Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles

Global Search for JAIN Aagam & Scriptures

Search Results (2698)

Show Export Result
Note: For quick details Click on Scripture Name
Scripture Name Translated Name Mool Language Chapter Section Translation Sutra # Type Category Action
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२१. साधनासूत्र Gujarati 289 View Detail
Mool Sutra: नाणस्स सव्वस्स पगासणाए, अण्णाणमोहस्स विवज्जणाए। रागस्स दोसस्स य संखएणं, एगंतसोक्खं समुवेइ मोक्खं।।२।।

Translated Sutra: પૂર્ણ જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થાય, અજ્ઞાન અને મોહનો અંત આવે તથા રાગ અને દ્વેષનો ક્ષય થાય ત્યારે અનંત સુખમય મોક્ષની ઉપલબ્ધિ થાય છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२१. साधनासूत्र Gujarati 290 View Detail
Mool Sutra: तस्सेस मग्गो गुरुविद्धसेवा, विवज्जणा बालजणस्स दूरा। सज्झायएगंतनिवेसणा य, सुत्तत्थ संचिंतणया धिई य।।३।।

Translated Sutra: અને મોક્ષની ઉપલબ્ધિ માટેનો આ છે માર્ગ : ગુરુ અને વડીલોની સેવા, અજ્ઞાનીના સંગનો ત્યાગ, સ્વાધ્યાય અને એકાંતની આરાધના, સૂત્ર અને અર્થનું મનન અને અખૂટ ધૈર્ય.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२१. साधनासूत्र Gujarati 291 View Detail
Mool Sutra: आहारमिच्छे मियमेसणिज्जं, सहायमिच्छे निउणत्थबुद्धिं। निकेयमिच्छेज्ज विवेगजोग्गं समाहिकामे समणे तवस्सी।।४।।

Translated Sutra: સમાધિના અભિલાષી તપસ્વી મુનિએ આહાર શુદ્ધ અને પરિમિત ગ્રહણ કરવો, સાથીદાર ચતુર અને વિદ્વાન પસંદ કરવો; નિવાસસ્થાન એકાંતવાળું સ્વીકારવું.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२१. साधनासूत्र Gujarati 293 View Detail
Mool Sutra: रसा पगामं न निसेवियव्वा, पायं रसा दित्तिकरा नराणं। दित्तं च कामा समभिद्दवंति, दुमं जहा साउफलं व पक्खी।।६।।

Translated Sutra: રસપ્રચુર ભોજન અધિક કદી ન કરવું જોઈએ, કારણ કે સામાન્ય રીતે રસયુક્ત આહાર મદવર્ધક છે અને મદોન્મત્ત પુરુષને કામ એવી રીતે સતાવે છે કે જેવી રીતે સ્વાદિષ્ટ ફળવાળા વૃક્ષને પક્ષીઓ સતાવે છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२१. साधनासूत्र Gujarati 294 View Detail
Mool Sutra: विवित्तसेज्जाऽऽसणजंतियाणं, ओमाऽसणाणं दमिइंदियाणं। न रागसत्तू धरिसेइ चित्तं, पराइओ वाहिरिवोसहेहिं।।७।।

Translated Sutra: ઔષધિથી શાંત થયેલો રોગ જેમ પીડા આપતો બંધ થાય છે એમ, એકાંતનિવાસ કરનાર, અલ્પ આહાર કરનાર અને ઈન્દ્રિયોને નિયંત્રિત રાખનાર મુમુક્ષુને રાગરૂપી શત્રુ સતાવી શકતો નથી.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२२. द्विविध धर्मसूत्र Gujarati 298 View Detail
Mool Sutra: सन्ति एगेहिं भिक्खूहिं, गारत्था संजमुत्तरा। गारत्थेहिं य सव्वेहिं, साहवो संजमुत्तरा।।३।।

Translated Sutra: અમુક(શિથિલ) મુનિઓની સરખામણીમાં કેટલાક શ્રાવકો આચરણમાં ચડિયાતા હોય છે, પણ બધા સુશ્રાવકો કરતાં એક સુશ્રમણ આચરણમાં ચડિયાતો હોય છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२४. श्रमणधर्मसूत्र Gujarati 340 View Detail
Mool Sutra: न वि मुण्डिएण समणो, न ओंकारेण बंभणो। न मुणी रण्णवासेणं, कुसचीरेण न तावसो।।५।।

Translated Sutra: માથું મુંડાવવા માત્રથી શ્રમણ થવાતું નથી, ૐનો પાઠ કરવાથી બ્રાહ્મણ થવાતું નથી, જંગલમાં વસવાથી કોઈ મુનિ બની જતો નથી અને દર્ભનાં વસ્ત્ર પહેરવાથી કોઈ તાપસ થઈ જતો નથી.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२४. श्रमणधर्मसूत्र Gujarati 341 View Detail
Mool Sutra: समयाए समणो होइ, बंभचेरेण बंभणो। नाणेण य मुणी होइ, तवेण होइ तावसो।।६।।

Translated Sutra: સમતાથી શ્રમણ બનાય અને બ્રહ્મચર્યથી બ્રાહ્મણ થવાય. જ્ઞાન વડે મુનિ થઈ શકાય અને તપથી તાપસ થવાય.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२४. श्रमणधर्मसूत्र Gujarati 346 View Detail
Mool Sutra: निम्ममो निरहंकारो, निस्संगो चत्तगारवो। समो य सव्वभूएसु, तसेसु थावरेसु अ।।११।।

Translated Sutra: મુનિ મમત્વ અને અહંકારથી રહિત હોય છે, સંસર્ગ અને આસક્તિથી દૂર રહે છે, ત્રસ અને સ્થાવર બધા જીવો પ્રત્યે તેને સમદૃષ્ટિ હોય છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२४. श्रमणधर्मसूत्र Gujarati 347 View Detail
Mool Sutra: लाभालाभे सुहे दुक्खे, जीविए मरणे तहा। समो निन्दापसंसासु, तहा माणावमाणओ।।१२।।

Translated Sutra: લાભ-હાનિ, સુખ-દુઃખ, જીવન-મરણ, નિંદા-પ્રશંસા, માન-અપમાન-દરેકમાં મુનિ સમાનભાવ રાખે છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२४. श्रमणधर्मसूत्र Gujarati 348 View Detail
Mool Sutra: गारवेसु कसाएसु, दंडसल्लभएसु य। नियत्तो हाससोगाओ, अनियाणो अबन्धणो।।१३।।

Translated Sutra: ગૌરવ (આસક્તિ), કષાય, દંડ, ભય, શલ્ય, હાસ્ય, શોક - બધાથી બચીને રહેનારો મુનિ ઈચ્છારહિત હોય છે, બંધનરહિત હોય છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२४. श्रमणधर्मसूत्र Gujarati 349 View Detail
Mool Sutra: अणिस्सिओ इहं लोए, परलोए अणिस्सिओ। वासीचन्दणकप्पो य, असणे अणसणे तहा।।१४।।

Translated Sutra: જેને આ લોકમાં આસક્તિ નથી ને પરલોકમાં પણ કશું જોઈતું નથી એવા મુનિને કોઈ અસ્ત્રાથી છોલે કે કોઈ ચંદનનો લેપ કરે, ભોજન મળે કે ન મળે - બધું સરખું લાગે છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२४. श्रमणधर्मसूत्र Gujarati 350 View Detail
Mool Sutra: अप्पसत्थेहिं दारेहिं, सव्वओ पिहियासवो। अज्झप्पज्झाणजोगेहिं, पसत्थदमसासणे।।१५।।

Translated Sutra: મુનિ બધા અપ્રશસ્ત - અશુભ કાર્યોરૂપી કર્મના દ્વારોને સંપૂર્ણ બંધ કરે છે અને અધ્યાત્મલક્ષી ધ્યાન અને યોગો-વડે પ્રશસ્ત - શુભ આચરણમાં પ્રવર્તે છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२४. श्रमणधर्मसूत्र Gujarati 354 View Detail
Mool Sutra: बुद्धे परिनिव्वुडे चरे, गाम गए नगरे व संजए। संतिमग्गं च बूहए, समयं गोयम ! मा पमायए।।१९।।

Translated Sutra: જ્ઞાની અને સંયમી મુનિ ગામડામાં કે નગરમાં શાંતભાવે વિચરણ કર્યા કરે અને શાંતિની અભિવૃદ્ધિ કરતો રહે. હે ગૌતમ, મુનિએ એક ક્ષણનો પણ પ્રમાદ કરવા યોગ્ય નથી.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२४. श्रमणधर्मसूत्र Gujarati 355 View Detail
Mool Sutra: न हु जिणे अज्ज दिस्सई, बहुमए दिस्सई मग्गदेसिए। संपइ नेयाउए पहे, समयं गोयम ! मा पमायए।।२०।।

Translated Sutra: એક સમય એવો આવશે કે કોઈ જિન નહિ હોય અને માર્ગદર્શકો અનેક થઈ જશે. પરંતુ હે ગૌતમ, તેં તો શુદ્ધ માર્ગ આજે પ્રાપ્ત કરી લીધો છે; તેમાં ક્ષણ માત્રનો પ્રમાદ ન કર.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२४. श्रमणधर्मसूत्र Gujarati 357 View Detail
Mool Sutra: पच्चयत्थं च लोगस्स, नाणाविहविगप्पणं। जत्तत्थं गहणत्थं च, लोगे लिंगपओयणं।।२२।।

Translated Sutra: લોકોને વિશ્વાસ પડે, સંયમની રક્ષા થાય, "હું મુનિ છું" એવી સ્મૃતિ પોતાને રહે એ માટે વિવિધ પ્રકારના વેશ અને લિંગની યોજના કરવામાં આવે છે. (લિંગ=ચિહ્ન)
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२४. श्रमणधर्मसूत्र Gujarati 359 View Detail
Mool Sutra: पुल्लेव मुट्ठी जह से असारे, अयन्तिए कूडकहावणे वा। राढामणी वेरुलियप्पगासे, अमहग्घए होइ य जाणएसु।।२४।।

Translated Sutra: એવો વેશ સમજુ લોકોની દૃષ્ટિમાં ખાલી મુઠ્‌ઠી જેવો પોકળ છે, ખોટા સિક્કા જેવો અનધિકૃત છે, નીલમ જેવા રત્નની ભ્રાંતિ ઉત્પન્ન કરનાર રંગીન પત્થર જેવો મૂલ્યહીન છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२५. व्रतसूत्र Gujarati 364 View Detail
Mool Sutra: अहिंसा सच्चं च अतेणगं च, तत्तो य बंभं अपरिग्गहं च। पडिवज्जिया पंच महव्वयाणि, चरिज्ज धम्मं जिणदेसियं विऊ।।१।।

Translated Sutra: અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ - આ પાંચ મહાવ્રતો અંગીકાર કરી સુજ્ઞ સાધુ શ્રી જિનેશ્વરોએ ઉપદેશેલ ધર્મનું આચરણ કરે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२५. व्रतसूत्र Gujarati 380 View Detail
Mool Sutra: सन्निहिं च न कुव्वेज्जा, लेवमायाए संजए। पक्खी पत्तं समादाय, निरवेक्खो परिव्वए।।१७।।

Translated Sutra: સાધુ જરા જેટલો પણ આહારનો સંગ્રહ ન કરે. પક્ષી પોતાના પેટમાં સમાય એટલું જ ગ્રહણ કરે છે તેમ સાધુ પાત્રમાં પેટ પૂરતું લે અને વધુ લોભ રાખ્યા વગર વિચરે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२६. समिति-गुप्तिसूत्र Gujarati 384 View Detail
Mool Sutra: इरियाभासेसणाऽऽदाणे, उच्चारे समिई इय। मणगुत्ती वयगुत्ती, कायगुत्ती य अट्ठमा।।१।।

Translated Sutra: ઈર્યા (ગમન-આગમન), ભાષા, એષણા, આદાનનિક્ષેપ અને ઉત્સર્ગ - આ પાંચ સમિતિ છે; મનગુપ્તિ, વચન ગુપ્તિ અને કાયગુપ્તિ-એ ત્રણ ગુપ્તિઓ છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२६. समिति-गुप्तिसूत्र Gujarati 386 View Detail
Mool Sutra: एयाओ पंच समिईओ, चरणस्स य पवत्तणे। गुत्ती नियत्तणे वुत्ता, असुभत्थेसु सव्वसो।।३।।

Translated Sutra: આમાંથી પાંચ સમિતિ એ ચારિત્રનો પ્રવૃત્તિમય ભાગ છે અને ગુપ્તિ એ અશુભથી પૂર્ણરૂપે દૂર થવારૂપ ચારિત્રનો નિવૃત્તિમય ભાગ છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२६. समिति-गुप्तिसूत्र Gujarati 397 View Detail
Mool Sutra: इन्दियत्थे विवज्जित्ता, सज्झायं चेव पंचहा। तम्मुत्ती तप्पुरक्कारे, उवउत्ते इरियं रिए।।१४।।

Translated Sutra: (ચાલતી વખતે) ઈન્દ્રિયોના વિષયો(દૃશ્ય, અવાજ વગેરે)માં ધ્યાન ન આપે, સ્વાધ્યાય પણ ન કરે, ચાલવાની ક્રિયામાં તન્મય અને તત્પર રહીને જાગૃતિપૂર્વક મુનિએ ચાલવું જોઈએ.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२६. समिति-गुप्तिसूत्र Gujarati 399 View Detail
Mool Sutra: न लवेज्ज पुट्ठो सावज्जं, न निरट्ठं न मम्मयं। अप्पणट्ठा परट्ठा वा, उभयस्सन्तरेण वा।।१६।।

Translated Sutra: કોઈ પૂછે તો પણ, પોતાને, બીજાને કે બંનેને દોષકારક નીવડે એવું વચન ન બોલવું, નિરર્થક ન બોલવું અને મર્મવેધી વચન પણ ન બોલવું.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२६. समिति-गुप्तिसूत्र Gujarati 410 View Detail
Mool Sutra: चक्खुसा पडिलेहित्ता, पमज्जेज्ज जयं जई। आइए निक्खिवेज्जा वा, दुहओवि समिए सया।।२७।।

Translated Sutra: પ્રથમ આંખોથી જુએ, પછી જીવજંતુ કે રજ વગેરે દૂર કરે. ત્યારબાદ જ કોઈ પણ વસ્તુને લે અથવા મૂકે. આ આદાન-નિક્ષેપ સમિતિ છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२६. समिति-गुप्तिसूत्र Gujarati 412 View Detail
Mool Sutra: संरंभसमारंभे, आरंभे य तहेव य। मणं पवत्तमाणं तु, नियत्तेज्ज जयं जई।।२९।।

Translated Sutra: વિવિધ કાર્યોના સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવર્તી રહેલા પોતાના મનને મુનિ સાવધાનપણે પાછું વાળી લે. (સંરંભ = માનસિક તૈયારી. સમારંભ = કાર્યની તૈયારી. આરંભ = કાર્યનો આરંભ. મનોગુપ્તિમાં આ ત્રણે માનસિક ક્રિયાના સંબંધમાં સમજવાનાં છે.)
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२६. समिति-गुप्तिसूत्र Gujarati 413 View Detail
Mool Sutra: संरंभसमारंभे, आरंभे य तहेव य। वयं पवत्तमाणं तु, नियत्तेज्ज जयं जई।।३०।।

Translated Sutra: વિવિધ કાર્યોના સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવર્તી રહેલી વાણીને મુનિ સાવધાનપણે અટકાવી લે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२६. समिति-गुप्तिसूत्र Gujarati 414 View Detail
Mool Sutra: संरंभसमारंभे, आरंभम्मि तहेव य। कायं पवत्तमाणं तु, नियत्तेज्ज जयं जई।।३१।।

Translated Sutra: વિવિધ કાર્યોના સંરંભ, સમારંભ અને આરંભમાં પ્રવર્તી રહેલી કાયાને મુનિ સાવધાનપણે પાછી વાળી લે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२६. समिति-गुप्तिसूत्र Gujarati 416 View Detail
Mool Sutra: एया पवयणमाया, जे सम्मं आयरे मुणी। से खिप्पं सव्वसंसारा, विप्पमुच्चइ पंडिए।।३३।।

Translated Sutra: જે વિવેકી મુનિ આ અષ્ટપ્રવચનમાતાનું સમ્યગ્ રીતે આચરણ કરે છે તે સંસારથી શીઘ્ર મુક્તિ મેળવે છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 440 View Detail
Mool Sutra: सो तवो दुविहो वुत्तो, बाहिरब्भंतरो तहा। बाहिरो छव्विहो वुत्तो, एवमब्भंतरो तवो।।२।।

Translated Sutra: તપના બે પ્રકાર છે - બાહ્ય અને આભ્યંતર. બાહ્ય તપ છ જાતનો અને આભ્યંતર તપ પણ છ જાતનો છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 441 View Detail
Mool Sutra: अणसणमूणोयरिया, भिक्खायरिया य रसपरिच्चाओ। कायकिलेसो संलीणया य, बज्झो तवो होइ।।३।।

Translated Sutra: અનશન, ઊણોદરી, ભિક્ષાચર્યા અથવા વૃત્તિસંક્ષેપ, રસપરિત્યાગ, કાયક્લેશ, સંલીનતા - આ છ પ્રકારનો બાહ્યતપ છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 448 View Detail
Mool Sutra: जो जस्स उ आहारो, तत्तो ओमं तु जो करे। जहन्नेणेगसित्थाई, एवं दव्वेण ऊ भवे।।१०।।

Translated Sutra: જે વ્યક્તિનો જેટલો (એક ટંકનો) આહાર હોય તેનાથી એક કોળિયો અથવા વધુ કોળિયા ઓછાં ખાય એ ઊણોદરી તપ છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 450 View Detail
Mool Sutra: खीरदहिसप्पिमाई, पणीयं पाणभोयणं। परिवज्जणं रसाणं तु, भणियं रसविवज्जणं।।१२।।

Translated Sutra: દૂધ, દહીં, ઘી વગેરે રસ, પૌષ્ટિક ખાન-પાન અને સ્વાદનો ત્યાગ કરવો તે રસપરિત્યાગ તપ છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 451 View Detail
Mool Sutra: एगंतमणावाए, इत्थीपसुविवज्जिए। सयणासणसेवणया, विवित्तसयणासणं।।१३।।

Translated Sutra: એકાંતવાળા, લોકોની અવરજવર વિનાના, સ્ત્રી-પુરુષ-પશુ વગેરેથી રહિત સ્થાનમાં બેસવું, સૂવું, રહેવું એ વિવિક્તશય્યાસન (સંલીનતા) તપ છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 452 View Detail
Mool Sutra: ठाणा वीरासणाईया, जीवस्स उ सुहावहा। उग्गा जहा धरिज्जंति, कायकिलेसं तमाहियं।।१४।।

Translated Sutra: યોગ્ય સ્થળે વીરાસન વગેરે આત્મહિતકારી કષ્ટમય આસનો ધારણ કરી કાયાને કેળવવી એ કાયક્લેશ તપ છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 456 View Detail
Mool Sutra: पायच्छित्तं विणओ, वेयावच्चं तहेव सज्झावो। झाणं च विउस्सग्गो, एसो अब्भिंतरो तवो।।१८।।

Translated Sutra: પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવૃત્ત્ય, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ - આ છ પ્રકારનો આભ્યંતર તપ છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 466 View Detail
Mool Sutra: अब्भुट्ठाणं अंजलिकरणं, तहेवासणदायणं। गुरुभत्तिभावसुस्सूसा, विणओ एस वियाहिओ।।२८।।

Translated Sutra: ગુરુ અને વડીલ આવે ત્યારે ઊભા થવું, હાથ જોડવા, એમને ઊંચા આસને બેસાડવા, ભાવપૂર્વક તેમની સેવાભક્તિ કરવી એ વિનયતપ છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२८. तपसूत्र Gujarati 480 View Detail
Mool Sutra: सयणासणठाणे वा, जे उ भिक्खू न वावरे। कायस्स विउस्सग्गो, छट्ठो सो परिकित्तिओ।।४२।।

Translated Sutra: સૂવું, બેસવું, આવવું - જવું વગેરે સર્વ કાયિક પ્રવૃત્તિનો ત્યાગ કરવો એ કાયોત્સર્ગ તપ છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

२९. ध्यानसूत्र Gujarati 492 View Detail
Mool Sutra: जे इंदियाणं विसया मणुण्णा, न तेसु भावं निसिरे कयाइ। न याऽमणुण्णेसु मणं पि कुज्जा, समाहिकामे समणे तवस्सी।।९।।

Translated Sutra: સમાધિની અભિલાષા ધરનાર તપસ્વી શ્રમણ, ઈન્દ્રિયોને ગમતા વિષયોમાં કદી ખેંચાય નહિ અને ન ગમતા વિષયોને પણ મહત્વ આપે નહિ.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

३०. अनुप्रेक्षासूत्र Gujarati 525 View Detail
Mool Sutra: जरामरणवेगेणं, वुज्झमाणाण पाणिणं। धम्मो दीवो पइट्ठा य, गई सरणमुत्तमं।।२१।।

Translated Sutra: (ધર્મ.) જન્મ-જરા-મરણના પ્રવાહમાં તણાતા જીવો માટે ધર્મ જ દરિયા વચ્ચેના દ્વીપ સમાન છે, આધાર છે, આશરો છે અને શ્રેષ્ઠ શરણ છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

३०. अनुप्रेक्षासूत्र Gujarati 526 View Detail
Mool Sutra: माणुस्सं विग्गहं लद्धुं, सुई धम्मस्स दुल्लहा। जं सोच्चा पविज्जंति तव खंतिमहिंसयं।।२२।।

Translated Sutra: (બોધિદુર્લભતા.) માનવજન્મ દુર્લભ છે. એ મળી ગયા પછી જેનાથી અહિંસા, ક્ષમા, તપનો માર્ગ સમજાય એવું ધર્મશ્રવણ દુર્લભ છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

३०. अनुप्रेक्षासूत्र Gujarati 527 View Detail
Mool Sutra: आहच्च सवणं लद्धुं, सद्धा परमदुल्लहा। सोच्चा नेआउयं मग्गं, बहवे परिभस्सई।।२३।।

Translated Sutra: કોઈક રીતે ધર્મશ્રવણની પ્રાપ્તિ થઈ જાય તો તેના પર શ્રદ્ધા જાગવી મહાદુર્લભ છે. સત્યમાર્ગને સાંભળ્યા પછી પણ ઘણાંયે તેનાથી વિમુખ થઈ જાય છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

३०. अनुप्रेक्षासूत्र Gujarati 528 View Detail
Mool Sutra: सुइं च लद्धं सद्धं च, वीरियं पुण दुल्लहं। बहवे रोयमाणा वि, नो एणं पडिवज्जए।।२४।।

Translated Sutra: ધર્મશ્રવણ અને શ્રદ્ધા પ્રાપ્ત થયા પછી આચરણ માટે પુરુષાર્થ થવો દુર્લભ છે. કેટલાંય લોકો એવા હોય છે કે ધર્મ પર પ્રેમ હોવા છતાં તેનું પાલન કરતા નથી.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

३१. लेश्यासूत्र Gujarati 534 View Detail
Mool Sutra: किण्हा नीला काऊ, तिण्णि वि एयाओ अहम्मलेसाओ। एयाहि तिहि वि जीवो, दुग्गइं उववज्जई बहुसो।।४।।

Translated Sutra: કૃષ્ણ, નીલ અને કપોત એ ત્રણ લેશ્યાઓ અશુભ છે. આ ત્રણ લેશ્યાઓ જીવને અધોગતિમાં લઈ જાય છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

३१. लेश्यासूत्र Gujarati 535 View Detail
Mool Sutra: तेऊ पम्हा सुक्का, तिण्णि वि एयाओ धम्मलेसाओ। एयाहि तिहि वि जीवो, सुग्गइं उववज्जई बहुसो।।५।।

Translated Sutra: તેજો, પદ્‌મ અને શુક્લ-આ ત્રણ લેશ્યાઓ શુભ છે. આ ત્રણ લેશ્યાઓ જીવને સદ્ગતિમાં લઈ જાય છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

३३. संलेखनासूत्र Gujarati 567 View Detail
Mool Sutra: सरीरमाहु नाव त्ति, जीवो वुच्चइ नाविओ। संसारो अण्णवो वुत्तो, जं तरंति महेसिणो।।१।।

Translated Sutra: શરીર નૌકા છે, જીવ નાવિક છે. સંસાર એ સાગર છે. મહર્ષિઓ શરીરરૂપી નૌકાથી સંસાર સાગરને પાર કરે છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

३३. संलेखनासूत्र Gujarati 568 View Detail
Mool Sutra: बहिया उड्ढमादाय, नावकंखे कयाइ वि। पुव्वकम्मक्खयट्ठाए, इमं देहं समुद्धरे।।२।।

Translated Sutra: સર્વોચ્ચ સ્થિતિનું લક્ષ્ય રાખનાર સાધક બાહ્ય કોઈપણ વસ્તુની આકાંક્ષા રાખતો નથી. આ શરીરને પણ તે પૂર્વકર્મના ક્ષયની સાધના અર્થે જ ધારણ કરે છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

द्वितीय खण्ड - मोक्ष-मार्ग

३३. संलेखनासूत्र Gujarati 572 View Detail
Mool Sutra: चरे पयाइं परिसंकमाणो, जं किंचि पासं इह मन्नमाणो। लाभंतरे जीविय वूहइत्ता, पच्चा परिण्णाय मलावधंसी।।६।।

Translated Sutra: ડગલે અને પગલે દોષની સંભાવના છે તે ધ્યાનમાં રાખીને સાધુ વિચરે. દરેક વસ્તુ બંધનકારક છે એ સમજે, લાભ જણાય ત્યાં સુધી શરીરને ટકાવે અને પછી સમજપૂર્વક એનું વિસર્જન કરે.
Saman Suttam સમણસુત્તં Prakrit

तृतीय खण्ड - तत्त्व-दर्शन

३४. तत्त्वसूत्र Gujarati 588 View Detail
Mool Sutra: जावन्तऽविज्जापुरिसा, सव्वे ते दुक्खसंभवा। लुप्पन्ति बहुसो मूढा, संसारम्मि अणन्तए।।१।।

Translated Sutra: બધાજ વિવેકહીન જનો દુઃખી છે; મૂઢ લોકો અનંત સંસારમાં ખોવાઈ જાય છે.
Saman Suttam સમણસુત્તં Prakrit

तृतीय खण्ड - तत्त्व-दर्शन

३४. तत्त्वसूत्र Gujarati 589 View Detail
Mool Sutra: समिक्ख पंडिए तम्हा, पासजाइपहे बहू। अप्पणा सच्चमेसेज्जा, मेत्तिं भूएसु कप्पए।।२।।

Translated Sutra: માટે વિવેકી પુરુષોએ અનેક પ્રકારના સંબંધોને બંધન તરીકે ઓળખીને સત્યની શોધ કરવી અને સર્વ જીવો સાથે મૈત્રીભાવ રાખવો.
Saman Suttam સમણસુત્તં Prakrit

तृतीय खण्ड - तत्त्व-दर्शन

३४. तत्त्वसूत्र Gujarati 591 View Detail
Mool Sutra: जीवाऽजीवा य बन्धो य, पुण्णं पावाऽऽसवो तहा। संवरो निज्जरा मोक्खो, संतेए तहिया नव।।४।।

Translated Sutra: જીવ, અજીવ, બંધ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા અને મોક્ષ - આ નવ પદાર્થોને તત્ત્વ કહેવાય છે.
Showing 451 to 500 of 2698 Results