Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1122514
Scripture Name( English ): Uttaradhyayan Translated Scripture Name : ઉત્તરાધ્યયન સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-२२ रथनेमीय

Translated Chapter :

અધ્યયન-૨૨ રથનેમીય

Section : Translated Section :
Sutra Number : 814 Category : Mool-04
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] सोऊण तस्स वयणं बहुपाणिविनासनं । चिंतेइ से महापन्ने सानुक्कोसे जिएहि उ ॥
Sutra Meaning : સૂત્ર– ૮૧૪. અનેક પ્રાણીઓના સંબંધી વચનોને સાંભળીને જીવો પ્રતિ કરુણાશીલ, મહાપ્રજ્ઞ, અરિષ્ટનેમિ ચિંતન કરે છે કે – સૂત્ર– ૮૧૫. જો મારા નિમિત્તે આ ઘણા પ્રાણીઓનો વધ થાય છે, તો આ પરલોકમાં મારા માટે શ્રેયસ્કર નહીં થાય. સૂત્ર– ૮૧૬. તે મહાયશસ્વીએ કુંડલયુગલ, સૂત્રક અને બીજા બધા આભૂષણો ઉતારીને સારથીને આપી દીધા. સૂત્ર– ૮૧૭. મનમાં આવા પરિણામ થતાં જ તેના યથોચિત અભિનિષ્ક્રમણને માટે દેવતા પોતાની ઋદ્ધિ અને પર્ષદા સાથે આવ્યા. સૂત્ર– ૮૧૮. દેવ અને મનુષ્યોથી પરિવરેલા ભગવન્‌ શિબિકા રત્નમાં આરૂઢ થયા. દ્વારકાથી નીકળી રેવતક પર્વત ઉપર સ્થિત થયા. સૂત્ર– ૮૧૯. ઉદ્યાનમાં પહોંચીને, ઉત્તમ શિબિકાથી ઊતરીને ૧૦૦૦ પુરુષો સહિત ચિત્રા નક્ષત્રમાં ભગવંતે નિષ્ક્રમણ કર્યું. સૂત્ર– ૮૨૦. ત્યાર પછી સમાહિત ભગવંતે તુરંત પોતાના સુગંધ ગંધિત અને ઘુંઘરાળા વાળનો સ્વયં પોતાના હાથો વડે પંચમુષ્ટિક લોચ કર્યો. સૂત્ર સંદર્ભ– ૮૧૪–૮૨૦
Mool Sutra Transliteration : [gatha] souna tassa vayanam bahupanivinasanam. Chimtei se mahapanne sanukkose jiehi u.
Sutra Meaning Transliteration : Sutra– 814. Aneka praniona sambamdhi vachanone sambhaline jivo prati karunashila, mahaprajnya, arishtanemi chimtana kare chhe ke – Sutra– 815. Jo mara nimitte a ghana praniono vadha thaya chhe, to a paralokamam mara mate shreyaskara nahim thaya. Sutra– 816. Te mahayashasvie kumdalayugala, sutraka ane bija badha abhushano utarine sarathine api didha. Sutra– 817. Manamam ava parinama thatam ja tena yathochita abhinishkramanane mate devata potani riddhi ane parshada sathe avya. Sutra– 818. Deva ane manushyothi parivarela bhagavan shibika ratnamam arudha thaya. Dvarakathi nikali revataka parvata upara sthita thaya. Sutra– 819. Udyanamam pahomchine, uttama shibikathi utarine 1000 purusho sahita chitra nakshatramam bhagavamte nishkramana karyum. Sutra– 820. Tyara pachhi samahita bhagavamte turamta potana sugamdha gamdhita ane ghumgharala valano svayam potana hatho vade pamchamushtika locha karyo. Sutra samdarbha– 814–820