Sutra Navigation: Anuyogdwar ( અનુયોગદ્વારાસૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1124253 | ||
Scripture Name( English ): | Anuyogdwar | Translated Scripture Name : | અનુયોગદ્વારાસૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अनुयोगद्वारासूत्र |
Translated Chapter : |
અનુયોગદ્વારાસૂત્ર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 253 | Category : | Chulika-02 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] से किं तं दव्वप्पमाणे? दव्वप्पमाणे दुविहे पन्नत्ते, तं जहा–पएसनिप्फन्ने य विभागनिप्फन्ने य। से किं तं पएसनिप्फन्ने? पएसनिप्फन्ने–परमाणुपोग्गले दुपएसिए जाव दसपएसिए संखेज्ज-पएसिए असंखेज्जपएसिए अनंतपएसिए। से तं पएसनिप्फन्ने। से किं तं विभागनिप्फन्ने? विभागनिप्फन्ने पंचविहे पन्नत्ते, तं जहा–१. माने २. उम्माने ३. ओमाने ४. गणिमे ५. पडिमाणे। से किं तं माने? माणे दुविहे पन्नत्ते, तं जहा–धन्नमाणप्पमाणे य रसमाणप्पमाणे य। से किं तं धन्नमाणप्पमाणे? धन्नमाणप्पमाणे–दो असतीओ पसती दो पसतीओ सेतिया, चत्तारि सेतियाओ कुलओ, चत्तारि कुलया पत्थो, चत्तारि पत्थया आढगं, चत्तारि आढगाइं दोणो, सट्ठिं आढगाइं जहन्नए कुंभे, असीई आढगाइं मज्झिमए कुंभे, आढगसतं उक्कोसए कुंभे, अट्ठआढगसतिए वाहे। एएणं धन्नमाणप्पमाणेणं किं पओयणं? एएणं धन्नमाणप्पमाणेणं मुत्तोली-मुरव-इड्डर-अलिंद-ओचारसंसियाणं धन्नाणं धन्नमाणप्पमाणनिव्वित्तिलक्खणं भवइ। से तं धन्नमाणप्पमाणे। से किं तं रसमाणप्पमाणे? रसमाणप्पमाणे– धन्नमाणप्पमाणाओ चउभागविवड्ढिए अब्भिंतरसिहाजुत्ते रसमाणप्पमाणे विहिज्जइ, तं जहा–चउसट्ठिया ४, बत्तीसिया ८, सोलसिया १६, अट्ठभाइया ३२, चउभाइया ६४, अद्धमाणी १२८, माणी २५६। दो चउसट्ठियाओ बत्तीसिया, दो बत्तीसियाओ सोलसिया, दो सोलसियाओ अट्ठभाइया, दो अट्ठभाइयाओ चउभाइया, दो चउभाइयाओ अद्धमाणी, दो अद्धमाणीओ माणी। एएणं रसमाणप्पमाणेणं किं पओयणं? एएणं रसमाणप्पमाणेणं वारग-घडग-करग-कलसिय-गग्गरि-दइय-करोडिय-कुंडियसंसियाणं रसाणं रसमाणप्पमाणनिव्वित्तिलक्खणं भवइ। से तं रसमाणप्पमाणे। से तं माणे। से किं तं उम्माणे? उम्माणे–जण्णं उम्मिणिज्जइ, तं जहा–अद्धकरिसो करिसो, अद्धपलं पलं, अद्धतुला तुला, अद्धभारो भारो। दो अद्धकरिसा करिसो, दो करिसा अद्धपलं, दो अद्धपलाइं पलं, पंचुत्तरपलसइया तुला, दस तुलाओ अद्धभारो, बीसं तुलाओ भारो। एएणं उम्माणप्पमाणेणं किं पओयणं? एएणं उम्माणप्पमाणेणं पत्त-अगरु-तगर-चोयय-कंकम-खंड-गुल-मच्छं डियादीणं दव्वाणं उम्माणप्पमाणनिव्वित्ति लक्खणं भवइ। से तं उम्माणे। से किं तं ओमाणे? ओमाणे–जण्णं ओमिणिज्जइ, तं जहा–हत्थेण वा दंडेण वा धणुणा वा जुगेण वा नालियाए वा अक्खेण वा मुसलेण वा। | ||
Sutra Meaning : | સૂત્ર– ૨૫૩. [૧] દ્રવ્યપ્રમાણનું સ્વરૂપ કેવું છે ? દ્રવ્યપ્રમાણના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે – પ્રદેશ નિષ્પન્ન અને વિભાગ નિષ્પન્ન. પ્રદેશ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણનું સ્વરૂપ કેવું છે ? પરમાણુ પુદ્ગલ, બે પ્રદેશો, યાવત્ દસ પ્રદેશો, સંખ્યાત પ્રદેશો, અસંખ્યાત પ્રદેશો અને અનંત પ્રદેશોથી જે નિષ્પન્ન થાય છે, તે પ્રદેશ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણ કહેવાય છે. [૨] વિભાગ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણનું સ્વરૂપ કેવું છે ? વિભાગ નિષ્પન્ન દ્રવ્યપ્રમાણ પાંચ પ્રકારના છે. ૧. માન પ્રમાણ, ૨. ઉન્માન પ્રમાણ, ૩. અવમાન પ્રમાણ, ૪. ગણિમ પ્રમાણ, ૫. પ્રતિમાન પ્રમાણ. [૩] માનપ્રમાણનું સ્વરૂપ કેવું છે ? માનપ્રમાણના બે પ્રકાર કહ્યા છે, તે આ પ્રમાણે છે – ૧. ધાન્ય માન પ્રમાણ ૨. રસ માનપ્રમાણ. ધાન્યમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? ધાન્ય માપવામાં આવે તે સાધનો – ધાન્યમાન કહેવાય. તે અસૃતિ, પ્રસૃતિ આદિરૂપ જાણવા. ૧. બે અસૃતિની એક પ્રસૃતિ, ૨. બે પ્રસૃતિની એક સેતિકા, ૩. ચાર સેતિકાનો એક કુડવ, ૪. ચાર કુડવનો એક પ્રસ્થ, ૫. ચાર પ્રસ્થનો એક આઢક, ૬. ચાર આઢકનો એક દ્રોણ, ૭. સાંઠ આઢકનો એક જઘન્ય કુંભ, ૮. એંસી આઢકનો મધ્યમકુંભ, ૯. સો આઢકનો ઉત્કૃષ્ટ કુંભ, ૧૦. આઠસો આઢકનો એક બાહ થાય છે. ધાન્યમાન પ્રમાણનું પ્રયોજન શું છે ? આ ધાન્યમાન પ્રમાણ દ્વારા મુક્તોલી – કોઠી, મુરવ – મોટો કોથળો મોટી ગુણી. ઈડ્ડર – નાની ગુણી નાની થેલી., અલિંદ – વાસણ કે ટોપલો તથા અપચારીમાં ભૂમિગત કોઠીમાં. રાખેલા ધાયના પ્રમાણનું પરિજ્ઞાન થાય છે. આ રીતે ધાન્યમાન પ્રમાણ જાણવુ. [૪] રસમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? રસમાન પ્રમાણ ધાન્યમાન પ્રમાણ કરતા ચાર ભાગ વધારે હોય છે અને તે આભ્યંતર શિખાયુક્ત હોય છે, તે માપ આ પ્રમાણે છે – ૧. ચાર પલ પ્રમાણ એક ચતુઃષષ્ઠિકા, ૨. આઠ પલ પ્રમાણ દ્વાત્રિંશિકા, ૩. સોળ પલ પ્રમાણ ષોડશિકા, ૪. બત્રીસ પલ પ્રમાણ અષ્ટભાગિકા, ૫. ચોસઠ પલ પ્રમાણ ચતુર્ભાગિકા, ૬. એકસો અઠ્ઠાવીસ પલ પ્રમાણ અર્ધમાની, ૭. બસ્સો છપ્પન પલ પ્રમાણ માની માણી. હોય છે. બીજી રીતે – ૧. બે ચતુઃષષ્ઠિકાની એક દ્વાત્રિંશિકા, ૨. બે દ્વાત્રિંશિકાની એક ષોડશિકા, ૩. બે ષોડશિકાની એક અષ્ટભાગિકા, ૪. બે અષ્ટભાગિકાની એક ચતુર્ભાગિકા, ૫. બે ચતુર્ભાગિકાની એક અર્ધમાની, ૬. બે અર્ધમાનીની એક માની થાય છે. આ રસમાન પ્રમાણનું શું પ્રયોજન ? આ રસમાન પ્રમાણથી દેગડા, ઘડા, કળશ, નાના કળશ, મશક, કરોડિકા, કુંડી વગેરેમાં રહેલા પ્રવાહી પદાર્થોના પરિમાણનું જ્ઞાન થાય છે. આ રસમાન પ્રમાણ છે. [૫] ઉન્માન પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? જેનું ઉન્માન કરાય અથવા જેના દ્વારા ઉન્માન કરાય અર્થાત્ જે વસ્તુ ત્રાજવાથી તોળવામાં આવે તેને ઉન્માન પ્રમાણ કહે છે. તે માપ આ પ્રમાણે છે. અર્ધકર્ષ, કર્ષ, અર્ધપલ, પલ, અર્ધ તુલા, તુલા, અર્ધભાર અને ભાર. બે અર્ધકર્ષનો એક કર્ષ, બે કર્ષનો એક અર્ધપલ, બે અર્ધ પલનો એક પલ, એકસો પાંચ અથવા. પાંચસો પલની તુલા, દસ તુલાનો એક અર્ધભાર અને વીસ તુલા બે અર્ધભાર.નો એક ભાર થાય છે. આ ઉન્માન પ્રમાણનું શું પ્રયોજન છે ? આ ઉન્માન પ્રમાણથી પત્ર, અગર, તગર, ચોયક ઔષધિ વિશેષ., કુંકુમ, ખાંડ, ગોળ, સાકર વગેરે દ્રવ્યોના પરિમાણનું જ્ઞાન થાય છે. [૬] આ અવમાન પ્રમાણનું સ્વરૂપ કેવું છે ? જેના દ્વારા અવમાન – માપ કરાય તે અથવા જેનું અવમાન – માપ કરાય તે અવમાન પ્રમાણ કહેવાય છે. તે આ પ્રમાણે છે – હાથથી, દંડથી, ધનુષ્યથી, યુગથી, નાલિકાથી, અક્ષથી અથવા મૂસલથી માપવામાં આવે છે. સૂત્ર– ૨૫૪. દંડ, ધનુષ્ય, યુગ, નાલિકા, અક્ષ અને મૂસલ ચાર હાથ પ્રમાણ હોય છે. દસ નાલિકાની એક રજ્જૂ હોય છે. આ બધા માપ અવમાન કહેવાય છે. સૂત્ર– ૨૫૫. વસ્તુ – ગૃહભૂમિને હાથથી, ક્ષેત્રને દંડથી, માર્ગરસ્તાને ધનુષ્યથી અને ખાઈ – કૂવા વગેરેને નાલિકાથી માપવામાં આવે છે. આ બધા અવમાન પ્રમાણ રૂપે ઓળખાય છે. સૂત્ર સંદર્ભ– ૨૫૩–૨૫૫ | ||
Mool Sutra Transliteration : | [sutra] se kim tam davvappamane? Davvappamane duvihe pannatte, tam jaha–paesanipphanne ya vibhaganipphanne ya. Se kim tam paesanipphanne? Paesanipphanne–paramanupoggale dupaesie java dasapaesie samkhejja-paesie asamkhejjapaesie anamtapaesie. Se tam paesanipphanne. Se kim tam vibhaganipphanne? Vibhaganipphanne pamchavihe pannatte, tam jaha–1. Mane 2. Ummane 3. Omane 4. Ganime 5. Padimane. Se kim tam mane? Mane duvihe pannatte, tam jaha–dhannamanappamane ya rasamanappamane ya. Se kim tam dhannamanappamane? Dhannamanappamane–do asatio pasati do pasatio setiya, chattari setiyao kulao, chattari kulaya pattho, chattari patthaya adhagam, chattari adhagaim dono, satthim adhagaim jahannae kumbhe, asii adhagaim majjhimae kumbhe, adhagasatam ukkosae kumbhe, atthaadhagasatie vahe. Eenam dhannamanappamanenam kim paoyanam? Eenam dhannamanappamanenam muttoli-murava-iddara-alimda-ocharasamsiyanam dhannanam dhannamanappamananivvittilakkhanam bhavai. Se tam dhannamanappamane. Se kim tam rasamanappamane? Rasamanappamane– dhannamanappamanao chaubhagavivaddhie abbhimtarasihajutte rasamanappamane vihijjai, tam jaha–chausatthiya 4, battisiya 8, solasiya 16, atthabhaiya 32, chaubhaiya 64, addhamani 128, mani 256. Do chausatthiyao battisiya, do battisiyao solasiya, do solasiyao atthabhaiya, do atthabhaiyao chaubhaiya, do chaubhaiyao addhamani, do addhamanio mani. Eenam rasamanappamanenam kim paoyanam? Eenam rasamanappamanenam varaga-ghadaga-karaga-kalasiya-gaggari-daiya-karodiya-kumdiyasamsiyanam rasanam rasamanappamananivvittilakkhanam bhavai. Se tam rasamanappamane. Se tam mane. Se kim tam ummane? Ummane–jannam umminijjai, tam jaha–addhakariso kariso, addhapalam palam, addhatula tula, addhabharo bharo. Do addhakarisa kariso, do karisa addhapalam, do addhapalaim palam, pamchuttarapalasaiya tula, dasa tulao addhabharo, bisam tulao bharo. Eenam ummanappamanenam kim paoyanam? Eenam ummanappamanenam patta-agaru-tagara-choyaya-kamkama-khamda-gula-machchham diyadinam davvanam ummanappamananivvitti lakkhanam bhavai. Se tam ummane. Se kim tam omane? Omane–jannam ominijjai, tam jaha–hatthena va damdena va dhanuna va jugena va naliyae va akkhena va musalena va. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 253. [1] dravyapramananum svarupa kevum chhe\? Dravyapramanana be prakara chhe, te a pramane chhe – pradesha nishpanna ane vibhaga nishpanna. Pradesha nishpanna dravyapramananum svarupa kevum chhe\? Paramanu pudgala, be pradesho, yavat dasa pradesho, samkhyata pradesho, asamkhyata pradesho ane anamta pradeshothi je nishpanna thaya chhe, te pradesha nishpanna dravyapramana kahevaya chhe. [2] vibhaga nishpanna dravyapramananum svarupa kevum chhe\? Vibhaga nishpanna dravyapramana pamcha prakarana chhe. 1. Mana pramana, 2. Unmana pramana, 3. Avamana pramana, 4. Ganima pramana, 5. Pratimana pramana. [3] manapramananum svarupa kevum chhe\? Manapramanana be prakara kahya chhe, te a pramane chhe – 1. Dhanya mana pramana 2. Rasa manapramana. Dhanyamana pramananum svarupa kevum chhe\? Dhanya mapavamam ave te sadhano – dhanyamana kahevaya. Te asriti, prasriti adirupa janava. 1. Be asritini eka prasriti, 2. Be prasritini eka setika, 3. Chara setikano eka kudava, 4. Chara kudavano eka prastha, 5. Chara prasthano eka adhaka, 6. Chara adhakano eka drona, 7. Samtha adhakano eka jaghanya kumbha, 8. Emsi adhakano madhyamakumbha, 9. So adhakano utkrishta kumbha, 10. Athaso adhakano eka baha thaya chhe. Dhanyamana pramananum prayojana shum chhe\? A dhanyamana pramana dvara muktoli – kothi, murava – moto kothalo moti guni. Iddara – nani guni nani theli., alimda – vasana ke topalo tatha apacharimam bhumigata kothimam. Rakhela dhayana pramananum parijnyana thaya chhe. A rite dhanyamana pramana janavu. [4] rasamana pramananum svarupa kevum chhe\? Rasamana pramana dhanyamana pramana karata chara bhaga vadhare hoya chhe ane te abhyamtara shikhayukta hoya chhe, te mapa a pramane chhe – 1. Chara pala pramana eka chatuhshashthika, 2. Atha pala pramana dvatrimshika, 3. Sola pala pramana shodashika, 4. Batrisa pala pramana ashtabhagika, 5. Chosatha pala pramana chaturbhagika, 6. Ekaso aththavisa pala pramana ardhamani, 7. Basso chhappana pala pramana mani mani. Hoya chhe. Biji rite – 1. Be chatuhshashthikani eka dvatrimshika, 2. Be dvatrimshikani eka shodashika, 3. Be shodashikani eka ashtabhagika, 4. Be ashtabhagikani eka chaturbhagika, 5. Be chaturbhagikani eka ardhamani, 6. Be ardhamanini eka mani thaya chhe. A rasamana pramananum shum prayojana\? A rasamana pramanathi degada, ghada, kalasha, nana kalasha, mashaka, karodika, kumdi vageremam rahela pravahi padarthona parimananum jnyana thaya chhe. A rasamana pramana chhe. [5] unmana pramananum svarupa kevum chhe\? Jenum unmana karaya athava jena dvara unmana karaya arthat je vastu trajavathi tolavamam ave tene unmana pramana kahe chhe. Te mapa a pramane chhe. Ardhakarsha, karsha, ardhapala, pala, ardha tula, tula, ardhabhara ane bhara. Be ardhakarshano eka karsha, be karshano eka ardhapala, be ardha palano eka pala, ekaso pamcha athava. Pamchaso palani tula, dasa tulano eka ardhabhara ane visa tula be ardhabharA.No eka bhara thaya chhe. A unmana pramananum shum prayojana chhe\? A unmana pramanathi patra, agara, tagara, choyaka aushadhi vishesha., kumkuma, khamda, gola, sakara vagere dravyona parimananum jnyana thaya chhe. [6] a avamana pramananum svarupa kevum chhe\? Jena dvara avamana – mapa karaya te athava jenum avamana – mapa karaya te avamana pramana kahevaya chhe. Te a pramane chhe – hathathi, damdathi, dhanushyathi, yugathi, nalikathi, akshathi athava musalathi mapavamam ave chhe. Sutra– 254. Damda, dhanushya, yuga, nalika, aksha ane musala chara hatha pramana hoya chhe. Dasa nalikani eka rajju hoya chhe. A badha mapa avamana kahevaya chhe. Sutra– 255. Vastu – grihabhumine hathathi, kshetrane damdathi, margarastane dhanushyathi ane khai – kuva vagerene nalikathi mapavamam ave chhe. A badha avamana pramana rupe olakhaya chhe. Sutra samdarbha– 253–255 |