Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1122927
Scripture Name( English ): Uttaradhyayan Translated Scripture Name : ઉત્તરાધ્યયન સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-३१ चरणविधि

Translated Chapter :

અધ્યયન-૩૧ ચરણવિધિ

Section : Translated Section :
Sutra Number : 1227 Category : Mool-04
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] एगओ विरइं कुज्जा एगओ य पवत्तणं । असंजमे नियत्तिं च संजमे य पवत्तणं ॥
Sutra Meaning : સૂત્ર– ૧૨૨૭. સાધકે એક તરફથી નિવૃત્તિ અને એક તરફથી પ્રવૃત્તિ કરવી જોઈએ. અસંયમથી નિવૃત્તિ અને સંયમમાં પ્રવૃત્તિ. સૂત્ર– ૧૨૨૮. પાપકર્મના પ્રવર્તક રાગ અને દ્વેષ છે. આ બે પાપકર્મોના જે ભિક્ષુ સદા નિરોધ કરે છે, તે સંસારમાં રોકાતો નથી. સૂત્ર– ૧૨૨૯. ત્રણ દંડ, ત્રણ ગારવ, ત્રણ શલ્યોનો જે ભિક્ષુ સદૈવ ત્યાગ કરે છે, તે સંસારમાં રોકાતા નથી. સૂત્ર– ૧૨૩૦. દેવ, તિર્યંચ અને મનુષ્ય સંબંધી ઉપસર્ગોને જે ભિક્ષુ સદા સહન કરે છે, તે સંસારમાં રોકાતા નથી. સૂત્ર– ૧૨૩૧. જે ભિક્ષુ વિકથાઓનો, કષાયોનો, સંજ્ઞાઓનો અને બંને અશુભ ધ્યાનોનું સદા વર્જન કરે છે, તે સંસારમાં રોકાતા નથી. સૂત્ર– ૧૨૩૨. જે ભિક્ષુ વ્રતો અને સમિતિઓના પાલનમાં તથા ઇન્દ્રિય વિષયો અને ક્રિયાઓના પરિહારમાં સદા યત્નશીલ રહે છે, તે સંસારમાં રોકાતા નથી. સૂત્ર– ૧૨૩૩. જે ભિક્ષુ છ લેશ્યા, છ કાય, છ આહાર કારણોમાં સદા ઉપયોગવંત રહે છે, તે સંસારમાં રોકાતા નથી. સૂત્ર– ૧૨૩૪. પિંડાવગ્રહોમાં, સાત આહાર પ્રતિમામાં, સાત ભયસ્થાનોમાં સદા ઉપયોગવંત રહે છે, તે સંસારમાં રોકાતા નથી. સૂત્ર– ૧૨૩૫. મદ સ્થાનોમાં, બ્રહ્મચર્ય ગુપ્તિમાં, દશવિધ ભિક્ષુ ધર્મમાં, જે ભિક્ષુ સદા ઉપયોગવંત રહે છે, તે સંસારમાં રોકાતા નથી. સૂત્ર– ૧૨૩૬. ઉપાસકોની પ્રતિમાઓમાં, ભિક્ષુ પ્રતિમાઓમાં જે ભિક્ષુ સદા ઉપયોગવંત રહે છે, તે સંસારમાં રોકાતા નથી. સૂત્ર– ૧૨૩૭. ક્રિયાઓમાં, જીવ સમુદાયોમાં, પરમાધાર્મિક દેવોમાં જે ભિક્ષુ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતા નથી. સૂત્ર– ૧૨૩૮. ગાથા ષોડશકમાં અને અસંયમમાં જે ભિક્ષુ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતો નથી. સૂત્ર– ૧૨૩૯. બ્રહ્મચર્યમાં, જ્ઞાત અધ્યયનોમાં, અસમાધિ સ્થાનોમાં જે ભિક્ષુ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતો નથી. સૂત્ર– ૧૨૪૦. એકવીશ શબલ દોષોમાં, બાવીશ પરીષહોમાં જે ભિક્ષુ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતા નથી. સૂત્ર– ૧૨૪૧. સૂયગડાંગના ત્રેવીશ અધ્યયનોમાં, રૂપાધિકમાં અને દેવોમાં જે ભિક્ષુ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતા નથી. સૂત્ર– ૧૨૪૨. પચ્ચીશ ભાવનાઓમાં, દશા આદિના ઉદ્દેશોમાં જે ભિક્ષુ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતા નથી. સૂત્ર– ૧૨૪૩. અણગાર ગુણોમાં અને તથૈવ પ્રકલ્પમાં જે ભિક્ષુ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતા નથી. સૂત્ર– ૧૨૪૪. પાપશ્રુત પ્રસંગોમાં અને મોહ પ્રકલ્પમાં જે ભિક્ષુ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતો નથી. સૂત્ર– ૧૨૪૫. સિદ્ધોના એકત્રીશ ગુણોમાં, યોગ સંગ્રહમાં, ૩૩ – આશાતનામાં જે ભિક્ષુ સદા ઉપયોગ રાખે છે, તે સંસારમાં રોકાતો નથી. સૂત્ર સંદર્ભ– ૧૨૨૭–૧૨૪૫
Mool Sutra Transliteration : [gatha] egao viraim kujja egao ya pavattanam. Asamjame niyattim cha samjame ya pavattanam.
Sutra Meaning Transliteration : Sutra– 1227. Sadhake eka taraphathi nivritti ane eka taraphathi pravritti karavi joie. Asamyamathi nivritti ane samyamamam pravritti. Sutra– 1228. Papakarmana pravartaka raga ane dvesha chhe. A be papakarmona je bhikshu sada nirodha kare chhe, te samsaramam rokato nathi. Sutra– 1229. Trana damda, trana garava, trana shalyono je bhikshu sadaiva tyaga kare chhe, te samsaramam rokata nathi. Sutra– 1230. Deva, tiryamcha ane manushya sambamdhi upasargone je bhikshu sada sahana kare chhe, te samsaramam rokata nathi. Sutra– 1231. Je bhikshu vikathaono, kashayono, samjnyaono ane bamne ashubha dhyanonum sada varjana kare chhe, te samsaramam rokata nathi. Sutra– 1232. Je bhikshu vrato ane samitiona palanamam tatha indriya vishayo ane kriyaona pariharamam sada yatnashila rahe chhe, te samsaramam rokata nathi. Sutra– 1233. Je bhikshu chha leshya, chha kaya, chha ahara karanomam sada upayogavamta rahe chhe, te samsaramam rokata nathi. Sutra– 1234. Pimdavagrahomam, sata ahara pratimamam, sata bhayasthanomam sada upayogavamta rahe chhe, te samsaramam rokata nathi. Sutra– 1235. Mada sthanomam, brahmacharya guptimam, dashavidha bhikshu dharmamam, je bhikshu sada upayogavamta rahe chhe, te samsaramam rokata nathi. Sutra– 1236. Upasakoni pratimaomam, bhikshu pratimaomam je bhikshu sada upayogavamta rahe chhe, te samsaramam rokata nathi. Sutra– 1237. Kriyaomam, jiva samudayomam, paramadharmika devomam je bhikshu sada upayoga rakhe chhe, te samsaramam rokata nathi. Sutra– 1238. Gatha shodashakamam ane asamyamamam je bhikshu sada upayoga rakhe chhe, te samsaramam rokato nathi. Sutra– 1239. Brahmacharyamam, jnyata adhyayanomam, asamadhi sthanomam je bhikshu sada upayoga rakhe chhe, te samsaramam rokato nathi. Sutra– 1240. Ekavisha shabala doshomam, bavisha parishahomam je bhikshu sada upayoga rakhe chhe, te samsaramam rokata nathi. Sutra– 1241. Suyagadamgana trevisha adhyayanomam, rupadhikamam ane devomam je bhikshu sada upayoga rakhe chhe, te samsaramam rokata nathi. Sutra– 1242. Pachchisha bhavanaomam, dasha adina uddeshomam je bhikshu sada upayoga rakhe chhe, te samsaramam rokata nathi. Sutra– 1243. Anagara gunomam ane tathaiva prakalpamam je bhikshu sada upayoga rakhe chhe, te samsaramam rokata nathi. Sutra– 1244. Papashruta prasamgomam ane moha prakalpamam je bhikshu sada upayoga rakhe chhe, te samsaramam rokato nathi. Sutra– 1245. Siddhona ekatrisha gunomam, yoga samgrahamam, 33 – ashatanamam je bhikshu sada upayoga rakhe chhe, te samsaramam rokato nathi. Sutra samdarbha– 1227–1245