Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1123221 | ||
Scripture Name( English ): | Uttaradhyayan | Translated Scripture Name : | ઉત્તરાધ્યયન સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-३६ जीवाजीव विभक्ति |
Translated Chapter : |
અધ્યયન-૩૬ જીવાજીવ વિભક્તિ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1521 | Category : | Mool-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] बारसहिं जोयणेहिं सव्वट्ठस्सुवरिं भवे । ईसीपब्भारनामा उ पुढवी छत्तसंठिया ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૫૨૧. સર્વાર્થસિદ્ધ વિમાનથી ૧૨ – યોજન ઉપર ઇષત્ પ્રાગ્ભારા નામે પૃથ્વી છે. તે છત્રાકાર છે. સૂત્ર– ૧૫૨૨. તેની લંબાઈ ૪૫ લાખ યોજન અને તેની પહોળાઈ પણ તેટલી જ છે, તેની પરિધિ ત્રણ ગણી છે. સૂત્ર– ૧૫૨૩. મધ્યમાં તે આઠ યોજન સ્થૂળ છે. ક્રમશઃ તે પાતળી થતા – થતા અંતિમ ભાગમાં માખીની પાંખથી પણ અધિક પાતળી થઈ જાય છે. સૂત્ર– ૧૫૨૪. જિનેશ્વરોએ કહેલ છે કે – તે પૃથ્વી અર્જુન સ્વર્ણમયી છે, સ્વભાવથી નિર્મળ છે અને ઉલટા છત્રાકારે રહેલ છે. સૂત્ર– ૧૫૨૫. તે શંખ, અંકરત્ન અને કુંદપુષ્પ સમાન શ્વેત છે. નિર્મળ અને શુભ છે. આ સીતા નામની ઇષત્ પ્રાગ્ભારા પૃથ્વીથી એક હજાર ૧૦૦૦. યોજન ઉપર લોકનો અંત બતાવેલો છે. સીતા નામક્ ઇષત્ પ્રાગ્ભારા પૃથ્વીથી એક યોજન ઉપર જઈને લોકનો અંત બતાવેલો – કહેલો છે. સૂત્ર સંદર્ભ– ૧૫૨૧–૧૫૨૫ | ||
Mool Sutra Transliteration : | [gatha] barasahim joyanehim savvatthassuvarim bhave. Isipabbharanama u pudhavi chhattasamthiya. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 1521. Sarvarthasiddha vimanathi 12 – yojana upara ishat pragbhara name prithvi chhe. Te chhatrakara chhe. Sutra– 1522. Teni lambai 45 lakha yojana ane teni paholai pana tetali ja chhe, teni paridhi trana gani chhe. Sutra– 1523. Madhyamam te atha yojana sthula chhe. Kramashah te patali thata – thata amtima bhagamam makhini pamkhathi pana adhika patali thai jaya chhe. Sutra– 1524. Jineshvaroe kahela chhe ke – te prithvi arjuna svarnamayi chhe, svabhavathi nirmala chhe ane ulata chhatrakare rahela chhe. Sutra– 1525. Te shamkha, amkaratna ane kumdapushpa samana shveta chhe. Nirmala ane shubha chhe. A sita namani ishat pragbhara prithvithi eka hajara 1000. Yojana upara lokano amta batavelo chhe. Sita namak ishat pragbhara prithvithi eka yojana upara jaine lokano amta batavelo – kahelo chhe. Sutra samdarbha– 1521–1525 |