Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1122222
Scripture Name( English ): Uttaradhyayan Translated Scripture Name : ઉત્તરાધ્યયન સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-१६ ब्रह्मचर्यसमाधिस्थान

Translated Chapter :

અધ્યયન-૧૬ બ્રહ્મચર્યસમાધિસ્થાન

Section : Translated Section :
Sutra Number : 522 Category : Mool-04
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] जं विवित्तमणाइण्णं रहियं थीजणेण य । बंभचेरस्स रक्खट्ठा आलयं तु निसेवए ॥
Sutra Meaning : સૂત્ર– ૫૨૨. બ્રહ્મચર્યની રક્ષાને માટે સંયમી એકાંત, અનાકીર્ણ અને સ્ત્રીઓથી રહિત સ્થાનમાં રહે. સૂત્ર– ૫૨૩. બ્રહ્મચર્ય માં રત ભિક્ષુ મનમાં આહ્લાદ ઉત્પન્ન કરનારી, કામરાગ વધારનારી સ્ત્રી કથાનો ત્યાગ કરે. સૂત્ર– ૫૨૪. બ્રહ્મચર્યરત ભિક્ષુ સ્ત્રીઓ સાથે પરિચય તથા વારંવાર વાર્તાલાપનો સદા પરિત્યાગ કરે. સૂત્ર– ૫૨૫. તે ભિક્ષુ ચક્ષુ ઇન્દ્રિય ગ્રાહ્ય સ્ત્રીઓના અંગ – પ્રત્યંગ, સંસ્થાન, બોલી તથા કટાક્ષ દર્શનનો ત્યાગ કરે. સૂત્ર– ૫૨૬. બ્રહ્મચર્યરત ભિક્ષુ શ્રોત્રેન્દ્રિય ગ્રાહ્ય સ્ત્રીઓના કૂજન, રોદન, ગીત, હાસ્ય, ગર્જન અને કૂંદન ન સાંભળે. સૂત્ર– ૫૨૭. બ્રહ્મચર્યમાં રત ભિક્ષુ, દીક્ષાથી પૂર્વ જીવનમાં સ્ત્રીઓ સાથે અનુભૂત હાસ્ય, ક્રીડા, રતિ, અભિમાન અને આકસ્મિક ત્રાસનું ક્યારેય અનુચિંતન ન કરે. સૂત્ર– ૫૨૮. બ્રહ્મચર્યરત ભિક્ષુ જલદીથી કામવાસનાને વધારનાર પ્રણિત આહારનો સદા પરિત્યાગ કરે. સૂત્ર– ૫૨૯. તે ચિત્ત સ્થિરતાને માટે ઉચિત સમયમાં ધર્મ મર્યાદાનુસાર પ્રાપ્ત પરિમિત ભોજન કરે, પણ માત્રાથી અધિક ગ્રહણ ન કરે. સૂત્ર– ૫૩૦. બ્રહ્મચર્ય રત ભિક્ષુ વિભૂષાનો ત્યાગ કરે. શૃંગારને માટે શરીરનું મંડન ન કરે. સૂત્ર– ૫૩૧. શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એ પાંચ પ્રકારના કામ – ગુણોનો સદા ત્યાગ કરે. સૂત્ર સંદર્ભ– ૫૨૨–૫૩૧
Mool Sutra Transliteration : [gatha] jam vivittamanainnam rahiyam thijanena ya. Bambhacherassa rakkhattha alayam tu nisevae.
Sutra Meaning Transliteration : Sutra– 522. Brahmacharyani rakshane mate samyami ekamta, anakirna ane striothi rahita sthanamam rahe. Sutra– 523. Brahmacharya mam rata bhikshu manamam ahlada utpanna karanari, kamaraga vadharanari stri kathano tyaga kare. Sutra– 524. Brahmacharyarata bhikshu strio sathe parichaya tatha varamvara vartalapano sada parityaga kare. Sutra– 525. Te bhikshu chakshu indriya grahya striona amga – pratyamga, samsthana, boli tatha kataksha darshanano tyaga kare. Sutra– 526. Brahmacharyarata bhikshu shrotrendriya grahya striona kujana, rodana, gita, hasya, garjana ane kumdana na sambhale. Sutra– 527. Brahmacharyamam rata bhikshu, dikshathi purva jivanamam strio sathe anubhuta hasya, krida, rati, abhimana ane akasmika trasanum kyareya anuchimtana na kare. Sutra– 528. Brahmacharyarata bhikshu jaladithi kamavasanane vadharanara pranita aharano sada parityaga kare. Sutra– 529. Te chitta sthiratane mate uchita samayamam dharma maryadanusara prapta parimita bhojana kare, pana matrathi adhika grahana na kare. Sutra– 530. Brahmacharya rata bhikshu vibhushano tyaga kare. Shrimgarane mate shariranum mamdana na kare. Sutra– 531. Shabda, rupa, rasa, gamdha, sparsha e pamcha prakarana kama – gunono sada tyaga kare. Sutra samdarbha– 522–531