Sutra Navigation: Bhagavati ( ભગવતી સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1104408
Scripture Name( English ): Bhagavati Translated Scripture Name : ભગવતી સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

शतक-२५

Translated Chapter :

શતક-૨૫

Section : उद्देशक-६ निर्ग्रन्थ Translated Section : ઉદ્દેશક-૬ નિર્ગ્રન્થ
Sutra Number : 908 Category : Ang-05
Gatha or Sutra : Sutra Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [सूत्र] पुलाए णं भंते! किं तित्थे होज्जा? अतित्थे होज्जा? गोयमा! तित्थे होज्जा, नो अतित्थे होज्जा। एवं बउसे वि। एवं पडिसेवणाकुसीले वि। कसायकुसीले–पुच्छा। गोयमा! तित्थे वा होज्जा, अतित्थे वा होज्जा। जइ अतित्थे होज्जा किं तित्थकरे होज्जा? पत्तेयबुद्धे होज्जा? गोयमा! तित्थकरे वा होज्जा, पत्तेयबुद्धे वा होज्जा। एवं नियंठे वि। एवं सिणाए वि।
Sutra Meaning : સૂત્ર– ૯૦૮. ભગવન્‌ ! પુલાક, તીર્થમાં હોય કે અતીર્થમાં ? ગૌતમ! તીર્થમાં હોય, અતીર્થમાં નહીં. એ પ્રમાણે બકુશ અને પ્રતિસેવનાકુશીલ પણ કહેવા. કષાયકુશીલની પૃચ્છા. ગૌતમ! તીર્થમાં હોય, અતીર્થમાં પણ હોય. જો અતીર્થમાં હોય તો તે તીર્થંકર હોય કે પ્રત્યેક બુદ્ધ? ગૌતમ! તે બંને પણ હોય. એ રીતે નિર્ગ્રન્થ અને સ્નાતક જાણવા. સૂત્ર– ૯૦૯. ભગવન્‌ ! પુલાક, સ્વલિંગે હોય કે અન્યલિંગે કે ગૃહીલિંગે હોય? ગૌતમ! દ્રવ્યલિંગને આશ્રીને સ્વલિંગ – અન્યલિંગ કે ગૃહીલિંગે પણ હોય. ભાવલિંગને આશ્રીને નિયમા સ્વલિંગે હોય. એ પ્રમાણે સ્નાતક સુધી જાણવુ. સૂત્ર– ૯૧૦. ભગવન્‌ ! પુલાક, કેટલા શરીરોમાં હોય ? ગૌતમ! તે ઔદારિક, તૈજસ, કાર્મણ ત્રણ શરીરમાં હોય. બકુશની પૃચ્છા. ગૌતમ! ત્રણ કે ચાર શરીરમાં હોય. જો ત્રણ શરીરમાં હોય તો ઔદારિક – તૈજસ – કાર્મણ એ ત્રણમાં હોય. જો ચારમાં હોય તો ઔદારિક – વૈક્રિય – તૈજસ – કાર્મણ એ ચારમાં હોય. એ રીતે પ્રતિસેવનાકુશીલ પણ કહેવા. કષાયકુશીલની પૃચ્છા – ગૌતમ! ત્રણ – ચાર કે પાંચ શરીરમાં હોય. જો ત્રણમાં હોય તો ઔદારિક, તૈજસ, કાર્મણમાં હોય, ચારમાં હોય તો ઔદારિક, વૈક્રિય, તૈજસ, કાર્મણમાં હોય, જો પાંચમાં હોય તો ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, કાર્મણમાં હોય. નિર્ગ્રન્થ અને સ્નાતકને પુલાકવત્‌ જાણવા. સૂત્ર– ૯૧૧. ભગવન્‌ ! પુલાક, કર્મભૂમિમાં હોય કે અકર્મભૂમિમાં ? ગૌતમ! જન્મ અને સદ્‌ભાવને આશ્રીને કર્મભૂમિમાં હોય, અકર્મભૂમિમાં ન હોય. બકુશની પૃચ્છા. ગૌતમ ! જન્મ અને સદ્‌ભાવને આશ્રીને કર્મભૂમિમાં હોય, અકર્મભૂમિમાં નહીં. સંહરણ અપેક્ષાએ કર્મભૂમિ કે અકર્મભૂમિ બંનેમાં હોય. એ પ્રમાણે સ્નાતક સુધી જાણવુ. સૂત્ર સંદર્ભ– ૯૦૮–૯૧૧
Mool Sutra Transliteration : [sutra] pulae nam bhamte! Kim titthe hojja? Atitthe hojja? Goyama! Titthe hojja, no atitthe hojja. Evam bause vi. Evam padisevanakusile vi. Kasayakusile–puchchha. Goyama! Titthe va hojja, atitthe va hojja. Jai atitthe hojja kim titthakare hojja? Patteyabuddhe hojja? Goyama! Titthakare va hojja, patteyabuddhe va hojja. Evam niyamthe vi. Evam sinae vi.
Sutra Meaning Transliteration : Sutra– 908. Bhagavan ! Pulaka, tirthamam hoya ke atirthamam\? Gautama! Tirthamam hoya, atirthamam nahim. E pramane bakusha ane pratisevanakushila pana kaheva. Kashayakushilani prichchha. Gautama! Tirthamam hoya, atirthamam pana hoya. Jo atirthamam hoya to te tirthamkara hoya ke pratyeka buddha? Gautama! Te bamne pana hoya. E rite nirgrantha ane snataka janava. Sutra– 909. Bhagavan ! Pulaka, svalimge hoya ke anyalimge ke grihilimge hoya? Gautama! Dravyalimgane ashrine svalimga – anyalimga ke grihilimge pana hoya. Bhavalimgane ashrine niyama svalimge hoya. E pramane snataka sudhi janavu. Sutra– 910. Bhagavan ! Pulaka, ketala shariromam hoya\? Gautama! Te audarika, taijasa, karmana trana shariramam hoya. Bakushani prichchha. Gautama! Trana ke chara shariramam hoya. Jo trana shariramam hoya to audarika – taijasa – karmana e tranamam hoya. Jo charamam hoya to audarika – vaikriya – taijasa – karmana e charamam hoya. E rite pratisevanakushila pana kaheva. Kashayakushilani prichchha – gautama! Trana – chara ke pamcha shariramam hoya. Jo tranamam hoya to audarika, taijasa, karmanamam hoya, charamam hoya to audarika, vaikriya, taijasa, karmanamam hoya, jo pamchamam hoya to audarika, vaikriya, aharaka, taijasa, karmanamam hoya. Nirgrantha ane snatakane pulakavat janava. Sutra– 911. Bhagavan ! Pulaka, karmabhumimam hoya ke akarmabhumimam\? Gautama! Janma ane sadbhavane ashrine karmabhumimam hoya, akarmabhumimam na hoya. Bakushani prichchha. Gautama ! Janma ane sadbhavane ashrine karmabhumimam hoya, akarmabhumimam nahim. Samharana apekshae karmabhumi ke akarmabhumi bamnemam hoya. E pramane snataka sudhi janavu. Sutra samdarbha– 908–911