Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )
Search Details
Mool File Details |
|
Anuvad File Details |
|
Sr No : | 1121507 | ||
Scripture Name( English ): | Dashvaikalik | Translated Scripture Name : | દશવૈકાલિક સૂત્ર |
Mool Language : | Ardha-Magadhi | Translated Language : | Gujarati |
Chapter : |
चूलिका-१ रतिवाक्या |
Translated Chapter : |
ચૂલિકા-૧ રતિવાક્યા |
Section : | Translated Section : | ||
Sutra Number : | 507 | Category : | Mool-03 |
Gatha or Sutra : | Gatha | Sutra Anuyog : | |
Author : | Deepratnasagar | Original Author : | Gandhar |
Century : | Sect : | Svetambara1 | |
Source : | |||
Mool Sutra : | [गाथा] जया य चयई धम्मं अणज्जो भोगकारणा । से तत्थ मुच्छिए बाले आयइं नावबुज्झइ ॥ | ||
Sutra Meaning : | સૂત્ર– ૫૦૭. જ્યારે અનાર્ય – સાધુ ભોગોને માટે ચારિત્ર ધર્મને છોડે છે, ત્યારે તે ભોગોમાં મૂર્ચ્છિત બનેલો અજ્ઞ પોતાના ભાવિને સમ્યક્ સમજતો નથી. સૂત્ર– ૫૦૮. જ્યારે કોઈ સાધુ ઉત્પ્રવ્રજિત થાય છે, ત્યારે તે બધા ધર્મોથી પરિભ્રષ્ટ થઈને એવી રીતે પસ્તાવો કરે છે, જે રીતે આયુષ્ય પૂર્ણ થતા દેવલોકના વૈભવથી ચ્યુત થઈને પૃથ્વી ઉપર પડેલો ઇન્દ્ર. સૂત્ર– ૫૦૯. જ્યારે સાધુ પ્રવ્રજિત હોય ત્યારે વંદનીય હોય છે, તે જ સંયમ છોડીને અવંદનીય થઈ જાય છે, ત્યારે તે એ જ પ્રકારે પસ્તાવો કરે છે, જે રીતે પોતાના સ્થાનથી ચ્યવેલ દેવ. સૂત્ર– ૫૧૦. પ્રવ્રજિત સ્થિતિમાં સાધુ પહેલાં પૂજ્ય હોય છે. તે જ પછી ઉત્પ્રવ્રજિત થઈને અપૂજ્ય થઈ જાય છે, ત્યારે તે રાજ્યથી ભ્રષ્ટ થયેલ રાજાની જેમ પરિતાપ કરે છે. સૂત્ર– ૫૧૧. પ્રવ્રજિત સ્થિતિમાં પહેલાં સાધુ માનનીય હોય છે, તે જ ઉત્પ્રવ્રજિત થઈને અમાનવીય થઈ જાય છે, ત્યારે કર્બટમાં નજર કેદ કરાયેલ શેઠની માફક પસ્તાવો કરે છે. સૂત્ર– ૫૧૨. ઉત્પ્રવ્રજિત વ્યક્તિ યૌવન વય વ્યતીત થઈ જતા જ્યારે વૃદ્ધ થઈ જાય છે, ત્યારે કાંટાને ગળી ગયેલા મત્સ્યની જેમ પસ્તાવો કરે છે. સૂત્ર– ૫૧૩. ઉત્પ્રવ્રજિત વ્યક્તિ દુષ્ટ કુટુંબની કુત્સિત ચિંતાઓથી પ્રતિહત થાય છે, ત્યારે તે બંધનમાં બદ્ધ હાથીની જેમ પસ્તાવો કરે છે. સૂત્ર– ૫૧૪. પુત્ર અને સ્ત્રીથી ઘેરાયેલો, મોહની પરંપરાથી વ્યાપ્ત તે ઉત્પ્રવ્રજિત થયા પછી કાદવમાં ફસાયેલા હાથીની જેમ પરિતાપ કરે છે. સૂત્ર સંદર્ભ– ૫૦૭–૫૧૪ | ||
Mool Sutra Transliteration : | [gatha] jaya ya chayai dhammam anajjo bhogakarana. Se tattha muchchhie bale ayaim navabujjhai. | ||
Sutra Meaning Transliteration : | Sutra– 507. Jyare anarya – sadhu bhogone mate charitra dharmane chhode chhe, tyare te bhogomam murchchhita banelo ajnya potana bhavine samyak samajato nathi. Sutra– 508. Jyare koi sadhu utpravrajita thaya chhe, tyare te badha dharmothi paribhrashta thaine evi rite pastavo kare chhe, je rite ayushya purna thata devalokana vaibhavathi chyuta thaine prithvi upara padelo indra. Sutra– 509. Jyare sadhu pravrajita hoya tyare vamdaniya hoya chhe, te ja samyama chhodine avamdaniya thai jaya chhe, tyare te e ja prakare pastavo kare chhe, je rite potana sthanathi chyavela deva. Sutra– 510. Pravrajita sthitimam sadhu pahelam pujya hoya chhe. Te ja pachhi utpravrajita thaine apujya thai jaya chhe, tyare te rajyathi bhrashta thayela rajani jema paritapa kare chhe. Sutra– 511. Pravrajita sthitimam pahelam sadhu mananiya hoya chhe, te ja utpravrajita thaine amanaviya thai jaya chhe, tyare karbatamam najara keda karayela shethani maphaka pastavo kare chhe. Sutra– 512. Utpravrajita vyakti yauvana vaya vyatita thai jata jyare vriddha thai jaya chhe, tyare kamtane gali gayela matsyani jema pastavo kare chhe. Sutra– 513. Utpravrajita vyakti dushta kutumbani kutsita chimtaothi pratihata thaya chhe, tyare te bamdhanamam baddha hathini jema pastavo kare chhe. Sutra– 514. Putra ane strithi gherayelo, mohani paramparathi vyapta te utpravrajita thaya pachhi kadavamam phasayela hathini jema paritapa kare chhe. Sutra samdarbha– 507–514 |