Sutra Navigation: Sthanang ( સ્થાનાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1102017
Scripture Name( English ): Sthanang Translated Scripture Name : સ્થાનાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

स्थान-१

Translated Chapter :

સ્થાન-૧

Section : Translated Section :
Sutra Number : 17 Category : Ang-03
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] एगे जीवे पाडिक्कएणं सरीरएणं।
Sutra Meaning : સૂત્ર– ૧૭. પ્રત્યેક શરીરમાં રહેલો જીવ એક છે...જીવ્યો છે, જીવે છે કે જીવશે તેને જીવ કહે છે. તે પ્રત્યેક શરીરની અપેક્ષાએ એક છે. સૂત્ર– ૧૮. બાહ્ય પુદ્‌ગલો લીધા વિના જીવોની વિકુર્વણા અર્થાત્ વિશેષ ક્રિયા, તે એક છે. સૂત્ર– ૧૯. મન એક છે...(મનન કરવું તે અથવા જેને વડે મનન કરાય તેને મન કહે છે.) સૂત્ર– ૨૦. વચન એક છે...(બોલવામાં આવે તે વચન.) સૂત્ર– ૨૧. કાય વ્યાપાર એક છે...(વૃદ્ધિ પામે તે કાય, કાયાની પ્રવૃત્તિને કાય વ્યાપાર કહે છે.) સૂત્ર– ૨૨. ઉત્પાદ એક છે...(એક સમયમાં એક પર્યાયની અપેક્ષાએ ઉત્પત્તિ એક છે.) સૂત્ર– ૨૩. વિનાશ એક છે...(ઉત્પત્તિની જેમ ઉત્પન્ન થયેલ પર્યાયનો વિનાશ થવો તે ‘વિનાશ’ એક છે.) સૂત્ર– ૨૪. વિગતાર્ચ્ચા અર્થાત્ મૃત જીવશરીર, તે સામાન્યની અપેક્ષાએ એક છે.) સૂત્ર– ૨૫. ગતિ એક છે...(જીવનું વર્તમાન ભવને છોડીને આગામી ભવમાં જવું તેને ગતિ કહે છે.) સૂત્ર– ૨૬. આગતિ એક છે...(પૂર્વભવને છોડીને વર્તમાન ભાવમાં આવવું તેને આગતિ કહે છે.) સૂત્ર– ૨૭. ચ્યવન એક છે...(વૈમાનિક આદિ દેવોના મરણને ચ્યવન કહે છે. તે એક જીવને આશ્રીને એક છે.) સૂત્ર– ૨૮. ઉપપાત એક છે...(દેવ તથા નારકીના જન્મને ઉપપાત કહે છે. તે એક જીવને આશ્રીને એક છે.) સૂત્ર– ૨૯. તર્ક એક છે...(તર્ક એટલે વિમર્શ, અવાય થી પહેલા અને ઇહાથી પછી થાય છે,તે એક છે.) સૂત્ર– ૩૦. સંજ્ઞા એક છે...(સંજ્ઞાના અનેક અર્થ છે, જેમ કે – આહાર, ભય વગેરે. વ્યંજનાવગ્રહ પછીના ઉત્તર કાળમાં થનાર મતિ વિશેષને પણ સંજ્ઞા કહેછે. ઇત્યાદિ) સૂત્ર– ૩૧. મતિ એક છે...(મનન કરવું તે મતિ. કંઈક અર્થનું જ્ઞાન થયા પછી તેની સૂક્ષ્મ આલોચનારૂપ બુદ્ધિ.) સૂત્ર– ૩૨. વિજ્ઞતા એક છે...વિશેષ જ્ઞાનસંપન્ન વ્યક્તિને વિજ્ઞ કહે છે, સામાન્ય અપેક્ષાએ વિજ્ઞતા એક છે. સૂત્ર– ૩૩. વેદના એક છે...(પીડા રૂપ પરિણતિને વેદના કહે છે, તે સામાન્યની અપેક્ષાએ એક છે.) સૂત્ર– ૩૪. છેદન એક છે...(શરીર કે અન્યનું કુહાડા વગેરેથી છેદન કરવું તે, સામાન્યની અપેક્ષાએ એક છે.) સૂત્ર– ૩૫. ભેદન એક છે...ભાલા વડે શરીરને વિદારવું તે ભેદન કહેવાય છે.) સૂત્ર– ૩૬. ચરમ શરીરીનું મરણ એક છે...(અંતિમ શરીરધારી જીવને ચરમશરીરી કહે છે.તે એક જ હોય છે. સૂત્ર– ૩૭. પૂર્ણ શુદ્ધ તત્ત્વજ્ઞ પાત્ર એટલે કે કેવળી અથવા તીર્થંકર સામાન્ય અપેક્ષાથી એક છે. ... સૂત્ર– ૩૮. એકભૂત જીવોનું દુઃખ એક છે. (સ્વકૃત કર્મફળનો ભોગી હોવાથી જીવોનું દુખ એક કહ્યું છે.) સૂત્ર– ૩૯. જેના સેવનથીથી આત્મા ક્લેશ પામે તેવી અધર્મપ્રતિજ્ઞા એક છે. ... સૂત્ર– ૪૦. જેના આચરણથી આત્મા વિશિષ્ટ જ્ઞાનાદિ પર્યાયવાળો બને તે ધર્મપ્રતિજ્ઞા એક છે. ... સૂત્ર– ૪૧. દેવ, અસુર, મનુષ્યોને જે જે સમયમાં વિચારે છે તે તે સમયમાં કાલ વિશેષથી મન એક છે, વચન બોલવાના સમયમાં વચન એક છે, કાય – પ્રવૃત્તિના સમયમાં કાયવ્યાપાર એક છે.(મન – વચન – કાયયોગ એક છે) સૂત્ર– ૪૨. દેવ, અસુર, મનુષ્યોને તે તે સમયમાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષકાર પરાક્રમ એક જ હોય છે. સૂત્ર– ૪૩. જ્ઞાન એક છે, દર્શન એક છે, ચારિત્ર એક છે. વસ્તુના સ્વરૂપને જાણવું તે જ્ઞાન, શ્રદ્ધા તે દર્શન અને યથાર્થ આચરણ તે ચારિત્ર કહેવાય છે. સૂત્ર સંદર્ભ– ૧૭–૪૩
Mool Sutra Transliteration : [sutra] ege jive padikkaenam sariraenam.
Sutra Meaning Transliteration : Sutra– 17. Pratyeka shariramam rahelo jiva eka chhe...Jivyo chhe, jive chhe ke jivashe tene jiva kahe chhe. Te pratyeka sharirani apekshae eka chhe. Sutra– 18. Bahya pudgalo lidha vina jivoni vikurvana arthat vishesha kriya, te eka chhe. Sutra– 19. Mana eka chhe...(manana karavum te athava jene vade manana karaya tene mana kahe chhe.) Sutra– 20. Vachana eka chhe...(bolavamam ave te vachana.) Sutra– 21. Kaya vyapara eka chhe...(vriddhi pame te kaya, kayani pravrittine kaya vyapara kahe chhe.) Sutra– 22. Utpada eka chhe...(eka samayamam eka paryayani apekshae utpatti eka chhe.) Sutra– 23. Vinasha eka chhe...(utpattini jema utpanna thayela paryayano vinasha thavo te ‘vinasha’ eka chhe.) Sutra– 24. Vigatarchcha arthat mrita jivasharira, te samanyani apekshae eka chhe.) Sutra– 25. Gati eka chhe...(jivanum vartamana bhavane chhodine agami bhavamam javum tene gati kahe chhe.) Sutra– 26. Agati eka chhe...(purvabhavane chhodine vartamana bhavamam avavum tene agati kahe chhe.) Sutra– 27. Chyavana eka chhe...(vaimanika adi devona maranane chyavana kahe chhe. Te eka jivane ashrine eka chhe.) Sutra– 28. Upapata eka chhe...(deva tatha narakina janmane upapata kahe chhe. Te eka jivane ashrine eka chhe.) Sutra– 29. Tarka eka chhe...(tarka etale vimarsha, avaya thi pahela ane ihathi pachhi thaya chhe,te eka chhe.) Sutra– 30. Samjnya eka chhe...(samjnyana aneka artha chhe, jema ke – ahara, bhaya vagere. Vyamjanavagraha pachhina uttara kalamam thanara mati visheshane pana samjnya kahechhe. Ityadi) Sutra– 31. Mati eka chhe...(manana karavum te mati. Kamika arthanum jnyana thaya pachhi teni sukshma alochanarupa buddhi.) Sutra– 32. Vijnyata eka chhe...Vishesha jnyanasampanna vyaktine vijnya kahe chhe, samanya apekshae vijnyata eka chhe. Sutra– 33. Vedana eka chhe...(pida rupa parinatine vedana kahe chhe, te samanyani apekshae eka chhe.) Sutra– 34. Chhedana eka chhe...(sharira ke anyanum kuhada vagerethi chhedana karavum te, samanyani apekshae eka chhe.) Sutra– 35. Bhedana eka chhe...Bhala vade sharirane vidaravum te bhedana kahevaya chhe.) Sutra– 36. Charama sharirinum marana eka chhe...(amtima shariradhari jivane charamashariri kahe chhE.Te eka ja hoya chhe. Sutra– 37. Purna shuddha tattvajnya patra etale ke kevali athava tirthamkara samanya apekshathi eka chhe.\... Sutra– 38. Ekabhuta jivonum duhkha eka chhe. (svakrita karmaphalano bhogi hovathi jivonum dukha eka kahyum chhe.) Sutra– 39. Jena sevanathithi atma klesha pame tevi adharmapratijnya eka chhe.\... Sutra– 40. Jena acharanathi atma vishishta jnyanadi paryayavalo bane te dharmapratijnya eka chhe.\... Sutra– 41. Deva, asura, manushyone je je samayamam vichare chhe te te samayamam kala visheshathi mana eka chhe, vachana bolavana samayamam vachana eka chhe, kaya – pravrittina samayamam kayavyapara eka chhe.(mana – vachana – kayayoga eka chhe) Sutra– 42. Deva, asura, manushyone te te samayamam utthana, karma, bala, virya, purushakara parakrama eka ja hoya chhe. Sutra– 43. Jnyana eka chhe, darshana eka chhe, charitra eka chhe. Vastuna svarupane janavum te jnyana, shraddha te darshana ane yathartha acharana te charitra kahevaya chhe. Sutra samdarbha– 17–43