Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101399
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-७ कुशील परिभाषित

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૭ કુશીલ પરિભાષિત

Section : Translated Section :
Sutra Number : 399 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] अपरिच्छ दिट्ठिं न हु एव सिद्धी एहिंति ते घातमबुज्झमाणा । ‘भूतेहिं जान पडिलेह सातं’ विज्जं गहाय तसथावरेहिं ॥
Sutra Meaning : સૂત્ર– ૩૯૯. જળ સ્નાન કે અગ્નિહોમથી મોક્ષ કહેનારે પરીક્ષા કરીને જોયું નથી કે ખરેખર એ રીતે સિદ્ધિ મળતી નથી. આ રીતે મોક્ષ માનનારા જીવો સંસારમાં પરિભ્રમણ કરે છે. સર્વ પ્રકારના ત્રસ અને સ્થાવર જીવો સુખને ઇચ્છે છે, તેવું જાણીને તેમજ સમ્યક્ બોધ પામીને કોઇપણ પ્રાણીની હિંસા ન કરવી. સૂત્ર– ૪૦૦. પાપકર્મી પ્રાણી રડે છે, તલવાર આદિથી છેદાય છે, ત્રાસ પામે છે. એ જાણીને વિદ્વાન ભિક્ષુ, પાપથી વિરત થઈને અને પોતાના મન – વચન – કાયાને ગોપન કરીને તથા ત્રસ – સ્થાવર પ્રાણીના સ્વરૂપને જાણીને તે જીવોની હિંસા ન કરે. સૂત્ર– ૪૦૧. જે સાધુ દોષરહિત અને સાધુધર્મ મર્યાદાથી પ્રાપ્ત આહારનો પણ સંચય કરી ભોજન કરે છે, તે શરીર સંકોચીને ભલે અચિત જળથી પણ સ્નાન કરે છે, વસ્ત્રો ધુએ છે અથવા મસળે છે, તે સંયમથી દૂર છે તેમ કહ્યું છે. સૂત્ર– ૪૦૨. ધીર પુરુષ જળ – સ્નાનથી કર્મબંધ જાણીને મોક્ષ પર્યન્ત અચિત્ત જળ વડે જીવનયાપન કરે, બીજ – કંદાદીનું ભોજન ન કરે અને સ્નાન તથા મૈથુનને તજે. તેઓને શીઘ્ર મોક્ષની પ્રાપ્તિ થાય છે. સૂત્ર સંદર્ભ– ૩૯૯–૪૦૨
Mool Sutra Transliteration : [gatha] aparichchha ditthim na hu eva siddhi ehimti te ghatamabujjhamana. ‘bhutehim jana padileha satam’ vijjam gahaya tasathavarehim.
Sutra Meaning Transliteration : Sutra– 399. Jala snana ke agnihomathi moksha kahenare pariksha karine joyum nathi ke kharekhara e rite siddhi malati nathi. A rite moksha mananara jivo samsaramam paribhramana kare chhe. Sarva prakarana trasa ane sthavara jivo sukhane ichchhe chhe, tevum janine temaja samyak bodha pamine koipana pranini himsa na karavi. Sutra– 400. Papakarmi prani rade chhe, talavara adithi chhedaya chhe, trasa pame chhe. E janine vidvana bhikshu, papathi virata thaine ane potana mana – vachana – kayane gopana karine tatha trasa – sthavara pranina svarupane janine te jivoni himsa na kare. Sutra– 401. Je sadhu dosharahita ane sadhudharma maryadathi prapta aharano pana samchaya kari bhojana kare chhe, te sharira samkochine bhale achita jalathi pana snana kare chhe, vastro dhue chhe athava masale chhe, te samyamathi dura chhe tema kahyum chhe. Sutra– 402. Dhira purusha jala – snanathi karmabamdha janine moksha paryanta achitta jala vade jivanayapana kare, bija – kamdadinum bhojana na kare ane snana tatha maithunane taje. Teone shighra mokshani prapti thaya chhe. Sutra samdarbha– 399–402