Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (8482)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ अकाममरणिज्जं

Gujarati 155 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] दीहाउया इड्ढिमंता समिद्धा कामरूविणो । अहुणोववन्न-संकासा भुज्जो अच्चिमालिप्पभा ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૫૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ अकाममरणिज्जं

Gujarati 156 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] ताणि ठाणाणि गच्छंति सिक्खित्ता संजमं तवं । भिक्खाए वा गिहत्थे वा जे संति परिनिव्वुडा ॥

Translated Sutra: ભિક્ષુ હોય કે ગૃહસ્થ હોય, જે હિંસાદિથી નિવૃત્ત થાય છે, તે સંયમ અને તપના અભ્યાસથી ઉક્ત દેવલોકમાં જાય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ अकाममरणिज्जं

Gujarati 157 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तेसिं सोच्चा सपुज्जाणं संजयाण वुसीमओ । न संतसंति मरणंते सीलवंता बहुस्सुया ॥

Translated Sutra: સત્પુરુષો દ્વારા પૂજનીય તે સંયત અને જિતેન્દ્રિયોના ઉક્ત વૃત્તાંતને સાંભળી શીલવાન, બહુશ્રુત મૃત્યુ સમયે ત્રાસ પામતા નથી પણ સાવધાન રહી પંડિતમરણને પ્રાપ્ત કરે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ अकाममरणिज्जं

Gujarati 158 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तुलिया विसेसमादाय दयाधम्मस्स खंतिए । विप्पसीएज्ज मेहावी तहाभूएण अप्पणा ॥

Translated Sutra: આત્મગુણોની તુલના કરીને મેધાવી સાધક વિશિષ્ટ સકામ મરણ સ્વીકારે, મરણકાળે દયાધર્મ અને ક્ષમાથી તેવો આત્મા પ્રસન્ન રહે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ अकाममरणिज्जं

Gujarati 159 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तओ काले अभिप्पेए सड्ढी तालिसमंतिए । विनएज्ज लोमहरिसं भेयं देहस्स कंखए ॥

Translated Sutra: જ્યારે મરણકાળ આવે, ત્યારે શ્રદ્ધાવાન સાધુ ગુરુની પાસે પીડાજન્ય લોમ – હર્ષને નિવારે, શરીર ભેદની શાંતિભાવથી પ્રતીક્ષા કરે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-५ अकाममरणिज्जं

Gujarati 160 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अह कालंमि संपत्ते आघायाय समुस्सयं । सकाममरणं मरई तिण्हमन्नयरं मुनी ॥ –त्ति बेमि ॥

Translated Sutra: મૃત્યુનો કાળ સમીપ આવતા મુનિ ભક્તપરિજ્ઞાદિ ત્રણમાના કોઈ એક મરણને સ્વીકારીને મરણથી શરીરનો ત્યાગ કરે. તેમ હું કહું છું.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ क्षुल्लक निर्ग्रंथत्व

Gujarati 161 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जावंतऽविज्जापुरिसा सव्वे ते दुक्खसंभवा । लुप्पंति बहुसो मूढा संसारंमि अनंतए ॥

Translated Sutra: જેટલાં અવિદ્યાવાન છે, તેઓ બધા પોત – પોતાના માટે દુઃખના ઉત્પાદક છે. તે વિવેક મૂઢ અનંત સંસારમાં વારંવાર લુપ્ત થાય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ क्षुल्लक निर्ग्रंथत्व

Gujarati 162 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] समिक्ख पंडिए तम्हा पासजाईपहे बहू । अप्पणा सच्चमेसेज्जा मेत्तिं भूएसु कप्पए ॥

Translated Sutra: તેથી પંડિત પુરુષ અનેકવિધ બંધનોની અને જાતિપથોની સમીક્ષા કરીને સ્વયં સત્યની શોધ કરે અને વિશ્વના બધા પ્રાણીઓ પ્રત્યે મૈત્રીનો ભાવ રાખે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ क्षुल्लक निर्ग्रंथत्व

Gujarati 163 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] माया पिया ण्हुसा भाया भज्जा पुत्ता य ओरसा । नालं ते मम ताणाय लुप्पंतस्स सकम्मुणा ॥

Translated Sutra: આ સંસારમાં પોતાના જ કરેલા કર્મોથી લુપ્ત – પીડિત એવા મારી રક્ષા કરવામાં માતા, પિતા, પુત્રવધૂ, ભાઈ, પત્ની તથા પુત્ર સમર્થ નથી. સમ્યક્‌ દૃષ્ટા સાધક પોતાની સ્વતંત્ર બુદ્ધિથી આ અર્થની સત્યતા જુએ. આસક્તિ અને સ્નેહનું છેદન કરે, કોઈ પૂર્વ પરિચિતની પણ કાંક્ષા ન કરે. સૂત્ર સંદર્ભ– ૧૬૩, ૧૬૪
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ क्षुल्लक निर्ग्रंथत्व

Gujarati 164 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एयमट्ठं सपेहाए पासे समियदंसणे । छिंद गेहिं सिनेहं च न कंखे पुव्वसंथवं ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૩
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ क्षुल्लक निर्ग्रंथत्व

Gujarati 165 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] गवासं मणिकुंडलं पसवो दासपोरुसं । सव्वमेयं चइत्ताणं कामरूवी भविस्ससि ॥

Translated Sutra: ગાય, ઘોડા, મણિ, કુંડલ, પશુ, દાસ, પુરુષ એ બધાનો ત્યાગ કરનાર સાધક પરલોકમાં કામરૂપી દેવ થશે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ क्षुल्लक निर्ग्रंथत्व

Gujarati 166 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] थावरं जंगमं चेव धनं धन्नं उवक्खरं । पच्चमाणस्स कम्मेहिं नालं दुक्खाउ मोयणे ॥

Translated Sutra: કર્મોથી દુઃખ પામતા પ્રાણીને સ્થાવર – જંગમ સંપત્તિ, ધન – ધાન્ય અને ગૃહોપકરણ પણ દુઃખથી મુક્ત કરવાને સમર્થ નથી થતા. બધાને બધા તરફથી સુખ પ્રિય છે. બધા પ્રાણીને પોતાનું જીવન પ્રિય છે, તે જાણીને ભય અને વૈરથી ઉપરત થઈ કોઈ પ્રાણીના પ્રાણ ન હણે. સૂત્ર સંદર્ભ– ૧૬૬, ૧૬૭
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ क्षुल्लक निर्ग्रंथत्व

Gujarati 167 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अज्झत्थं सव्वओ सव्वं दिस्स पाणे पियायए । न हणे पाणिणो पाणे भयवेराओ उवरए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૬૬
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ क्षुल्लक निर्ग्रंथत्व

Gujarati 168 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] आयाणं नरयं दिस्स नायएज्ज तणामवि । दोगुंछी अप्पणो पाए दिन्नं भुंजेज्ज भोयणं ॥

Translated Sutra: અદત્તાદાન નરક છે, એમ જાણીને ન અપાયેલ તણખલુ પણ ન લે. અસંયમ પ્રતિ જુગુપ્સા રાખનાર મુનિ પોતાના પાત્રમાં દેવાયેલુ ભોજન જ કરે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ क्षुल्लक निर्ग्रंथत्व

Gujarati 169 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] इहमेगे उ मन्नंति अप्पच्चक्खाय पावगं । आयरियं विदित्ताणं सव्वदुक्खा विमुच्चई ॥

Translated Sutra: આ સંસારમાં કેટલાક માને છે કે – ‘‘પાપના પચ્ચક્‌ખાણ કર્યા વિના જ કેવળ તત્ત્વજ્ઞાનને જાણવાથી જ જીવ સર્વ દુઃખોથી મુક્ત થાય છે.’’
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ क्षुल्लक निर्ग्रंथत्व

Gujarati 170 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] भणंता अकरेंता य बंधमोक्खपइण्णिणो । वायाविरियमेत्तेण समासासेंति अप्पयं ॥

Translated Sutra: જે બંધ અને મોક્ષના સિદ્ધાંતોની સ્થાપના કરે. બોલે ઘણુ પણ કરે કાંઈ નહીં, તેઓ ફક્ત વાણી વીર્યથી પોતાને આશ્વાસિત કરે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ क्षुल्लक निर्ग्रंथत्व

Gujarati 171 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] न चित्ता तायए भासा कओ विज्जानुसासनं? । विसन्ना पावकम्मेहिं बाला पंडियमानिनो ॥

Translated Sutra: વિવિધ ભાષા રક્ષણ કરતી નથી, વિદ્યાનું અનુશાસન પણ ક્યાં સુરક્ષા આપે છે ? જે તેને સંરક્ષક માને છે, તે પોતાને પંડિત માનનારા અજ્ઞાની જીવો પાપકર્મોમાં મગ્ન છે – ડૂબેલા છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ क्षुल्लक निर्ग्रंथत्व

Gujarati 172 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जे केइ सरीरे सत्ता वन्ने रूवे य सव्वसो । मनसा कायवक्केणं सव्वे ते दुक्खसंभवा ॥

Translated Sutra: જે મન, વચન, કાયાથી શરીરમાં, શરીરના વર્ણ અને રૂપમાં સર્વથા આસક્ત છે, તે બધા પોતાને માટે દુઃખ ઉત્પન્ન કરે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ क्षुल्लक निर्ग्रंथत्व

Gujarati 173 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] आवन्ना दीहमद्धाणं संसारंमि अनंतए । तम्हा सव्वदिसं पस्स अप्पमत्तो परिव्वए ॥

Translated Sutra: તેઓએ આ અનંત સંસારમાં લાંબા માર્ગનો સ્વીકાર કરેલો છે. તેથી બધા તરફથી જોઈ – સાંભળીને અપ્રમત્ત ભાવથી વિચરણ કરે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ क्षुल्लक निर्ग्रंथत्व

Gujarati 174 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] बहिया उड्ढमादाय नावकंखे कयाइ वि । पुव्वकम्मखयट्ठाए इमं देहं समुद्धरे ॥

Translated Sutra: ઉર્ધ્વ લક્ષ્ય રાખનારો સાધક ક્યારેય પણ બાહ્ય વિષયોની આકાંક્ષા ન કરે. પૂર્વકર્મોના ક્ષયને માટે જ આ શરીરને ધારણ કરે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ क्षुल्लक निर्ग्रंथत्व

Gujarati 175 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] विविच्च कम्मुणो हेउं कालकंखी परिव्वए । मायं पिंडस्स पाणस्स कडं लद्धूण भक्खए ॥

Translated Sutra: કર્મોના હેતુઓને દૂર કરીને કાલકાંક્ષી થઈ વિચરણ કરે. ગૃહસ્થે પોતાના માટે તૈયાર કરેલા આહાર અને પાણીનું ઉચિત પરિમાણમાં ગ્રહણ કરીને સેવન કરે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ क्षुल्लक निर्ग्रंथत्व

Gujarati 176 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] सन्निहिं च न कुव्वेज्जा लेवमायाए संजए । पक्खी पत्तं समादाय निरवेक्खो परिव्वए ॥

Translated Sutra: સાધુ લેશમાત્ર પણ સંગ્રહ ન કરે, પંખીની માફક સંગ્રહથી નિરપેક્ષ રહેતો એવો પાત્ર લઈને ભિક્ષાને માટે વિચરણ કરે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ क्षुल्लक निर्ग्रंथत्व

Gujarati 177 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एसणासमिओ लज्जू गामे अनियओ चरे । अप्पमत्तो पमत्तेहिं पिंडवायं गवेसए ॥

Translated Sutra: એષણા સમિતિથી યુક્ત, લજ્જાવાન, સંયમી મુનિ ગામોમાં અનિયત વિહાર કરે. અપ્રમત્ત રહીને ગૃહસ્થો પાસેથી ભિક્ષા ગવેષણા કરે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-६ क्षुल्लक निर्ग्रंथत्व

Gujarati 178 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एवं से उदाहु, अनुत्तरनाणी अनुत्तरदंसी अनुत्तरनाणदंसणधरे । अरहा नायपुत्ते भगवं वेसालिए वियाहिए ॥ –त्ति बेमि ॥

Translated Sutra: અનુત્તરજ્ઞાની, અનુત્તરદર્શી, અનુત્તરજ્ઞાન – દર્શનધર અરહંત, જ્ઞાતપુત્ર, વૈશાલિક મહાવીરે આ પ્રમાણે કહેલ છે, તે હું તમને કહું છું.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 179 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जहाएसं समुद्दिस्स कोइ पोसेज्ज एलयं । ओयणं जवसं देज्जा पोसेज्जा वि सयंगणे ॥

Translated Sutra: જેમ કોઈ સંભાવિત અતિથિને ઉદ્દેશીને ઘેટાનું પોષણ કરે, તેને ચોખા, જવ આદિ આપે. તેને પોતાના આંગણામાં જ પોષે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 180 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तओ से पुट्ठे परिवूढे जायमेए महोदरे । पीणिए विउले देहे आएसं परिकंखए ॥

Translated Sutra: ત્યારપછી તે ઘેટું પુષ્ટ, પરિવૃદ્ધ, મોટા પેટવાળુ થઈ જાય છે. તે સ્થૂલ અને વિપુલ દેહવાળો અતિથિની પ્રતીક્ષા કરે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 181 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जाव न एइ आएसे ताव जीवइ से दुही । अह पत्तंमि आएसे सीसं छेत्तूण भुज्जई ॥

Translated Sutra: જ્યાં સુધી અતિથિ આવતો નથી, ત્યાં સુધી તે બિચારો જીવે છે. મહેમાન આવતા જ તેનું માથુ છેદીને ખાઈ જવાય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 182 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जहा खलु से उरब्भे आएसाए समीहिए । एवं बाले अहम्मिट्ठे ईहई नरयाउयं ॥

Translated Sutra: મહેમાનને માટે સમીહિત તે ઘેટું, જેમ મહેમાનની પ્રતીક્ષા કરે છે, તેમ અધર્મિષ્ઠ અજ્ઞાની જીવ પણ નરકાયુની પ્રતીક્ષા કરે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 183 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] हिंसे बाले मुसावाई अद्धाणंमि विलोवए । अन्नदत्तहरे तेणे माई कण्हुहरे सढे ॥

Translated Sutra: હિંસક, અજ્ઞાની, મિથ્યાભાષી, માર્ગમાં લૂંટનાર, બીજાની આપેલ વસ્તુને વચ્ચેથી જ હડપી લેનાર, ચોર, માયાવી, ક્યાંથી ચોરી કરું ? એમ નિરંતર વિચારનાર, ધૂર્ત, સ્ત્રી આદિ વિષયોમાં આસક્ત, મહાઆરંભી, મહાપરિગ્રહી, દારુ – માંસનો ભોગી, બળવાન, બીજાને દમનાર, બકરાની જેમ કર – કર શબ્દ કરતા માંસાદિ અભક્ષ્ય ખાનાર, ફાંદાળો, અધિક લોહીવાળો,
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 184 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] इत्थीविसयगिद्धे य महारंभपरिग्गहे । भुंजमाणे सुरं मंसं परिवूढे परंदमे ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૮૩
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 185 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अयकक्करभोई य तुंदिल्ले चियलोहिए । आउयं नरए कंखे जहाएसं व एलए ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૮૩
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 186 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] आसनं सयनं जाणं वित्तं कामे य भुंजिया । दुस्साहडं घनं हिच्चा बहुं संचिणिया रयं ॥

Translated Sutra: આસન, શય્યા, વાહન, ધન અને અન્ય કામભોગોને ભોગવી દુઃખે એકત્રિત કરેલ ધનને છોડીને, કર્મોની ઘણી ધૂળ સચિત કરીને,... કેવળ વર્તમાનને જોવામાં તત્પર, કર્મોથી ભારે થયેલા જીવ મૃત્યુ સમયે તે રીતે જ શોક કરે છે, જે રીતે મહેમાન આવતા તે ઘેટું શોક કરે છે. સૂત્ર સંદર્ભ– ૧૮૬, ૧૮૭
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 187 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तओ कम्मगुरू जंतू पच्चुप्पन्नपरायणे । अय व्व आगयाएसे मरणंतंमि सोयई ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૮૬
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 188 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तओ आउपरिक्खीणे चुया देहा विहिंसगा । आसुरियं दिसं बाला गच्छंति अवसा तमं ॥

Translated Sutra: વિવિધ પ્રકારે હિંસા કરનાર તે અજ્ઞાની જીવ, આયુ ક્ષીણ થતા જ્યાં શરીર છોડે છે, ત્યારે કૃત કર્મોથી વિવશ થઇ અંધકારવાળા નરકમાં જાય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 189 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जहा कागिनिए हेउं सहस्सं हारए नरो । अपत्थं अंबगं भोच्चा राया रज्जं तु हारए ॥

Translated Sutra: એક કાકિણીએક પ્રકારનું નાણું)ને માટે જેમ મૂઢ મનુષ્ય હજારો હારી જાય છે અને રાજા એક અપથ્ય આમ્રફળ ખાઈને બદલામાં જેમ રાજ્ય હારી જાય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 190 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एवं मानुस्सगा कामा देवकामाण अंतिए । सहस्सगुणिया भुज्जो आउं कामा य दिव्विया ॥

Translated Sutra: એ પ્રમાણે દેવતાના કામભોગોની તુલનામાં મનુષ્યના કામભોગો નગણ્ય છે. મનુષ્યની અપેક્ષાએ દેવતાનું આયુ અને કામભોગો હજાર ગુણા છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 191 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] अनेगवासानउया जा सा पन्नवओ ठिई । जानि जीयंति दुम्मेहा ऊणे वाससयाउए ॥

Translated Sutra: પ્રજ્ઞાવાનની દેવલોકમાં અનેક નયુતએક સંખ્યા વિશેષ) વર્ષોની સ્થિતિ હોય છે, એમ જાણીને પણ મૂર્ખ મનુષ્ય સો વર્ષથી ન્યૂન આયુમાં તે સુખોને ગુમાવે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 192 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जहा य तिन्नि वणिया मूलं घेत्तूण निग्गया । एगोऽत्थ लहई लाहं एगो मूलेण आगओ ॥

Translated Sutra: જેમ ત્રણ વણિકો મૂળ મૂડી, ધન લઈને વ્યાપાર કરવા નીકળ્યા. તેમાં એક અતિરિક્ત લાભ પામે છે. એક માત્ર મૂળ લઈને પાછો આવે છે. અને એક મૂળ પણ ખોઈને આવે છે. આ વ્યવહારની ઉપમા છે. આ પ્રમાણે ધર્મના વિષયમાં પણ જાણવુ જોઈએ. સૂત્ર સંદર્ભ– ૧૯૨, ૧૯૩
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 193 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एगो मूलं पि हारित्ता आगओ तत्थ वाणिओ । ववहारे उवमा एसा एवं धम्मे वियाणह ॥

Translated Sutra: જુઓ સૂત્ર ૧૯૨
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 194 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] मानुसत्तं भवे मूलं लाभो देवगई भवे । मूलच्छेएण जीवाणं नरगतिरिक्खत्तणं धुवं ॥

Translated Sutra: મનુષ્યત્વ એ મૂડી છે, દેવગતિ લાભરૂપ છે. મૂળનો નાશ થતા નિશ્ચે નરક અને તિર્યંચ ગતિ પ્રાપ્ત થાય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 195 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] दुहओ गई बालस्स आवई वहमूलिया । देवत्तं मानुसत्तं च जं जिए लोलयासढे ॥

Translated Sutra: અજ્ઞાની જીવની બે ગતિ છે – નરક અને તિર્યંચ. ત્યાં તેમને વધમૂલક કષ્ટ પ્રાપ્ત થાય છે. કેમ કે લોલુપતા અને શઠતાને કારણે દેવત્વ અને મનુષ્યત્વને તે પહેલાં જ હારી ગયો છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 196 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] तओ जिए सइं होइ दुविहं दोग्गइं गए । दुल्लहा तस्स उम्मज्जा अद्धाए सुइरादवि ॥

Translated Sutra: નરક અને તિર્યંચરૂપ બે દુર્ગતિને પ્રાપ્ત અજ્ઞાની બીજી બે ગતિને સદા હારેલા છે, કેમ કે ત્યાંથી દીર્ઘકાળ સુધી નીકળવું દુર્લભ છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 197 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एवं जियं सपेहाए तुलिया बालं च पंडियं । मूलियं ते पवेसंति मानुसं जोणिमेंति जे ॥

Translated Sutra: આ પ્રમાણે હારેલા બાળ જીવોને, તથા બાલ અને પંડિતની તુલના કરીને જે મનુષ્ય યોનિમાં આવે છે, તે મૂળ ધન સાથે પાછા આવેલા પૂર્વોક્ત) વણિક સમાન છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 198 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] वेमायाहिं सिक्खाहिं जे नरा गिहिसुव्वया । उवेंति मानुसं जोणिं कम्मसच्चा हु पाणिणो ॥

Translated Sutra: જે મનુષ્ય વિમાત્રા શિક્ષા વડે, ઘરમાં રહેવા છતાં પણ સુવ્રતી છે, તે માનુષી યોનિમાં ઉત્પન્ન થાય છે. કેમ કે જીવો કર્મસત્યસત્ય કર્મવાળા) હોય છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 199 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जेसिं तु विउला सिक्खा मूलियं ते अइच्छिया । सीलवंता सवीसेसा अद्दीना जंति देवयं ॥

Translated Sutra: જેમની શિક્ષા વિપુલા છે, જેઓ ગૃહસ્થ છતાં શીલવંત અને ઉત્તરોત્તર ગુણોથી યુક્ત છે, તે અદીન પુરુષો મનુષ્યત્વથી આગળ વધીને દેવત્વને પામે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 200 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] एवमद्दीनवं भिक्खं अगारिं च वियाणिया । कहन्नु जिच्चमेलिक्खं जिच्चमाणे न संविदे? ॥

Translated Sutra: એ પ્રમાણે દીનતા રહિત સાધુ અને ગૃહસ્થને, દેવત્વ આદિ લાભયુક્ત જાણીને, કઈ રીતે કોઈ તે લાભને હારશે ? હારતો એવો તે કે પશ્ચાત્તાપ નહીં કરે ?
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 201 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] जहा कुसग्गे उदगं समुद्देण समं मिणे । एवं मानुस्सगा कामा देवकामाण अंतिए ॥

Translated Sutra: સમુદ્રની તુલનામાં કુશાગ્રભાગે રહેલ જળબિંદુની માફક દેવતાના કામભોગની તુલનામાં મનુષ્યના કામભોગ ક્ષુદ્ર જાણવા.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 202 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] कुसग्गमेत्ता इमे कामा सन्निरुद्धंमि आउए । कस्स हेउं पुराकाउं जोगक्खेमं न संविदे? ॥

Translated Sutra: મનુષ્ય ભવના આ અલ્પાયુમાં કામભોગ કુશાગ્ર જળબિંદુ સમાન છે, તો પણ અજ્ઞાની કયા હેતુથી પોતાના લાભકારી યોગક્ષેમને નથી સમજતા ?
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 203 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] इह कामाणियट्टस्स अत्तट्ठे अवरज्झई । सोच्चा नेयाउयं मग्गं जं भुज्जो परिभस्सई ॥

Translated Sutra: મનુષ્ય ભવમાં કામભોગોથી નિવૃત્ત ન થનારનો આત્માર્થ વિનષ્ટ થઈ જાય છે. કેમ કે તે સન્માર્ગને વારંવાર સાંભળીને પણ તેને છોડી દે છે.
Uttaradhyayan ઉત્તરાધ્યયન સૂત્ર Ardha-Magadhi

अध्ययन-७ औरभ्रीय

Gujarati 204 Gatha Mool-04 View Detail
Mool Sutra: [गाथा] इह कामानियट्टस्स अत्तट्ठे नावरज्झई । पूइदेहनिरोहेणं भवे देवि त्ति मे सुयं ॥

Translated Sutra: મનુષ્ય ભવમાં કામભોગોથી નિવૃત્ત થનારનું આત્મ પ્રયોજન નષ્ટ થતું નથી, તે પૂતિદેહઅશુચિમય ઔદારિક શરીરને છોડીને દેવ થાય છે, તેમ મેં સાંભળેલ છે.
Showing 7001 to 7050 of 8482 Results