Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101263
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-४ स्त्री परिज्ञा

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૪ સ્ત્રી પરિજ્ઞા

Section : उद्देशक-१ Translated Section : ઉદ્દેશક-૧
Sutra Number : 263 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] बहवे गिहाइं अवहट्टु ‘मिस्सीभावं पत्थुया एगे’ । धुवमग्गमेव पवयंति वायावीरियं कुसीलाणं ॥
Sutra Meaning : વર્ણન સૂત્ર સંદર્ભ: દીક્ષા લઇને પણ કોઈક સાધુ સ્ત્રી સંબંધ કરે છે, તે બતાવે છે – અનુવાદ: સૂત્ર– ૨૬૩. કેટલાક સાધુ ગૃહત્યાગ કરવા છતાં મિશ્ર માર્ગનું સેવન કરે છે અર્થાત્ કાંઈક ગૃહસ્થના અને કાંઈક સાધુના આચારનું સેવન કરે છે અને તેને જ મોક્ષનો માર્ગ કહે છે, કેમ કે કુશીલો બોલવે શૂરા હોય છે, કાર્યમાં નહી. સૂત્ર– ૨૬૪. કુશીલ સાધુ સભામાં પોતાને શુદ્ધ બતાવે છે, પણ છૂપી રીતે પાપ કરે છે, અંગચેષ્ટાદિના જ્ઞાતા પુરુષ જાણી લે છે કે આ માયાવી અને મહાશઠ છે. સૂત્ર– ૨૬૫. દ્રવ્યલિંગી અજ્ઞાની સાધુ પૂછવા છતાં પોતાના દુષ્કૃતને કહેતો નથી. પણ આત્મપ્રશંસા કરવા લાગે છે, આચાર્યાદિ જ્યારે તેને કહે છે કે ‘મૈથુન ઇચ્છા ન કરો’ ત્યારે તે ખેદ પામે છે. સૂત્ર– ૨૬૬. જેઓ સ્ત્રીઓનું પોષણ કરી ચૂક્યા છે, સ્ત્રીઓ દ્વારા થતા વેદ – ખેદના જ્ઞાતા છે. તથા જે પુરુષ બુદ્ધિશાળી છે, એવા પણ સ્ત્રીઓને વશીભૂત થઈ જાય છે. સૂત્ર સંદર્ભ– ૨૬૩–૨૬૬
Mool Sutra Transliteration : [gatha] bahave gihaim avahattu ‘missibhavam patthuya ege’. Dhuvamaggameva pavayamti vayaviriyam kusilanam.
Sutra Meaning Transliteration : Varnana sutra samdarbha: Diksha laine pana koika sadhu stri sambamdha kare chhe, te batave chhe – Anuvada: Sutra– 263. Ketalaka sadhu grihatyaga karava chhatam mishra marganum sevana kare chhe arthat kamika grihasthana ane kamika sadhuna acharanum sevana kare chhe ane tene ja mokshano marga kahe chhe, kema ke kushilo bolave shura hoya chhe, karyamam nahi. Sutra– 264. Kushila sadhu sabhamam potane shuddha batave chhe, pana chhupi rite papa kare chhe, amgacheshtadina jnyata purusha jani le chhe ke a mayavi ane mahashatha chhe. Sutra– 265. Dravyalimgi ajnyani sadhu puchhava chhatam potana dushkritane kaheto nathi. Pana atmaprashamsa karava lage chhe, acharyadi jyare tene kahe chhe ke ‘maithuna ichchha na karo’ tyare te kheda pame chhe. Sutra– 266. Jeo strionum poshana kari chukya chhe, strio dvara thata veda – khedana jnyata chhe. Tatha je purusha buddhishali chhe, eva pana strione vashibhuta thai jaya chhe. Sutra samdarbha– 263–266