Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101341
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-५ नरक विभक्ति

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૫ નરક વિભક્તિ

Section : उद्देशक-२ Translated Section : ઉદ્દેશક-૨
Sutra Number : 341 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] अभिजुंजिया रुद्द असाहुकम्मा उसुचोइया हत्थिवहं वहंति । एगं दुरूहित्तु दुवे तओ वा ‘आरुस्स विज्झंति ककाणओ से’ ॥
Sutra Meaning : સૂત્ર– ૩૪૧. તે પાપી નારકજીવોને, પરમાધામીઓ પૂર્વકૃત્‌ પાપ યાદ કરાવી બાણોના પ્રહાર કરીને, હાથીની જેમ ભાર વહન કરાવે છે.એક નારકીની પીઠ ઉપર એક, બે, ત્રણ આદિને બેસાડીને ચલાવે છે. ક્રોધથી મર્મસ્થાને મારે છે. સૂત્ર– ૩૪૨. પરમાધામી તે અજ્ઞાની – નારકોને કીચડ અને કાંટાવાળી વિશાળ ભૂમિ ઉપર ચલાવે છે. નારક જીવોને અનેક પ્રકારે બાંધે છે, તે મૂર્ચ્છિત થાય ત્યારે તેના શરીરના ટૂકડા કરીને બલિની માફક ચોતરફ ફેંકી દે છે. સૂત્ર– ૩૪૩. ત્યાં અંતરીક્ષમાં પરમાધામી વડે વિકુર્વેલ બહુ તાપ આપનારો વૈતાલિક નામક એક લાંબો પર્વત છે. પરમાધામીઓ ત્યાં બહુક્રૂરકર્મી – નારકોને હજારો મુહૂર્ત્તોથી અધિક કાલ સુધી માર મારે છે. સૂત્ર– ૩૪૪. રાત – દિન પરિતાપ પામતા તે નિરંતર પીડિત, પાપી જીવો રોતા રહે છે. તેઓને એકાંત દુઃખવાળા, ક્રૂર, વિશાલ અને વિષમ નરકમાં બાંધવામાં આવે છે. ત્યાં તેમના ગાળામાં ફાંસી નાખી મારવામાં આવે છે. સૂત્ર સંદર્ભ– ૩૪૧–૩૪૪
Mool Sutra Transliteration : [gatha] abhijumjiya rudda asahukamma usuchoiya hatthivaham vahamti. Egam duruhittu duve tao va ‘arussa vijjhamti kakanao se’.
Sutra Meaning Transliteration : Sutra– 341. Te papi narakajivone, paramadhamio purvakrit papa yada karavi banona prahara karine, hathini jema bhara vahana karave chhE.Eka narakini pitha upara eka, be, trana adine besadine chalave chhe. Krodhathi marmasthane mare chhe. Sutra– 342. Paramadhami te ajnyani – narakone kichada ane kamtavali vishala bhumi upara chalave chhe. Naraka jivone aneka prakare bamdhe chhe, te murchchhita thaya tyare tena sharirana tukada karine balini maphaka chotarapha phemki de chhe. Sutra– 343. Tyam amtarikshamam paramadhami vade vikurvela bahu tapa apanaro vaitalika namaka eka lambo parvata chhe. Paramadhamio tyam bahukrurakarmi – narakone hajaro muhurttothi adhika kala sudhi mara mare chhe. Sutra– 344. Rata – dina paritapa pamata te niramtara pidita, papi jivo rota rahe chhe. Teone ekamta duhkhavala, krura, vishala ane vishama narakamam bamdhavamam ave chhe. Tyam temana galamam phamsi nakhi maravamam ave chhe. Sutra samdarbha– 341–344