Sutra Navigation: Uttaradhyayan ( ઉત્તરાધ્યયન સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1122151
Scripture Name( English ): Uttaradhyayan Translated Scripture Name : ઉત્તરાધ્યયન સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-१४ इषुकारीय

Translated Chapter :

અધ્યયન-૧૪ ઇષુકારીય

Section : Translated Section :
Sutra Number : 451 Category : Mool-04
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] सोयग्गिणा आयगुणिंघनेनं मोहाणिला पज्जलणाहिएणं । संतत्तभावं परित्तप्पमाणं लोलुप्पमाणं बहुहा बहुं च ॥
Sutra Meaning : સૂત્ર– ૪૫૧. પોતાના રાગાદિ ઇંધણથી પ્રદીપ્ત તથા મોહરૂપ પવન વડે પ્રજ્વલિત શોકાગ્નિના કારણે જેમનું અંતઃકરણ સંતપ્ત તથા પરિપ્ત છે. મોહગ્રસ્ત થઈ અનેક પ્રકારે દીનહીન વચન બોલી રહ્યા છે. સૂત્ર– ૪૫૨. જે ક્રમશઃ વારંવાર અનુનય કરી રહ્યા છે, ધન અને કામભોગોનું નિમંત્રણ આપી રહ્યા છે, તે કુમારોએ સારી રીતે વિચારીને કહ્યું – સૂત્ર– ૪૫૩. ભણેલા વેદ પણ રક્ષણ નથી કરતા, હિંસોપદેશક બ્રાહ્મણ પણ ભોજન કરાવાતા અંધકારછન્ન સ્થિતિમાં લઈ જાય છે. ઔરસ પુત્ર પણ રક્ષા કરનાર થતા નથી, તો આપના કથનને કોણ અનુમોદન કરશે ? સૂત્ર– ૪૫૪. આ કામભોગ ક્ષણવાર માટે સુખ આપીને, લાંબો કાળ દુઃખ આપે છે. સંસારથી મુક્ત થવામાં બાધક છે, અનર્થની ખાણ છે. સૂત્ર– ૪૫૫. જે કામનાઓથી મુક્ત થતા નથી, તે અતૃપ્તિના તાપથી બળતા પુરુષ રાત – દિવસ ભટકે છે અને બીજા માટે પ્રમાદ આચરણ કરનારા તે ધનની પ્રાપ્તિમાં લાગેલા, એક દિવસ જરા અને મૃત્યુને પામે છે. સૂત્ર– ૪૫૬. આ મારી પાસે છે, આ મારી પાસે નથી. આ મારે કરવું છે, આ મારે નથી કરવું. આ પ્રમાણે વ્યર્થ બકવાદ કરનારાને અપહરનારુ મૃત્યુ લઈ જાય છે તો પછી પ્રમાદ શા માટે ? સૂત્ર સંદર્ભ– ૪૫૧–૪૫૬
Mool Sutra Transliteration : [gatha] soyaggina ayagunimghanenam mohanila pajjalanahienam. Samtattabhavam parittappamanam loluppamanam bahuha bahum cha.
Sutra Meaning Transliteration : Sutra– 451. Potana ragadi imdhanathi pradipta tatha moharupa pavana vade prajvalita shokagnina karane jemanum amtahkarana samtapta tatha paripta chhe. Mohagrasta thai aneka prakare dinahina vachana boli rahya chhe. Sutra– 452. Je kramashah varamvara anunaya kari rahya chhe, dhana ane kamabhogonum nimamtrana api rahya chhe, te kumaroe sari rite vicharine kahyum – Sutra– 453. Bhanela veda pana rakshana nathi karata, himsopadeshaka brahmana pana bhojana karavata amdhakarachhanna sthitimam lai jaya chhe. Aurasa putra pana raksha karanara thata nathi, to apana kathanane kona anumodana karashe\? Sutra– 454. A kamabhoga kshanavara mate sukha apine, lambo kala duhkha ape chhe. Samsarathi mukta thavamam badhaka chhe, anarthani khana chhe. Sutra– 455. Je kamanaothi mukta thata nathi, te atriptina tapathi balata purusha rata – divasa bhatake chhe ane bija mate pramada acharana karanara te dhanani praptimam lagela, eka divasa jara ane mrityune pame chhe. Sutra– 456. A mari pase chhe, a mari pase nathi. A mare karavum chhe, a mare nathi karavum. A pramane vyartha bakavada karanarane apaharanaru mrityu lai jaya chhe to pachhi pramada sha mate\? Sutra samdarbha– 451–456