Welcome to the Jain Elibrary: Worlds largest Free Library of JAIN Books, Manuscript, Scriptures, Aagam, Literature, Seminar, Memorabilia, Dictionary, Magazines & Articles
Global Search for JAIN Aagam & ScripturesScripture Name | Translated Name | Mool Language | Chapter | Section | Translation | Sutra # | Type | Category | Action |
---|---|---|---|---|---|---|---|---|---|
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२५ यज्ञीय |
Gujarati | 978 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अग्गिहोत्तमुहा वेया जण्णट्ठी वेयसा मुहं ।
नक्खत्ताण मुहं चंदो धम्माणं कासवो मुहं ॥ Translated Sutra: સૂત્ર– ૯૭૮. વેદોનું મુખ અગ્નિહોત્ર છે, યજ્ઞોનું મુખ યજ્ઞાર્થી છે. નક્ષત્રોનું મુખ ચંદ્ર છે, ધર્મોનું મુખ કાશ્યપ – ઋષભદેવ છે. સૂત્ર– ૯૭૯. જેમ ઉત્તમ અને મનોહારી ગ્રહ આદિ હાથ જોડીને ચંદ્રની વંદના અને નમસ્કાર કરતા એવા સ્થિત છે. તે પ્રમાણે જ ઋષભદેવ છે. સૂત્ર– ૯૮૦. વિદ્યા બ્રાહ્મણની સંપત્તિ છે, યજ્ઞવાદી તેનાથી અનભિજ્ઞ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२५ यज्ञीय |
Gujarati | 979 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जहा चंद गहाईया चिट्ठंती पंजलीउडा ।
वंदमाणा नमंसंता उत्तमं मनहारिणो ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૯૭૮ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२५ यज्ञीय |
Gujarati | 980 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अजाणगा जण्णवाई विज्जामाहणसंपया ।
गूढा सज्झायतवसा भासच्छन्ना इवग्गिणो ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૯૭૮ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२५ यज्ञीय |
Gujarati | 981 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जो लोए बंभणो वुत्तो अग्गी वा महिओ जहा ।
सया कुसलसंदिट्ठं तं वयं बूम माहणं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૯૭૮ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२५ यज्ञीय |
Gujarati | 982 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जो न सज्जइ आगंतुं पव्वयतो न सोयई ।
रमए अज्जवयणंमि तं वयं बूम माहणं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૯૭૮ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-२५ यज्ञीय |
Gujarati | 983 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जायरूवं जहामट्ठं निद्धंतमलपावगं ।
रागद्दोसभयाईयं तं वयं बूम माहणं ॥ Translated Sutra: જુઓ સૂત્ર ૯૭૮ | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 1 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] संजोगा विप्पमुक्कस्स अनगारस्स भिक्खुणो ।
विनयं पाउकरिस्सामि आनुपुव्विं सुणेह मे ॥ Translated Sutra: જે સાંસારિક સંયોગોથી મુક્ત છે, અનગારગૃહત્યાગી) છે, ભિક્ષુ છે. તેમના વિનયધર્મનું અનુક્રમથી નિરૂપણ કરીશ, તેને મારી પાસેથી ધ્યાનથી સાંભળો. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 2 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] आणानिद्देसकरे गुरूणमुववायकारए ।
इंगियागारसंपन्ने से विनीए त्ति वुच्चई ॥ Translated Sutra: જે ગુરુની આજ્ઞાનું પાલન કરે છે, ગુરુના સાન્નિધ્યમાં રહે છે અને ગુરુના ઇંગિત અને આકારને જાણે છે, તે વિનીત કહેવાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 3 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] आणानिद्देसकरे गुरूणमनुववायकारए ।
पडिनीए असंबुद्धे अविनीए त्ति वुच्चई ॥ Translated Sutra: જે ગુરુની આજ્ઞાનું પાલન કરતો નથી. ગુરુના સાન્નિધ્યમાં રહેતો નથી, ગુરુ પ્રત્યનીક છે, અસંબુદ્ધ તત્ત્વબોધથી રહિત) છે, તે અવિનીત કહેવાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 4 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जहा सुणी पूइकण्णी निक्कसिज्जइ सव्वसो ।
एवं दुस्सीलपडिनीए मुहरी निक्कसिज्जई ॥ Translated Sutra: જેમ સડેલા કાનવાળી કૂતરી ધૃણા સાથે બધા સ્થાનોથી કાઢી મૂકાય છે. તે જ પ્રકારે દુઃશીલ, પ્રત્યનીક, વાચાળ શિષ્યને બધેથી કાઢી મૂકાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 5 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] कणकुंडगं चइत्ताणं विट्ठं भुंजइ सूयरे ।
एवं सीलं चइत्ताणं दुस्सीले रमई मिए ॥ Translated Sutra: જે પ્રમાણે સુવર ચોખાના ભૂસાને છોડીને વિષ્ઠાને ખાય છે તે પ્રમાણે મૃગબુદ્ધિ પશુબુદ્ધિવાળો અજ્ઞાની) શિષ્ય શીલનો ત્યાગ કરી દુઃશીલતામાં રમણ કરે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 6 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सुणियाभावं साणस्स सूयरस्स नरस्स य ।
विनए ठवेज्ज अप्पाणं इच्छंतो हियमप्पणो ॥ Translated Sutra: પોતાના હીતને ઇચ્છતો ભિક્ષુ સડેલ કાનવાળી કૂતરી અને વિષ્ઠાભોજી સુવર સમાન દુઃશીલથી થનારી મનુષ્યની હીન સ્થિતિને સમજીને પોતાને વિનયમાં સ્થાપિત કરે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 7 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] तम्हा विनयमेसेज्जा सीलं पडिलभे जओ ।
बुद्धपुत्त नियागट्ठी न निक्कसिज्जइ कण्हुई ॥ Translated Sutra: એ કારણે વિનય કરવો જોઈએ, જેનાથી શીલની પ્રાપ્તિ થાય. જે બુદ્ધપુત્ર છે, મોક્ષાર્થી છે. તે શિષ્યને ક્યાંયથી પણ કાઢી મૂકાતો નથી. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 8 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] निसंते सियामुहरी बुद्धाणं अंतिए सया ।
अट्ठजुत्ताणि सिक्खेज्जा निरट्ठाणि उ वज्जए ॥ Translated Sutra: શિષ્ય જ્ઞાની ગુરુજનોની પાસે સદા પ્રશાંતભાવથી રહે, વાચાળ ન બને, અર્થપૂર્ણ પદોને શીખે, નિરર્થક વાતોને છોડી દે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 9 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अनुसासिओ न कुप्पेज्जा खंति सेविज्ज पंडिए ।
खुड्डेहिं सह संसग्गिं हासं कीडं च वज्जए ॥ Translated Sutra: ગુરુ દ્વારા અનુશાસિત થતા શિષ્ય કોપ ન કરે, તે પંડિત ક્ષમાને આરાધે, ક્ષુદ્ર સાથે સંસર્ગ, હાસ્ય અને ક્રીડાનો પણ ત્યાગ કરે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 10 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] मा य चंडालियं कासी बहुयं मा य आलवे ।
कालेन य अहिज्जित्ता तओ ज्झाएज्ज एगगो ॥ Translated Sutra: શિષ્ય આવેશમાં આવી કોઈ ચાંડાલિક અકર્મ ન કરે, બકવાસ ન કરે, અધ્યયન કાલે અધ્યયન કરે, પછી એકાકી ધ્યાન કરે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 11 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] आहच्च चंडालियं कट्टु न निण्हविज्ज कयाइ वि ।
कडं कडे त्ति भासेज्जा अकडं नो कडे त्ति य ॥ Translated Sutra: આવેશથી કદાચ કોઈ શિષ્ય ચાંડાલિક વ્યવહાર કરી પણ લે તો તેને કદી ન છૂપાવે, કર્યો હોય તો કર્યો છે, તેમ કહે અને ન કર્યો હોય તો ‘ન કર્યો’ તેમ કહે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 12 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] मा गलियस्से व कसं वयणमिच्छे पुणो पुणो ।
कसं व दट्ठुमाइन्ने पावगं परिवज्जए ॥ Translated Sutra: જેમ અડીયલ ઘોડાને વારંવાર ચાબૂકની જરૂરત હોય છે, તેમ શિષ્ય ગુરુના વારંવાર આદેશ વચનોની અપેક્ષા ન કરે. પરંતુ જેમ આકીર્ણ અશ્વ ચાબૂકને જોઈને જ ઉન્માર્ગને છોડી દે, તે રીતે યોગ્ય શિષ્ય ગુરુના સંકેત માત્રથી પાપકર્મને છોડી દે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 13 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अनासवा थूलवया कुसीला मिउं पि चंडं पकरेंति सीसा ।
चित्तानुया लहु दक्खोववेया पसायए ते हु दुरासयं पि ॥ Translated Sutra: આજ્ઞામાં ન રહેનારા, વિચાર્યા વિના બોલનારા, કુશીલ, મૃદુ સ્વભાવવાળા શિષ્યો ગુરુને પણ ક્રોધિત કરે છે. ગુરુને મનોનુકૂલ ચાલનારા, પટુતાથી કાર્ય કરનાર, જલદી કુપિત થનારા દુરાશ્રય ગુરુને પણ પ્રસન્ન કરી લે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 14 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] नापुट्ठो वागरे किंचि पुट्ठो वा नालियं वए ।
कोहं असच्चं कुव्वेज्जा धारेज्जा पियमप्पियं ॥ Translated Sutra: પૂછ્યા વિના કાંઈ ન બોલે, પૂછે ત્યારે અસત્ય ન કહે, કદાચ ક્રોધ આવી જાય તો, તેને નિષ્ફળ કરે. આચાર્યની પ્રિય અને અપ્રિય, બંને શિક્ષાઓને ધારણ કરે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 15 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अप्पा चेव दमेयव्वो अप्पा हु खलु दुद्दमो ।
अप्पा दंतो सुही होइ अस्सिं लोए परत्थ य ॥ Translated Sutra: પોતાના આત્માનું જ દમન કરવું જોઈએ, કેમ કે આત્મા જ નિશ્ચે દુર્દમ છે. આત્માને દમનાર આ લોક અને પરલોકમાં સુખી થાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 16 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] वरं मे अप्पा दंतो संजमेण तवेण य ।
माहं परेहि दम्मंतो बंधनेहि वहेहि य ॥ Translated Sutra: સંયમ અને તપ વડે મારા આત્માને દમવો તે સારુ છે પણ વધ અને બંધન દ્વારા બીજાથી હું દમન કરાઉં તે સારું નથી. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 17 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पडिनीयं च बुद्धाणं वाया अदुव कम्मुणा ।
आवी वा जइ वा रहस्से नेव कुज्जा कयाइ वि ॥ Translated Sutra: જાહેરમાં કે ખાનગીમાં વાણીથી કે કર્મથી ક્યારેય આચાર્યોની પ્રતિકૂળ આચરણ ન કરવું જોઈએ. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 18 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] न पक्खओ न पुरओ नेव किच्चाण पिट्ठओ ।
न जुंजे ऊरुणा ऊरु सयणे नो पडिस्सुणे ॥ Translated Sutra: આચાર્યની જોડે ન બેસે, આગળ કે પીઠ પાછળ ન બેસે. ગુરુની બહુ જ નિકટ જાંઘ અડાડીને ન બેસે. સંથારામાં જ રહીને ગુરુના કથિત આદેશની સ્વીકૃતિ રૂપ ઉત્તર ન આપે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 19 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] नेव पल्हत्थियं कुज्जा पक्खपिंडं व संजए ।
पाए पसारिए वावि न चिट्ठे गुरुनंतिए ॥ Translated Sutra: ગુરુ સામે પલાઠી મારીને ન બેસે, બંને હાથોથી શરીર બાંધીને ન બેસે તથા પગને ફેલાવીને ન બેસે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 20 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] आयरिएहिं वाहिंतो तुसिणीओ न कयाइ वि ।
पसायपेही नियागट्ठी उवचिट्ठे गुरु सया ॥ Translated Sutra: ગુરુની કૃપાને ઇચ્છનારો મોક્ષાર્થી શિષ્ય, આચાર્યો દ્વારા બોલાવાતા કોઈપણ સ્થિતિમાં મૌન ન રહે પણ નિરંતર તેમની સેવામાં ઉપસ્થિત રહે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 21 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] आलवंते लवंते वा न निसीएज्ज कयाइ वि ।
चइऊणमासणं धीरो जओ जत्तं पडिस्सुणे ॥ Translated Sutra: ગુરુ દ્વારા એક કે અનેકવાર બોલાવાતા બુદ્ધિમાન શિષ્ય બેસી ન રહે, પણ આસન છોડીને, તેમના આદેશને યત્નપૂર્વક સ્વીકારે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 22 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] आसनगओ न पुच्छेज्जा नेव सेज्जागओ कया ।
आगम्मुक्कुडुओ संतो पुच्छेज्जा पंजलीउडो ॥ Translated Sutra: આસન કે શય્યા ઉપર બેસીને ગુરુને કોઈ વાત ન પૂછે, પણ તેમની સમીપે આવીને ઉત્કટુક આસને બેસીને, હાથ જોડીને પૂછે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 23 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] एवं विनयजुत्तस्स सुत्तं अत्थं च तदुभयं ।
पुच्छमाणस्स सीसस्स वागरेज्ज जहासुयं ॥ Translated Sutra: એ પ્રમાણે વિનયયુક્ત શિષ્ય વડે પૂછાતા, ગુરુ સૂત્ર – અર્થ અને તદુભય, તે બંનેનું યથાશ્રુત નિરૂપણ કરે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 24 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] मुसं परिहरे भिक्खू न य ओहारिणिं वए ।
भासादोसं परिहरे मायं च वज्जए सया ॥ Translated Sutra: ભિક્ષુ અસત્યનો પરિહાર કરે, નિશ્ચયાત્મક ભાષા ન બોલે, ભાષાદોષનો પરિહાર કરે અને સદા માયાનું વર્જન કરે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 25 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] न लवेज्ज पुट्ठो सावज्जं न निरट्ठं न मम्मयं ।
अप्पणट्ठा परट्ठा वा उभयस्संतरेण वा ॥ Translated Sutra: કોઈ પૂછે તો પણ પોતાના માટે, બીજાના માટે કે બંનેને માટે સાવદ્ય ભાષા ન બોલે, નિરર્થક ન બોલે, મર્મભેદક વચન ન કહે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 26 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] समरेसु अगारेसु संधीसु य महापहे ।
एगो एगित्थिए सद्धिं नेव चिट्ठे न संलवे ॥ Translated Sutra: લુહારની શાળામાં, ઘરોમાં, ઘરોની વચ્ચે સંધિમાં, રાજમાર્ગમાં એકલા મુનિ, એકલી સ્ત્રી સાથે ઊભા ન રહે કે વાત ન કરે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 27 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] जं मे बुद्धानुसासंति सीएण फरुसेण वा ।
मम लाभो त्ति पेहाय पयओ तं पडिस्सुणे ॥ Translated Sutra: ‘‘પ્રિય અથવા કઠોર શબ્દથી આચાર્ય મારા ઉપર જે અનુશાસન કરે છે, તે મારા લાભને માટે છે.’’ એમ વિચારી પ્રયત્નપૂર્વક તેમના અનુશાસનને સ્વીકારે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 28 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अनुसासनमोवायं दुक्कडस्स य चोयणं ।
हियं तं मन्नए पण्णो वेसं होइ असाहुणो ॥ Translated Sutra: કઠોર કે કોમળ અનુશાસન, દુષ્કૃત્યનું નિવારક થાય છે, બુદ્ધિમાન શિષ્ય તેને હિતકર માને છે, અસાધુને માટે તે દ્વેષનું કારણ બને છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 29 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] हियं विगयभया बुद्धा फरुसं पि अनुसासनं ।
वेसं तं होइ मूढाणं खंतिसोहिकरं पयं ॥ Translated Sutra: ભયરહિત, મેધાવી, પ્રબુદ્ધ શિષ્ય ગુરુના કઠોર અનુશાસનને પણ હિતકર માને છે. પણ તે જ ક્ષમા અને ચિત્ત વિશુદ્ધિકર અનુશાસન મૂર્ખને માટે દ્વેષનું નિમિત્ત થઈ જાય છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 30 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] आसने उवचिट्ठेज्जा अनुच्चे अकुए थिरे ।
अप्पुट्ठाई निरुट्ठाई निसीएज्जप्पकुक्कुए ॥ Translated Sutra: શિષ્ય એવા આસને બેસે કે જે ગુરુના આસનથી નીચુ હોય, જેમાંથી અવાજ નીકળતો ન હોય, સ્થિર હોય. આસનથી વારંવાર ન ઉઠે, પ્રયોજન હોય તો પણ ઓછા ઊઠે, સ્થિર અને શાંત બેસે, ચપળતા ન કરે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 31 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] कालेन निक्खमे भिक्खू कालेन य पडिक्कमे ।
अकालं च विवज्जित्ता काले कालं समायरे ॥ Translated Sutra: ભિક્ષુ સમયે જ ભિક્ષાને માટે નીકળે અને સમયે જ પાછા ફરે. અકાળે કોઈ કાર્ય ન કરે. બધા કાર્ય સ્વ – સ્વકાળે જ આચરે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 32 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] परिवाडीए न चिट्ठेज्जा भिक्खू दत्तेसणं चरे ।
पडिरूवेण एसित्ता मियं कालेन भक्खए ॥ Translated Sutra: ભિક્ષાર્થે ગયેલ ભિક્ષુ, ભોજનાર્થે એકઠા થયેલા લોકોની પંક્તિમાં ન ઊભા રહે. મર્યાદાનુરૂપ એષણા કરીને ગૃહસ્થ દત્ત આહાર સ્વીકારે અને શાસ્ત્રોક્ત કાળે પરિમિત ભોજન કરે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 33 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] नाइदूरमणासन्ने नन्नेसिं चक्खुफासओ ।
एगो चिट्ठेज्ज भत्तट्ठा लंघिया तं नइक्कमे ॥ Translated Sutra: જો પહેલાંથી અન્ય ભિક્ષુ ગૃહસ્થના દ્વારે ઊભા હોય તો તેમનાથી અતિ દૂર કે અતિ નિકટ ન રહે. દેનાર ગૃહસ્થની દૃષ્ટિ સામે ન ઊભા રહે. પણ એકાંતમાં એકલા ઊભા રહે, ભિક્ષુને ઉલ્લંઘીને ભોજન લેવા ન જાય. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 34 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] नाइउच्चे व नीए वा नासन्ने नाइदूरओ ।
फासुयं परकडं पिडं पडिगाहेज्ज संजए ॥ Translated Sutra: સંયમી મુનિ પ્રાસુક અને પરકૃત આહાર લે, પરંતુ ઘણા ઊંચા કે નીચા સ્થાનેથી લાવેલ કે અતિ નજીક કે દૂરથી દેવાતો આહાર ન લે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 35 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] अप्पपाणेऽप्पबीयंमि पडिच्छन्नंमि संवुडे ।
समयं संजए भुंजे जयं अपरिसाडियं ॥ Translated Sutra: સંયમીમુનિ; પ્રાણી અને બીજોથી રહિત, ઉપરથી ઢાંકેલ અને સંવૃત્ત મકાનમાં, પોતાના સહધર્મી સાથે, ભોજનને જમીન ઉપર ન પડવા દેતો યતનાપૂર્વક આહાર કરે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 36 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] सुकडे त्ति सुपक्के त्ति सुच्छिन्ने सुहडे मडे ।
सुणिट्ठिए सुलट्ठे त्ति सावज्जं वज्जए मुनी ॥ Translated Sutra: આહાર કરતી વેળાએ મુનિ, ખાદ્ય પદાર્થના સંબંધમાં આ આહાર સારો કરેલ છે, સુપક્વ છે, સારી રીતે છેદેલ છે, તેમાંની ચીકાશ કે કડવાશ સારી રીતે દૂર કરેલ છે, ઘી વગેરે સારા પ્રમાણમાં છે,, સુનિષ્ઠિત છે, સુલષ્ટ છે, ઇત્યાદિ પ્રશંસાયુક્ત સાવદ્ય વચનને મુનિ વર્જે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 37 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] रमए पंडिए सासं हयं भद्दं व वाहए ।
बालं सम्मइ सासंतो गलियस्सं व वाहए ॥ Translated Sutra: જે રીતે વાહક સારા ઘોડાને ચલાવતા પ્રસન્ન થાય તે રીતે મેધાવી શિષ્યને શિક્ષા આપતા આચાર્ય એ જ રીતે પ્રસન્ન થાય છે, અને અબોધ શિષ્યને શિક્ષા આપતા આચાર્ય કે ગુરુ, ગલિત અશ્વને ચલાવતા વાહકની માફક ખિન્ન થાય છે ખેદ પામે છે). | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 38 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] खड्डुया मे चवेडा मे अक्कोसा य वहा य मे ।
कल्लाणमनुसासंतो पावदिट्ठि त्ति मन्नई ॥ Translated Sutra: ગુરુના કલ્યાણકારી અનુશાસનને પાપદૃષ્ટિવાળો શિષ્ય ઠોકર, થપ્પડ, આક્રોશ અને વધ સમાન કષ્ટકારી સમજે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 39 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] पुत्तो मे भाय नाइ त्ति साहू कल्लाण मन्नई ।
पावदिट्ठी उ अप्पाणं सासं दासं व मन्नई ॥ Translated Sutra: ગુરુ મને પુત્ર, ભાઈ, સ્વજન સમજી શિક્ષા આપે છે. એમ સમજી વિનીત શિષ્ય તેને કલ્યાણકારી માને છે, પાપ દૃષ્ટિ શિષ્ય હિતાનુશાસનથી પોતાને દાસ સમાન હીન સમજે છે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 40 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] न कोवए आयरियं अप्पाणं पि न कोवए ।
बुद्धोवघाई न सिया न सिया तोत्तगवेसए ॥ Translated Sutra: શિષ્ય, આચાર્યને ન કોપિત કરે અને સ્વયં પણ ન કોપે. તે આચાર્યનો ઉપઘાત કરનાર ન થાય કે ન છિદ્રગવેષી બને. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 41 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] आयरियं कुवियं नच्चा पत्तिएण पसायए ।
विज्झवेज्ज पंजलिउडो वएज्ज न पुणो त्ति य ॥ Translated Sutra: શિષ્ય) જો આચાર્યને કુપિત થયેલા જાણે તો પ્રીતિ વચનોથી તેમને પ્રસન્ન કરે, અંજલિ જોડી તેમને શાંત કરીને કહે કે હું ફરી આવું કરીશ નહીં. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 42 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] धम्मज्जियं च ववहारं बुद्धेहायरियं सया ।
तमायरंतो ववहारं गरहं नाभिगच्छई ॥ Translated Sutra: જે વ્યવહાર ધર્મથી અર્જિત છે, સદા પ્રબુદ્ધ આચાર્યો વડે આચરિત છે, તે વ્યવહારને આચરતો મુનિ કદી નિંદાને ન પામે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 43 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] मनोगयं वक्कगयं जाणित्तायरियस्स उ ।
तं परिगिज्झ वायाए कम्मुणा उववायए ॥ Translated Sutra: શિષ્ય) આચાર્યના મનોગત કે વાણીગત ભાવોને જાણીને, તેને પહેલાં વાણીથી ગ્રહણ કરે, પછી કાર્ય રૂપે પરિણત કરે. | |||||||||
Uttaradhyayan | ઉત્તરાધ્યયન સૂત્ર | Ardha-Magadhi |
अध्ययन-१ विनयश्रुत |
Gujarati | 44 | Gatha | Mool-04 | View Detail | |
Mool Sutra: [गाथा] वित्ते अचोइए निच्चं खिप्पं हवइ सुचोइए ।
जहोवइट्ठं सुकयं किच्चाइं कुव्वई सया ॥ Translated Sutra: વિનયી શિષ્ય ગુરુ દ્વારા પ્રેરિત ન કરાયા છતાં પણ કાર્ય કરવાને માટે સદા પ્રસ્તુત રહે. પ્રેરણા થતા તત્કાળ યથોપદિષ્ટ કાર્યને સારી રીતે સંપન્ન કરે છે. |