Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101774
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कंध-२

अध्ययन-६ आर्द्रकीय

Translated Chapter :

શ્રુતસ્કંધ-૨

અધ્યયન-૬ આર્દ્રકીય

Section : Translated Section :
Sutra Number : 774 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] थूलं उरब्भं इह मारियाणं उद्दिट्ठभत्तं च पगप्पएत्ता । तं लोणतेल्लेन उवक्खडेत्ता सपिप्पलीयं पगरंति मंसं ॥
Sutra Meaning : સૂત્ર– ૭૭૪. બુદ્ધ મતાનુયાયી પુરુષ મોટા સ્થૂળ ઘેટાને મારીને બૌદ્ધ ભિક્ષુઓના ભોજનના ઉદ્દેશ્યથી વિચારીને તેને મીઠુ અને તેલ સાથે પકાવે, પછી પીપળ આદિ મસાલાથી વઘારે છે. ... સૂત્ર– ૭૭૫. અનાર્ય, અજ્ઞાની, રસગૃદ્ધ બૌદ્ધભિક્ષુ ઘણુ માંસ ખાવા છતાં કહે છે કે અમે પાપકર્મથી લેપાતા નથી. સૂત્ર– ૭૭૬. જેઓ આ રીતે માંસનું સેવન કરે છે તેઓ અજ્ઞાનપણાથી પાપને સેવે છે. જે કુશલ પુરુષ છે તે આવું માંસ ખાવાની ઇચ્છા કરતા નથી, વચનથી પણ માંસભક્ષણને મિથ્યા કહે છે. ... સૂત્ર– ૭૭૭. સર્વે જીવોની દયાને માટે, સાવદ્યદોષને તજનારા, સાવદ્ય આશંકી, જ્ઞાતપુત્રીય ઋષિગણ ઉદ્દિષ્ટ ભક્તનો ત્યાગ કરે છે. ... સૂત્ર– ૭૭૮. પ્રાણી હત્યાની આશંકાથી સાવદ્ય કાર્યની દુર્ગંછા કરનારા શ્રમણ સર્વે પ્રાણીઓને દંડ દેવાનું છોડીને આવો આહાર ખાતા નથી. અમારા દર્શનમાં સંયતોનો આ જ ધર્મ છે. ... સૂત્ર– ૭૭૯. આ નિર્ગ્રન્થ ધર્મમાં સ્થિત જ્ઞાની અને શીલસંપન્ન મુનિ પૂર્વોક્ત સમાધિમાં સ્થિર રહીને માયારહિત બની સંયમ અનુષ્ઠાન કરતા અત્યંત પ્રશંસા પામે છે. સૂત્ર સંદર્ભ– ૭૭૪–૭૭૯
Mool Sutra Transliteration : [gatha] thulam urabbham iha mariyanam udditthabhattam cha pagappaetta. Tam lonatellena uvakkhadetta sapippaliyam pagaramti mamsam.
Sutra Meaning Transliteration : Sutra– 774. Buddha matanuyayi purusha mota sthula ghetane marine bauddha bhikshuona bhojanana uddeshyathi vicharine tene mithu ane tela sathe pakave, pachhi pipala adi masalathi vaghare chhe.\... Sutra– 775. Anarya, ajnyani, rasagriddha bauddhabhikshu ghanu mamsa khava chhatam kahe chhe ke ame papakarmathi lepata nathi. Sutra– 776. Jeo a rite mamsanum sevana kare chhe teo ajnyanapanathi papane seve chhe. Je kushala purusha chhe te avum mamsa khavani ichchha karata nathi, vachanathi pana mamsabhakshanane mithya kahe chhe.\... Sutra– 777. Sarve jivoni dayane mate, savadyadoshane tajanara, savadya ashamki, jnyataputriya rishigana uddishta bhaktano tyaga kare chhe.\... Sutra– 778. Prani hatyani ashamkathi savadya karyani durgamchha karanara shramana sarve pranione damda devanum chhodine avo ahara khata nathi. Amara darshanamam samyatono a ja dharma chhe.\... Sutra– 779. A nirgrantha dharmamam sthita jnyani ane shilasampanna muni purvokta samadhimam sthira rahine mayarahita bani samyama anushthana karata atyamta prashamsa pame chhe. Sutra samdarbha– 774–779