Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1123123 | ||
Scripture Name( English ): | Uttaradhyayan | Translated Scripture Name : | ઉત્તરાધ્યયન સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-३४ लेश्या |
Translated Chapter : |
અધ્યયન-૩૪ લેશ્યા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1423 | Category : | Mool-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] दस वाससहस्साइं काऊए ठिई जहन्निया होइ । तिण्णुदही पलिओवम असंखभागं च उक्कोसा ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૪૨૩. કાપોત લેશ્યાની સ્થિતિ – જઘન્ય ૧૦૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અધિક ત્રણ સાગરોપમ છે. સૂત્ર– ૧૪૨૪. નીલ લેશ્યાની સ્થિતિ – જઘન્ય પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક ત્રણ સાગરોપમ, ઉત્કૃષ્ટ પલ્યો – પમનો અસંખ્યાત ભાગ અધિક દશ સાગરોપમ છે. સૂત્ર– ૧૪૨૫. કૃષ્ણ લેશ્યાની સ્થિતિ – જઘન્ય પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક દશ સાગરોપમ, ઉત્કૃષ્ટ ૩૩ – સાગરોપમ છે. સૂત્ર– ૧૪૨૬. નૈરયિક જીવોની લેશ્યાઓની સ્થિતિ વર્ણવી, હવે તિર્યંચ, મનુષ્ય અને દેવોની લેશ્યા સ્થિતિનું વર્ણન કરીશ. સૂત્ર– ૧૪૨૭. કેવળ શુક્લ લેશ્યાને છોડીને મનુષ્ય અને તિર્યંચોની જેટલી પણ લેશ્યાઓ છે, તે બધાની જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્ત્ત છે. સૂત્ર– ૧૪૨૮. શુક્લ લેશ્યાની જઘન્ય સ્થિતિ અંતર્મુહૂર્ત્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૯૦૦ વર્ષ ન્યૂન એક કરોડ પૂર્વ છે. સૂત્ર– ૧૪૨૯. મનુષ્ય અને તિર્યંચોની લેશ્યાની સ્થિતિનું આ વર્ણન છે. હવે દેવોની લેશ્યાઓની સ્થિતિનું વર્ણન કરીશ. સૂત્ર– ૧૪૩૦. કૃષ્ણલેશ્યાની જઘન્ય સ્થિતિ ૧૦૦૦૦ વર્ષ છે, ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ છે. સૂત્ર– ૧૪૩૧. કૃષ્ણ લેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમય અધિક નીલ લેશ્યાની જઘન્ય સ્થિતિ છે, ઉત્કૃષ્ટ પલ્યોપમનો અસંખ્યાત ભાગાધિક છે. સૂત્ર– ૧૪૩૨. નીલ લેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમયાધિક કાપોત લેશ્યાની જઘન્ય સ્થિતિ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગાધિક છે. સૂત્ર– ૧૪૩૩. હવે આગળ હું ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવોની તેજોલેશ્યાની સ્થિતિનું નિરૂપણ કરીશ. સૂત્ર– ૧૪૩૪. તેજોલેશ્યાની જઘન્ય સ્થિતિ એક પલ્યોપમ, ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક બે સાગરોપમ છે. સૂત્ર– ૧૪૩૫. તેજોલેશ્યાની જઘન્ય સ્થિતિ ૧૦૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટ સ્થિતિ પલ્યોપમનો અસંખ્યાત ભાગ અધિક બે સાગરોપમ છે. સૂત્ર– ૧૪૩૬. તેજોલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિથી એક સમય અધિક પદ્મલેશ્યાની જઘન્ય સ્થિતિ છે, ઉત્કૃષ્ટ સ્થિતિ એક મુહૂર્ત્ત અધિક દશ સાગરોપમ છે. સૂત્ર– ૧૪૩૭. પદ્મલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિમાંથી એક સમય અધિક શુક્લ લેશ્યાની જઘન્ય છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ એક મુહૂર્ત્તાધિક ૩૩ – સાગરોપમ છે. સૂત્ર સંદર્ભ– ૧૪૨૩–૧૪૩૭ | ||
Mool Sutra Transliteration : | [gatha] dasa vasasahassaim kaue thii jahanniya hoi. Tinnudahi paliovama asamkhabhagam cha ukkosa. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 1423. Kapota leshyani sthiti – jaghanya 10000 varsha, utkrishta palyopamano asamkhyatamo bhaga adhika trana sagaropama chhe. Sutra– 1424. Nila leshyani sthiti – jaghanya palyopamano asamkhyata bhaga adhika trana sagaropama, utkrishta palyo – pamano asamkhyata bhaga adhika dasha sagaropama chhe. Sutra– 1425. Krishna leshyani sthiti – jaghanya palyopamano asamkhyata bhaga adhika dasha sagaropama, utkrishta 33 – sagaropama chhe. Sutra– 1426. Nairayika jivoni leshyaoni sthiti varnavi, have tiryamcha, manushya ane devoni leshya sthitinum varnana karisha. Sutra– 1427. Kevala shukla leshyane chhodine manushya ane tiryamchoni jetali pana leshyao chhe, te badhani jaghanya ane utkrishta sthiti amtarmuhurtta chhe. Sutra– 1428. Shukla leshyani jaghanya sthiti amtarmuhurtta ane utkrishta sthiti 900 varsha nyuna eka karoda purva chhe. Sutra– 1429. Manushya ane tiryamchoni leshyani sthitinum a varnana chhe. Have devoni leshyaoni sthitinum varnana karisha. Sutra– 1430. Krishnaleshyani jaghanya sthiti 10000 varsha chhe, utkrishta sthiti palyopamano asamkhyatamo bhaga chhe. Sutra– 1431. Krishna leshyani utkrishta sthitithi eka samaya adhika nila leshyani jaghanya sthiti chhe, utkrishta palyopamano asamkhyata bhagadhika chhe. Sutra– 1432. Nila leshyani utkrishta sthitithi eka samayadhika kapota leshyani jaghanya sthiti chhe ane utkrishta sthiti palyopamano asamkhyata bhagadhika chhe. Sutra– 1433. Have agala hum bhavanapati, vyamtara, jyotishka ane vaimanika devoni tejoleshyani sthitinum nirupana karisha. Sutra– 1434. Tejoleshyani jaghanya sthiti eka palyopama, utkrishta sthiti palyopamano asamkhyata bhaga adhika be sagaropama chhe. Sutra– 1435. Tejoleshyani jaghanya sthiti 10000 varsha ane utkrishta sthiti palyopamano asamkhyata bhaga adhika be sagaropama chhe. Sutra– 1436. Tejoleshyani utkrishta sthitithi eka samaya adhika padmaleshyani jaghanya sthiti chhe, utkrishta sthiti eka muhurtta adhika dasha sagaropama chhe. Sutra– 1437. Padmaleshyani utkrishta sthitimamthi eka samaya adhika shukla leshyani jaghanya chhe ane utkrishta sthiti eka muhurttadhika 33 – sagaropama chhe. Sutra samdarbha– 1423–1437 |