Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1122626
Scripture Name( English ): Uttaradhyayan Translated Scripture Name : ઉત્તરાધ્યયન સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-२३ केशी गौतम

Translated Chapter :

અધ્યયન-૨૩ કેશી ગૌતમ

Section : Translated Section :
Sutra Number : 926 Category : Mool-04
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] सारीरमानसे दुक्खे बज्झमाणाण पाणिणं । खेमं सिवमनाबाहं ठाणं किं मन्नसी मुनी? ॥
Sutra Meaning : સૂત્ર– ૯૨૬. હે મુનિ ! શારીરિક, માનસિક દુઃખોથી પીડિત પ્રાણીને માટે તમે ક્ષેમ, શિવ, અનાબાધ કયા સ્થાનને માનો છો? સૂત્ર– ૯૨૭. ગૌતમે કહ્યું – લોકાગ્રે એક એવું સ્થાન છે, જ્યાં જરા નથી, મૃત્યુ નથી, વ્યાધિ કે વેદના નથી. પણ ત્યાં પહોંચવું મુશ્કેલ છે. સૂત્ર– ૯૨૮. કેશીએ ગૌતમને પૂછ્યું – તે સ્થાન કયું છે ? ત્યારે ગૌતમે તેને આ પ્રમાણે કહ્યું. સૂત્ર– ૯૨૯. જે સ્થાને મહર્ષિ રહે છે, તે સ્થાન નિર્વાણ, અબાધ, સિદ્ધિ, લોકાગ્ર છે તે ક્ષેમ, શિવ, અનાબાધ છે. સૂત્ર– ૯૩૦. ભવૌધનો અંત કરનાર મુનિ, જેને પામીને શોક કરતા નથી. તે સ્થાન લોકાગ્રે શાશ્વત રૂપે અવસ્થિત છે. જ્યાં પહોંચવું કઠિન છે. સૂત્ર સંદર્ભ– ૯૨૬–૯૩૦
Mool Sutra Transliteration : [gatha] sariramanase dukkhe bajjhamanana paninam. Khemam sivamanabaham thanam kim mannasi muni?.
Sutra Meaning Transliteration : Sutra– 926. He muni ! Sharirika, manasika duhkhothi pidita pranine mate tame kshema, shiva, anabadha kaya sthanane mano chho? Sutra– 927. Gautame kahyum – lokagre eka evum sthana chhe, jyam jara nathi, mrityu nathi, vyadhi ke vedana nathi. Pana tyam pahomchavum mushkela chhe. Sutra– 928. Keshie gautamane puchhyum – te sthana kayum chhe\? Tyare gautame tene a pramane kahyum. Sutra– 929. Je sthane maharshi rahe chhe, te sthana nirvana, abadha, siddhi, lokagra chhe te kshema, shiva, anabadha chhe. Sutra– 930. Bhavaudhano amta karanara muni, jene pamine shoka karata nathi. Te sthana lokagre shashvata rupe avasthita chhe. Jyam pahomchavum kathina chhe. Sutra samdarbha– 926–930