Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1122332
Scripture Name( English ): Uttaradhyayan Translated Scripture Name : ઉત્તરાધ્યયન સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-१९ मृगापुत्रीय

Translated Chapter :

અધ્યયન-૧૯ મૃગાપુત્રીય

Section : Translated Section :
Sutra Number : 632 Category : Mool-04
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] अद्धाणं जो महंतं तु अपाहेओ पवज्जई । गच्छंतो सो दुही होइ छुहातण्हाए पीडिओ ॥
Sutra Meaning : સૂત્ર– ૬૩૨. જે વ્યક્તિ પાથેય લીધા વિના લાંબા માર્ગે ચાલી નીકળે છે તે ચાલતો – ચાલતો ભૂખ અને તરસથી પીડાય છે. સૂત્ર– ૬૩૩. એ પ્રમાણે જે ધર્મ કર્યા વિના પરભવમાં જાય, તે વ્યાધિ અને રોગથી પીડાઈને દુઃખી થાય છે. સૂત્ર– ૬૩૪. જે પાથેય સાથે લઈ લાંબા માર્ગે જાય છે, તે ચાલતા – ચાલતા ભૂખ – તરસના દુઃખરહિત સુખી થાય છે સૂત્ર– ૬૩૫. આ પ્રમાણે જે ધર્મ કરીને પરભવમાં જાય છે, તે અલ્પકર્મી વેદનાથી રહિત સુખી થાય છે. સૂત્ર– ૬૩૬. જેમ ઘર બળી જતાં ગૃહસ્વામી સાર વસ્તુ લઈ લે છે અને અસાર વસ્તુ છોડી દે છે. સૂત્ર– ૬૩૭. તે પ્રકારે આપની અનુમતિથી જરા – મરણથી બળતા આ લોકમાંથી સારભૂત એવા મારા આત્માને બહાર લઈ જઈશ. સૂત્ર સંદર્ભ– ૬૩૨–૬૩૭
Mool Sutra Transliteration : [gatha] addhanam jo mahamtam tu apaheo pavajjai. Gachchhamto so duhi hoi chhuhatanhae pidio.
Sutra Meaning Transliteration : Sutra– 632. Je vyakti patheya lidha vina lamba marge chali nikale chhe te chalato – chalato bhukha ane tarasathi pidaya chhe. Sutra– 633. E pramane je dharma karya vina parabhavamam jaya, te vyadhi ane rogathi pidaine duhkhi thaya chhe. Sutra– 634. Je patheya sathe lai lamba marge jaya chhe, te chalata – chalata bhukha – tarasana duhkharahita sukhi thaya chhe Sutra– 635. A pramane je dharma karine parabhavamam jaya chhe, te alpakarmi vedanathi rahita sukhi thaya chhe. Sutra– 636. Jema ghara bali jatam grihasvami sara vastu lai le chhe ane asara vastu chhodi de chhe. Sutra– 637. Te prakare apani anumatithi jara – maranathi balata a lokamamthi sarabhuta eva mara atmane bahara lai jaisha. Sutra samdarbha– 632–637