Sutra Navigation: Anuyogdwar ( અનુયોગદ્વારાસૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1124051 | ||
Scripture Name( English ): | Anuyogdwar | Translated Scripture Name : | અનુયોગદ્વારાસૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अनुयोगद्वारासूत्र |
Translated Chapter : |
અનુયોગદ્વારાસૂત્ર |
Section : | Translated Section : | ||
Sutra Number : | 51 | Category : | Chulika-02 |
Gatha or Sutra : | Sutra | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [सूत्र] से किं तं नामखंधे? नामखंधे–जस्स णं जीवस्स वा अजीवस्स वा जीवाण वा अजीवाण तदुभयस्स वा तदुभवाण वा खंधे त्ति नामं कज्जइ। से तं नामखंधे। से किं तं ठवणाखंधे? ठवणाखंधे जण्णं कट्ठकम्मे वा वित्तकम्मे वा पोत्थकम्मे वा लेप्पकम्मे वा गंथिमे वा वेढिमे वा पूरिमे वा संघाइमे वा अक्खे वा वराडए वा एगो वा अनेगा वा सब्भावठवणाए वा असब्भावठवणाए वा खंधे त्ति ठवणा ठविज्जइ। से तं ठवणाखंधे। नामट्ठवणाणं को पइविसेसो? नामं आवकहियं, ठवणा इत्तरिया वा होज्जा आवकहिया वा। | ||
Sutra Meaning : | સૂત્ર– ૫૧. નામસ્કંધનું સ્વરૂપ કેવું છે ? જે કોઈ જીવનું કે અજીવનું યાવત્ સ્કંધ એવું નામ રાખવું તેને નામસ્કંધ કહે છે. સ્થાપના સ્કંધનું સ્વરૂપ કેવું છે ? કાષ્ઠમાં યાવત્ ‘આ સ્કંધ છે’ તેવો જ આરોપ કરવો, તે સ્થાપના સ્કંધ છે. નામ અને સ્થાપનામાં શું તફાવત છે ? નામ યાવત્કથિક છે, સ્થાપના ઇત્વરિક – સ્વલ્પકાલિક પણ હોય છે અને યાવત્કથિક પણ હોય છે. નામ – સ્થાપના સ્કંધનું સર્વ વિવરણ નામ – સ્થાપના આવશ્યક પ્રમાણે જાણવુ.. સૂત્ર– ૫૨. [૧ ] દ્રવ્યસ્કંધનું સ્વરૂપ કેવું છે? દ્રવ્ય સ્કંધના બે પ્રકાર છે, તે આ પ્રમાણે છે – ૧. આગમથી દ્રવ્ય સ્કંધ અને ૨. નોઆગમથી દ્રવ્ય સ્કંધ. આગમથી દ્રવ્યસ્કંધનું સ્વરૂપ કેવું છે ? જેણે ‘સ્કંધ’ પદ ગુરુ પાસેથી શીખ્યું છે, સ્થિત કર્યું છે, જિત – મિત કર્યું છે, યાવત્ નૈગમ નયની અપેક્ષાએ એક અનુપયુક્ત આત્મા આગમથી એક દ્રવ્ય સ્કંધ છે, બે અનુપયુક્ત આત્મા આગમથી બે દ્રવ્ય સ્કંધ અને ત્રણ અનુપયુક્ત આત્મા આગમથી ત્રણ દ્રવ્ય સ્કંધ છે. તે જ પ્રમાણે જેટલા અનુપ યુક્ત આત્મા તેટલા આગમથી દ્રવ્યસ્કંધ જાણવા. વ્યવહારનય પણ નૈગમનયની જેમ એક, અનેક જેટલા અનુપયુક્ત આત્મા તેટલા આગમથી દ્રવ્ય સ્કંધનો સ્વીકાર કરે છે. સંગ્રહનય એક કે અનેક અનુપયુક્ત આત્માને એક જ દ્રવ્યસ્કંધ રૂપે સ્વીકારે છે. ઋજુસૂત્ર નયના મતે એક અનુપયુક્ત આત્મા એક આગમથી દ્રવ્યસ્કંધ છે, તે વર્તમાનકાલીન અને સ્વકીય વસ્તુને જ સ્વીકારે છે. તે ભેદોને કે બહુવચનને સ્વીકારતું નથી. ત્રણે શબ્દનયો અનુપયુક્ત જ્ઞાતાને અવસ્તુ – અસત્ માને છે. તેઓના મતે જે જ્ઞાયક હોય તે અનુપયુક્ત હોય જ નહીં અને જો અનુપયુક્ત હોય તો જ્ઞાયક કહેવાય નહીં. આ આગમથી દ્રવ્યસ્કંધનું સ્વરૂપ છે. [૨] નોઆગમથી દ્રવ્યસ્કંધનું સ્વરૂપ કેવું છે ? નોઆગમથી દ્રવ્યસ્કંધના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે છે – જ્ઞાયકશરીર દ્રવ્યસ્કંધ, ભવ્યશરીર દ્રવ્યસ્કંધ અને ઉભયવ્યતિરિક્ત દ્રવ્યસ્કંધ. જ્ઞાયકશરીર દ્રવ્યસ્કંધનું સ્વરૂપ કેવું છે ? સ્કંધપદના અર્થાધિકારને જાણનાર યાવત્ – જેણે સ્કંધ પદનું ગુરુ પાસે અધ્યયન કર્યું હતું, પ્રતિપાદન કર્યું હતું, પ્રરૂપિત કર્યું હતું યાવત્ આ જ્ઞાયકશરીર દ્રવ્યસ્કંધનું સ્વરૂપ છે. સ્કંધપદને જાણનાર સાધુનું મૃતશરીર પડ્યું હોય તો તે જ્ઞાયકશરીર દ્રવ્યસ્કંધ કહેવાય છે. ભવ્યશરીર દ્રવ્યસ્કંધનું સ્વરૂપ કેવું છે ? યથાસમયે યોનિ સ્થાન છોડી જન્મને ધારણ કરનાર યાવત્ ભવિષ્યમાં સ્કંધ પદને શીખશે, તે જીવનું આ શરીર ભવ્યશરીર દ્રવ્યસ્કંધ છે. તેનું કોઈ દૃષ્ટાંત છે? હા, જે ઘડામાં ભવિષ્યમાં મધ કે ઘી ભરવાનું હોય તે ઘડાને વર્તમાનમાં ઘીનો ઘડો કે મધનો ઘડો કહે, તેમ ભવ્યશરીર દ્રવ્યસ્કંધનું સ્વરૂપ જાણવુ. જ્ઞાયકશરીર – ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યસ્કંધનું સ્વરૂપ કેવું છે ? જ્ઞાયકશરીર – ભવ્યશરીર વ્યતિરિક્ત દ્રવ્યસ્કંધના ત્રણ પ્રકાર છે. તે આ પ્રમાણે છે – સચિત્ત, અચિત્ત અને મિશ્ર સૂત્ર સંદર્ભ– ૫૧, ૫૨ | ||
Mool Sutra Transliteration : | [sutra] se kim tam namakhamdhe? Namakhamdhe–jassa nam jivassa va ajivassa va jivana va ajivana tadubhayassa va tadubhavana va khamdhe tti namam kajjai. Se tam namakhamdhe. Se kim tam thavanakhamdhe? Thavanakhamdhe jannam katthakamme va vittakamme va potthakamme va leppakamme va gamthime va vedhime va purime va samghaime va akkhe va varadae va ego va anega va sabbhavathavanae va asabbhavathavanae va khamdhe tti thavana thavijjai. Se tam thavanakhamdhe. Namatthavananam ko paiviseso? Namam avakahiyam, thavana ittariya va hojja avakahiya va. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 51. Namaskamdhanum svarupa kevum chhe\? Je koi jivanum ke ajivanum yavat skamdha evum nama rakhavum tene namaskamdha kahe chhe. Sthapana skamdhanum svarupa kevum chhe\? Kashthamam yavat ‘a skamdha chhe’ tevo ja aropa karavo, te sthapana skamdha chhe. Nama ane sthapanamam shum taphavata chhe\? Nama yavatkathika chhe, sthapana itvarika – svalpakalika pana hoya chhe ane yavatkathika pana hoya chhe. Nama – sthapana skamdhanum sarva vivarana nama – sthapana avashyaka pramane janavu.. Sutra– 52. [1 ] dravyaskamdhanum svarupa kevum chhe? Dravya skamdhana be prakara chhe, te a pramane chhe – 1. Agamathi dravya skamdha ane 2. Noagamathi dravya skamdha. Agamathi dravyaskamdhanum svarupa kevum chhe\? Jene ‘skamdha’ pada guru pasethi shikhyum chhe, sthita karyum chhe, jita – mita karyum chhe, yavat naigama nayani apekshae eka anupayukta atma agamathi eka dravya skamdha chhe, be anupayukta atma agamathi be dravya skamdha ane trana anupayukta atma agamathi trana dravya skamdha chhe. Te ja pramane jetala anupa yukta atma tetala agamathi dravyaskamdha janava. Vyavaharanaya pana naigamanayani jema eka, aneka jetala anupayukta atma tetala agamathi dravya skamdhano svikara kare chhe. Samgrahanaya eka ke aneka anupayukta atmane eka ja dravyaskamdha rupe svikare chhe. Rijusutra nayana mate eka anupayukta atma eka agamathi dravyaskamdha chhe, te vartamanakalina ane svakiya vastune ja svikare chhe. Te bhedone ke bahuvachanane svikaratum nathi. Trane shabdanayo anupayukta jnyatane avastu – asat mane chhe. Teona mate je jnyayaka hoya te anupayukta hoya ja nahim ane jo anupayukta hoya to jnyayaka kahevaya nahim. A agamathi dravyaskamdhanum svarupa chhe. [2] noagamathi dravyaskamdhanum svarupa kevum chhe\? Noagamathi dravyaskamdhana trana prakara chhe. Te a pramane chhe – jnyayakasharira dravyaskamdha, bhavyasharira dravyaskamdha ane ubhayavyatirikta dravyaskamdha. Jnyayakasharira dravyaskamdhanum svarupa kevum chhe\? Skamdhapadana arthadhikarane jananara yavat – jene skamdha padanum guru pase adhyayana karyum hatum, pratipadana karyum hatum, prarupita karyum hatum yavat a jnyayakasharira dravyaskamdhanum svarupa chhe. Skamdhapadane jananara sadhunum mritasharira padyum hoya to te jnyayakasharira dravyaskamdha kahevaya chhe. Bhavyasharira dravyaskamdhanum svarupa kevum chhe\? Yathasamaye yoni sthana chhodi janmane dharana karanara yavat bhavishyamam skamdha padane shikhashe, te jivanum a sharira bhavyasharira dravyaskamdha chhe. Tenum koi drishtamta chhe? Ha, je ghadamam bhavishyamam madha ke ghi bharavanum hoya te ghadane vartamanamam ghino ghado ke madhano ghado kahe, tema bhavyasharira dravyaskamdhanum svarupa janavu. Jnyayakasharira – bhavyasharira vyatirikta dravyaskamdhanum svarupa kevum chhe\? Jnyayakasharira – bhavyasharira vyatirikta dravyaskamdhana trana prakara chhe. Te a pramane chhe – sachitta, achitta ane mishra Sutra samdarbha– 51, 52 |