Sutra Navigation: Dashvaikalik ( દશવૈકાલિક સૂત્ર )

Search Details

Mool File Details

Anuvad File Details

Sr No : 1121490
Scripture Name( English ): Dashvaikalik Translated Scripture Name : દશવૈકાલિક સૂત્ર
Mool Language : Ardha-Magadhi Translated Language : Gujarati
Chapter :

अध्ययन-१० सभिक्षु

Translated Chapter :

અધ્યયન-૧૦ સભિક્ષુ

Section : Translated Section :
Sutra Number : 490 Category : Mool-03
Gatha or Sutra : Gatha Sutra Anuyog :
Author : Deepratnasagar Original Author : Gandhar
 
Century : Sect : Svetambara1
Source :
 
Mool Sutra : [गाथा] चत्तारि वमे सया कसाए धुवजोगी य हवेज्ज बुद्धवयणे । अहणे निज्जायरूवरयए गिहिजोगं परिवज्जए जे स भिक्खू ॥
Sutra Meaning : સૂત્ર– ૪૯૦. જે ચાર કષાયોનું વમન કરે છે, તીર્થંકરોના પ્રવચનમાં સદા ધ્રુવયોગી રહે છે, અકિંચન છે, સ્વયં સોના અને ચાંદીથી મુક્ત છે, ગૃહસ્થનો યોગ કરતો નથી, તે ભિક્ષુ છે. સૂત્ર– ૪૯૧. જે સમ્યગ્‌દૃષ્ટિ છે, જે સદા અમૂઢ છે, જ્ઞાન – તપ – સંયમમાં આસ્થાવાન છે, તથા તપથી પાપકર્મોને નષ્ટ કરે છે અને જે મન, વચન, કાયાથી સુસંવૃત્ત છે, તે ભિક્ષુ છે. સૂત્ર– ૪૯૨. પૂર્વોક્ત એષણા વિધિથી વિવિધ અશન, પાન, ખાદિમ, સ્વાદિમને પામીને ‘આ કાલે કે પરમદિવસે કામ આવશે’ એવા વિચારથી જે તે આહારને સંચિત ન કરે, ન કરાવે તે ભિક્ષુ. સૂત્ર– ૪૯૩. પૂર્વોક્ત પ્રકારે વિવિધ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ પામીને જે પોતાના સાધર્મિક સાધુને નિમંત્રિત કરીને ખાય છે, તથા ભોજન કરીને સ્વાધ્યાયમાં રત રહે છે, તે જ ભિક્ષુ છે. સૂત્ર– ૪૯૪. જે કલહ ઉત્પન્ન કરનારી કથા ન કરે અને કોપ પણ ન કરે, જેની ઇન્દ્રિયો નિભૃત રહે છે, જે પ્રશાંત રહે છે. જે સંયમમાં ધ્રુવયોગી છે, ઉપશાંત રહે છે અને જે ઉચિત કાર્યનો અનાદર કરતો નથી, તે ભિક્ષુ છે. સૂત્ર સંદર્ભ– ૪૯૦–૪૯૪
Mool Sutra Transliteration : [gatha] chattari vame saya kasae dhuvajogi ya havejja buddhavayane. Ahane nijjayaruvarayae gihijogam parivajjae je sa bhikkhu.
Sutra Meaning Transliteration : Sutra– 490. Je chara kashayonum vamana kare chhe, tirthamkarona pravachanamam sada dhruvayogi rahe chhe, akimchana chhe, svayam sona ane chamdithi mukta chhe, grihasthano yoga karato nathi, te bhikshu chhe. Sutra– 491. Je samyagdrishti chhe, je sada amudha chhe, jnyana – tapa – samyamamam asthavana chhe, tatha tapathi papakarmone nashta kare chhe ane je mana, vachana, kayathi susamvritta chhe, te bhikshu chhe. Sutra– 492. Purvokta eshana vidhithi vividha ashana, pana, khadima, svadimane pamine ‘a kale ke paramadivase kama avashe’ eva vicharathi je te aharane samchita na kare, na karave te bhikshu. Sutra– 493. Purvokta prakare vividha ashana, pana, khadima, svadima pamine je potana sadharmika sadhune nimamtrita karine khaya chhe, tatha bhojana karine svadhyayamam rata rahe chhe, te ja bhikshu chhe. Sutra– 494. Je kalaha utpanna karanari katha na kare ane kopa pana na kare, jeni indriyo nibhrita rahe chhe, je prashamta rahe chhe. Je samyamamam dhruvayogi chhe, upashamta rahe chhe ane je uchita karyano anadara karato nathi, te bhikshu chhe. Sutra samdarbha– 490–494