Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1123145 | ||
Scripture Name( English ): | Uttaradhyayan | Translated Scripture Name : | ઉત્તરાધ્યયન સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-३५ अनगार मार्गगति |
Translated Chapter : |
અધ્યયન-૩૫ અનગાર માર્ગગતિ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1445 | Category : | Mool-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] गिहवासं परिच्चज्ज पवज्जं अस्सिओ मुनी । इमे संगे वियाणिज्जा जेहिं सज्जंति मानवा ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૪૪૫. ગૃહવાસનો પરિત્યાગ કરી પ્રવ્રજિત થયેલ મુનિ, આ સંગોને જાણે, જેમાં મનુષ્ય આસક્ત થાય છે. સૂત્ર– ૧૪૪૬. સંયત ભિક્ષુ હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મચર્ય, ઇચ્છા, કામ અને લોભથી દૂર રહે. સૂત્ર– ૧૪૪૭, ૧૪૪૮. મનોહર ચિત્રોથી યુક્ત, માળા અને ધૂપથી સુવાસિત, કમાડો અને સફેદ ચંદરવાથી યુક્ત – એવા ચિત્તાકર્ષક સ્થાનની મનથી પણ ઇચ્છા ન કરે. કામ રાગ વધારનારા આવા પ્રકારના ઉપાશ્રયોમાં ઇન્દ્રિયોનો નિરોધ કરવો ભિક્ષુને માટે દુષ્કર છે. સૂત્ર– ૧૪૪૯, ૧૪૫૦. આથી એકાકી ભિક્ષુ સ્મશાનમાં, શૂન્યઘરમાં, વૃક્ષની નીચે તથા પરકૃત એકાંત સ્થાનમાં રહેવાની અભિરૂચિ રાખે. પરમ સંયત ભિક્ષુ પ્રાસુક, અનાબાધ, સ્ત્રી ઉપદ્રવથી રહિત સ્થાનમાં રહેવાનો સંકલ્પ કરે. સૂત્ર– ૧૪૫૧, ૧૪૫૨. ભિક્ષુ સ્વયં ઘર ન બનાવે, બીજા પાસે ન બનાવડાવે, કેમ કે ગૃહકર્મના સમારંભમાં પ્રાણીનો વધ જોવાયેલ છે. ત્રસ, સ્થાવર, સૂક્ષ્મ અને બાદર જીવોનો વધ થાય છે તેથી સંયત ભિક્ષુ ગૃહકર્મના સમારંભનો પરિત્યાગ કરે. સૂત્ર– ૧૪૫૩, ૧૪૫૪. એ જ પ્રમાણે ભોજન – પાન રાંધવા અને રંધાવવામાં હિંસા થાય છે. તેથી પ્રાણ અને ભૂત જીવોની દયાને માટે રાંધે કે રંધાવે નહીં. ભોજન અને પાનને પકાવવામાં પાણી, ધાન્ય, પૃથ્વી અને કાષ્ઠને આશ્રિત જીવોનો વધ થાય છે. તેથી સાધુ રંધાવે નહીં. સૂત્ર– ૧૪૫૫. અગ્નિ સમાન બીજું શસ્ત્ર નથી, તે ઘણા પ્રાણનું વિનાશક છે, સર્વતઃ તીક્ષ્ણ ધારથી યુક્ત છે, તેથી ભિક્ષુ અગ્નિ જ સળગાવે. સૂત્ર– ૧૪૫૬ થી ૧૪૫૮. ક્રય – વિક્રયથી વિરક્ત ભિક્ષુ સુવર્ણ અને માટીને સમાન સમજનાર છે, તેથી તે સોના – ચાંદીની મનથી પણ ઇચ્છા ન કરે... વસ્તુને ખરીદનાર ક્રયિક હોય છે, વેચનાર વણિક હોય છે. તેથી ક્રય – વિક્રયમાં પ્રવૃત્ત સાધુ – ‘સાધુ’ નથી... ભિક્ષાવૃત્તિથી જ ભિક્ષુએ ભિક્ષા કરવી જોઈએ. ક્રય – વિક્રયથી નહીં. ક્રય – વિક્રય મહાદોષ છે, ભિક્ષાવૃત્તિ સુખાવહ છે. સૂત્ર– ૧૪૫૯, ૧૪૬૦. મુનિ શ્રુતાનુસાર અનિંદિત અને સામુદાયિક ઉંછની એષણા કરે તે લાભ અને અલાભમાં સંતુષ્ટ રહીને ભિક્ષા ચર્યા કરે. અલોલુપ, રસમાં અનાસક્ત, રસનેન્દ્રિય વિજેતા, અમૂર્ચ્છિત, જીવન – નિર્વાહને માટે જ ખાય, રસને માટે નહીં. સૂત્ર– ૧૪૬૧. મુનિ અર્ચના, રચના, પૂજા, ઋદ્ધિ, સત્કાર અને સન્માનની મનથી પણ પ્રાર્થના ન કરે. સૂત્ર– ૧૪૬૨. મુનિ શુક્લ ધ્યાનમાં લીન રહે. નિદાન રહિત અને અકિંચન રહે, જીવન પર્યન્ત શરીરની આસક્તિને છોડીને વિચરણ કરે. સૂત્ર– ૧૪૬૩. કાળધર્મ ઉપસ્થિત થતા મુનિ આહારનો પરિત્યાગ કરી, મનુષ્ય શરીર છોડીને દુઃખોથી મુક્તિ અને સામર્થ્યવાન થઈ જાય છે. સૂત્ર– ૧૪૬૪. નિર્મમ, નિરહંકાર, વીતરાગ અને અનાશ્રવ મુનિ કેવળજ્ઞાન પામીને શાશ્વત પરિનિર્વાણ પામે છે – સૂત્ર સંદર્ભ– ૧૪૪૫–૧૪૬૪ | ||
Mool Sutra Transliteration : | [gatha] gihavasam parichchajja pavajjam assio muni. Ime samge viyanijja jehim sajjamti manava. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 1445. Grihavasano parityaga kari pravrajita thayela muni, a samgone jane, jemam manushya asakta thaya chhe. Sutra– 1446. Samyata bhikshu himsa, jutha, chori, abrahmacharya, ichchha, kama ane lobhathi dura rahe. Sutra– 1447, 1448. Manohara chitrothi yukta, mala ane dhupathi suvasita, kamado ane sapheda chamdaravathi yukta – eva chittakarshaka sthanani manathi pana ichchha na kare. Kama raga vadharanara ava prakarana upashrayomam indriyono nirodha karavo bhikshune mate dushkara chhe. Sutra– 1449, 1450. Athi ekaki bhikshu smashanamam, shunyagharamam, vrikshani niche tatha parakrita ekamta sthanamam rahevani abhiruchi rakhe. Parama samyata bhikshu prasuka, anabadha, stri upadravathi rahita sthanamam rahevano samkalpa kare. Sutra– 1451, 1452. Bhikshu svayam ghara na banave, bija pase na banavadave, kema ke grihakarmana samarambhamam pranino vadha jovayela chhe. Trasa, sthavara, sukshma ane badara jivono vadha thaya chhe tethi samyata bhikshu grihakarmana samarambhano parityaga kare. Sutra– 1453, 1454. E ja pramane bhojana – pana ramdhava ane ramdhavavamam himsa thaya chhe. Tethi prana ane bhuta jivoni dayane mate ramdhe ke ramdhave nahim. Bhojana ane panane pakavavamam pani, dhanya, prithvi ane kashthane ashrita jivono vadha thaya chhe. Tethi sadhu ramdhave nahim. Sutra– 1455. Agni samana bijum shastra nathi, te ghana prananum vinashaka chhe, sarvatah tikshna dharathi yukta chhe, tethi bhikshu agni ja salagave. Sutra– 1456 thi 1458. Kraya – vikrayathi virakta bhikshu suvarna ane matine samana samajanara chhe, tethi te sona – chamdini manathi pana ichchha na kare... Vastune kharidanara krayika hoya chhe, vechanara vanika hoya chhe. Tethi kraya – vikrayamam pravritta sadhu – ‘sadhu’ nathi... Bhikshavrittithi ja bhikshue bhiksha karavi joie. Kraya – vikrayathi nahim. Kraya – vikraya mahadosha chhe, bhikshavritti sukhavaha chhe. Sutra– 1459, 1460. Muni shrutanusara animdita ane samudayika umchhani eshana kare te labha ane alabhamam samtushta rahine bhiksha charya kare. Alolupa, rasamam anasakta, rasanendriya vijeta, amurchchhita, jivana – nirvahane mate ja khaya, rasane mate nahim. Sutra– 1461. Muni archana, rachana, puja, riddhi, satkara ane sanmanani manathi pana prarthana na kare. Sutra– 1462. Muni shukla dhyanamam lina rahe. Nidana rahita ane akimchana rahe, jivana paryanta sharirani asaktine chhodine vicharana kare. Sutra– 1463. Kaladharma upasthita thata muni aharano parityaga kari, manushya sharira chhodine duhkhothi mukti ane samarthyavana thai jaya chhe. Sutra– 1464. Nirmama, nirahamkara, vitaraga ane anashrava muni kevalajnyana pamine shashvata parinirvana pame chhe – Sutra samdarbha– 1445–1464 |