીસમ, તાલસમ, પાદસમ, લયસમ, ગ્રહસમ, શ્વાસોચ્છ્‌વાસસમ, સંચારસમ. સૂત્ર– ૬૪૩. સાત સ્વર, ત્રણ ગ્રામ, ૨૧ મૂર્છના, ૪૯ તાન છે. સૂત્ર સંદર્ભ– ૬૦૪–૬૪૩
Mool Sutra Transliteration : [sutra] satta sara pannatta, tam jaha–
Sutra Meaning Transliteration : Sutra– 604. Sata svaro kahya chhe – te a pramane – Sutra– 605. Shadja, rishabha, gamdhara, madhyama, pamchama, dhaivata, nishada. Sutra– 606. A sata svarona sata svarasthana kahya chhe – te a pramane – Sutra– 607. Shadja jibhana agrabhage, rishabha svara hridayathi, gamdhara kamtha vade, jibhana madhya bhage madhyama, Sutra– 608. Nasa vade pamchama, dhaivata damtoshtha vade, mastaka vade nishada. A sata svarasthano kahya. Sutra– 609. Sata svaro jivanishrita kya chhe – te a pramane – Sutra– 610. Shadja – mayurano svara, rishabha – kukadano svara, gamdhara – hamsano svara, madhyama – gavelakano svara. Sutra– 611. Pamchama – vasamta masamam koyalano svara, dhaivata – sarasa ane kraumchano svara, nishada – hathino svara. Sutra– 612. Sata svaro ajivanishrita kahya – te a pramane – Sutra– 613. Shadja – mridamgano svara, rishabha – gomukhino svara, gamdhara – shamkhanada, madhyama – jhallarino. Sutra– 614. Pamchama – chara charanothi sthi. Godhika, dhaivata – dholano, nishada – mahabherino svara. Sutra– 615. A sata svarana sata lakshano chhe. Te a pramane – Sutra– 616. Shadjathi vritti pame ane karela karya nasha na pame vali gaya, mitra, putroni prapti thaya chhe tatha strione vallabha thaya chhe. Sutra– 617. Rishabhathi aishvarya, senapatya, dhana, vastra, gamdha, alamkara, stri ane shayana. Sutra– 618. Gamdharathi gita – yuktijnya, vajravritti, kalani adhikata, kavyaprajnya, anya shastromam paramgatata. Sutra– 619. Madhyama svara sampanna sukhe jivanara, khato, pito, dana deto ane madhyama svara ashrita thaya chhe. Sutra– 620. Pamchama svara sampanna raja, shura, samgrahakarta, aneka ganano nayaka thaya. Sutra– 621. Revata (dhaivata) svara sampanna kalahapriya, shakunika, vagurika, shaukarika, machchhimara thaya chhe. Sutra– 622. Nishada svaravala chamdala, malla, seka, anya papakarmi, goghataka, chora thaya chhe. Sutra– 623. A sata svarona trana grama kahya chhe – shadja grama, madhyama grama, gamdhara grama. Shadja gramani sata murchhana kahi chhE.Te a pramane – Sutra– 624. Mamgi, kauraviya, hari, rajani, sarakamta, sarasi, shuddha shadja. Sutra– 625. Madhyama gramani sata murchhanao kahi chhe te a pramane – Sutra– 626. Uttaramamda, rajani, utara, uttarasama, ashvakamta, sauvira, abhiru. Sutra– 627. Gamdhara gramani sata murchhana kahi chhe. Te a pramane – Sutra– 628. Namdi, kshudrima, purima, shuddhagamdhara, uttaragamdhara, murchha. Sutra– 629. Sushthutara ayama niyamathi chhaththi janavi. Utarayata ke kodimatasa satami murchha chhe. Sutra– 630. Sata svaro kyamthi utpanna thaya chhe\? Geyani kai yoni hoya chhe\? Uchchhvasa kala ketala samayano chhe\? Geyana ketala akaro chhe\? Sutra– 631. Sata svara nabhithi utpanna thaya chhe, gitani rudita yoni chhe, pada samana uchchhvaso chhe, geyana trana akaro chhe. Sutra– 632. Geyana akara trana chhe – mamda svarathi arambha kare, madhyamam svarani vriddhi kare ane amtamam svarane kramashah hina kare. Sutra– 633. Geyana chha dosha, atha guna, trana vritto, be bhaniti, je janashe te sushikshita ramgamamdapa madhye sari rite gai shakashe. Sutra– 634. Geyana chha dosho – bhita, druta, laghusvara, talarahita, kakasvara ane nasikya, e rite gita na gavum. Sutra– 635. Geyana atha guna – purna, rakta, alamkrita, vyakta, avisvara, madhura, sama, sukumara. Sutra– 636. Geyana bija guna – ura, kamtha – shira dvara prashasta, mridu – ribhita – padabaddha gavaya, samatalana prakshepavalu ane sata svarothi sama gavaya. Sutra– 637. Geyana bija guna – nirdosha, sarayukta, hetuyukta, alamkrita, upanita, sopachara, mitta ane madhura. Sutra– 638. Geyana trana vritta – sama, ardhasama, sarvatra vishama. A sivaya chotho bheda nathi. Sutra– 639. Be bhanitiya – samskrita ane prakrita, rishioe bene prashasta kahi, temam gavum. Sutra– 640. Kevi stri madhura gaya chhe\? Khara ane ruksha svare kona gaya chhe\? Kevi stri chatura gaya chhe\? Kona mamda svare gaya chhe\? Kona shighra gaya chhe\? Sutra– 641. Kevi stri visvarathi gaya chhe\? Shyama madhura gaya chhe, kali stri khara ane ruksha gaya chhe, gori stri chatura gaya chhe, kani mamda ane amdhali shighra gaya chhe. Sutra– 642. Pimgala stri visvara gaya chhe. Sata svaro sama chhe – tamtrisama, talasama, padasama, layasama, grahasama, shvasochchhvasasama, samcharasama. Sutra– 643. Sata svara, trana grama, 21 murchhana, 49 tana chhe. Sutra samdarbha– 604–643