Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1122182 | ||
Scripture Name( English ): | Uttaradhyayan | Translated Scripture Name : | ઉત્તરાધ્યયન સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
अध्ययन-१४ इषुकारीय |
Translated Chapter : |
અધ્યયન-૧૪ ઇષુકારીય |
Section : | Translated Section : | ||
Sutra Number : | 482 | Category : | Mool-04 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] नाहं रमे पक्खिणि पंजरे वा संताणछिन्ना चरिस्सामि मोनं । अकिंचना उज्जुकडा निरामिसा परिग्गहारंभनियत्तदोसा ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૪૮૨. પંખિણી જેમ પીંજરામાં સુખને અનુભવતી નથી, તેમ જ મને પણ અહીં આનંદ નથી. હું સ્નેહ બંધનો તોડીને અકિંચન, સરળ, નિરાસક્ત, પરિગ્રહ અને હિંસાથી નિવૃત્ત થઈને મુનિધર્મને આચરીશ. સૂત્ર– ૪૮૩. જેમ વનમાં લાગેલ દાવાનળમાં જંતુને બળતા જોઈને રાગ – દ્વેષને કારણે બીજા જીવ પ્રમુદિત થાય છે. સૂત્ર– ૪૮૪. તે જ પ્રકારે કામભોગોમાં મૂર્ચ્છિત આપણે મૂઢ લોકો પણ રાગદ્વેષના અગ્નિમાં બળતા એવા જગતને સમજી શકતા નથી. સૂત્ર– ૪૮૫. આત્મવાન સાધક ભોગોને ભોગવીને અને અવસરે તેને ત્યાગીને વાયુની માફક અપ્રતિબદ્ધ થઈને વિચરણ કરે છે. પોતાની ઇચ્છાનુસાર વિચરણ કરનારા પક્ષી માફક પ્રસન્નતાપૂર્વક સ્વતંત્ર વિહરે છે. સૂત્ર– ૪૮૬. હે આર્ય ! આપણે હસ્તગત થયેલ આ કામભોગ જેને આપણે નિયંત્રિત સમજેલા છે, વસ્તુતઃ તે ક્ષણિક છે. હજી આપણે કામનામાં આસક્ત છીએ, પણ જેમ આ બંધનમુક્ત થયા, તેમ આપણે થઈશું. સૂત્ર– ૪૮૭. જે ગીધ પક્ષીની પાસે માંસ હોય છે, તેના ઉપર બીજા માંસભક્ષી પક્ષી ત્રાટકે છે. જેની પાસે માંસ નથી, તેની ઉપર નથી ત્રાટકતા. તેથી હું પણ માંસોપમ બધા કામભોગો છોડીને નિરામિષ ભાવે વિચરીશ. સૂત્ર– ૪૮૮. સંસારવર્ધક કામભોગોને ગીધ સમાન જાણીને તેનાથી તે રીતે જ શંકિત થઈને ચાલવું જોઈએ, જેમ ગરુડ સમીપે સાપ ચાલે છે. સૂત્ર– ૪૮૯. બંધન તોડીને જેમ હાથી પોતાના નિવાસ સ્થાને ચાલી જાય છે, તેમ જ આપણે પણ આપણા વાસ્તવિક સ્થાને જવું જોઈએ. હે મહારાજ ઇષુકાર ! આ જ શ્રેયસ્કર છે, એવું મેં સાંભળેલ છે. સૂત્ર સંદર્ભ– ૪૮૨–૪૮૯ | ||
Mool Sutra Transliteration : | [gatha] naham rame pakkhini pamjare va samtanachhinna charissami monam. Akimchana ujjukada niramisa pariggaharambhaniyattadosa. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 482. Pamkhini jema pimjaramam sukhane anubhavati nathi, tema ja mane pana ahim anamda nathi. Hum sneha bamdhano todine akimchana, sarala, nirasakta, parigraha ane himsathi nivritta thaine munidharmane acharisha. Sutra– 483. Jema vanamam lagela davanalamam jamtune balata joine raga – dveshane karane bija jiva pramudita thaya chhe. Sutra– 484. Te ja prakare kamabhogomam murchchhita apane mudha loko pana ragadveshana agnimam balata eva jagatane samaji shakata nathi. Sutra– 485. Atmavana sadhaka bhogone bhogavine ane avasare tene tyagine vayuni maphaka apratibaddha thaine vicharana kare chhe. Potani ichchhanusara vicharana karanara pakshi maphaka prasannatapurvaka svatamtra vihare chhe. Sutra– 486. He arya ! Apane hastagata thayela a kamabhoga jene apane niyamtrita samajela chhe, vastutah te kshanika chhe. Haji apane kamanamam asakta chhie, pana jema a bamdhanamukta thaya, tema apane thaishum. Sutra– 487. Je gidha pakshini pase mamsa hoya chhe, tena upara bija mamsabhakshi pakshi tratake chhe. Jeni pase mamsa nathi, teni upara nathi tratakata. Tethi hum pana mamsopama badha kamabhogo chhodine niramisha bhave vicharisha. Sutra– 488. Samsaravardhaka kamabhogone gidha samana janine tenathi te rite ja shamkita thaine chalavum joie, jema garuda samipe sapa chale chhe. Sutra– 489. Bamdhana todine jema hathi potana nivasa sthane chali jaya chhe, tema ja apane pana apana vastavika sthane javum joie. He maharaja ishukara ! A ja shreyaskara chhe, evum mem sambhalela chhe. Sutra samdarbha– 482–489 |