Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1122473 | ||
Scripture Name( English ): | Uttaradhyayan | Translated Scripture Name : | ઉત્તરાધ્યયન સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-२१ समुद्रपालीय |
Translated Chapter : |
અધ્યયન-૨૧ સમુદ્રપાલીય |
Section : | Translated Section : | ||
Sutra Number : | 773 | Category : | Mool-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] चंपाए पालिए नाम सावए आसि वाणिए । महावीरस्स भगवओ सीसे सो उ महप्पणो ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૭૭૩. ચંપા નગરીમાં ‘પાલિત’ નામે એક વણિક શ્રાવક હતો. તે મહાત્મા ભગવંત મહાવીરનો શિષ્ય હતો. સૂત્ર– ૭૭૪. તે શ્રાવક નિર્ગ્રન્થ પ્રવચનનો વિશિષ્ટ વિદ્વાન હતો. એક વખત પોતાના જહાજથી વ્યાપાર કરતો તે પિહુંડ નગરમાં આવ્યો. સૂત્ર– ૭૭૫. પિહુંડ નગરમાં વ્યાપાર કરતી વખતે તેને એક વેપારીએ પોતાની પુત્રી પરણાવી. થોડા સમય પછી ગર્ભવતી પત્નીને લઈને સ્વદેશ ચાલ્યો. સૂત્ર– ૭૭૬. પાલિતની પત્નીએ સમુદ્રમાં જ પુત્રને જન્મ આપ્યો. તેનો જન્મ સમુદ્રમાં થવાથી તેનું નામ ‘સમુદ્રપાલ’ રાખ્યું. સૂત્ર– ૭૭૭. તે શ્રાવક સકુશલ ચંપાનગરીમાં પોતાના ઘેર આવ્યો. તે સુકુમાર બાળક તેના ઘરમાં આનંદથી મોટો થવા લાગ્યો. સૂત્ર– ૭૭૮. તે બાળકે બોંતેર કળા શીખી, તે નીતિ નિપુણ થઈ ગયો. યુવાવસ્થાથી સંપન્ન થયો ત્યારે બધાને સુંદર અને પ્રિય લાગવા માંડ્યો. સૂત્ર– ૭૭૯. પિતાએ તેના માટે ‘રૂપિણી’ નામની સુંદર પત્ની લાવી આપી. તે પોતાની પત્ની સાથે દોગુંદક દેવવત્ સુરમ્ય પ્રાસાદમાં ક્રીડા કરવા લાગ્યો. સૂત્ર– ૭૮૦. કોઈ સમયે તે પ્રાસાદના ઝરુખામાં બેઠો હતો. વધ્યજન ઉચિત આભૂષણોથી યુક્ત વધ્યને વધ્યસ્થાને લઈ જવાતો તેણે જોયો. સૂત્ર– ૭૮૧. તેને જોઈને સંવેગ પ્રાપ્ત સમુદ્રપાલે મનમાં આ પ્રમાણે કહ્યું – ખેદની વાત છે કે – આ અશુભ કર્મોનું દુઃખદ પરિણામ છે. સૂત્ર– ૭૮૨. આ પ્રમાણે ચિંતન કરતા તે મહાન આત્મા સંવેગ પામીને સંબુદ્ધ થઈ ગયા. માતા – પિતાને પૂછીને તેણે અનગારિતા દીક્ષા ગ્રહણ કરી. સૂત્ર સંદર્ભ– ૭૭૩–૭૮૨ | ||
Mool Sutra Transliteration : | [gatha] champae palie nama savae asi vanie. Mahavirassa bhagavao sise so u mahappano. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 773. Champa nagarimam ‘palita’ name eka vanika shravaka hato. Te mahatma bhagavamta mahavirano shishya hato. Sutra– 774. Te shravaka nirgrantha pravachanano vishishta vidvana hato. Eka vakhata potana jahajathi vyapara karato te pihumda nagaramam avyo. Sutra– 775. Pihumda nagaramam vyapara karati vakhate tene eka veparie potani putri paranavi. Thoda samaya pachhi garbhavati patnine laine svadesha chalyo. Sutra– 776. Palitani patnie samudramam ja putrane janma apyo. Teno janma samudramam thavathi tenum nama ‘samudrapala’ rakhyum. Sutra– 777. Te shravaka sakushala champanagarimam potana ghera avyo. Te sukumara balaka tena gharamam anamdathi moto thava lagyo. Sutra– 778. Te balake bomtera kala shikhi, te niti nipuna thai gayo. Yuvavasthathi sampanna thayo tyare badhane sumdara ane priya lagava mamdyo. Sutra– 779. Pitae tena mate ‘rupini’ namani sumdara patni lavi api. Te potani patni sathe dogumdaka devavat suramya prasadamam krida karava lagyo. Sutra– 780. Koi samaye te prasadana jharukhamam betho hato. Vadhyajana uchita abhushanothi yukta vadhyane vadhyasthane lai javato tene joyo. Sutra– 781. Tene joine samvega prapta samudrapale manamam a pramane kahyum – khedani vata chhe ke – a ashubha karmonum duhkhada parinama chhe. Sutra– 782. A pramane chimtana karata te mahana atma samvega pamine sambuddha thai gaya. Mata – pitane puchhine tene anagarita diksha grahana kari. Sutra samdarbha– 773–782 |