Sutra Navigation: Sutrakrutang ( સૂત્રકૃતાંગ સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1101204 | ||
Scripture Name( English ): | Sutrakrutang | Translated Scripture Name : | સૂત્રકૃતાંગ સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
श्रुतस्कन्ध १ अध्ययन-३ उपसर्ग परिज्ञा |
Translated Chapter : |
શ્રુતસ્કન્ધ ૧ અધ્યયન-૩ ઉપસર્ગ પરિજ્ઞા |
Section : | उद्देशक-३ परवादी वचन जन्य अध्यात्म दुःख | Translated Section : | ઉદ્દેશક-૩ પરવાદી વચન જન્ય અધ્યાત્મ દુઃખ |
Sutra Number : | 204 | Category : | Ang-02 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] जहा संगामकालम्मि ‘पिट्ठओ भीरु वेहइ’ । वलयं गहणं णूमं को जाणइ पराजयं? ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૦૪. જેમ કાયર પુરુષ વિચારે છે – કોણ જાણે છે કે યુદ્ધમાં કોનો પરાજય થશે? એવું વિચારી પ્રાણ બચાવવા માટે પાછળની બાજુ ખાડો, ગહન સ્થાન કે કોઈ છાનું સ્થાન જોઈ રાખે છે. સૂત્ર– ૨૦૫. વળી તે ભીરુ – ડરપોક પુરુષ એવું વિચારે છે કે – ઘણા મુહૂર્ત્તોમાં એવું પણ એક મુહૂર્ત્ત આવે છે, જેમાં પરાજિત થઈ પાછળ ભાગવું પડે. તેથી પહેલેથી છુપાવાનું સ્થાન જોઈ રાખવું. સૂત્ર– ૨૦૬. આ પ્રમાણે કેટલાક કાયર શ્રમણો સંયમ પાલનમાં પોતાને નિર્બળ સમજીને, ભવિષ્યકાલીન ભયને જોઈને – વિચારીને જ્યોતિષ આદિ વિવિધ શ્રુતનો અભ્યાસ કરે છે, જેથી પોતાનાં જીવનનો નિર્વાહ કરી શકે. સૂત્ર– ૨૦૭. વળી તે કાયર સાધુ વિચારે છે કે – કોણ જાણે મારું પતન સ્ત્રી સેવનથી થશે કે કાચા પાણીના ઉપભોગથી? મારી પાસે દ્રવ્ય નથી તેથી બીજા કંઈ પૂછશે ત્યારે હસ્તવિદ્યા, ધનુર્વિદ્યા આદિ બતાવીને મારી આજીવિકા ચલાવીશ. સૂત્ર– ૨૦૮. આ પ્રમાણે ચંચળ ચિત્તવાળા, સંયાપાલનમાં સંશય કરનાર અને સન્માર્ગને નહી જાણનાર શ્રમણ આજીવિકાના સાધનોનો વિચાર કરતા રહે છે. સૂત્ર સંદર્ભ– ૨૦૪–૨૦૮ | ||
Mool Sutra Transliteration : | [gatha] jaha samgamakalammi ‘pitthao bhiru vehai’. Valayam gahanam numam ko janai parajayam?. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 204. Jema kayara purusha vichare chhe – kona jane chhe ke yuddhamam kono parajaya thashe? Evum vichari prana bachavava mate pachhalani baju khado, gahana sthana ke koi chhanum sthana joi rakhe chhe. Sutra– 205. Vali te bhiru – darapoka purusha evum vichare chhe ke – ghana muhurttomam evum pana eka muhurtta ave chhe, jemam parajita thai pachhala bhagavum pade. Tethi pahelethi chhupavanum sthana joi rakhavum. Sutra– 206. A pramane ketalaka kayara shramano samyama palanamam potane nirbala samajine, bhavishyakalina bhayane joine – vicharine jyotisha adi vividha shrutano abhyasa kare chhe, jethi potanam jivanano nirvaha kari shake. Sutra– 207. Vali te kayara sadhu vichare chhe ke – kona jane marum patana stri sevanathi thashe ke kacha panina upabhogathi? Mari pase dravya nathi tethi bija kami puchhashe tyare hastavidya, dhanurvidya adi batavine mari ajivika chalavisha. Sutra– 208. A pramane chamchala chittavala, samyapalanamam samshaya karanara ane sanmargane nahi jananara shramana ajivikana sadhanono vichara karata rahe chhe. Sutra samdarbha– 204–208 |