Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1122744 | ||
Scripture Name( English ): | Uttaradhyayan | Translated Scripture Name : | ઉત્તરાધ્યયન સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-२६ सामाचारी |
Translated Chapter : |
અધ્યયન-૨૬ સામાચારી |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1044 | Category : | Mool-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] पासवणुच्चारभूमिं च पडिलेहिज्ज जयं जई । काउस्सग्गं तओ कुज्जा सव्वदुक्खविमोक्खणं ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૦૪૪. ૧. યતનામાં પ્રયત્નશીલ મુનિ પછી પ્રસ્રવણ અને ઉચ્ચાર ભૂમિનું પડિલેહણ કરે. ૨ ત્યારપછી સર્વ દુઃખોથી મુક્ત કરનારો કાયોત્સર્ગ કરે. સૂત્ર– ૧૦૪૫. જ્ઞાન, દર્શન અને ચારિત્ર સંબંધી દૈવસિક અતિચારોનું અનુક્રમે ચિંતન કરે. સૂત્ર– ૧૦૪૬. કાયોત્સર્ગ પૂરો કરીને ગુરુને વંદના કરે. પછી અનુક્રમે દૈવસિક અતિચારોની આલોચના કરે. સૂત્ર– ૧૦૪૭. પ્રતિક્રમણ કરી, નિઃશલ્ય થઈ ગુરુને વાંદીને, પછી સર્વ દુઃખોથી મુક્ત કરાવનારો કાયોત્સર્ગ કરે. સૂત્ર– ૧૦૪૮. કાયોત્સર્ગ પારીને ગુરુને વંદના કરે, પછી સ્તુતિમંગલ કરીને કાળની પ્રતિલેખના કરે. સૂત્ર– ૧૦૪૯. રાત્રિક કૃત્યમાં – પહેલાં પ્રહરમાં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન, ત્રીજામાં નિદ્રા અને ચોથામાં ફરી સ્વાધ્યાય કરે. સૂત્ર– ૧૦૫૦. ચોથા પ્રહરે કાળનું પ્રતિલેખન કરે, અસંયતને જગાડ્યા વિના સ્વાધ્યાય કરે. સૂત્ર– ૧૦૫૧. ચોથા પ્રહરના ચોથા ભાગે ગુરુને વંદના કરી, કાળનું પ્રતિક્રમણ કરે, કાળનું પ્રતિલેખન કરે. સૂત્ર– ૧૦૫૨. સર્વ દુઃખોથી મુક્ત કરાવનાર કાયોત્સર્ગનો સમય થતા સર્વ દુઃખ વિમોક્ષક કાયોત્સર્ગ કરે. સૂત્ર– ૧૦૫૩. જ્ઞાન, દર્શન, ચારિત્ર તપ સંબંધી રાત્રિક અતિચારોનું અનુક્રમે ચિંતન કરે. સૂત્ર– ૧૦૫૪. કાયોત્સર્ગ પારીને ગુરુને વંદના કરે. પછી અનુક્રમે રાત્રિક અતિચારોને આલોચે. સૂત્ર– ૧૦૫૫. પ્રતિક્રમણ કરી નિઃશલ્ય થઈને ગુરુને વંદના કરે, ત્યારપછી બધા દુઃખોથી મુક્ત કરાવનારો કાયોત્સર્ગ કરે. સૂત્ર– ૧૦૫૬. કાયોત્સર્ગમાં ચિંતવે કે, ‘‘હું આજે કયા તપને સ્વીકારું?’’ કાયોત્સર્ગ પારીને ગુરુને વંદના કરે. સૂત્ર– ૧૦૫૭. કાયોત્સર્ગ પારી, ગુરુને વંદના કરી, ત્યારપછી યથોચિત તપનો સ્વીકાર કરીને સિદ્ધોની સ્તુતિ કરે. સૂત્ર સંદર્ભ– ૧૦૪૪–૧૦૫૭ | ||
Mool Sutra Transliteration : | [gatha] pasavanuchcharabhumim cha padilehijja jayam jai. Kaussaggam tao kujja savvadukkhavimokkhanam. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 1044. 1. Yatanamam prayatnashila muni pachhi prasravana ane uchchara bhuminum padilehana kare. 2 tyarapachhi sarva duhkhothi mukta karanaro kayotsarga kare. Sutra– 1045. Jnyana, darshana ane charitra sambamdhi daivasika aticharonum anukrame chimtana kare. Sutra– 1046. Kayotsarga puro karine gurune vamdana kare. Pachhi anukrame daivasika aticharoni alochana kare. Sutra– 1047. Pratikramana kari, nihshalya thai gurune vamdine, pachhi sarva duhkhothi mukta karavanaro kayotsarga kare. Sutra– 1048. Kayotsarga parine gurune vamdana kare, pachhi stutimamgala karine kalani pratilekhana kare. Sutra– 1049. Ratrika krityamam – pahelam praharamam svadhyaya, bijamam dhyana, trijamam nidra ane chothamam phari svadhyaya kare. Sutra– 1050. Chotha prahare kalanum pratilekhana kare, asamyatane jagadya vina svadhyaya kare. Sutra– 1051. Chotha praharana chotha bhage gurune vamdana kari, kalanum pratikramana kare, kalanum pratilekhana kare. Sutra– 1052. Sarva duhkhothi mukta karavanara kayotsargano samaya thata sarva duhkha vimokshaka kayotsarga kare. Sutra– 1053. Jnyana, darshana, charitra tapa sambamdhi ratrika aticharonum anukrame chimtana kare. Sutra– 1054. Kayotsarga parine gurune vamdana kare. Pachhi anukrame ratrika aticharone aloche. Sutra– 1055. Pratikramana kari nihshalya thaine gurune vamdana kare, tyarapachhi badha duhkhothi mukta karavanaro kayotsarga kare. Sutra– 1056. Kayotsargamam chimtave ke, ‘‘hum aje kaya tapane svikarum?’’ kayotsarga parine gurune vamdana kare. Sutra– 1057. Kayotsarga pari, gurune vamdana kari, tyarapachhi yathochita tapano svikara karine siddhoni stuti kare. Sutra samdarbha– 1044–1057 |