Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1123334
Scripture Name( English ): Uttaradhyayan Translated Scripture Name : ઉત્તરાધ્યયન સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-३६ जीवाजीव विभक्ति

Translated Chapter :

અધ્યયન-૩૬ જીવાજીવ વિભક્તિ

Section : Translated Section :
Sutra Number : 1634 Category : Mool-04
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] पंचिंदियतिरिक्खाओ दुविहा ते वियाहिया । सम्मुच्छिमतिरिक्खाओ गब्भवक्कंतिया तहा ॥
Sutra Meaning : સૂત્ર– ૧૬૩૪. પંચેન્દ્રિય તિર્યંચ જીવના બે ભેદ વર્ણવેલા છે – સંમૂર્ચ્છિમ તિર્યંચ અને ગર્ભજ તિર્યંચ. સૂત્ર– ૧૬૩૫. આ બંનેના પણ ત્રણ – ત્રણ ભેદો છે – જલચર, સ્થલચર અને ખેચર. તે ભેદો મારી પાસેથી સાંભળો સૂત્ર– ૧૬૩૬. જળચર પાંચ પ્રકારથી કહેલા છે – મત્સ્ય, કચ્છપ, ગ્રાહ, મગર અને સુંસુમાર. સૂત્ર– ૧૬૩૭. તેઓ લોકના એક ભાગમાં વ્યાપ્ત છે, સંપૂર્ણ લોકમાં નહીં. અહીંથી આગળ તેના ચાર પ્રકારે કાલ વિભાગને હું કહીશ. સૂત્ર– ૧૬૩૮. જલચરો પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે, સ્થિતિની અપેક્ષાથી તે સાદિ સાંત છે. સૂત્ર– ૧૬૩૯. જલચરોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટથી એક કરોડ પૂર્વની છે. જઘન્યથી અંતર્મુહૂર્ત્તની છે. સૂત્ર– ૧૬૪૦. જલચરોની કાયસ્થિતિ ઉત્કૃષ્ટથી પૂર્વકોડી પૃથક્ત્વ છે અને જઘન્યથી અંતર્મુહૂર્ત્તની છે. સૂત્ર– ૧૬૪૧. જલચરના શરીરને છોડીને ફરી જલચરના શરીરમાં ઉત્પન્ન થવાનું અંતર જઘન્ય અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ છે. સૂત્ર– ૧૬૪૨. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી જલચરોના હજારો ભેદો છે. સૂત્ર– ૧૬૪૩. સ્થલચર જીવોના બે ભેદ છે – ચતુષ્પદ અને પરિસર્પ. ચતુષ્પદના ચાર ભેદો છે, તેનું હું કીર્તન કરીશ, તે સાંભળો. સૂત્ર– ૧૬૪૪. એકખુર તે અશ્વ આદિ, દ્વિખુર તે બળદ આદિ, ગંડીપદ તે હાથી આદિ, સનખપદ તે સિંહ આદિ. સૂત્ર– ૧૬૪૫. પરિસર્પ બે પ્રકારના છે – ભૂજપરિસર્પ તે ગોધાદિ, ઉરઃપરિસર્પ તે સાપ આદિ. આ બંનેના અનેક પ્રકારો છે. સૂત્ર– ૧૬૪૬. તે લોકના એક ભાગમાં વ્યાપ્ત છે, સંપૂર્ણ લોકમાં નહીં. હવે આગળ હું ચાર પ્રકારના સ્થળચરનો કાળ વિભાગ કહીશ. સૂત્ર– ૧૬૪૭. પ્રવાહની અપેક્ષાથી સ્થળચર જીવો અનાદિ અનંત છે. સ્થિતિની અપેક્ષાથી સાદિ – સાંત છે. સૂત્ર– ૧૬૪૮. સ્થળચરની આયુસ્થિતિ ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની છે. જઘન્ય અંતર્મુહૂર્ત્તની છે. સૂત્ર– ૧૬૪૯. ઉત્કૃષ્ટથી પૂર્વ કોટિ પૃથક્ત્વ અને સાધિક ત્રણ પલ્યોપમ, જઘન્યથી અંતર્મુહૂર્ત્ત સ્થળચરોની કાયસ્થિતિ છે. સૂત્ર– ૧૬૫૦. સ્થળચરનું ફરી સ્થળચરમાં ઉત્પન્ન થવાનું અંતર જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટથી અનંતકાળ છે. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી સ્થળચરના હજારો ભેદો છે.. સૂત્ર– ૧૬૫૧. ખેચર જીવના ચાર પ્રકાર કહેલ છે – ચર્મ પક્ષી, રોમ પક્ષી, સમુદ્‌ગ પક્ષી અને વિતત પક્ષી. સૂત્ર– ૧૬૫૨. તે લોકના એક ભાગમાં વ્યાપ્ત છે, સંપૂર્ણ લોકમાં નહીં. હવે આગળ ચાર પ્રકારથી ખેચર જીવોના કાળ વિભાગને કહીશ. સૂત્ર– ૧૬૫૩. પ્રવાહની અપેક્ષાથી ખેચર જીવો અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી તે સાદિ – સાંત છે. સૂત્ર– ૧૬૫૪. ખેચર જીવોની આયુસ્થિતિ ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગની છે, જઘન્યથી અંતર્મુહૂર્ત્ત છે. સૂત્ર– ૧૬૫૫. ઉત્કૃષ્ટથી પૃથક્ત્વ કરોડ પૂર્વ અધિક પલ્યોપમનો અસંખ્યાત ભાગ, જઘન્યથી અંતર્મુહૂર્ત્ત ખેચરોની કાયસ્થિતિ છે. સૂત્ર– ૧૬૫૬. ખેચર જીવોનું પુનઃ તેમાં ઉપજવાનું અંતર જઘન્યથી અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ અનંતકાળ છે. સૂત્ર– ૧૬૫૭. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનની અપેક્ષાથી ખેચર જીવોના હજારો ભેદો કહેવાયેલા છે. સૂત્ર સંદર્ભ– ૧૬૩૪–૧૬૫૭
Mool Sutra Transliteration : [gatha] pamchimdiyatirikkhao duviha te viyahiya. Sammuchchhimatirikkhao gabbhavakkamtiya taha.
Sutra Meaning Transliteration : Sutra– 1634. Pamchendriya tiryamcha jivana be bheda varnavela chhe – sammurchchhima tiryamcha ane garbhaja tiryamcha. Sutra– 1635. A bamnena pana trana – trana bhedo chhe – jalachara, sthalachara ane khechara. Te bhedo mari pasethi sambhalo Sutra– 1636. Jalachara pamcha prakarathi kahela chhe – matsya, kachchhapa, graha, magara ane sumsumara. Sutra– 1637. Teo lokana eka bhagamam vyapta chhe, sampurna lokamam nahim. Ahimthi agala tena chara prakare kala vibhagane hum kahisha. Sutra– 1638. Jalacharo pravahani apekshathi anadi anamta chhe, sthitini apekshathi te sadi samta chhe. Sutra– 1639. Jalacharoni ayusthiti utkrishtathi eka karoda purvani chhe. Jaghanyathi amtarmuhurttani chhe. Sutra– 1640. Jalacharoni kayasthiti utkrishtathi purvakodi prithaktva chhe ane jaghanyathi amtarmuhurttani chhe. Sutra– 1641. Jalacharana sharirane chhodine phari jalacharana shariramam utpanna thavanum amtara jaghanya amtarmuhurtta, utkrishta anamtakala chhe. Sutra– 1642. Varna, gamdha, rasa, sparsha ane samsthanani apekshathi jalacharona hajaro bhedo chhe. Sutra– 1643. Sthalachara jivona be bheda chhe – chatushpada ane parisarpa. Chatushpadana chara bhedo chhe, tenum hum kirtana karisha, te sambhalo. Sutra– 1644. Ekakhura te ashva adi, dvikhura te balada adi, gamdipada te hathi adi, sanakhapada te simha adi. Sutra– 1645. Parisarpa be prakarana chhe – bhujaparisarpa te godhadi, urahparisarpa te sapa adi. A bamnena aneka prakaro chhe. Sutra– 1646. Te lokana eka bhagamam vyapta chhe, sampurna lokamam nahim. Have agala hum chara prakarana sthalacharano kala vibhaga kahisha. Sutra– 1647. Pravahani apekshathi sthalachara jivo anadi anamta chhe. Sthitini apekshathi sadi – samta chhe. Sutra– 1648. Sthalacharani ayusthiti utkrishta trana palyopamani chhe. Jaghanya amtarmuhurttani chhe. Sutra– 1649. Utkrishtathi purva koti prithaktva ane sadhika trana palyopama, jaghanyathi amtarmuhurtta sthalacharoni kayasthiti chhe. Sutra– 1650. Sthalacharanum phari sthalacharamam utpanna thavanum amtara jaghanyathi amtarmuhurtta ane utkrishtathi anamtakala chhe. Varna, gamdha, rasa, sparsha ane samsthanathi sthalacharana hajaro bhedo chhe.. Sutra– 1651. Khechara jivana chara prakara kahela chhe – charma pakshi, roma pakshi, samudga pakshi ane vitata pakshi. Sutra– 1652. Te lokana eka bhagamam vyapta chhe, sampurna lokamam nahim. Have agala chara prakarathi khechara jivona kala vibhagane kahisha. Sutra– 1653. Pravahani apekshathi khechara jivo anadi anamta chhe ane sthitini apekshathi te sadi – samta chhe. Sutra– 1654. Khechara jivoni ayusthiti utkrishta palyopamano asamkhyata bhagani chhe, jaghanyathi amtarmuhurtta chhe. Sutra– 1655. Utkrishtathi prithaktva karoda purva adhika palyopamano asamkhyata bhaga, jaghanyathi amtarmuhurtta khecharoni kayasthiti chhe. Sutra– 1656. Khechara jivonum punah temam upajavanum amtara jaghanyathi amtarmuhurtta ane utkrishta anamtakala chhe. Sutra– 1657. Varna, gamdha, rasa, sparsha ane samsthanani apekshathi khechara jivona hajaro bhedo kahevayela chhe. Sutra samdarbha– 1634–1657