Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1122483 | ||
Scripture Name( English ): | Uttaradhyayan | Translated Scripture Name : | ઉત્તરાધ્યયન સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-२१ समुद्रपालीय |
Translated Chapter : |
અધ્યયન-૨૧ સમુદ્રપાલીય |
Section : | Translated Section : | ||
Sutra Number : | 783 | Category : | Mool-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] जहित्तु संगं च महाकिलेसं महंतमोहं कसिणं भयावहं । परियायधम्मं चभिरोयएज्जा वयाणि सीलाणि परीसहे य ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૭૮૩. દીક્ષા લઈને મુનિ મહાક્લેશકારી, મહામોહ અને પૂર્ણ ભયકારી સંગનો પરિત્યાગ કરીને પર્યાય ધર્મમાં, વ્રતમાં, શીલમાં, પરીષહોને સમભાવે સહેવામાં અભિરૂચિ રાખે. સૂત્ર– ૭૮૪. વિદ્વાન મુનિ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ – આ પાંચ મહાવ્રતોને સ્વીકારીને જિનોપદિષ્ટ ધર્મ આચરે. સૂત્ર– ૭૮૫. ઇન્દ્રિયોનું સમ્યક્ સંવરણ કરનાર ભિક્ષુ બધા જીવો પ્રતિ કરુણાવાન રહે, ક્ષમાથી દુર્વચનાદિ સહે, સંયત થાય, બ્રહ્મચારી થાય, સદૈવ સાવદ્ય યોગનો પરિત્યાગ કરતો વિચરે. સૂત્ર– ૭૮૬. સાધુ સમયાનુસાર પોતાના બલાબલને જાણીને રાષ્ટ્રોમાં વિચરણ કરે. સિંહની માફક ભયોત્પાદક શબ્દો સાંભળીને પણ સંત્રસ્ત ન થાય. અસભ્ય વચન સાંભળીને બદલામાં અસભ્ય વચન ન કહે. સૂત્ર– ૭૮૭. સંયમી પ્રતિકૂળતાઓની ઉપેક્ષા કરતો વિચરે. પ્રિય – અપ્રિય પરીષહોને સહન કરે. સર્વત્ર બધી વસ્તુની અભિલાષા ન કરે. પૂજા અને ગર્હાની પણ ઇચ્છા ભિક્ષુ ન કરે. સૂત્ર– ૭૮૮. અહીં સંસારમાં મનુષ્યોને અનેક પ્રકારના છંદ – અભિપ્રાય હોય છે. ભિક્ષુ તેને પોતામાં પણ ભાવથી જાણે છે. તેથી દેવ – મનુષ્ય – તિર્યંચ કૃત્ ભયોત્પાદક ભીષણ ઉપસર્ગોને સહન કરે. સૂત્ર– ૭૮૯. અનેક દુર્વિષહ પરીષહ પ્રાપ્ત થતા ઘણા કાયર લોકો ખેદનો અનુભવ કરે છે. પરંતુ ભિક્ષુ પરીષહ પ્રાપ્ત થતા સંગ્રામમાં આગળ રહેનારા હાથીની માફક વ્યથિત ન થાય. સૂત્ર– ૭૯૦. શીત, ઉષ્ણ, ડાંસ, મચ્છર, દિણ સ્પર્શ તથા બીજા વિવિધ પ્રકારના આતંક જ્યારે ભિક્ષુને સ્પર્શે, ત્યારે તે કુત્સિત શબ્દો ન કરતો, તેને સમભાવથી સહન કરે. પૂર્વકૃત્ કર્મોને ક્ષીણ કરે. સૂત્ર– ૭૯૧. વિચક્ષણ ભિક્ષુ સતત રાગદ્વેષ અને મોહને છોડીને, વાયુથી અકંપિત મેરુની માફક આત્મગુપ્ત બનીને પરીષહોને સહન કરે. સૂત્ર– ૭૯૨. પૂજા – પ્રતિષ્ઠામાં ઉન્નત અને ગર્હામાં અવનત ન થનાર મહર્ષિ પૂજા અને ગર્હામાં લિપ્ત ન થાય. તે સમભાવી, વિરત, સંયમી, સરળતાને સ્વીકારીને નિર્વાણ માર્ગને પ્રાપ્ત થાય છે. સૂત્ર– ૭૯૩. જે અરતિ – રતિને સહન કરે છે, સંસારીજનના પરિચયથી દૂર રહે છે, વિરક્ત છે, આત્મહિતનો સાધક છે; સંયમશીલ છે, શોકરહિત છે, મમત્વરહિત છે, અકિંચન છે, તે પરમાર્થ પદોમાં સ્થિત થાય છે. સૂત્ર– ૭૯૪. ત્રાયી, મહાયશસ્વી, ઋષિઓ દ્વારા સ્વીકૃત, લેપાદિ કર્મ રહિત, અસંસ્કૃત, એકાંત સ્થાનોને સેવે અને પરીષહોને સહન કરે. સૂત્ર– ૭૯૫. અનુત્તર ધર્મ સંચયનું આચરણ કરીને સદ્જ્ઞાનથી જ્ઞાનને પ્રાપ્ત કરનારા, અનુત્તર, જ્ઞાનધારી, યશસ્વી, મહર્ષિ, અંતરીક્ષમાં સૂર્યની સમાન ધર્મસંઘમાં પ્રકાશમાન થાય છે. સૂત્ર સંદર્ભ– ૭૮૩–૭૯૫ | ||
Mool Sutra Transliteration : | [gatha] jahittu samgam cha mahakilesam mahamtamoham kasinam bhayavaham. Pariyayadhammam chabhiroyaejja vayani silani parisahe ya. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 783. Diksha laine muni mahakleshakari, mahamoha ane purna bhayakari samgano parityaga karine paryaya dharmamam, vratamam, shilamam, parishahone samabhave sahevamam abhiruchi rakhe. Sutra– 784. Vidvana muni ahimsa, satya, asteya, brahmacharya ane aparigraha – a pamcha mahavratone svikarine jinopadishta dharma achare. Sutra– 785. Indriyonum samyak samvarana karanara bhikshu badha jivo prati karunavana rahe, kshamathi durvachanadi sahe, samyata thaya, brahmachari thaya, sadaiva savadya yogano parityaga karato vichare. Sutra– 786. Sadhu samayanusara potana balabalane janine rashtromam vicharana kare. Simhani maphaka bhayotpadaka shabdo sambhaline pana samtrasta na thaya. Asabhya vachana sambhaline badalamam asabhya vachana na kahe. Sutra– 787. Samyami pratikulataoni upeksha karato vichare. Priya – apriya parishahone sahana kare. Sarvatra badhi vastuni abhilasha na kare. Puja ane garhani pana ichchha bhikshu na kare. Sutra– 788. Ahim samsaramam manushyone aneka prakarana chhamda – abhipraya hoya chhe. Bhikshu tene potamam pana bhavathi jane chhe. Tethi deva – manushya – tiryamcha krit bhayotpadaka bhishana upasargone sahana kare. Sutra– 789. Aneka durvishaha parishaha prapta thata ghana kayara loko khedano anubhava kare chhe. Paramtu bhikshu parishaha prapta thata samgramamam agala rahenara hathini maphaka vyathita na thaya. Sutra– 790. Shita, ushna, damsa, machchhara, dina sparsha tatha bija vividha prakarana atamka jyare bhikshune sparshe, tyare te kutsita shabdo na karato, tene samabhavathi sahana kare. Purvakrit karmone kshina kare. Sutra– 791. Vichakshana bhikshu satata ragadvesha ane mohane chhodine, vayuthi akampita meruni maphaka atmagupta banine parishahone sahana kare. Sutra– 792. Puja – pratishthamam unnata ane garhamam avanata na thanara maharshi puja ane garhamam lipta na thaya. Te samabhavi, virata, samyami, saralatane svikarine nirvana margane prapta thaya chhe. Sutra– 793. Je arati – ratine sahana kare chhe, samsarijanana parichayathi dura rahe chhe, virakta chhe, atmahitano sadhaka chhe; samyamashila chhe, shokarahita chhe, mamatvarahita chhe, akimchana chhe, te paramartha padomam sthita thaya chhe. Sutra– 794. Trayi, mahayashasvi, rishio dvara svikrita, lepadi karma rahita, asamskrita, ekamta sthanone seve ane parishahone sahana kare. Sutra– 795. Anuttara dharma samchayanum acharana karine sadjnyanathi jnyanane prapta karanara, anuttara, jnyanadhari, yashasvi, maharshi, amtarikshamam suryani samana dharmasamghamam prakashamana thaya chhe. Sutra samdarbha– 783–795 |