Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1122390
Scripture Name( English ): Uttaradhyayan Translated Scripture Name : ઉત્તરાધ્યયન સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-१९ मृगापुत्रीय

Translated Chapter :

અધ્યયન-૧૯ મૃગાપુત્રીય

Section : Translated Section :
Sutra Number : 690 Category : Mool-04
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] सो बिंतम्मापियरो! एवमेयं जहाफुडं । पडिकम्मं को कुणई अरन्ने मियपक्खिणं? ॥
Sutra Meaning : સૂત્ર– ૬૯૦. હે માતાપિતા ! તમે જે કહ્યું તે સત્ય છે, પણ વનમાં રહેતા મૃગ – પશુપક્ષીની ચિકિત્સા કોણ કરે છે ? સૂત્ર– ૬૯૧. જેમ વનમાં મૃગ એકલા વિચરે છે, તેમ હું પણ સંયમ – તપ સાથે એકાકી થઈ ધર્મનું આચરણ કરીશ. સૂત્ર– ૬૯૨. જ્યારે મહાવનમાં મૃગને આતંક ઉપજે છે, ત્યારે વૃક્ષની નીચે બેઠેલા તે મૃગની ચિકિત્સા કોણ કરે છે ? સૂત્ર– ૬૯૩. કોણ તેને ઔષધિ આપે છે? કોણ સુખવાર્તા પૂછે છે? કોણ આહાર લાવી આપે છે ? સૂત્ર– ૬૯૪. જ્યારે તે સ્વસ્થ થાય છે, ત્યારે સ્વયં ગોચર ભૂમિમાં જાય છે અને ખાવા – પીવાને માટે ગહન ઝાડી અને જળાશયોને શોધે છે. સૂત્ર– ૬૯૫. તે નિકુંજો અને જળાશયોમાં ખાઈ – પીને મૃગચર્યા કરતો તે મૃગ પોતાની મૃગચર્યાએ ચાલ્યો જાય છે. સૂત્ર– ૬૯૬. રૂપાદીમાં અપ્રીતિબદ્ધ, સંયમને માટે ઉદ્યત ભિક્ષુ સ્વતંત્ર વિચરતો મૃગચર્યાવત્‌ આચરણ કરીને મોક્ષમાં ગમન કરે છે. સૂત્ર– ૬૯૭. જેમ મૃગ એકલો અનેક સ્થાને વિચરે છે, રહે છે, સદૈવ ગોચર ચર્યાથી જીવન યાપન કરે છે, તેમજ ગૌચરી ગયેલ મુનિ કોઈની નિંદા કે અવજ્ઞા ન કરે. સૂત્ર સંદર્ભ– ૬૯૦–૬૯૭
Mool Sutra Transliteration : [gatha] so bimtammapiyaro! Evameyam jahaphudam. Padikammam ko kunai aranne miyapakkhinam?.
Sutra Meaning Transliteration : Sutra– 690. He matapita ! Tame je kahyum te satya chhe, pana vanamam raheta mriga – pashupakshini chikitsa kona kare chhe\? Sutra– 691. Jema vanamam mriga ekala vichare chhe, tema hum pana samyama – tapa sathe ekaki thai dharmanum acharana karisha. Sutra– 692. Jyare mahavanamam mrigane atamka upaje chhe, tyare vrikshani niche bethela te mrigani chikitsa kona kare chhe\? Sutra– 693. Kona tene aushadhi ape chhe? Kona sukhavarta puchhe chhe? Kona ahara lavi ape chhe\? Sutra– 694. Jyare te svastha thaya chhe, tyare svayam gochara bhumimam jaya chhe ane khava – pivane mate gahana jhadi ane jalashayone shodhe chhe. Sutra– 695. Te nikumjo ane jalashayomam khai – pine mrigacharya karato te mriga potani mrigacharyae chalyo jaya chhe. Sutra– 696. Rupadimam apritibaddha, samyamane mate udyata bhikshu svatamtra vicharato mrigacharyavat acharana karine mokshamam gamana kare chhe. Sutra– 697. Jema mriga ekalo aneka sthane vichare chhe, rahe chhe, sadaiva gochara charyathi jivana yapana kare chhe, temaja gauchari gayela muni koini nimda ke avajnya na kare. Sutra samdarbha– 690–697