Sutra Navigation: Anuyogdwar ( અનુયોગદ્વારાસૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1124270 | ||
Scripture Name( English ): | Anuyogdwar | Translated Scripture Name : | અનુયોગદ્વારાસૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अनुयोगद्वारासूत्र |
Translated Chapter : |
અનુયોગદ્વારાસૂત્ર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 270 | Category : | Chulika-02 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] मणुस्साणं भंते केमहालिया सरीरोगाहणा पन्नत्ता? गोयमा! जहन्नेणं एणं पमाणंगुलेणं किं पओयणं? एएणं पमाणंगुलेणं पुढवीणं कंडाणं पातालाणं भवणाणं भवणपत्थडाणं निरयाणं निरयावलियाणं निरयपत्थडाणं कप्पाणं विमाणाणं विमाणावलियाणं विमाणपत्थडाणं टंकाणं कूडाणं सेलाणं सिहरीणं पब्भ-राणं विजयाणं वक्खाराणं वासाणं वासहराणं पव्वयाणं वेलाणं वेइयाणं दाराणं तोरणाणं दीवाणं समुद्दाणं आयाम-विक्खंभ-उच्चत्त-उव्वेह-परिक्खेवा मविज्जंति। से समासओ तिविहे पन्नत्ते, तं जहा–सेढीअंगुले पयरंगुले घणंगुले। असंखेज्जाओ जोयणकोडाकोडीओ सेढी, सेढी सेढीए गुणिया पयरं, पयरं सेढीए गुणियं लोगो, संखेज्जएणं लोगो गुणितो संखेज्जा लोगा, असंखेज्जएणं लोगो गुणितो असंखेज्जा लोगा। एएणं पमाणंगुलेणं किं पओयणं? एएणं पमाणंगुलेणं पुढवीणं कंडाणं पातालाणं भवणाणं भवणपत्थडाणं निरयाणं निरयावलियाणं निरयपत्थडाणं कप्पाणं विमाणाणं विमाणावलियाणं विमाणपत्थडाणं टंकाणं कूडाणं सेलाणं सिहरीणं पब्भ-राणं विजयाणं वक्खाराणं वासाणं वासहराणं पव्वयाणं वेलाणं वेइयाणं दाराणं तोरणाणं दीवाणं समुद्दाणं आयाम-विक्खंभ-उच्चत्त-उव्वेह-परिक्खेवा मविज्जंति। एएसि णं सेढीअंगुल-पयरंगुल-घणंगुलाणं कयरे कयरेहिंतो अप्पे वा बहुए वा तुल्ले वा विसेसाहिए वा? सव्वत्थोवे सेढीअंगुले, पयरंगुले असंखेज्जगुणे, घणंगुले असंखेज्जगुणे। से तं पमाणंगुले। से तं विभागनिप्फन्ने। से तं खेत्तप्पमाणे। | ||
Sutra Meaning : | [૧] હે ભગવન્ ! મનુષ્યના શરીરની અવગાહના કેટલી છે ? હે ગૌતમ! જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ છે. હે ભગવન્ ! સંમૂર્ચ્છિમ મનુષ્યોની અવગાહના કેટલી છે ? હે ગૌતમ ! સંમૂર્ચ્છિમ મનુષ્યોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. હે ભગવન્ ! ગર્ભજ મનુષ્યોની અવગાહના કેટલી છે ? હે ગૌતમ ! જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની ઉત્કૃષ્ટ ૩ ગાઉની છે. હે ભગવન્ ! અપર્યાપ્તા ગર્ભવ્યુત્ક્રાન્ત મનુષ્યની અવગાહના કેટલી છે ? જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની છે. હે ભગવન્! પર્યાપ્ત ગર્ભજ મનુષ્યની અવગાહના કેટલી છે ? જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૩ ગાઉની છે. [૨] વાણવ્યંતરોની ભવધારણીય અને ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના અસુરકુમારની જેમ જાણવી. અર્થાત્ ભવ – ધારણીયની જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૭ હાથની છે. ઉત્તરવૈક્રિયની જઘન્ય અંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૧ લાખ યોજનની છે. જ્યોતિષ્ક દેવોની અવગાહના વાણવ્યંતર પ્રમાણે જાણવી અર્થાત્ ભવધારણીયની જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ૭ હાથની છે. ઉત્તર વૈક્રિયની જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ૧ લાખ યોજનની છે. હે ભગવન્ ! સૌધર્મકલ્પના દેવોની અવગાહના કેટલી છે ? હે ગૌતમ! સૌધર્મકલ્પના દેવોની અવગાહના બે પ્રકારે છે. ૧. ભવધારણીય ૨. ઉત્તર વૈક્રિય. તેમાં ભવધારણીય શરીરની અવગાહના જઘન્ય અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ સાત હાથની છે. ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના જઘન્ય અંગુલના સંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એક લાખ યોજનની છે. ઇશાન કલ્પના દેવોની અવગાહના સૌધર્મકલ્પના દેવોની અવગાહના જેટલી જ કહેવી. સૌધર્મકલ્પના દેવોની શરીર અવગાહના વિષયક પ્રશ્નોની જેમ ઈશાનને છોડી અચ્યુતકલ્પ સુધીના શેષ કલ્પ વાસી દેવોની ભવધારણીય અને ઉત્તરવૈક્રિય શરીરની અવગાહના વિષયક પ્રશ્ન અને ઉત્તર જાણવા. વિશેષતા આ – સનત્કુમાર અને માહેન્દ્રકલ્પમાં ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ૬ હાથની છે. બ્રહ્મલોક અને લાંતક કલ્પમાં ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના પાંચ હાથની છે. મહાશુક્ર અને સહસ્રાર કલ્પમાં ભવધારણીય શરીરની ઉત્કૃષ્ટ અવગાહના ચાર હાથ છે. આનત, પ્રાણત, આરણ અને અચ્યુત આ ચારેય કલ્પોમાં ભવધારણીય શરીરની અવગાહના ત્રણ હાથની છે. હે ભગવન્ ! ગ્રૈવેયક દેવોની અવગાહના કેટલી છે ? હે ગૌતમ ! ગ્રૈવેયક દેવોને એક માત્ર ભવ – ધારણીય શરીર જ હોય છે. તેની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ અવગાહના બે હાથની છે. હે ભગવન્ ! અનુત્તરોપપાતિક દેવોની અવગાહના કેટલી છે ? હે ગૌતમ ! અનુત્તર વિમાનવાસી દેવોને એક ભવધારણીય શરીર જ હોય છે. તેની જઘન્ય અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ એક હાથની છે. [૩] તે ઉત્સેધાંગુલ સંક્ષેપથી ત્રણ પ્રકારના પ્રરૂપ્યા છે, તે આ પ્રમાણે છે – ૧. સૂય્યંગુલ, ૨. પ્રતરાંગુલ, ૩. ધનાંગુલ. એક અંગુલ લાંબી એક – એક આકાશપ્રદેશની શ્રેણિને સૂચ્યંગુલ કહે છે, સૂચ્યંગુલને સૂચ્યંગુલથી ગુણતા પ્રતરાંગુલ નિષ્પન્ન થાય છે અને પ્રતરાંગુલને સૂચ્યંગુલ દ્વારા ગુણતા ધનાંગુલ નિષ્પન્ન થાય છે. સૂચ્યંગુલ, પ્રતરાંગુલ અને ધનાંગુલમાં કોણ કોનાથી અલ્પ, અધિક, તુલ્ય કે વિશેષાધિક છે ? સર્વથી થોડા સૂચ્યંગુલ છે. તેથી પ્રતરાંગુલ અસંખ્યાતગુણા છે અને તેથી ધનાંગુલ અસંખ્યાતગુણા છે. [૪] પ્રમાણાંગુલનું સ્વરૂપ કેવું છે ? ક્ષેત્રની ચારે દિશાના અંતભાગ પર્યન્ત અર્થાત્ સંપૂર્ણ છ ખંડ પર શાસન કરનાર પ્રત્યેક ચક્રવર્તી રાજાના અષ્ટ સુવર્ણ પ્રમાણ, છ તલવાળુ, બાર કોટિ અને આઠ કર્ણિકાઓથી યુક્ત સોનીની એરણના સંસ્થાન – આકારવાળું કાકિણીરત્નની પ્રત્યેક કોટિ ઉત્સેધાંગુલ પ્રમાણ વિષ્કંભ – પહોળાઈયુક્ત હોય છે. તે કાકિણી રત્નની એક કોટિ શ્રમણ ભગવાન મહાવીરના અર્ધાંગુલ પ્રમાણ છે. તે અર્ધાંગુલથી અર્થાત્ ઉત્સેધાંગુલથી હજારગણુ એક પ્રમાણાંગુલ હોય. [૫] આ પ્રમાણાંગુલથી છ અંગુલનો એક પાદ, બે પાદ અથવા બાર અંગુલની એક વિતસ્તિ – વેંત, બે વેંતનો એક હાથ રત્નિ., બે રત્નિની એક કુક્ષિ અને બે કુક્ષિનો એક ધનુષ્ય, બે હજાર ધનુષ્યનો એક ગાઉ અને ચાર ગાઉનો એક યોજન થાય છે. આ પ્રમાણાંગુલનું પ્રયોજન શું છે ? આ પ્રમાણાંગુલથી રત્નપ્રભા વગેરે પૃથ્વીઓ, રત્નકાંડ વગેરે કાંડો, પાતાળકળશો, ભવનો, ભવન પ્રસ્તટો, નરકાવાસો, નરકપંક્તિઓ, નરક પ્રસ્તટો, કલ્પો, વિમાનો, વિમાન પંક્તિઓ, વિમાન પ્રસ્તટો, ટંકો, કૂટો, પર્વતો, શિખરવાળા પર્વતો, પ્રાગ્ભારો – નમેલા પર્વતો, વિજયો, વક્ષારો વક્ષસ્કાર પર્વતો. ક્ષેત્રો, વર્ષધર પર્વતો, સમુદ્રવેલાઓ, વેદિકાઓ, દ્વારો, તોરણો, દ્વીપો તથા સમુદ્રોની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ, ઊંડાઈ, પરિધિનું માપ કરવામાં આવે છે. [૬] તે પ્રમાણાંગુલના સંક્ષેપમાં ત્રણ પ્રકાર કહ્યા છે. ૧. શ્રેણ્યાંગુલ, ૨. પ્રતરાંગુલ, ૩. ધનાંગુલ. પ્રમાણાંગુલથી નિષ્પન્ન અસંખ્યાત ક્રોડાક્રોડી યોજનોની એક શ્રેણી થાય છે. શ્રેણીને શ્રેણીથી ગુણવાથી પ્રતરથાય છે અને પ્રતરને શ્રેણી સાથે ગુણવાથી એક લોક થાય છે. લોકને સંખ્યાત રાશિથી ગુણવામાં આવે તો સંખ્યાત લોક થાય છે અને અસંખ્યાત રાશિથી ગુણવામાં આવે તો અસંખ્યાત લોક થાય છે. [૭] આ શ્રેણ્યંગુલ, પ્રતરાંગુલ અને ધનાંગુલમાં કોણ કોનાથી અલ્પ, અધિક, તુલ્ય કે વિશેષાધિક છે ? સર્વથી થોડા શ્રેણી અંગુલ છે. તેથી પ્રતરાંગુલ અસંખ્યાતગુણા અને તેથી ધનાંગુલ અસંખ્યાતગુણા છે. આ રીતે પ્રમાણાંગુલનું વર્ણન પૂર્ણ. તેમજ વિભાગ નિષ્પન્ન ક્ષેત્ર પ્રમાણની અને ક્ષેત્રપ્રમાણની વક્તવ્યતા પૂર્ણ થાય છે. | ||
Mool Sutra Transliteration : | [sutra] manussanam bhamte kemahaliya sarirogahana pannatta? Goyama! Jahannenam enam pamanamgulenam kim paoyanam? Eenam pamanamgulenam pudhavinam kamdanam patalanam bhavananam bhavanapatthadanam nirayanam nirayavaliyanam nirayapatthadanam kappanam vimananam vimanavaliyanam vimanapatthadanam tamkanam kudanam selanam siharinam pabbha-ranam vijayanam vakkharanam vasanam vasaharanam pavvayanam velanam veiyanam daranam torananam divanam samuddanam ayama-vikkhambha-uchchatta-uvveha-parikkheva mavijjamti. Se samasao tivihe pannatte, tam jaha–sedhiamgule payaramgule ghanamgule. Asamkhejjao joyanakodakodio sedhi, sedhi sedhie guniya payaram, payaram sedhie guniyam logo, samkhejjaenam logo gunito samkhejja loga, asamkhejjaenam logo gunito asamkhejja loga. Eenam pamanamgulenam kim paoyanam? Eenam pamanamgulenam pudhavinam kamdanam patalanam bhavananam bhavanapatthadanam nirayanam nirayavaliyanam nirayapatthadanam kappanam vimananam vimanavaliyanam vimanapatthadanam tamkanam kudanam selanam siharinam pabbha-ranam vijayanam vakkharanam vasanam vasaharanam pavvayanam velanam veiyanam daranam torananam divanam samuddanam ayama-vikkhambha-uchchatta-uvveha-parikkheva mavijjamti. Eesi nam sedhiamgula-payaramgula-ghanamgulanam kayare kayarehimto appe va bahue va tulle va visesahie va? Savvatthove sedhiamgule, payaramgule asamkhejjagune, ghanamgule asamkhejjagune. Se tam pamanamgule. Se tam vibhaganipphanne. Se tam khettappamane. | ||
Sutra Meaning Transliteration : | [1] he bhagavan ! Manushyana sharirani avagahana ketali chhe\? He gautama! Jaghanya amgulana asamkhyatama bhagani ane utkrishta trana gau chhe. He bhagavan ! Sammurchchhima manushyoni avagahana ketali chhe\? He gautama ! Sammurchchhima manushyoni jaghanya ane utkrishta avagahana amgulana asamkhyatama bhagani chhe. He bhagavan ! Garbhaja manushyoni avagahana ketali chhe\? He gautama ! Jaghanya amgulana asamkhyatama bhagani utkrishta 3 gauni chhe. He bhagavan ! Aparyapta garbhavyutkranta manushyani avagahana ketali chhe\? Jaghanya ane utkrishta bamne avagahana amgulana asamkhyatama bhagani chhe. He bhagavan! Paryapta garbhaja manushyani avagahana ketali chhe\? Jaghanya amgulana asamkhyatama bhagani ane utkrishta 3 gauni chhe. [2] vanavyamtaroni bhavadharaniya ane uttaravaikriya sharirani avagahana asurakumarani jema janavi. Arthat bhava – dharaniyani jaghanya amgulana asamkhyatama bhagani ane utkrishta 7 hathani chhe. Uttaravaikriyani jaghanya amgulana samkhyatama bhagani ane utkrishta 1 lakha yojanani chhe. Jyotishka devoni avagahana vanavyamtara pramane janavi arthat bhavadharaniyani jaghanya amgulano asamkhyatamo bhaga ane utkrishta 7 hathani chhe. Uttara vaikriyani jaghanya amgulana asamkhyatama bhagani ane utkrishta 1 lakha yojanani chhe. He bhagavan ! Saudharmakalpana devoni avagahana ketali chhe\? He gautama! Saudharmakalpana devoni avagahana be prakare chhe. 1. Bhavadharaniya 2. Uttara vaikriya. Temam bhavadharaniya sharirani avagahana jaghanya amgulana asamkhyatama bhagani ane utkrishta sata hathani chhe. Uttaravaikriya sharirani avagahana jaghanya amgulana samkhyatama bhagani ane utkrishta eka lakha yojanani chhe. Ishana kalpana devoni avagahana saudharmakalpana devoni avagahana jetali ja kahevi. Saudharmakalpana devoni sharira avagahana vishayaka prashnoni jema ishanane chhodi achyutakalpa sudhina shesha kalpa vasi devoni bhavadharaniya ane uttaravaikriya sharirani avagahana vishayaka prashna ane uttara janava. Visheshata a – Sanatkumara ane mahendrakalpamam bhavadharaniya sharirani utkrishta avagahana 6 hathani chhe. Brahmaloka ane lamtaka kalpamam bhavadharaniya sharirani utkrishta avagahana pamcha hathani chhe. Mahashukra ane sahasrara kalpamam bhavadharaniya sharirani utkrishta avagahana chara hatha chhe. Anata, pranata, arana ane achyuta a chareya kalpomam bhavadharaniya sharirani avagahana trana hathani chhe. He bhagavan ! Graiveyaka devoni avagahana ketali chhe\? He gautama ! Graiveyaka devone eka matra bhava – dharaniya sharira ja hoya chhe. Teni jaghanya avagahana amgulana asamkhyatama bhagani ane utkrishta avagahana be hathani chhe. He bhagavan ! Anuttaropapatika devoni avagahana ketali chhe\? He gautama ! Anuttara vimanavasi devone eka bhavadharaniya sharira ja hoya chhe. Teni jaghanya avagahana amgulana asamkhyatama bhagani ane utkrishta eka hathani chhe. [3] te utsedhamgula samkshepathi trana prakarana prarupya chhe, te a pramane chhe – 1. Suyyamgula, 2. Prataramgula, 3. Dhanamgula. Eka amgula lambi eka – eka akashapradeshani shrenine suchyamgula kahe chhe, suchyamgulane suchyamgulathi gunata prataramgula nishpanna thaya chhe ane prataramgulane suchyamgula dvara gunata dhanamgula nishpanna thaya chhe. Suchyamgula, prataramgula ane dhanamgulamam kona konathi alpa, adhika, tulya ke visheshadhika chhe\? Sarvathi thoda suchyamgula chhe. Tethi prataramgula asamkhyataguna chhe ane tethi dhanamgula asamkhyataguna chhe. [4] pramanamgulanum svarupa kevum chhe\? Kshetrani chare dishana amtabhaga paryanta arthat sampurna chha khamda para shasana karanara pratyeka chakravarti rajana ashta suvarna pramana, chha talavalu, bara koti ane atha karnikaothi yukta sonini eranana samsthana – akaravalum kakiniratnani pratyeka koti utsedhamgula pramana vishkambha – paholaiyukta hoya chhe. Te kakini ratnani eka koti shramana bhagavana mahavirana ardhamgula pramana chhe. Te ardhamgulathi arthat utsedhamgulathi hajaraganu eka pramanamgula hoya. [5] a pramanamgulathi chha amgulano eka pada, be pada athava bara amgulani eka vitasti – vemta, be vemtano eka hatha ratni., be ratnini eka kukshi ane be kukshino eka dhanushya, be hajara dhanushyano eka gau ane chara gauno eka yojana thaya chhe. A pramanamgulanum prayojana shum chhe\? A pramanamgulathi ratnaprabha vagere prithvio, ratnakamda vagere kamdo, patalakalasho, bhavano, bhavana prastato, narakavaso, narakapamktio, naraka prastato, kalpo, vimano, vimana pamktio, vimana prastato, tamko, kuto, parvato, shikharavala parvato, pragbharo – namela parvato, vijayo, vaksharo vakshaskara parvato. Kshetro, varshadhara parvato, samudravelao, vedikao, dvaro, torano, dvipo tatha samudroni lambai, paholai, umchai, umdai, paridhinum mapa karavamam ave chhe. [6] te pramanamgulana samkshepamam trana prakara kahya chhe. 1. Shrenyamgula, 2. Prataramgula, 3. Dhanamgula. Pramanamgulathi nishpanna asamkhyata krodakrodi yojanoni eka shreni thaya chhe. Shrenine shrenithi gunavathi pratarathaya chhe ane pratarane shreni sathe gunavathi eka loka thaya chhe. Lokane samkhyata rashithi gunavamam ave to samkhyata loka thaya chhe ane asamkhyata rashithi gunavamam ave to asamkhyata loka thaya chhe. [7] a shrenyamgula, prataramgula ane dhanamgulamam kona konathi alpa, adhika, tulya ke visheshadhika chhe\? Sarvathi thoda shreni amgula chhe. Tethi prataramgula asamkhyataguna ane tethi dhanamgula asamkhyataguna chhe. A rite pramanamgulanum varnana purna. Temaja vibhaga nishpanna kshetra pramanani ane kshetrapramanani vaktavyata purna thaya chhe. |