Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1122968
Scripture Name( English ): Uttaradhyayan Translated Scripture Name : ઉત્તરાધ્યયન સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-३२ प्रमादस्थान

Translated Chapter :

અધ્યયન-૩૨ પ્રમાદસ્થાન

Section : Translated Section :
Sutra Number : 1268 Category : Mool-04
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] चक्खुस्स रूवं गहणं वयंति तं रागहेउं तु मणुन्नमाहु । तं दोसहेउं अमणुन्नमाहु समो य जो तेसु स वीयरागो ॥
Sutra Meaning : સૂત્ર– ૧૨૬૮. ચક્ષુનો ગ્રાહ્ય વિષય રૂપ છે, જે રૂપ રાગનું કારણ હોય છે, તેને મનોજ્ઞ કહે છે અને જે રૂપ દ્વેષનું કારણ હોય છે, તેને અમનોજ્ઞ કહે છે. આ બંનેમાં જે સમ છે, તે વીતરાગ છે. સૂત્ર– ૧૨૬૯. ચક્ષુ રૂપનો ગ્રાહક છે અને રૂપ એ ચક્ષુનો ગ્રાહ્ય વિષય છે, જે રાગનું કારણ છે, તેને મનોજ્ઞ કહે છે અને જે દ્વેષનું કારણ છે, તેને અમનોજ્ઞ કહે છે. સૂત્ર– ૧૨૭૦. જે મનોજ્ઞ રૂપમાં તીવ્ર રૂપે ગૃદ્ધિ રાખે છે, તે રાગાતુર અકાળમાં જ વિનાશને પ્રાપ્ત થાય છે. જેમ પ્રકાશ લોલુપ પતંગીયુ પ્રકાશના રૂપમાં આસક્ત થઈને મૃત્યુને પ્રાપ્ત કરે છે. સૂત્ર– ૧૨૭૧. જે અમનોજ્ઞ રૂપ પ્રતિ તીવ્ર રૂપથી દ્વેષ કરે છે, તે તે જ ક્ષણે પોતાના દુર્દાન્ત દ્વેષથી દુઃખને પ્રાપ્ત થાય છે. તેમાં રૂપનો કોઈ અપરાધ નથી. સૂત્ર– ૧૨૭૨. જે સુંદર રૂપમાં એકાંતે આસક્ત થાય છે અને અતાદૃશ રૂપમાં દ્વેષ કરે છે, તે અજ્ઞાની દુઃખની પીડાને પ્રાપ્ત થાય છે. વિરક્ત મુનિ તેમાં લિપ્ત થતા નથી. સૂત્ર– ૧૨૭૩. મનોજ્ઞ રૂપની આશાનું અનુગમ જ કરનારો અનેકરૂપ ત્રસ અને સ્થાવર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયોજનને અધિક મહત્ત્વ દેનાર ક્લિષ્ટ અજ્ઞાની વિવિધ પ્રકારે તેમને પરિતાપ આપે અને પીડા પહોંચાડે છે. સૂત્ર– ૧૨૭૪. રૂપમાં અનુપાત અને પરિગ્રહને કારણે રૂપના ઉત્પાદનમાં, સંરક્ષણમાં, સંનિયોગમાં તથ્ય વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાંથી? તેને ઉપભોગકાળમાં પણ તૃપ્તિ મળતી નથી. સૂત્ર– ૧૨૭૫. રૂપમાં અતૃપ્ત તથા પરિગ્રહમાં આસક્ત અને ઉપસક્ત સંતોષને પામતો નથી. તે અસંતોષ દોષથી દુઃખી અને લોભથી વ્યાકુળ બીજાની વસ્તુને ચોરે છે. સૂત્ર– ૧૨૭૬. રૂપ અને પરિગ્રહમાં અતૃપ્ત તથા તૃષ્ણાથી અભિભૂત થઈને તે બીજાની વસ્તુનું અપહરણ કરે છે. લોભના દોષથી તેનું કપટ અને જૂઠ વધે છે. પરંતુ કપટ અને જૂઠનો પ્રયોગ કરવા છતાં તે દુઃખથી મુક્ત થતો નથી. સૂત્ર– ૧૨૭૭. જૂઠ બોલતા પહેલાં, તેના પછી અને બોલવાના સમયમાં પણ તે દુઃખી થાય છે. તેનો અંત પણ દુઃખ રૂપ થાય છે. એ પ્રમાણે રૂપથી અતૃપ્ત થઈને તે ચોરી કરનારો દુઃખી અને આશ્રયહીન થાય છે. સૂત્ર– ૧૨૭૮. આ પ્રમાણે રૂપમાં અનુરક્ત મનુષ્યને ક્યાં, ક્યારે અને કેટલુ સુખ થશે? જે પામવાને માટે મનુષ્ય દુઃખ ભોગવે છે, તેના ઉપભોગમાં પણ કલેશ અને દુઃખ જ થાય છે. સૂત્ર– ૧૨૭૯. આ પ્રમાણે રૂપ પ્રતિ દ્વેષ કરનાર પણ ઉત્તરોત્તર અનેક દુઃખોની પરંપરાને પ્રાપ્ત થાય છે. દ્વેષયુક્ત ચિત્તથી જે કર્મોનું ઉપાર્જન કરે છે, તે વિપાકના સમયમાં દુઃખનું કારણ બને છે. સૂત્ર– ૧૨૮૦. રૂપમાં વિરક્ત મનુષ્ય શોક સહિત થાય છે. તે સંસારમાં રહેવા છતાં પણ લિપ્ત થતો નથી. જેમ જળાશયમાં કમળનું પત્ર જળથી લિપ્ત થતું નથી. સૂત્ર– ૧૨૮૧. શ્રોત્રનું ગ્રહણ શબ્દ છે, જે શબ્દ રાગમાં કારણ છે, તેને મનોજ્ઞ કહે છે. જે શબ્દ દ્વેષમાં કારણ છે, તેને અમનોજ્ઞ કહે છે. તેમાં જે સમ છે તે વીતરાગ છે. સૂત્ર– ૧૨૮૨. શ્રોત્ર શબ્દનો ગ્રાહક છે. શબ્દ શ્રોત્રનો ગ્રાહ્ય છે. જે રાગનું કારણ છે, તેને મનોજ્ઞ કહે છે, દ્વેષનું કારણ તે અમનોજ્ઞ કહેવાય છે. સૂત્ર– ૧૨૮૩. જે મનોજ્ઞ શબ્દમાં તીવ્ર રૂપે આસક્ત છે, તે રાગાતુર અકાળમાં જ વિનાશને પામે છે. જેમ શબ્દમાં અતૃપ્ત મુગ્ધ હરણ મૃત્યુને પામે છે. સૂત્ર– ૧૨૮૪. જે અમનોજ્ઞ શબ્દ પ્રતિ દ્વેષ કરે છે, તે તે જ ક્ષણે પોતાના દુર્દાન્ત દ્વેષથી દુઃખી થાય છે, તેમાં શબ્દનો કોઈ અપરાધ નથી. સૂત્ર– ૧૨૮૫. જે પ્રિય શબ્દોમાં એકાંત આસક્ત થાય છે અને અપ્રિય શબ્દોમાં દ્વેષ કરે છે, તે અજ્ઞાની દુઃખની પીડાને પ્રાપ્ત થાય છે. વિરક્ત મુનિ તેમાં લેપાતા નથી. સૂત્ર– ૧૨૮૬. શબ્દની આશાનો અનુગામી અનેક રૂપ ચરાચર જીવોની હિંસા કરે છે. પોતાના પ્રયોજનને જ મુખ્ય માનનારો ક્લિષ્ટ અજ્ઞાની વિવિધ પ્રકારે તેને પરિતાપ આપે છે, પીડા પહોંચાડે છે. સૂત્ર– ૧૨૮૭. શબ્દમાં અનુરાગ અને મમત્વના કારણે શબ્દના ઉત્પાદનમાં, સંરક્ષણમાં, સંનિયોગમાં તથા વ્યય અને વિયોગમાં તેને સુખ ક્યાં છે ? તેને ઉપભોગ કાળમાં પણ તૃપ્તિ મળતી નથી. સૂત્ર– ૧૨૮૮. શબ્દમાં અતૃપ્ત તથા પરિગ્રહમાં આસક્ત અને ઉપસક્ત સંતોષને પ્રાપ્ત થતા નથી. તે અસંતોષના દોષથી દુઃખી અને લોભગ્રસ્ત બીજાની વસ્તુને ચોરે છે. સૂત્ર– ૧૨૮૯. શબ્દ અને પરિગ્રહમાં અતૃપ્ત, તૃષ્ણાથી પરાજિત બીજાની વસ્તુઓનું અપહરણ કરે છે. લોભના દોષથી કપટ અને જૂઠ વધે છે. કપટ અને જૂઠથી પણ તે દુઃખથી મુક્ત થતો નથી. સૂત્ર– ૧૨૯૦. જૂઠ બોલતા પહેલાં, બોલ્યા પછી અને બોલતી વખતે પણ તે દુઃખી થાય છે. તેનો અંત પણ દુઃખમય છે. આ પ્રમાણે શબ્દમાં અતૃપ્ત ચોરી કરતો એવો દુઃખી અને આશ્રયહીન થઈ જાય છે. સૂત્ર– ૧૨૯૧. આ પ્રમાણે શબ્દમાં અનુરક્તને ક્યાં ? ક્યારે ? અને કેટલું સુખ થશે ? જે ઉપભોગને માટે તે દુઃખ સહે છે, તે ઉપભોગમાં પણ કલેશ અને દુઃખ જ થાય છે. સૂત્ર– ૧૨૯૨. આ પ્રમાણે જે અમનોજ્ઞ શબ્દ પ્રતિ દ્વેષ કરે છે, તે ક્રમશઃ અનેક દુઃખોની પરંપરાને પામે છે. દ્વેષયુક્ત ચિત્તથી જે કર્મોનું ઉપાર્જન કરે છે, તે જ કર્મો વિપાકના સમયમાં દુઃખનું કારણ બને છે. સૂત્ર– ૧૨૯૩. શબ્દમાં વિરક્ત મનુષ્ય શોક રહિત થાય છે તે સંસારમાં રહેવા છતાં પણ લેપાતો નથી. જેમ જળાશયમાં કમલપત્ર જળથી સૂત્ર– ૧૨૯૪ થી ૧૩૦૬. ઘ્રાણનો વિષય ગંધ છે, જે ગંધ રાગમાં કારણ છે, તેને મનોજ્ઞ કહે છે અને જે ગંધ દ્વેષમાં કારણ થાય છે તેને અમનોજ્ઞ કહે છે ઇત્યાદિ – ૧૩ – સૂત્રોને ચક્ષુ અને શ્રોત્રમાં કહેલા ૧૩ – ૧૩ સૂત્રોની માફક જ કહેવા. માત્ર ચક્ષુ કે શ્રોત્રના સ્થાને ઘ્રાણ કહેવું તથા રૂપ અને શબ્દના સ્થાને ‘ગંધ’ કહેવી. બાકી આલાવા પૂર્વવત્‌. સૂત્ર– ૧૩૦૭ થી ૧૩૧૯. જિહ્વાનો વિષય રસ છે. જે રસ રાગમાં કારણ છે, તેને મનોજ્ઞ કહે છે અને જે રસ દ્વેષનું કારણ છે, તેને અમનોજ્ઞ કહે છે ઇત્યાદિ – ૧૩ – સૂત્રોને ચક્ષુ અને શ્રોત્રમાં કહેલા ૧૩ – ૧૩ સૂત્રોની માફક જ કહેવા. માત્ર ચક્ષુ કે શ્રોત્રના સ્થાને જિહ્વા કહેવું. તથા રૂપ અને શબ્દના સ્થાને ‘રસ’ કહેવો. બાકી આલાવા પૂર્વવત્‌. સૂત્ર– ૧૩૨૦ થી ૧૩૩૨. કાયાનો વિષય સ્પર્શ છે. જે સ્પર્શ રાગનું કારણ છે, તેને મનોજ્ઞ કહે છે, જે સ્પર્શ દ્વેષનું કારણ છે તેને અમનોજ્ઞ કહે છે ઇત્યાદિ – ૧૩ – સૂત્રોને ચક્ષુ અને શ્રોત્રમાં કહેલાં ૧૩ – ૧૩ સૂત્રોની માફક જ કહેવા. માત્ર ચક્ષુ કે શ્રોત્રના સ્થાને ‘કાય’ કહેવું. તથા રૂપ અને શબ્દના સ્થાને ‘સ્પર્શ’ કહેવો. બાકી આલાવા પૂર્વવત્‌. સૂત્ર– ૧૩૩૩ થી ૧૩૪૫. મનનો વિષય ભાવ છે. જે ભાવ રાગમાં કારણ છે, તેને મનોજ્ઞ કહે છે, જે ભાવ દ્વેષનું કારણ છે, તેને અમનોજ્ઞ કહે છે ઇત્યાદિ – ૧૩ – સૂત્રોને ચક્ષુ અને શ્રોત્રમાં કહેલા ૧૩ – ૧૩ સૂત્રોની માફક જ કહેવા. માત્ર ચક્ષુ અને શ્રોત્રના સ્થાને ‘મન’ કહેવું તથા રૂપ અને શબ્દના સ્થાને ‘ભાવ’ કહેવો. બાકી પૂર્વવત્‌. સૂત્ર સંદર્ભ– ૧૨૬૮–૧૩૪૫
Mool Sutra Transliteration : [gatha] chakkhussa ruvam gahanam vayamti tam ragaheum tu manunnamahu. Tam dosaheum amanunnamahu samo ya jo tesu sa viyarago.
Sutra Meaning Transliteration : Sutra– 1268. Chakshuno grahya vishaya rupa chhe, je rupa raganum karana hoya chhe, tene manojnya kahe chhe ane je rupa dveshanum karana hoya chhe, tene amanojnya kahe chhe. A bamnemam je sama chhe, te vitaraga chhe. Sutra– 1269. Chakshu rupano grahaka chhe ane rupa e chakshuno grahya vishaya chhe, je raganum karana chhe, tene manojnya kahe chhe ane je dveshanum karana chhe, tene amanojnya kahe chhe. Sutra– 1270. Je manojnya rupamam tivra rupe griddhi rakhe chhe, te ragatura akalamam ja vinashane prapta thaya chhe. Jema prakasha lolupa patamgiyu prakashana rupamam asakta thaine mrityune prapta kare chhe. Sutra– 1271. Je amanojnya rupa prati tivra rupathi dvesha kare chhe, te te ja kshane potana durdanta dveshathi duhkhane prapta thaya chhe. Temam rupano koi aparadha nathi. Sutra– 1272. Je sumdara rupamam ekamte asakta thaya chhe ane atadrisha rupamam dvesha kare chhe, te ajnyani duhkhani pidane prapta thaya chhe. Virakta muni temam lipta thata nathi. Sutra– 1273. Manojnya rupani ashanum anugama ja karanaro anekarupa trasa ane sthavara jivoni himsa kare chhe. Potana prayojanane adhika mahattva denara klishta ajnyani vividha prakare temane paritapa ape ane pida pahomchade chhe. Sutra– 1274. Rupamam anupata ane parigrahane karane rupana utpadanamam, samrakshanamam, samniyogamam tathya vyaya ane viyogamam tene sukha kyamthi? Tene upabhogakalamam pana tripti malati nathi. Sutra– 1275. Rupamam atripta tatha parigrahamam asakta ane upasakta samtoshane pamato nathi. Te asamtosha doshathi duhkhi ane lobhathi vyakula bijani vastune chore chhe. Sutra– 1276. Rupa ane parigrahamam atripta tatha trishnathi abhibhuta thaine te bijani vastunum apaharana kare chhe. Lobhana doshathi tenum kapata ane jutha vadhe chhe. Paramtu kapata ane juthano prayoga karava chhatam te duhkhathi mukta thato nathi. Sutra– 1277. Jutha bolata pahelam, tena pachhi ane bolavana samayamam pana te duhkhi thaya chhe. Teno amta pana duhkha rupa thaya chhe. E pramane rupathi atripta thaine te chori karanaro duhkhi ane ashrayahina thaya chhe. Sutra– 1278. A pramane rupamam anurakta manushyane kyam, kyare ane ketalu sukha thashe? Je pamavane mate manushya duhkha bhogave chhe, tena upabhogamam pana kalesha ane duhkha ja thaya chhe. Sutra– 1279. A pramane rupa prati dvesha karanara pana uttarottara aneka duhkhoni paramparane prapta thaya chhe. Dveshayukta chittathi je karmonum uparjana kare chhe, te vipakana samayamam duhkhanum karana bane chhe. Sutra– 1280. Rupamam virakta manushya shoka sahita thaya chhe. Te samsaramam raheva chhatam pana lipta thato nathi. Jema jalashayamam kamalanum patra jalathi lipta thatum nathi. Sutra– 1281. Shrotranum grahana shabda chhe, je shabda ragamam karana chhe, tene manojnya kahe chhe. Je shabda dveshamam karana chhe, tene amanojnya kahe chhe. Temam je sama chhe te vitaraga chhe. Sutra– 1282. Shrotra shabdano grahaka chhe. Shabda shrotrano grahya chhe. Je raganum karana chhe, tene manojnya kahe chhe, dveshanum karana te amanojnya kahevaya chhe. Sutra– 1283. Je manojnya shabdamam tivra rupe asakta chhe, te ragatura akalamam ja vinashane pame chhe. Jema shabdamam atripta mugdha harana mrityune pame chhe. Sutra– 1284. Je amanojnya shabda prati dvesha kare chhe, te te ja kshane potana durdanta dveshathi duhkhi thaya chhe, temam shabdano koi aparadha nathi. Sutra– 1285. Je priya shabdomam ekamta asakta thaya chhe ane apriya shabdomam dvesha kare chhe, te ajnyani duhkhani pidane prapta thaya chhe. Virakta muni temam lepata nathi. Sutra– 1286. Shabdani ashano anugami aneka rupa charachara jivoni himsa kare chhe. Potana prayojanane ja mukhya mananaro klishta ajnyani vividha prakare tene paritapa ape chhe, pida pahomchade chhe. Sutra– 1287. Shabdamam anuraga ane mamatvana karane shabdana utpadanamam, samrakshanamam, samniyogamam tatha vyaya ane viyogamam tene sukha kyam chhe\? Tene upabhoga kalamam pana tripti malati nathi. Sutra– 1288. Shabdamam atripta tatha parigrahamam asakta ane upasakta samtoshane prapta thata nathi. Te asamtoshana doshathi duhkhi ane lobhagrasta bijani vastune chore chhe. Sutra– 1289. Shabda ane parigrahamam atripta, trishnathi parajita bijani vastuonum apaharana kare chhe. Lobhana doshathi kapata ane jutha vadhe chhe. Kapata ane juthathi pana te duhkhathi mukta thato nathi. Sutra– 1290. Jutha bolata pahelam, bolya pachhi ane bolati vakhate pana te duhkhi thaya chhe. Teno amta pana duhkhamaya chhe. A pramane shabdamam atripta chori karato evo duhkhi ane ashrayahina thai jaya chhe. Sutra– 1291. A pramane shabdamam anuraktane kyam\? Kyare\? Ane ketalum sukha thashe\? Je upabhogane mate te duhkha sahe chhe, te upabhogamam pana kalesha ane duhkha ja thaya chhe. Sutra– 1292. A pramane je amanojnya shabda prati dvesha kare chhe, te kramashah aneka duhkhoni paramparane pame chhe. Dveshayukta chittathi je karmonum uparjana kare chhe, te ja karmo vipakana samayamam duhkhanum karana bane chhe. Sutra– 1293. Shabdamam virakta manushya shoka rahita thaya chhe te samsaramam raheva chhatam pana lepato nathi. Jema jalashayamam kamalapatra jalathi Sutra– 1294 thi 1306. Ghranano vishaya gamdha chhe, je gamdha ragamam karana chhe, tene manojnya kahe chhe ane je gamdha dveshamam karana thaya chhe tene amanojnya kahe chhe ityadi – 13 – sutrone chakshu ane shrotramam kahela 13 – 13 sutroni maphaka ja kaheva. Matra chakshu ke shrotrana sthane ghrana kahevum tatha rupa ane shabdana sthane ‘gamdha’ kahevi. Baki alava purvavat. Sutra– 1307 thi 1319. Jihvano vishaya rasa chhe. Je rasa ragamam karana chhe, tene manojnya kahe chhe ane je rasa dveshanum karana chhe, tene amanojnya kahe chhe ityadi – 13 – sutrone chakshu ane shrotramam kahela 13 – 13 sutroni maphaka ja kaheva. Matra chakshu ke shrotrana sthane jihva kahevum. Tatha rupa ane shabdana sthane ‘rasa’ kahevo. Baki alava purvavat. Sutra– 1320 thi 1332. Kayano vishaya sparsha chhe. Je sparsha raganum karana chhe, tene manojnya kahe chhe, je sparsha dveshanum karana chhe tene amanojnya kahe chhe ityadi – 13 – sutrone chakshu ane shrotramam kahelam 13 – 13 sutroni maphaka ja kaheva. Matra chakshu ke shrotrana sthane ‘kaya’ kahevum. Tatha rupa ane shabdana sthane ‘sparsha’ kahevo. Baki alava purvavat. Sutra– 1333 thi 1345. Manano vishaya bhava chhe. Je bhava ragamam karana chhe, tene manojnya kahe chhe, je bhava dveshanum karana chhe, tene amanojnya kahe chhe ityadi – 13 – sutrone chakshu ane shrotramam kahela 13 – 13 sutroni maphaka ja kaheva. Matra chakshu ane shrotrana sthane ‘mana’ kahevum tatha rupa ane shabdana sthane ‘bhava’ kahevo. Baki purvavat. Sutra samdarbha– 1268–1345