Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1102412 | ||
Scripture Name( English ): | Sthanang | Translated Scripture Name : | સ્થાનાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
स्थान-४ |
Translated Chapter : |
સ્થાન-૪ |
Section : | उद्देशक-४ | Translated Section : | ઉદ્દેશક-૪ |
Sutra Number : | 412 | Category : | Ang-03 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] उप्पायपुव्वस्स णं चत्तारि चलवत्थू पन्नत्ता। | ||
Sutra Meaning : | સૂત્ર– ૪૧૨. ઉત્પાદપૂર્વની ચાર મૂલવસ્તુ કહી છે. સૂત્ર– ૪૧૩. કાવ્ય ચાર ભેદે છે – ગદ્ય, પદ્ય, કથ્ય, ગેય. સૂત્ર– ૪૧૪. નૈરયિકોને ચાર સમુદ્ઘાત કહ્યા છે – વેદના સમુદ્ઘાત, કષાય સમુદ્ઘાત, મારણાંતિક સમુદ્ઘાત, વૈક્રિય સમુદ્ઘાત. એ રીતે વાયુકાયિકોને પણ આ ચાર જાણવા. સૂત્ર– ૪૧૫. અરિહંત અરિષ્ટનેમિને જિનસદૃશ, સર્વાક્ષર સંનિપાતિક, જિનની જેમ અવિતથ વચન કહેનારા ૪૦૦ ચૌદપૂર્વીની સંપદા હતી. સૂત્ર– ૪૧૬. શ્રમણ ભગવંત મહાવીરને દેવ – મનુષ્ય – અસુરો સહિત પર્ષદામાં કોઈથી પરાજય ન પામનારા ૪૦૦ વાદીની ઉત્કૃષ્ટ સંપદા હતી. સૂત્ર– ૪૧૭. નીચેના ચાર કલ્પો અર્ધ ચંદ્ર સંસ્થાન સંસ્થિત કહ્યા છે – સૌધર્મ, ઈશાન, સનત્કુમાર, માહેન્દ્ર. મધ્યના ચાર કલ્પો પરિપૂર્ણ ચંદ્રાકાર સંસ્થિત કહ્યા – બ્રહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસ્રાર, ઉપરના ચાર કલ્પો અર્ધચંદ્રાકાર સંસ્થિત કહ્યા – આનત, પ્રાણત, આરણ, અચ્યુત. સૂત્ર– ૪૧૮. ચાર સમુદ્રો ભિન્ન રસવાળા કહ્યા – લવણોદ, વરુણોદ, ક્ષીરોદ, ઘૃતોદ. સૂત્ર– ૪૧૯. ચાર આવર્ત્ત કહ્યા છે – ખરાવર્ત્ત –., ઉન્નતાવર્ત્ત, ગૂઢાવર્ત્ત, આમિષાવર્ત્ત. એ દૃષ્ટાંતે કષાયો ચાર કહ્યા – ખરાવર્ત્ત સમાન ક્રોધમાં વર્તતો જીવ, ઉન્નતાવર્ત્ત સમાન માનમાં વર્તતો જીવ, ગૂઢાવર્ત્ત સમાન માયામાં વર્તતો જીવ, આમિસાવર્ત્ત સમાન લોભમાં વર્તતો જીવ. એ ચારેના ઉદયવાળો જીવ મરીને નૈરયિકમાં ઉત્પન્ન થાય છે. સૂત્ર સંદર્ભ– ૪૧૨–૪૧૯ | ||
Mool Sutra Transliteration : | [sutra] uppayapuvvassa nam chattari chalavatthu pannatta. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 412. Utpadapurvani chara mulavastu kahi chhe. Sutra– 413. Kavya chara bhede chhe – gadya, padya, kathya, geya. Sutra– 414. Nairayikone chara samudghata kahya chhe – vedana samudghata, kashaya samudghata, maranamtika samudghata, vaikriya samudghata. E rite vayukayikone pana a chara janava. Sutra– 415. Arihamta arishtanemine jinasadrisha, sarvakshara samnipatika, jinani jema avitatha vachana kahenara 400 chaudapurvini sampada hati. Sutra– 416. Shramana bhagavamta mahavirane deva – manushya – asuro sahita parshadamam koithi parajaya na pamanara 400 vadini utkrishta sampada hati. Sutra– 417. Nichena chara kalpo ardha chamdra samsthana samsthita kahya chhe – saudharma, ishana, sanatkumara, mahendra. Madhyana chara kalpo paripurna chamdrakara samsthita kahya – brahmaloka, lamtaka, mahashukra, sahasrara, uparana chara kalpo ardhachamdrakara samsthita kahya – anata, pranata, arana, achyuta. Sutra– 418. Chara samudro bhinna rasavala kahya – lavanoda, varunoda, kshiroda, ghritoda. Sutra– 419. Chara avartta kahya chhe – kharavartta –., unnatavartta, gudhavartta, amishavartta. E drishtamte kashayo chara kahya – kharavartta samana krodhamam vartato jiva, unnatavartta samana manamam vartato jiva, gudhavartta samana mayamam vartato jiva, amisavartta samana lobhamam vartato jiva. E charena udayavalo jiva marine nairayikamam utpanna thaya chhe. Sutra samdarbha– 412–419 |