Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1123103 | ||
Scripture Name( English ): | Uttaradhyayan | Translated Scripture Name : | ઉત્તરાધ્યયન સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-३४ लेश्या |
Translated Chapter : |
અધ્યયન-૩૪ લેશ્યા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1403 | Category : | Mool-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] पंचासवप्पवत्तो तीहिं अगुत्तो छसुं अविरओ य । तिव्वारंभपरिणओ खुद्दो साहसिओ नरो ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૪૦૩, ૧૪૦૪. જે મનુષ્ય પાંચ આશ્રવોમાં પ્રવૃત્ત છે. ત્રણ ગુપ્તિઓમાં અગુપ્ત છે, છ કાયમાં અવિરત છે, તીવ્ર આરંભમાં સંલગ્ન છે, ક્ષુદ્ર છે, અવિવેકી છે, નિઃશંક પરિણામવાળા છે, નૃશંસ છે, અજિતેન્દ્રિય છે, આ બધા યોગોથી યુક્ત છે, તે કૃષ્ણ લેશ્યા પરિણત હોય છે. સૂત્ર– ૧૪૦૫, ૧૪૦૬. જે ઇર્ષ્યાળુ છે, અમર્ષ છે, અતપસ્વી છે, અજ્ઞાની છે, માયાવી છે, લજ્જા રહિત છે, વિષયા – સક્ત છે, દ્વેષી છે, ધૂર્ત છે, પ્રમાદી છે, રસલોલુપ છે, સુખનો ગવેષક છે, આરંભથી અવિરત છે, ક્ષુદ્ર છે, દુઃસાહસી છે – આ બધા યોગોથી યુક્ત મનુષ્ય નીલ લેશ્યામાં પરિણત હોય. સૂત્ર– ૧૪૦૭, ૧૪૦૮. જે મનુષ્ય વક્ર છે, આચાર વક્ર છે, કપટ કરે છે, સરળતા રહિત છે, પ્રતિકુંચક છે, પોતાના દોષોને છૂપાવે છે, ઔપધિક છે, સર્વત્ર છદ્મનો પ્રયોગ કરે છે, મિથ્યાદૃષ્ટિ છે, અનાર્ય છે, ઉત્પ્રાસક છે, દુષ્ટ વચનો બોલે છે, ચોર છે, મત્સરી છે – આ બધા યોગોથી યુક્ત તે કાપોત લેશ્યામાં પરિણત હોય છે. સૂત્ર– ૧૪૦૯, ૧૪૧૦. જે નમ્ર છે, અચપલ છે, માયા રહિત છે, અકુતૂહલ છે, વિનય કરવામાં નિપુણ છે, દાંત છે, યોગવાન છે, ઉપધાનવાન છે, પ્રિયધર્મી છે, દૃઢ ધર્મી છે, પાપભીરુ છે, હિતૈષી છે – આ બધા યોગોથી યુક્ત તે તેજો – લેશ્યામાં પરિણત હોય છે. સૂત્ર– ૧૪૧૧, ૧૪૧૨. ક્રોધ, માન, માયા, લોભ જેના અત્યંત અલ્પ છે, જે પ્રશાંત ચિત્ર છે, પોતાના આત્માનું દમન કરે છે, યોગવાન છે, ઉપધાન કરનાર છે. જે મિતભાષી છે, ઉપશાંત છે, જિતેન્દ્રિય છે – આ બધા યોગોથી યુક્ત હોય તે પદ્મ લેશ્યામાં પરિણત હોય છે. સૂત્ર– ૧૪૧૩, ૧૪૧૪. આર્ત્ત અને રૌદ્ર ધ્યાનોને છોડીને જે ધર્મ અને શુક્લધ્યાનમાં લીન છે, જે પ્રશાંત ચિત્ત અને દાંત છે. પાંચ સમિતિથી સમિત, ત્રણ ગુપ્તિથી ગુપ્ત છે. સરાગ હોય કે વીતરાગ પરંતુ જે ઉપશાંત છે, જિતેન્દ્રિય છે – આ બધા યોગોથી યુક્ત તે શુક્લ લેશ્યામાં પરિણત હોય છે. સૂત્ર સંદર્ભ– ૧૪૦૩–૧૪૧૪ | ||
Mool Sutra Transliteration : | [gatha] pamchasavappavatto tihim agutto chhasum avirao ya. Tivvarambhaparinao khuddo sahasio naro. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 1403, 1404. Je manushya pamcha ashravomam pravritta chhe. Trana guptiomam agupta chhe, chha kayamam avirata chhe, tivra arambhamam samlagna chhe, kshudra chhe, aviveki chhe, nihshamka parinamavala chhe, nrishamsa chhe, ajitendriya chhe, A badha yogothi yukta chhe, te krishna leshya parinata hoya chhe. Sutra– 1405, 1406. Je irshyalu chhe, amarsha chhe, atapasvi chhe, ajnyani chhe, mayavi chhe, lajja rahita chhe, vishaya – sakta chhe, dveshi chhe, dhurta chhe, pramadi chhe, rasalolupa chhe, sukhano gaveshaka chhe, arambhathi avirata chhe, kshudra chhe, duhsahasi chhe – A badha yogothi yukta manushya nila leshyamam parinata hoya. Sutra– 1407, 1408. Je manushya vakra chhe, achara vakra chhe, kapata kare chhe, saralata rahita chhe, pratikumchaka chhe, potana doshone chhupave chhe, aupadhika chhe, sarvatra chhadmano prayoga kare chhe, mithyadrishti chhe, anarya chhe, utprasaka chhe, dushta vachano bole chhe, chora chhe, matsari chhe – A badha yogothi yukta te kapota leshyamam parinata hoya chhe. Sutra– 1409, 1410. Je namra chhe, achapala chhe, maya rahita chhe, akutuhala chhe, vinaya karavamam nipuna chhe, damta chhe, yogavana chhe, upadhanavana chhe, priyadharmi chhe, dridha dharmi chhe, papabhiru chhe, hitaishi chhe – A badha yogothi yukta te tejo – leshyamam parinata hoya chhe. Sutra– 1411, 1412. Krodha, mana, maya, lobha jena atyamta alpa chhe, je prashamta chitra chhe, potana atmanum damana kare chhe, yogavana chhe, upadhana karanara chhe. Je mitabhashi chhe, upashamta chhe, jitendriya chhe – A badha yogothi yukta hoya te padma leshyamam parinata hoya chhe. Sutra– 1413, 1414. Artta ane raudra dhyanone chhodine je dharma ane shukladhyanamam lina chhe, je prashamta chitta ane damta chhe. Pamcha samitithi samita, trana guptithi gupta chhe. Saraga hoya ke vitaraga paramtu je upashamta chhe, jitendriya chhe – A badha yogothi yukta te shukla leshyamam parinata hoya chhe. Sutra samdarbha– 1403–1414 |