Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1122792 | ||
Scripture Name( English ): | Uttaradhyayan | Translated Scripture Name : | ઉત્તરાધ્યયન સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-२८ मोक्षमार्गगति |
Translated Chapter : |
અધ્યયન-૨૮ મોક્ષમાર્ગગતિ |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1092 | Category : | Mool-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] भूयत्थेणाहिगया जीवाजीवा य पुण्णपावं च । सहसम्मुइयासवसंवरो य रोएइ उ निसग्गो ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૦૯૨. પરોપદેશ વિના, સ્વયંના જ યથાર્થ બોધથી અવગત જીવ, અજીવ, પુન્ય, પાપ, આશ્રવ અને સંવરાદિ તત્ત્વોની જે રૂચિ છે તે નિસર્ગ રૂચિ છે. સૂત્ર– ૧૦૯૩. જિનેશ્વર દ્વારા દૃષ્ટ ભાવોમાં તથા દ્રવ્યાદિ ચારથી વિશિષ્ટ પદાર્થોના વિષયમાં ‘આ આમ જ છે, અન્યથા નથી.’ એવી જે સ્વતઃ થયેલ શ્રદ્ધા છે, તે નિસર્ગ રૂચિ છે. સૂત્ર– ૧૦૯૪. જે બીજા છદ્મસ્થ કે અર્હત્ના ઉપદેશથી જીવાદિ ભાવોમાં શ્રદ્ધાન્ કરે છે. તે ઉપદેશરૂચિ જાણવી. સૂત્ર– ૧૦૯૫. રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન જેના દૂર થઈ ગયા છે, તેમની આજ્ઞામાં રહેવું તે ‘આજ્ઞારૂચિ’ છે. સૂત્ર– ૧૦૯૬. જે અંગપ્રવિષ્ટ અને અંગબાહ્ય શ્રુતનું અવગાહન કરતો શ્રુતથી સમ્યક્ત્વની પ્રાપ્તિ કરે છે, તે ‘સૂત્રરૂચિ’ જાણવી. સૂત્ર– ૧૦૯૭. જે પ્રમાણે જળમાં તેલના બિંદુ વિસ્તરે છે, તેમજ જો સમ્યક્ત્વ એકપદથી અનેક પદોમાં ફેલાઈ જાય છે, તે ‘બીજરૂચિ’ છે. સૂત્ર– ૧૦૯૮. જેણે અગિયાર અંગો, પ્રકીર્ણક, દૃષ્ટિવાદ આદિ શ્રુતજ્ઞાન અર્થ સહિત પ્રાપ્ત કરેલ છે, તે ‘અભિગમ – રૂચિ’ છે. સૂત્ર– ૧૦૯૯. સમગ્ર પ્રમાણે અને નયોથી જે દ્રવ્યોના બધા ભાવોને જાણે છે, તે ‘વિસ્તારરૂચિ’ છે. સૂત્ર– ૧૧૦૦. દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ, વિનય, સત્ય, સમિતિ અને ગુપ્તિ આદિ ક્રિયાઓમાં જે ભાવથી રૂચિ છે, તે ‘ક્રિયારૂચિ’ છે. સૂત્ર– ૧૧૦૧. જે નિર્ગ્રન્થ પ્રવચનમાં અકુશળ છે, મિથ્યા પ્રવચનોથી અનભિજ્ઞ છે, પરંતુ કુદૃષ્ટિનો આગ્રહ ન હોવાથી અલ્પબોધથી જ જે તત્વ શ્રદ્ધાવાળો છે, તે સંક્ષેપ રૂચિ છે. સૂત્ર– ૧૧૦૨. જિનકથિત અસ્તિકાય ધર્મમાં, શ્રુત ધર્મમાં અને ચારિત્રધર્મમાં શ્રદ્ધા કરે છે, તે ‘ધર્મરૂચિ’ જાણવો. સૂત્ર સંદર્ભ– ૧૦૯૨–૧૧૦૨ | ||
Mool Sutra Transliteration : | [gatha] bhuyatthenahigaya jivajiva ya punnapavam cha. Sahasammuiyasavasamvaro ya roei u nisaggo. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 1092. Paropadesha vina, svayamna ja yathartha bodhathi avagata jiva, ajiva, punya, papa, ashrava ane samvaradi tattvoni je ruchi chhe te nisarga ruchi chhe. Sutra– 1093. Jineshvara dvara drishta bhavomam tatha dravyadi charathi vishishta padarthona vishayamam ‘a ama ja chhe, anyatha nathi.’ evi je svatah thayela shraddha chhe, te nisarga ruchi chhe. Sutra– 1094. Je bija chhadmastha ke arhatna upadeshathi jivadi bhavomam shraddhan kare chhe. Te upadesharuchi janavi. Sutra– 1095. Raga, dvesha, moha ane ajnyana jena dura thai gaya chhe, temani ajnyamam rahevum te ‘ajnyaruchi’ chhe. Sutra– 1096. Je amgapravishta ane amgabahya shrutanum avagahana karato shrutathi samyaktvani prapti kare chhe, te ‘sutraruchi’ janavi. Sutra– 1097. Je pramane jalamam telana bimdu vistare chhe, temaja jo samyaktva ekapadathi aneka padomam phelai jaya chhe, te ‘bijaruchi’ chhe. Sutra– 1098. Jene agiyara amgo, prakirnaka, drishtivada adi shrutajnyana artha sahita prapta karela chhe, te ‘abhigama – ruchi’ chhe. Sutra– 1099. Samagra pramane ane nayothi je dravyona badha bhavone jane chhe, te ‘vistararuchi’ chhe. Sutra– 1100. Darshana, jnyana, charitra, tapa, vinaya, satya, samiti ane gupti adi kriyaomam je bhavathi ruchi chhe, te ‘kriyaruchi’ chhe. Sutra– 1101. Je nirgrantha pravachanamam akushala chhe, mithya pravachanothi anabhijnya chhe, paramtu kudrishtino agraha na hovathi alpabodhathi ja je tatva shraddhavalo chhe, te samkshepa ruchi chhe. Sutra– 1102. Jinakathita astikaya dharmamam, shruta dharmamam ane charitradharmamam shraddha kare chhe, te ‘dharmaruchi’ janavo. Sutra samdarbha– 1092–1102 |