Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101407
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-७ कुशील परिभाषित

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૭ કુશીલ પરિભાષિત

Section : Translated Section :
Sutra Number : 407 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] अण्णायपिंडेणऽहियासएज्जा नो पूयणं तवसा आवहेज्जा । ‘सद्देहि रूवेहि असज्जमाणे सव्वेहि कामेहि विणीय गेहिं’ ॥
Sutra Meaning : સૂત્ર– ૪૦૭. સંયમી મુનિ અજ્ઞાત કુળના આહારથી નિર્વાહ કરે, પૂજા – પ્રતિષ્ઠાની આકાંક્ષાથી તપસ્યા ન કરે, શબ્દ અને રૂપોમાં આસક્ત ન બને, સર્વ પ્રકારના કામભોગોમાં ગૃદ્ધિ દૂર કરીને સંયમનું પાલન કરે. સૂત્ર– ૪૦૮. ધીર મુનિ બધા સંબંધોને છોડીને, બધાં દુઃખોને સહન કરીને જ્ઞાન – દર્શન – ચારિત્રથી યુક્ત થાય. કોઇપણ વિષયમાં આસક્ત ન રહે. અપ્રતીબદ્ધ વિહારી બને., અભયને કરનારો અને વિષય – કષાય રહિત અકલુષિત આત્મા બને. સૂત્ર– ૪૦૯. મુનિ સંયમની રક્ષા કરવા આહાર ગ્રહણ કરે, પાપોને દૂર કરવા પ્રયત્ન કરે. પરિષહ કે ઉપસર્ગનું દુઃખ આવે ત્યારે સંયમને સાચવે, સંગ્રામ – શીર્ષ બની તે સાધુ કર્મરૂપી શત્રુઓનું દમન કરે. સૂત્ર– ૪૧૦. પરીષહાદીથી પીડાતા સાધુ બંને બાજુથી છોલાતા પાટિયા માફક રાગદ્વેષ ન કરતા મૃત્યુની પ્રતીક્ષા કરે. આ રીતે કર્મક્ષય કરતા જેમ ધરી તૂટતા ગાડું ન ચાલે, તેમ કર્મો તૂટી જવાથી સાધુ, ફરી સંસારને પ્રાપ્ત કરતા નથી – તેમ હું તમને કહું છું. સૂત્ર સંદર્ભ– ૪૦૭–૪૧૦
Mool Sutra Transliteration : [gatha] annayapimdenahiyasaejja no puyanam tavasa avahejja. ‘saddehi ruvehi asajjamane savvehi kamehi viniya gehim’.
Sutra Meaning Transliteration : Sutra– 407. Samyami muni ajnyata kulana aharathi nirvaha kare, puja – pratishthani akamkshathi tapasya na kare, shabda ane rupomam asakta na bane, sarva prakarana kamabhogomam griddhi dura karine samyamanum palana kare. Sutra– 408. Dhira muni badha sambamdhone chhodine, badham duhkhone sahana karine jnyana – darshana – charitrathi yukta thaya. Koipana vishayamam asakta na rahe. Apratibaddha vihari bane., abhayane karanaro ane vishaya – kashaya rahita akalushita atma bane. Sutra– 409. Muni samyamani raksha karava ahara grahana kare, papone dura karava prayatna kare. Parishaha ke upasarganum duhkha ave tyare samyamane sachave, samgrama – shirsha bani te sadhu karmarupi shatruonum damana kare. Sutra– 410. Parishahadithi pidata sadhu bamne bajuthi chholata patiya maphaka ragadvesha na karata mrityuni pratiksha kare. A rite karmakshaya karata jema dhari tutata gadum na chale, tema karmo tuti javathi sadhu, phari samsarane prapta karata nathi – tema hum tamane kahum chhum. Sutra samdarbha– 407–410