Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101302
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-५ नरक विभक्ति

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૫ નરક વિભક્તિ

Section : उद्देशक-१ Translated Section : ઉદ્દેશક-૧
Sutra Number : 302 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] जे केइ बाला इह जीवियट्ठी पावाइं कम्माइं करेंति रुद्दा । ते घोररूवे तिमिसंधयारे तिव्वाभितावे नरए पडंति ॥
Sutra Meaning : વર્ણન સૂત્ર સંદર્ભ: નરક ગતિને યોગ્ય કૃત્યોને જણાવતા સૂત્રકારશ્રી કહે છે – અનુવાદ: સૂત્ર– ૩૦૨. આ સંસારમાં કેટલાક અજ્ઞાની જીવો કે જે અસંયમી જીવનના અર્થી છે, પ્રાણીને ભય ઉત્પન્ન કરનાર એવા રૌદ્ર પાપકર્મ કરે છે, જીવહિંસાદિ પાપો કરે છે, તેઓ ઘોર, સઘન અંધકારમય, તીવ્ર સંતપ્ત નરકમાં જાય છે. સૂત્ર– ૩૦૩. તે જીવો પોતાના સુખને માટે ત્રસ અને સ્થાવર જીવોની ક્રૂરતાથી હિંસા કરે છે, પ્રાણીનું ભેદન કરે છે, અદત્ત લે છે અને સેવનીય સંયમનું અલ્પ પણ સેવન કરતા નથી. તે જીવો નરકમાં ઉત્પન્ન થાય છે. સૂત્ર– ૩૦૪. તે જીવો ઘણા પ્રાણીનીની હિંસા કરે છે, ધૃષ્ટતાપૂર્વકના વચન બોલે છે, તે અજ્ઞાની મરીને નીચે અંધકારમય નરકમાં જાય છે, ત્યાં ઉંધે માથે મહાકષ્ટ ભોગવે છે. સૂત્ર સંદર્ભ– ૩૦૨–૩૦૪
Mool Sutra Transliteration : [gatha] je kei bala iha jiviyatthi pavaim kammaim karemti rudda. Te ghoraruve timisamdhayare tivvabhitave narae padamti.
Sutra Meaning Transliteration : Varnana sutra samdarbha: Naraka gatine yogya krityone janavata sutrakarashri kahe chhe – Anuvada: Sutra– 302. A samsaramam ketalaka ajnyani jivo ke je asamyami jivanana arthi chhe, pranine bhaya utpanna karanara eva raudra papakarma kare chhe, jivahimsadi papo kare chhe, teo ghora, saghana amdhakaramaya, tivra samtapta narakamam jaya chhe. Sutra– 303. Te jivo potana sukhane mate trasa ane sthavara jivoni kruratathi himsa kare chhe, praninum bhedana kare chhe, adatta le chhe ane sevaniya samyamanum alpa pana sevana karata nathi. Te jivo narakamam utpanna thaya chhe. Sutra– 304. Te jivo ghana praninini himsa kare chhe, dhrishtatapurvakana vachana bole chhe, te ajnyani marine niche amdhakaramaya narakamam jaya chhe, tyam umdhe mathe mahakashta bhogave chhe. Sutra samdarbha– 302–304