Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1122902
Scripture Name( English ): Uttaradhyayan Translated Scripture Name : ઉત્તરાધ્યયન સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-३० तपोमार्गगति

Translated Chapter :

અધ્યયન-૩૦ તપોમાર્ગગતિ

Section : Translated Section :
Sutra Number : 1202 Category : Mool-04
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] ओमोयरियं पंचहा समासेण वियाहियं । दव्वओ खेत्तकालेणं भावेणं पज्जवेहि य ॥
Sutra Meaning : સૂત્ર– ૧૨૦૨. સંક્ષેપમાં ઉનોદરિકા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પર્યાયોની અપેક્ષાથી પાંચ પ્રકારે છે. સૂત્ર– ૧૨૦૩. જેનો જેટલો આહાર હોય તેમાં એક સિક્થ – એક કોળિયો આદિ રૂપે જે ઓછું ભોજન કરવું તે દ્રવ્ય ઉણોદરી છે. સૂત્ર– ૧૨૦૪. ગામ, નગર, રાજધાની, નિગમ, આકર, પલ્લી, ખંડ, કર્બટ, દ્રોણમુખ, પતન, મંડપ, સંબાધ. સૂત્ર– ૧૨૦૫. આશ્રમપદ, વિહાર, સંનિવેશ સમાજ, ઘોષ, સ્થલી, સેનાની છાવણી, સાર્થ, સંવર્ત, કોટ, સૂત્ર– ૧૨૦૬. વાડ, રથ્યા, ઘર. આ ક્ષેત્રોમાં તથા આવા પ્રકારના બીજા ક્ષેત્રોમાં નિર્ધારિત ક્ષેત્ર પ્રમાણ અનુસાર ભિક્ષાર્થે જવું તે ક્ષેત્ર ઉણોદરી છે. અથવા સૂત્ર– ૧૨૦૭. પેટા, અર્ધપેટા, ગોમૂત્રિકા, પતંગવીથિકા, શંબૂકાવર્તા આયત – ગત્વા પ્રત્યાગતા છ પ્રકારે ક્ષેત્ર ઉણોદરી છે. સૂત્ર– ૧૨૦૮. દિવસના ચાર પ્રહર હોય છે. તે ચાર પ્રહરોમાં ભિક્ષાનો જે નિયત કાળ હોય, તદનુસાર ભિક્ષા તે માટે જવું, તેને કાળ ઉણોદરી કહે છે. સૂત્ર– ૧૨૦૯. અથવા કંઈક ન્યૂન ત્રીજા પ્રહરમાં ભિક્ષાની એષણા કરવી. તે કાળથી ઉણોદરી છે. સૂત્ર– ૧૨૧૦. સ્ત્રી કે પુરુષ, અલંકૃત અથવા અનલંકૃત, વિશિષ્ટ આયુ અને અમુક વર્ણના વસ્ત્ર. સૂત્ર– ૧૨૧૧. અથવા અમુક વિશિષ્ટ વર્ણ અને ભાવથી યુક્ત દાતા પાસેથી જ ભિક્ષા ગ્રહણ કરવી, અન્યથા ન કરવી. આવા પ્રકારની ચર્યાવાળા મુનિને ભાવથી ઉણોદરી તપ છે. સૂત્ર– ૧૨૧૨. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં જે જે પર્યાય કથન કરેલ છે, તે બધાથી ઉણોદરી તપ કરનાર ભિક્ષુ પર્યવચરક હોય છે. સૂત્ર સંદર્ભ– ૧૨૦૨–૧૨૧૨
Mool Sutra Transliteration : [gatha] omoyariyam pamchaha samasena viyahiyam. Davvao khettakalenam bhavenam pajjavehi ya.
Sutra Meaning Transliteration : Sutra– 1202. Samkshepamam unodarika dravya, kshetra, kala, bhava, paryayoni apekshathi pamcha prakare chhe. Sutra– 1203. Jeno jetalo ahara hoya temam eka siktha – eka koliyo adi rupe je ochhum bhojana karavum te dravya unodari chhe. Sutra– 1204. Gama, nagara, rajadhani, nigama, akara, palli, khamda, karbata, dronamukha, patana, mamdapa, sambadha. Sutra– 1205. Ashramapada, vihara, samnivesha samaja, ghosha, sthali, senani chhavani, sartha, samvarta, kota, Sutra– 1206. Vada, rathya, ghara. A kshetromam tatha ava prakarana bija kshetromam nirdharita kshetra pramana anusara bhiksharthe javum te kshetra unodari chhe. Athava Sutra– 1207. Peta, ardhapeta, gomutrika, patamgavithika, shambukavarta ayata – gatva pratyagata chha prakare kshetra unodari chhe. Sutra– 1208. Divasana chara prahara hoya chhe. Te chara praharomam bhikshano je niyata kala hoya, tadanusara bhiksha te mate javum, tene kala unodari kahe chhe. Sutra– 1209. Athava kamika nyuna trija praharamam bhikshani eshana karavi. Te kalathi unodari chhe. Sutra– 1210. Stri ke purusha, alamkrita athava analamkrita, vishishta ayu ane amuka varnana vastra. Sutra– 1211. Athava amuka vishishta varna ane bhavathi yukta data pasethi ja bhiksha grahana karavi, anyatha na karavi. Ava prakarani charyavala munine bhavathi unodari tapa chhe. Sutra– 1212. Dravya, kshetra, kala ane bhavamam je je paryaya kathana karela chhe, te badhathi unodari tapa karanara bhikshu paryavacharaka hoya chhe. Sutra samdarbha– 1202–1212