Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1101253
Scripture Name( English ): Sutrakrutang Translated Scripture Name : સૂત્રકૃતાંગ સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

श्रुतस्कन्ध १

अध्ययन-४ स्त्री परिज्ञा

Translated Chapter :

શ્રુતસ્કન્ધ ૧

અધ્યયન-૪ સ્ત્રી પરિજ્ઞા

Section : उद्देशक-१ Translated Section : ઉદ્દેશક-૧
Sutra Number : 253 Category : Ang-02
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] मणबंधणेहिं नेगेहिं कलुणविणीयमुवगसित्ताणं । अदु मंजुलाइं भासंति आणवयंति भिण्णकहाहिं ॥
Sutra Meaning : વર્ણન સૂત્ર સંદર્ભ: સ્ત્રીઓ કઈરીતે સાધુને ફસાવે તેનું કથન સૂત્રકારશ્રી આગળ કરે છે – અનુવાદ: સૂત્ર– ૨૫૩. સ્ત્રીઓ સાધુના ચિત્તને હરવા અનેક ઉપાય કરે છે, પાસે આવીને કરુણ, વિનીત, મંજુલ ભાષા બોલે છે. સાધુને પોતાની સાથેભોગવશ થયેલ જાણી, નોકરની માફક તેના પર હૂકમો ચલાવે છે. સૂત્ર– ૨૫૪. જેમ શિકારી એકાકી, નિર્ભય વિચરતા સિંહને માંસના પ્રલોભનથી ફસાવે છે, તેમ સ્ત્રીઓ સંવૃત્ત, એકલા સાધુને મોહજાળમાં ફસાવે છે. સૂત્ર– ૨૫૫. જેમ રથકાર અનુક્રમે પૈડાની ધૂરીને નમાવે, તેમ સ્ત્રીઓ સાધુને વશ કરીને પોતાના ઇષ્ટ અર્થમાં ઝૂકાવે છે. પછી તે સાધુ, પાશમાં બંધાયેલ મૃગની માફક કૂદવા છતાં સ્ત્રી – પાશમાંથી મુક્ત થતો નથી. સૂત્ર– ૨૫૬. વિષમિશ્રિત ખીર ખાનાર મનુષ્ય માફક પછી તે સાધુ પસ્તાય છે. આ રીતે વિવેક પ્રાપ્ત કરીને મુક્તિ ગમન યોગ્ય સાધુ, સ્ત્રીનો સહવાસ ન કરે. સૂત્ર સંદર્ભ– ૨૫૩–૨૫૬
Mool Sutra Transliteration : [gatha] manabamdhanehim negehim kalunaviniyamuvagasittanam. Adu mamjulaim bhasamti anavayamti bhinnakahahim.
Sutra Meaning Transliteration : Varnana sutra samdarbha: Strio kairite sadhune phasave tenum kathana sutrakarashri agala kare chhe – Anuvada: Sutra– 253. Strio sadhuna chittane harava aneka upaya kare chhe, pase avine karuna, vinita, mamjula bhasha bole chhe. Sadhune potani sathebhogavasha thayela jani, nokarani maphaka tena para hukamo chalave chhe. Sutra– 254. Jema shikari ekaki, nirbhaya vicharata simhane mamsana pralobhanathi phasave chhe, tema strio samvritta, ekala sadhune mohajalamam phasave chhe. Sutra– 255. Jema rathakara anukrame paidani dhurine namave, tema strio sadhune vasha karine potana ishta arthamam jhukave chhe. Pachhi te sadhu, pashamam bamdhayela mrigani maphaka kudava chhatam stri – pashamamthi mukta thato nathi. Sutra– 256. Vishamishrita khira khanara manushya maphaka pachhi te sadhu pastaya chhe. A rite viveka prapta karine mukti gamana yogya sadhu, strino sahavasa na kare. Sutra samdarbha– 253–256