Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101395
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-७ कुशील परिभाषित

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૭ કુશીલ પરિભાષિત

Section : Translated Section :
Sutra Number : 395 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] मच्छा य कुम्मा य सिरीसिवा य मंगू य उद्दा दगरक्खसा य । अट्ठाणमेयं कुसला वयंति उदगेन ‘सिद्धिं जमुदाहरंति’ ॥
Sutra Meaning : સૂત્ર– ૩૯૫. જો જળથી મુક્તિ મળતી હોય તો માછલાં, કાચબા, જળસર્પ, બતક, ઉંટ, જળ રાક્ષસ બધા પહેલા મોક્ષ પામે, વિદ્વાનો કહે છે તેવું બનતું નથી.તેથી જે જલસ્પર્શથી મોક્ષપ્રાપ્તિ કહે છે તે અયુક્ત છે. સૂત્ર– ૩૯૬. જો જળ કર્મરૂપી મેલને ધોઈ નાખે તો પુણ્યને કેમ ન ધોઈ નાખે ? તેથી જલસ્નાનથી મોક્ષ માનવો તે કલ્પના માત્ર છે. જેમ કોઈ અજ્ઞાની, અંધ માફક નેતાને અનુસરે તો તે કુમાર્ગે ચાલી પોતાના પ્રાણનો નાશ કરે છે. સૂત્ર– ૩૯૭. જો સચિત્ત પાણી પાપકર્મીના પાપ હરી લે તો માછલી આદિ જલજીવોના હત્યારા પણ મુક્તિ પામે છે, પણ તેવું બનતું નથી. માટે જળસ્નાનથી સિદ્ધિ કહેનાર મિથ્યા ભાષણ કરે છે. સૂત્ર– ૩૯૮. સાંજે અને સવારે અગ્નિનો સ્પર્શ કરનારા, હોમ – હવનથી સિદ્ધિ માને છે,તેઓ મિથ્યાવાદી છે. જો આ રીતે સિદ્ધિ મળતી હોય તો અગ્નિનો સ્પર્શ કરનાર કુકર્મી પણ સિદ્ધ થાય. સૂત્ર સંદર્ભ– ૩૯૫–૩૯૮
Mool Sutra Transliteration : [gatha] machchha ya kumma ya sirisiva ya mamgu ya udda dagarakkhasa ya. Atthanameyam kusala vayamti udagena ‘siddhim jamudaharamti’.
Sutra Meaning Transliteration : Sutra– 395. Jo jalathi mukti malati hoya to machhalam, kachaba, jalasarpa, bataka, umta, jala rakshasa badha pahela moksha pame, vidvano kahe chhe tevum banatum nathI.Tethi je jalasparshathi mokshaprapti kahe chhe te ayukta chhe. Sutra– 396. Jo jala karmarupi melane dhoi nakhe to punyane kema na dhoi nakhe\? Tethi jalasnanathi moksha manavo te kalpana matra chhe. Jema koi ajnyani, amdha maphaka netane anusare to te kumarge chali potana pranano nasha kare chhe. Sutra– 397. Jo sachitta pani papakarmina papa hari le to machhali adi jalajivona hatyara pana mukti pame chhe, pana tevum banatum nathi. Mate jalasnanathi siddhi kahenara mithya bhashana kare chhe. Sutra– 398. Samje ane savare agnino sparsha karanara, homa – havanathi siddhi mane chhe,teo mithyavadi chhe. Jo a rite siddhi malati hoya to agnino sparsha karanara kukarmi pana siddha thaya. Sutra samdarbha– 395–398