Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101756
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कंध-२

अध्ययन-६ आर्द्रकीय

Translated Chapter :

શ્રુતસ્કંધ-૨

અધ્યયન-૬ આર્દ્રકીય

Section : Translated Section :
Sutra Number : 756 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] पण्णं जहा वणिए उदयट्ठी आयस्स हेउं पगरेइ संगं । तओवमे समणे नायपुत्ते इच्चेव मे होइ मई वियक्का ॥
Sutra Meaning : સૂત્ર– ૭૫૬. ગોશાલકે કહ્યું – ત્યારે તો મને લાગે છે કે, જેમ કોઈ વણિક લાભની ઇચ્છાથી સંગ કરે તેમ તમારા જ્ઞાતપુત્ર પણ તેવા જ છે. ... સૂત્ર– ૭૫૭. આર્દ્રકમુનિએ કહ્યું – ભગવંત નવા કર્મ બાંધતા નથી, જૂનાનો ક્ષય કરે છે, પ્રાણી કુમતિ છોડીને જ મોક્ષ પામે છે, આ પ્રમાણે મોક્ષનું વ્રત કહ્યું છે, ભગવંત આવા મોક્ષના ઇચ્છુક છે – તેમ હું કહું છું. ... સૂત્ર– ૭૫૮. વણિક તો જીવોનો આરંભ કરે છે, પરિગ્રહનું મમત્વ કરે છે, સ્વજનોનો સંગ છોડ્યા વિના, લાભ નિમિત્ત બીજાનો સંગ કરે છે. ... સૂત્ર– ૭૫૯. વણિકો ધનના અન્વેષી, મૈથુનાસક્ત, ભોજનાર્થે ભટકે છે, અમે તેમને કામાસક્ત, પ્રેમરસમાં ગૃદ્ધ અનાર્યો કહીએ છીએ. ... સૂત્ર– ૭૬૦. વણિકો આરંભ – પરિગ્રહને ન છોડતા, તેમાં બદ્ધ રહીને આત્માને દંડે છે, તમે જેને તેમનો ઉદય કહો છો, તે ચાતુર્ગતિ અનંત દુઃખને માટે થાય છે. ... સૂત્ર– ૭૬૧. તે વણિકોનો લાભ એકાંત કે આત્યંતિક નથી, તેમાં કોઈ ગુણ નથી, ભગવંતને પ્રાપ્ત ઉદય સાદિ અનંત છે, બીજાને તેવા લાભ માટે ઉપદેશ દે છે. ... સૂત્ર– ૭૬૨. ભગવંત અહિંસક, સર્વપ્રજાનુકંપી, ધર્મસ્થિત, કર્મવિવેક હેતુ છે, તેમને આત્મદંડી વણિક જેવા કહેવા તે તમારા અજ્ઞાનને અનુરૂપ છે. સૂત્ર સંદર્ભ– ૭૫૬–૭૬૨
Mool Sutra Transliteration : [gatha] pannam jaha vanie udayatthi ayassa heum pagarei samgam. Taovame samane nayaputte ichcheva me hoi mai viyakka.
Sutra Meaning Transliteration : Sutra– 756. Goshalake kahyum – tyare to mane lage chhe ke, jema koi vanika labhani ichchhathi samga kare tema tamara jnyataputra pana teva ja chhe.\... Sutra– 757. Ardrakamunie kahyum – bhagavamta nava karma bamdhata nathi, junano kshaya kare chhe, prani kumati chhodine ja moksha pame chhe, a pramane mokshanum vrata kahyum chhe, bhagavamta ava mokshana ichchhuka chhe – tema hum kahum chhum.\... Sutra– 758. Vanika to jivono arambha kare chhe, parigrahanum mamatva kare chhe, svajanono samga chhodya vina, labha nimitta bijano samga kare chhe.\... Sutra– 759. Vaniko dhanana anveshi, maithunasakta, bhojanarthe bhatake chhe, ame temane kamasakta, premarasamam griddha anaryo kahie chhie.\... Sutra– 760. Vaniko arambha – parigrahane na chhodata, temam baddha rahine atmane damde chhe, tame jene temano udaya kaho chho, te chaturgati anamta duhkhane mate thaya chhe.\... Sutra– 761. Te vanikono labha ekamta ke atyamtika nathi, temam koi guna nathi, bhagavamtane prapta udaya sadi anamta chhe, bijane teva labha mate upadesha de chhe.\... Sutra– 762. Bhagavamta ahimsaka, sarvaprajanukampi, dharmasthita, karmaviveka hetu chhe, temane atmadamdi vanika jeva kaheva te tamara ajnyanane anurupa chhe. Sutra samdarbha– 756–762