Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1122727 | ||
Scripture Name( English ): | Uttaradhyayan | Translated Scripture Name : | ઉત્તરાધ્યયન સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-२६ सामाचारी |
Translated Chapter : |
અધ્યયન-૨૬ સામાચારી |
Section : | Translated Section : | ||
Sutra Number : | 1027 | Category : | Mool-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] पुव्वल्लंमि चउब्भाए पडिलेहित्ताणं भंडय । गुरुं वंदित्तु सज्झायं कुज्जा दुक्खविमोक्खणं ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૧૦૨૭. દિવસના પહેલાં પ્રહરના ચોથા ભાગમાં પાત્રાદિનું પડિલેહણ કરી, ગુરુને વંદના કરી, દુઃખ વિમોક્ષક સ્વાધ્યાય કરે. સૂત્ર– ૧૦૨૮. પોરીસીના ચોથા ભાગમાં ગુરુને વાંદીને કાળને પ્રતિક્રમ્યા વિના જ પાત્રાનું પડિલેહણ કરે. સૂત્ર– ૧૦૨૯. મુખવસ્ત્રિકાનું પડિલેહણ કરી ગુચ્છાનું પડિલેહણ કરે. આંગળીઓથી ગુચ્છા પકડી વસ્ત્રો પડિલેહે સૂત્ર– ૧૦૩૦. ઉત્કટુક આસને બેસે. પછી વસ્ત્ર ઊંચું રાખે, સ્થિર રાખે, અત્વરિતતાથી તેનું પડિલેહણ કરે. બીજામાં વસ્ત્રને ધીમે – ધીમે ઝાટકીને પછી વસ્ત્રનું પ્રમાર્જન કરે. સૂત્ર– ૧૦૩૧. પડિલેહણના સમયે વસ્ત્ર કે શરીરને નચાવે નહીં, વાળે નહીં. દૃષ્ટિથી અલક્ષિત ન કરે, દિવાલ આદિનો સ્પર્શ ન થવા દે. છ પૂર્વ અને નવ ખોટક કરે. જે કોઈ પ્રાણી હોય તેનું વિશોધન કરે. સૂત્ર– ૧૦૩૨. પડિલેહણના દોષ કહે છે – આરભટા, સંમર્દા, મોસલી, પ્રસ્ફોટના, વિક્ષિપ્તા, વેદિકા. સૂત્ર– ૧૦૩૩. પ્રશિથિલ, પ્રલંબ, લોલ, એકામર્શા, અનેક રૂપ ધૂનન, પ્રમાણ પ્રમાદ, ગણનોપગણના. સૂત્ર– ૧૦૩૪. પ્રસ્ફોટન અને પ્રમાર્જનના પ્રમાણથી ન – ન્યૂન, ન અધિક, તથા અવિપરીત પ્રતિલેખના જ શુદ્ધ થાય છે. તેના આઠ વિકલ્પોમાં પહેલો ભેદ જ શુદ્ધ છે, બાકીના ભેદો અપ્રશસ્ત છે. સૂત્ર– ૧૦૩૫. પડિલેહણ કરતી વખતે જે પરસ્પર વાર્તાલાપ કરે, જનપદની કથા કરે. પચ્ચક્ખાણ આપે, ભણાવે કે સ્વયં ભણે. સૂત્ર– ૧૦૩૬. તે પડિલેહણમાં પ્રમત્ત મુનિ પૃથ્વી, અપ, તેઉ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાય એ છ એ કાયના વિરાધક થાય છે. સૂત્ર– ૧૦૩૭. છમાનું કોઈ એક કારણ હોય તો ત્રીજા પ્રહરમાં ભોજન – પાનની ગવેષણા કરે. સૂત્ર– ૧૦૩૮. ક્ષુધાવેદના, વૈયાવચ્ચ, ઇર્યાસમિતિપાલનાર્થે, સંયમાર્થે, પ્રાણરક્ષા માટે, ધર્મચિંતા માટે આહાર ગવેષે સૂત્ર– ૧૦૩૯. ધૃતિ સંપન્ન સાધુ – સાધ્વી આ છ કારણે ભોજન – પાન ગવેષણા ન કરે, જેનાથી સંયમનું અતિક્રમણ ન થાય. સૂત્ર– ૧૦૪૦. રોગ આવે, ઉપસર્ગ થાય, બ્રહ્મચર્ય ગુપ્તિની સુરક્ષા, પ્રાણી દયા, તપને માટે, શરીરના વિચ્છેદને માટે મુનિ આહાર ન ગવેષે. સૂત્ર– ૧૦૪૧. બધા ઉપકરણોની ચક્ષુ પ્રતિલેખના કરે, તેને લઈને અર્ધ યોજન સુધી મુનિ ભિક્ષાને માટે વિહાર કરે. સૂત્ર– ૧૦૪૨. ચોથા પ્રહરમાં પડિલેહણા કરી બધી પાત્રાને બાંધીને રાખી દે. ત્યાર પછી જીવાદિ સર્વ ભાવોનો પ્રકાશક સ્વાધ્યાય કરે. સૂત્ર– ૧૦૪૩. પોરીસીના ચોથા ભાગમાં ગુરુને વાંદીને કાળ પ્રતિક્રમણ કરીને શય્યાની પડિલેહણા કરે. સૂત્ર સંદર્ભ– ૧૦૨૭–૧૦૪૩ | ||
Mool Sutra Transliteration : | [gatha] puvvallammi chaubbhae padilehittanam bhamdaya. Gurum vamdittu sajjhayam kujja dukkhavimokkhanam. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 1027. Divasana pahelam praharana chotha bhagamam patradinum padilehana kari, gurune vamdana kari, duhkha vimokshaka svadhyaya kare. Sutra– 1028. Porisina chotha bhagamam gurune vamdine kalane pratikramya vina ja patranum padilehana kare. Sutra– 1029. Mukhavastrikanum padilehana kari guchchhanum padilehana kare. Amgaliothi guchchha pakadi vastro padilehe Sutra– 1030. Utkatuka asane bese. Pachhi vastra umchum rakhe, sthira rakhe, atvaritatathi tenum padilehana kare. Bijamam vastrane dhime – dhime jhatakine pachhi vastranum pramarjana kare. Sutra– 1031. Padilehanana samaye vastra ke sharirane nachave nahim, vale nahim. Drishtithi alakshita na kare, divala adino sparsha na thava de. Chha purva ane nava khotaka kare. Je koi prani hoya tenum vishodhana kare. Sutra– 1032. Padilehanana dosha kahe chhe – arabhata, sammarda, mosali, prasphotana, vikshipta, vedika. Sutra– 1033. Prashithila, pralamba, lola, ekamarsha, aneka rupa dhunana, pramana pramada, gananopaganana. Sutra– 1034. Prasphotana ane pramarjanana pramanathi na – nyuna, na adhika, tatha aviparita pratilekhana ja shuddha thaya chhe. Tena atha vikalpomam pahelo bheda ja shuddha chhe, bakina bhedo aprashasta chhe. Sutra– 1035. Padilehana karati vakhate je paraspara vartalapa kare, janapadani katha kare. Pachchakkhana ape, bhanave ke svayam bhane. Sutra– 1036. Te padilehanamam pramatta muni prithvi, apa, teu, vayu, vanaspati ane trasakaya e chha e kayana viradhaka thaya chhe. Sutra– 1037. Chhamanum koi eka karana hoya to trija praharamam bhojana – panani gaveshana kare. Sutra– 1038. Kshudhavedana, vaiyavachcha, iryasamitipalanarthe, samyamarthe, pranaraksha mate, dharmachimta mate ahara gaveshe Sutra– 1039. Dhriti sampanna sadhu – sadhvi a chha karane bhojana – pana gaveshana na kare, jenathi samyamanum atikramana na thaya. Sutra– 1040. Roga ave, upasarga thaya, brahmacharya guptini suraksha, prani daya, tapane mate, sharirana vichchhedane mate muni ahara na gaveshe. Sutra– 1041. Badha upakaranoni chakshu pratilekhana kare, tene laine ardha yojana sudhi muni bhikshane mate vihara kare. Sutra– 1042. Chotha praharamam padilehana kari badhi patrane bamdhine rakhi de. Tyara pachhi jivadi sarva bhavono prakashaka svadhyaya kare. Sutra– 1043. Porisina chotha bhagamam gurune vamdine kala pratikramana karine shayyani padilehana kare. Sutra samdarbha– 1027–1043 |